SATTE 2020 ઉદ્યોગ માટે શ્રેષ્ઠ પ્રવાસ અને પર્યટન લાઇન-અપ આપવા માટે સેટ છે
વલણોનું મેપિંગ અને ભાગિદારીનું નિર્માણ એ દક્ષિણ એશિયાના અગ્રણી અને ઉજવાતા પર્યટન શોની 27મી આવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
નવી દિલ્હી, ડિસેમ્બર, Jan. 2, 2020 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી B2B એક્ઝિબિશન આયોજક, SATTE (દક્ષિણ એશિયા ટ્રાવેલ અને ટુરિઝમ એક્સચેન્જ)ની 27મી આવૃત્તિ 8મી થી 10મી જાન્યુઆરી, 2020એ ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા, દિલ્હી-એનસીઆર ખાતે લાવવા માટે બધી રીતે તૈયાર છે. આ વર્ષે, 50થી વધુ દેશો અને 104 ભારતીય શહેરોમાંથી 1,050થી વધુ પ્રદર્શકો અને ખરીદદારો અને પર્યટક વ્યવસાયિકો શોની મુલાકાત લેવા માટે તૈયાર છે. એક્સ્પો વિશ્વના તમામ પ્રવાસ, પર્યટન અને આતિથ્ય ઉદ્યોગના તમામ ક્ષેત્રના વ્યાવસાયિકોને એક વ્યાપક પ્લેટફોર્મ પ્રદાન કરવાનું ચાલુ રાખે છે. આ શો ઇનબાઉન્ડ, ડોમેસ્ટિક અને આઉટબાઉન્ડ બજારોના ખેલાડીઓ માટે એક સરખું પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
નવી ભાગિદારી અને જાહેરાતો કરવાના ધ્યેય સthe, ત્રણ-દિવસીય એક્સ્પો ઉદ્યોગમાં વર્તમાન વલણો પહોંચાડવા અને તેની ચર્ચા કરવા વચન આપે છે. તેમના વાર્ષિક વચનને પાળી, SATTE 2020 ભારતના પર્યટન દ્વારા આપવામાં આવતા પડકારો અને તકોને સંબોધી ઉદ્યોગને પ્રકાશિત કરવા માટે આકર્ષક પરિષદોનું આયોજન કરશે. SATTE 2020 વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરી અને વેપાર સંગઠનો, લગ્ન આયોજકો, કોર્પોરેટ ટ્રાવેલ નિર્ણય ઉત્પાદકો અને અન્ય લોકોની સાથે રોકાણકારો તરફથી સક્રિય સમર્થન પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે. જયારે ઇન્ડોનેશિયા SATTE 2020 માટે મુખ્ય ભાગિદાર દેશ છે, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, દુબઇ અને શ્રીલંકા ભાગીદાર દેશો છે. SATTE 2020 માટે મોરેશિયસ ફિચર દેશ છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ગોવા ભાગીદાર રાજ્યો તરીકે સુનિશ્ચિત છે અને હજી થોડા જોડાઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશ SATTE 2020 માટે યજમાન રાજય છે. આ ઉપરાંત અન્ય ઘણા દેશો અને રાજ્યો વિવિધ ક્ષમતાઓમાં ભાગ લઈ રહ્યા છે.
પરિષદોના આકર્ષક લાઇન-અપ સાથે, SATTE 2020 સત્રો અને વર્કશોપની શ્રેણીનું આયોજન કરશે, જે ઉદ્યોગના તમામ પાસાઓના વિષયોને આવરી લેતા, ઉચ્ચ પ્રોફાઇલ સ્પીકર્સ અને ઉદ્યોગના મુખ્ય લોકો દ્વારા પ્રસ્તુત અને નેતૃત્વ કરવામાં આવશે. 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને પર્યટન વલણો' પર પ્રથમ પેનલની દિવસ 1 પર ચર્ચા વૈશ્વિક મુસાફરી અને પર્યટન ઉદ્યોગ અને ભારતમાં ઉભરતા દૃશ્ય વિશે ચર્ચા કરશે. બીજી પેનલની ચર્ચા: ' સાહસિક પર્યટન : નવા સાહસો જાણવા' સાહસ પ્રવાસન મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. SATTE 2020 દિવસ 2 પરિષદ ફરી કોર્પોરેટ ટ્રાવેલ કમ્યુનિટિ (સીટીસી) દ્વારા સંચાલિત કોર્પોરેટ ટ્રાવેલ ડે બનશે, જે એરલાઇન પ્રોગ્રામ્સ + એનડીસી એજ્યુકેશન ફોરમ અને 'આવાસ આઉટલુક અને ટેકનોલોજી નવીનતા શિક્ષણ ફોરમ' પર બે શક્તિશાળી સત્રોનું આયોજન કરવા માટે સુયોજિત છે. આ સિવાય, the Network of India MICE Agents (NIMA), MICE પ્રવાસન પર 5 સત્રો અને 2 વર્કશોપનું આયોજન કરશે.
SATTE પર્યટન મંત્રાલય અને રાજ્ય પર્યટન મંત્રાલયો / બોર્ડ તેમજ ભારતીય મુસાફરી અને પર્યટન મંડળના સંપૂર્ણ સતત સપોર્ટ સાથે મળીને વિકસ્યું છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / સંગઠનો અને ભારતીય પ્રવાસ વેપાર સંગઠનો જેમકે World Tourism Organisation (UNWTO), Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators of India (ADTOI), Travel Agents Federation of India (TAFI), IATA Agents Association of India (IAAI), India Convention Promotion Bureau (ICPB), Universal Federation of Travel Agents Association (UFTAA), Pacific Asia Travel Association (PATA) અને Enterprising Travel Agents Association (ETAA) જેવાં કેટલાંકનું સતત સમર્થન SATTE ના પ્રયત્નોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
SATTE 2020ની અપેક્ષાઓ પર બોલતાં, Mr. Yogesh Mudras, ભારતના Informa Marketsના મેનેજીંગ ડિરેક્ટરે, કહ્યુ, "દરવર્ષે અમે SATTEને વધુ મોટો બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ અને આ વર્ષે અમારો ઉદ્દેશ્ય નવા લક્ષ્યો સુધી પહોંચવા માટે અમારા પ્રદર્શકો અને ભાગીદાર દેશો અને રાજ્યોના સતત ટેકા સાથે. 2018 માં, ઝડપી ગતિએ વિકસવાનો, જીડીપીમાં મુસાફરી અને પર્યટન ક્ષેત્રનો ફાળો 16.91 લાખ કરોડ રૂપિયા ($ 240 અબજ) છે અને 2028 સુધીમાં 6.9% ના વાર્ષિક દરે 32.05 લાખ કરોડ થવાની આગાહી છે. પ્રવાસીઓ ભારતમાં વધુ ખર્ચ કરવા અને દેશના પર્યટનને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરવા ભારત સરકારે ટૂરિસ્ટ્સ માટે ટેક્સ રિફંડ (ટીઆરટી) પણ રજૂ કર્યું છે. ભારત ભૌગોલિક વિવિધતા પ્રદાન કરે છે અને વિશિષ્ટ પર્યટન ઉત્પાદનો, ક્રુઝ એડવેન્ચર્સ, ઇકો ટૂરિઝમ અને ગ્રામીણ અને ધાર્મિક પર્યટનનો વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો છે જે દેશમાં વિદેશી પર્યટકોની સંખ્યામાં આવે છે. આપણા સ્થાનિક, અંતરિયાળ અને બાહ્ય પ્રવાસન છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી રહ્યું છે.
"સરકારે માર્કેટિંગ અને બ્રાંડિંગની પહેલ પણ શરૂ કરી છે જ્યારે પ્રવાસન ક્ષેત્રે રોકાણ વધારવા માટેના પ્રયત્નો પણ કર્યા છે. અતુલ્ય ભારત 2.0 અભિયાન તેની મોબાઈલ એપનું લોન્ચિંગ જોયું જે ભારતમાં મુસાફરીને મદદરૂપ થઈ શકે અને દેશમાં મુસાફરીના અનુભવો પ્રદર્શિત કરે છે. સેક્ટરમાં આવી અતુલ્ય વૃદ્ધિ સાથે, SATTE મુસાફરી અને પર્યટન અને આતિથ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા બધા માટે ખૂબ મહત્વનું છે. હકીકતમાં, આ વર્ષે અમારા પ્રદર્શકોએ ડેસ્ટિનેશન વેડિંગ્સના વલણને સારી રીતે પકડ્યું છે અને આમ SATTE 2020, એક સર્વગ્રાહી એક્સ્પો છે જે ક્ષેત્રોમાં આગાહીના વિકાસની સાથે આવા વલણોના નકશા અને વિશ્લેષણ કરે છે અને કાયમ વિકસતા ઉદ્યોગમાં વ્યવસાયને વિકસિત કરવામાં મદદ કરવા માટે સધ્ધર ઉકેલો પૂરા પાડે છે," આમ Mr. Mudrasએ કહ્યુ.
Informa Markets T3 દ્વારા સંચાલિત SATTE એવોર્ડસની 4થી આવૃત્તિનું પણ આયોજન, મુસાફરી અને પર્યટન ઉદ્યોગમાં મુખ્ય ભાગીદારોની શ્રેષ્ઠતા, વિજય અને નવીનતાઓને ઓળખવા અને ઉજવણી કરવા માટે કરે છે, જે SATTE ના મૂલ્યોમાં સારી રીતે આત્મવિલોપન કરાયેલ ફિલોસોફી, અસલી અને અધિકૃત પરિમાણો, મુસાફરી અને પર્યટન ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતાના આધારે છે.
થાઇલેન્ડને ટ્રેંડિગ પર્યટક સ્થળ તરીકે કહેતાં, Mr. Isra Stapanaseth, ડિરેક્ટર, Tourism Authority of Thailand, એ કહ્યુ, "થાઇલેન્ડને 2018 માં વિશ્વભરમાંથી કુલ 38.27 મિલિયન પ્રવાસીઓ મળ્યા છે, જે 7% વધ્યુ છે અને 2019 માટે, અમે 39.8 મિલિયન વિદેશી પ્રવાસીઓની આગાહી કરીએ છિએ. ભારતમાંથી અમને 1.59 મિલિયન પ્રવાસીઓ 2018માં મળ્યા છે અને 2019માં જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીમાં અમને 1.63 મિલિયન પ્રવાસીઓ મળ્યા છે. વિદેશી અને ભારતીય પ્રવાસીઓમાં વધારો થવાનું વલણ થાઇલેન્ડમાં આગમન પર વિઝાની સુવિધાઓ અને વિવિધ શહેરોમાં રોયલ થાઇ એમ્બેસી અને થાઇ કોન્સ્યુલેટ્સ દ્વારા આપવામાં આવેલ સામાન્ય વિઝાને કારણે છે. ભારતીયો માટે નિઃશુલ્ક વિઝાની અરજીના પરિણામે થાઇલેન્ડના પ્રવાસીઓમાં 25% વૃદ્ધિ થઈ છે જે 2018થી એક નોંધનીય વધારો છે. સરળ અને સસ્તી વિઝા પ્રક્રિયાના પરિણામ રૂપે, મુસાફરો થાઇલેન્ડની મુલાકાત માટે VOA સુવિધા અને ઇ-વિઝા આપવામાં આવતા હોવાથી છેલ્લી ઘડી, મુશ્કેલી વિનાની રજાઓનું આયોજન કરી શકે છે.
The Tourism Authority of Thailand (TAT) લગભગ 80 થાઈ પ્રદર્શકો સાથે નવી દિલ્હી ખાતે રાખવામાં આવેલ South Asia Travel and Tourism Exchange 2020 (SATTE 2020)માં ભાગ લેશે. આ SATTE ખાતે થાઇ પ્રદર્શકોની સૌથી મોટી ટુકડી છે, SATTE 2019માં કુલ 70નો નોંધપાત્ર વધારો. આ વર્ષ SATTE ખાતે થાઇલેન્ડની હાજરીનું 12મું વર્ષ છે. દરવર્ષની જેમ, TAT વધુને વધુ હોટલ, એરલાઇન્સ, ડીએમસી અને થાઈલેન્ડમાં ભારતીય પર્યટક વેપારમાં આકર્ષણોનો પરિચય આપવાની આશા રાખે છે. અમારૂ અભિયાન, 'નવા શેડ્સ માટે ખુલ્લુ' વધુ મજબૂત થઈ રહ્યુ છે. SATTE 2020 દરમિયાન, TAT ' અમેઝિંગ થાઇલેન્ડ ડેસ્ટિનેશન પ્લસ' લોન્ચ કરી રહ્યુ છે કે જે મુખ્ય શહેરોને ગૌણ શહેરો સાથે જોડે છે. આ વર્ષે SATTE ખાતે અમે અમારા બુથ પર છત્રીનું રંગકામ અને થાઇ બોક્સિંગ શો બતાવીશું."
ઔદ્યોગિક વલણો પર બોલતાં, Mr Varun Chadha, CEO, Tirun Travel Marketing,એ કહ્યુ, "ભારતમાં ઉભરતા મધ્યમ વર્ગની વિશાળ વસતી છે કે જે પરંપરાગત ફ્લાય લેન્ડ ટૂર પેકેજો સિવાય ઉમદા વેકેશન વિકલ્પો શોધી રહ્યા છે. આજે, ભારતીય ગ્રાહકોમાં ફરવા માટે જાગૃતિ અને આકર્ષણ વધી રહ્યું છે. અમારા જેવી કૌટુંબિક લક્ષી અને નવીન ક્રુઝ લાઇન ક્રુઝિંગ માટેની તેમની માંગને પોષી અને સંતોષી શકે છે, જેવાંકે આંતરરાષ્ટ્રીય કુટુંબ જૂથો, કોર્પોરેટ જૂથો તેમજ લગ્ન જૂથોમાં મુસાફરી કરવા માંગતા ભારતીયને અમારી બ્રાન્ડ અપીલ કરે છે, જે આવનાર લોકપ્રિય વલણ છે.
SATTE 2020 ખાતે અમે અમારા નેટવર્કને વધારવા, જે ભાગીદારો છે તેમની સાથે સંબંધો બાંધવા, સહયોગીઓ શોધવા અને બજારની એકંદર સમજણ મેળવવાનું જાણી રહ્યા છે. અમે Royal Caribbean Cruises Ltdના ભારતીય ભાગીદાર પણ હોવાથી અમે SATTE 2020 ખાતે સમકાલીન બ્રાન્ડ Royal Caribbean Internationalથી લઈને Modern luxury Celebrity Cruises થી Boutique Azamara Club અને ultra-luxury Silversea સુધીનો એકંદર પોર્ટફોલિયો રજૂ કરવાનું આયોજન કરીએ છીએ."
Mr Danish Fairoz, જનરલ મેનેજર, 24x7Rooms.com, એ કહ્યુ, " વર્તમાન વૈશ્વિક મંદીના કારણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગને ચોક્કસપણે અસર થઈ છે. અમે જોયું કે પ્રવાસીઓ હજી પણ મુસાફરી કરી રહ્યા છે, ટિકિટનું મૂલ્ય ઘટી ગયું છે તેથી હોટેલના રોકાણના કેટેગરીની અવધિ ઓછી થઈ ગઈ છે. આ વર્ષના મધ્યમાં અગત્યની એરલાઇન બહાર નીકળી જવાથી એક અવકાશ બન્યો છે, ઉડ્ડયન ઉદ્યોગને સંપૂર્ણ રીતે આગળ વધારવા અને ઉપાડવા માટે અમને સરકાર અથવા ખાનગી સંસ્થાઓના ટેકાની જરૂર છે. B2B હોલસેલર તરીકે, B2Cના વર્ચસ્વ અંગેની અમારી ચિંતા ધ્યાનમાં લેવાની જરૂર છે જેથી અમે અમારા વ્યવસાયિક મોડ્યુલને માન આપવા માટે હોસ્પિટાલિટી ઉદ્યોગ પાસેથી સમજ અને સહાયની માંગ કરીએ છીએ.
બીજા બધા વર્ષોની જેમ, અમે SATTE 2020 ખાતે ત્રણ દિવસો દરમિયાન અમારા બધા પ્રિય ભાગીદારોને એક જ છત હેઠળ મળવાની રાહ જોઈ રહ્યા છીએ અને અમે સંભવિત ભાગીદારોને આવકારવા માટે ઉત્સાહિત છીએ જે મળ્યા બાદ અમારી સાથે જોડાશે. SATTEએ વ્યાપાર વિસ્તરણ તકો બાબતે અમને કયારેય નિરાશ કર્યા નથી. અમે હવે કેટલાક વર્ષોથી એક્સ્પોમાં ભાગ લઈ રહ્યા છીએ અને SATTE સાથે એક વસ્તુ હંમેશા રહી છે કે વેપાર તરફથી સફળ અને પ્રોતાહિત પ્રતિભાવ. SATTE 2020 ખાતે આ વર્ષે અમે નવી શાખાની જાહેરાત કરી રહ્યા છે કે જે હમણાં ડિસેમ્બર 2019માં કોંગો દેશમાં અમારી બે નવી ઓફિસો કે જે દક્ષિણ આફ્રિકા અને ટ્યુનિશિયામાં SATTE દ્વારા સ્થાપિત થશે તેની જાહેરાત કરીએ છે."
Dream Cruises Mr. Naresh Rawal, વાઇસ પ્રેસિડેન્ટ- સેલ્સ એન્ડ માર્કેટિંગ ભારત અને દક્ષિણ એશિયા, Genting Cruise Lines, એ કહ્યુ, " ભારતીય આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ એક વધતા દરે વૃદ્ધિ પામી રહ્યું છે, ટિયર II અને ટિયર III ના શહેરોના આઉટબાઉન્ડ પ્રવાસીઓ વધી રહ્યા છે. જોકે મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્થળો ભારતના તમામ ટિયર I અને ટિયર II બજારોમાં ખૂબ જોડાયેલા છે, અન્ય શહેરો સાથે જોડાણમાં વધારો થવાથી બહારના પ્રવાસીઓને રાજી રાખવામાંદદ મળશે. વ્યક્તિગત અનુભવો માટે, ફુરસદ અથવા MICE પ્રવાસનીવધતી જતી ભારતીય પ્રવાસીઓની સંખ્યા છે. અમે એ પણ નોંધ્યું છે કે ક્રુઝ રજાઓના ખ્યાલ માટે આકર્ષાતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. આ મુસાફરો પ્રયોગશીલ સ્થળોની શોધમાં છે કારણ કે તેઓ યાદગાર અનુભવો બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. અનુભવોનું વૈયક્તિકરણ ઉદ્યોગમાં નોંધપાત્ર ઉત્ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે અને મુસાફરી ભાગીદારો દરેક તબક્કે તકોમાંનુ કસ્ટમાઇઝ કરી રહ્યાં છે જેમકે : સંશોધનથી લઈને બુકિંગથી લઈને પ્રવાસના પ્રવાસ સુધી.
SATTE 2020 ખાતે Dream Cruises ભારતમાં વૈશ્વિક શ્રેષ્ઠતાનો એક વિશિષ્ટ ભાગ લાવ્યો છે. આ વર્ષની સૌથી મોટી જાહેરાત ડ્રીમ ક્રુઝ કાફલામાં જોડાવા માટે અમારા પ્રથમ વિશ્વ સ્તરના વહાણનું લોન્ચિંગ, જેનું તાજેતરમાં નામકરણ 'ગ્લોબલ ડ્રીમ' તરીકે કરવામાં આવ્યું છે. Global Dream કે જે વિશ્વના સૌથી વધુ તકનીકી રીતે અદ્યતન ક્રુઝિંગ જહાજોમાંનું એક બનવાનું છે. અમે અમારા ભાગીદારોને SATTE 2020ના અમારા બુથ ખાતે આવી અને અનુભવના સાક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. SATTE જયારે ઉદ્યોગોના ભાગીદારોને મળવાનું અને નેટવર્કિંગ કરવાનું આવે ત્યારે હંમેશાં અમારી અપેક્ષાઓ પ્રમાણે અનુસરે છે. અમે આ વર્ષના એક્ઝિબિશનના ભાગ બનવા માટે ઘણા ઉત્સાહિત છીએ અને અમે માનીએ છીએ કે ભારતીય માર્કેટમાં આગળ વધવા માટે અમે નવા પ્રવેશકારો અને નવા સંભવિત ભાગીદારોને મળીશું."
Kandarp Amin, સેલ્સ અને માર્કેટિંગ વડા,Marasa Africa Kenya, કહ્યુ, "Marasa Africa 9 વર્ષોથી SATTE સાથે નજીકથી જોડાયેલા છે અને અમને આ ભાગિદારીનો ગર્વ છે. હોટેલિયર્સ તરીકે, અમે પ્રદર્શનમાં હાજર લોકો સાથે વાતચીત, ગુણવત્તા અને સંભવિત ખરીદદારોને મળવા માટે 2020 ની આવૃત્તિની રાહ જોતા હોઈએ છીએ, જેના દ્વારા આપણને સીધી પૂછપરછ મળે છે જે પ્રભાવશાળી પરિણામ હોય છે. અમને ખાતરી છે કે SATTE આગળ વધવાનું ચાલુ રાખશે, ખાસ કરીને આવનારા 3 વર્ષોમાં અને ભારતમાં હિસ્પિટાલીટી ટ્રેડ શો તરીકે તેની નંબર 1 સ્થિતિ જાળવી રાખશે."
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપા કરી સંપર્ક કરો:
Mili Lalwani
+91-9833279461
Informa Markets in India
Roshni Mitra
[email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1059716/SATTE.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article