Renewable Energy India 2019 ની 13મી આવૃત્તિ: હરિયાળી ઉર્જાના ટેકામાં 20% મજબુત વૃદ્ધિનો સાક્ષી બને છે
- એક્સ્પોમાં 729 પ્રદર્શનકારો અને રેકોર્ડ બ્રેકિંગ 36,909
- REI Expo 2019 હરિયાળી ગતિશીલતા માટે એક ઉદાહરણ સેટ કરે છે - 1,000 લિટર જેટલું ઇંધણ બચાવી અને 180 ઝાડોનું વાવેતર કરી
- 'પાવરનો વ્યવસાય આપી...વ્યવસાય કરવાનો પાવર ' નામની કોન્ફરન્સની ઝળહળતી સફ્ળતા
નવી દિલ્હી, Oct. 17, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India) એ Renewable Energy India (REI) એક્સ્પો, ત્રણ દિવસીય (18મી – 20મી સપ્ટેમ્બર 2019) શોની 13મી આવૃત્તિનું ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા ખાતે સફળતાપૂર્વક સંપાદન કર્યુ છે. આ વર્ષે REI એસ્પો 2019 એ છેલ્લા વર્ષની સરખામણીમાં મુલાકાતીઓની સંખ્યામાં 20% વધારો જોયો છે. આ શો પવન, હાઇડ્રોપાવર અને બાયોમાસની સાથે સૌર ઊર્જાને ધ્યાનમાં રાખી વધુ વ્યાપકપણે નવીનીકરણીયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન, સંક્રમણ અને નિયમનકારી માળખામાં વિતરણ અને તેના પડકારોમાં સામેલ અગ્રણી કંપનીઓમાંથી નિર્ણયકર્તા અને પ્રભાવ ધરાવનારાઓ તેમજ ટેકનિકલ વિશેષજ્ઞ અને વ્યવસાયિકોને સાથે લાવ્યો હતો. ત્રણ દિવસીય એક્સ્પો નેટવર્કીંગ અને સહયોગ માટે રેકોર્ડ બ્રેકિંગ 36,909 મુલાકાતીઓ સાથે 729 પ્રદર્શકો અને ભાગિદારોનું સાક્ષી, 18,162 ચોરસમીના કુલ પ્રદર્શન ક્ષેત્રમાં રહ્યુ હતું જેમાં 1,287 પ્રતિનિધિઓ અને વીઆઇપીઓ સાથે 27 સમકાલીન જ્ઞાન સત્રો સાથેની કોન્ફરન્સ વિશ્વભરના 243 વક્તાઓની ચર્ચા સાથે થઈ હતી.
3 દિવસના સમયગાળામાં, સૌર અને પવન ઉત્પાદનમાં કામ કરતી કંપનીઓ, ઇન્સ્ટોલર, ન્ટરપ્રાઇઝ, બેંકો, રોકાણકારો, યુટિલીટીઝ, પાવર ઉત્પાદકો, છત અને ગ્રાઉન્ડ માઉન્ટિંગ સોલ્યુશન પ્રોવાઇડર્સ, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, આયાતકારો અને નિકાસકરો, અને ફ્રેટ ફ્ર્વર્ડરોએ અન્ય પુરવઠા શ્રેણીના જૂથો અને સરકારી અધિકારીઓ સાથે વીજળી અને ભાવિ તકનીકીઓની માંગને પહોંચી વળવા હાથ મિલાવ્યા, રહેણાંકમાં સોલાર અને એગ્રોફોટોલ્ટેઇક્સના વ્યવસાયની તકો અને મોટા કદના પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ માર્ગદર્શિકા પર ચર્ચા કરી. બિઝનેસ ટુ બિઝનેસ (બી2બી) બેઠકોની સુવિધા બે અલગ ક્ષેત્રોમાં મેચમેકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને સારી રીતે દિગ્દર્શિત કરવા માટે કરવામાં આવી હતી. વિવિધ વિષયો કે ઉત્પાદનની સધ્ધરતાથી લઈને જમીન અને ટ્રાન્સમિશન અંતરાયોને કારણે મોટા પાયે પ્રોજેક્ટ વિકાસના પડકારો, ડીઆઈએસસીઓએમ દ્વારા છતના પડકારો, ઓછી બોલીઓ, ચુકવણી મુદ્દાઓ, નેટ-મીટરિંગ અને ધિરાણ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
REI 2019એ 37 ટોચના સીઈઓ સાથે સીઇઓ કોનક્લેવ, નાણાકીય નેતૃત્વ મંચ, ગુણવત્તા ગોળમેજી અને પીવીનું ભવિષ્ય, 6ઠ્ઠુ Indo-German Energy Symposium, 1લી SBC Empowering Women Summit India અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં નવીનતા અને ઉત્કૃષ્ટતાને માન આપવા Renewable Energy India Awardsની 5મી આવૃત્તિ સ્વરૂપે પાવર-પેક્ડ ઉદ્યોગ સંવાદોના હોટ હાઉસ તરીકે ભૂમિકા ભજવી.
બંધ-બારણાની સીઈઓ કોન્ક્લેવ દરમિયાન આવરી લેવામાં આવનાર એક મહત્વની થીમ' ડીકાર્બોનાઇઝેશન અને ડિજિટલઇઝેશન - વિઝનરી ડિબેટ' , ગ્લોબલ વોર્મિંગની વાસ્તવિક ચહેરા સાથે ડીકાર્બોનાઇઝેશન અને ડિજિટલાઇઝેશન દ્વારા પ્રેરિત કાર્યક્ષમ ઊર્જાના નવા યુગ તરફની ગતિ હતી.
એક્પોને અન્યોની સાથે International Solar Energy Society, Indo-German Energy Forum SO, Bloomberg NEF, Mercom Communications, Bridge to India, World Business Council for Sustainable Development (WBCSD), Natural Resources Defense Council, Global Energy Storage Alliance, Indian Bio Gas Association જેવા ધોરણો અને સંશોધન, અગ્રણી સંગઠનો, Indo German Energy Forum, Solar Business Club, All India Solar Industries, APVIA, Indo German Chamber of Commerce, Skill Council for Green Jobs, National Solar Energy Federation of India and GIZ ની સાથે REI 2019 ને ટેકો મળ્યો છે, જે ''પાવરનો વ્યવસાય આપી...વ્યવસાય કરવાનો પાવર'ની થીમ પરની કોન્ફરન્સમાં જોડાયા હતા.
શોના સફળતાપૂર્વકના સંપાદન પર ટિપ્પણી કરતાં, Mr. Yogesh Mudras, ભારતમાં Informa Marketsના મેનેજીંગ ડિરેક્ટરે કહ્યુ, "જેમ દેશ RE ક્ષેત્રે વધુ વિકાસની ઇચ્છા ધરાવે છે, Renewable Energy India એક્સ્પો દ્વારા અમારો હેતુ ઉપસ્થિતોને નેટવર્કનું પ્લેટફોર્મ પુરૂ પાડી, જ્ઞાનની સીમા વધારી, નવીનતમ વલણો અને નવીનતાઓ પર માહિતગાર રહેવા, શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને સંતુલન તકનીક મિશ્રણમાં શામેલ થઈ અને ઉદ્યોગને વિકાસના આગલા સ્તર સુધી પહોંચવા માટે સક્ષમ બનાવવાનો છે. ભારત નવીનીકરણીયમાં વધુને વધુ મહત્વપૂર્ણ રોકાણકાર છે અને આ વર્ષના પ્રથમ છમાસમાં $90 બિલિયન માટે પ્રતિબદ્ધ છે. આટલું મોટું રોકાણ કરવાની પહેલ પ્રશંસનીય છે પણ સાથે સાથે, આપણે બધા હિસ્સેદારો અને સભ્યોએ સાથે મળીને સમાન મિશન પર કાર્ય કરવાની જરૂર છે. આ વર્ષે, ઘણા સંમેલનો જેમકે, સીઈઓની ગોળમેજી, નાણાકીય નેતૃત્વ મંચ, એવોર્ડ્સ અને 'પાવરનો વ્યવસાય આપી...વ્યવસાય કરવાનો પાવર' નામની માહિતીથી ભરપૂર ક્ન્ફોરન્સ સાથે, અમારૂ ધ્યાન નવીનતાઓ કે જે ભારતીય ઉત્પાદકોને પ્રેરણા આપે તેના પર છે. ભારત નવીનીકરણીય સ્રોતોથી ઊર્જાના સૌથી મોટા ઉત્પાદન સાથેનો દેશ છે. વેગ ચાલુ રાખવા માટે, આપણે પડકારોનો સામનો કરવાની અને ભારતના હરિયાળા મિશનને સહાય કરવાની જરૂર છે. REI એકસ્પો RE ક્ષેત્ર માટે તેની અનન્ય ગતિશીલતા અને મુખ્ય હોદ્દેદારોની નોંધપાત્ર ભાગીદારી સાથેનું એક પ્લેટફોર્મ છે."
REI એક્સ્પો 2019 માત્ર સમગ્ર કાર્યક્રમ રજૂ નથી કરતો પરંતુ પહેલ કરી અને હરિયાળી ગતિશીલતા અને તેની અસર માટે ઉદાહરણ સેટ કરે છે. કાર્યક્રમ ખાતે મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રિક વાહબો હતાં, અને માત્ર 3 દિવસમાં કુલ પ્રવાસ કરવામાં આવેલ અંતર 12,000+ કિમી હતું જેનાથી 2500 યાત્રાળુઓની કાળજી રાખવામાં આવી હતી, જે બધાના પરિણામે 1,000 લિટર ઈંધણની બચત થઈ હતી, જયાં સૌથી અગત્ય રીતે, Co2નું ઉત્સર્જન 3.25 ટન જેટલું ઘટયુ હતું. શોએ ફક્ત એક અસર જ નથી છોડી, પણ આમ કેવી રીતે કરવું અને વિશ્વને વધુ સારી જગ્યા કેવી રીતે બનાવવું તે પણ દર્શાવ્યું છે.
Renewable Energy India (REI) એકસ્પો વિશે:
REIનું આયોજન ભારતમાં Informa Markets, કે જે Informa PLCનો ભાગ છે, જે અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ અને વિશ્વમાં સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજક છે, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.
એક્સ્પો પર વધુ માહિતી માટે, કૃપા કરી મુલાકાત લો: https://www.renewableenergyindiaexpo.com/
ભારતમાં Informa Markets વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
Informa Marketsએ Informa PLCની માલિકીનું છે, જે એક વિશ્વમાં એક અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ અને સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજકો છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય બી2બી કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.comની મુલાકાત લો.
મિડીયા સંપર્ક :
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
લોગો: https://mma.prnewswire.com/media/997528/REI.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article