REI એક્સ્પોની 13 મી આવૃત્તિ, ક્લિન એનર્જી ચેમ્પિયન તરીકે ભારતની છબીને સમર્થન આપવાનું વચન આપે છે
~પાવર (વીજળી) ના વ્યવસાયને, વ્યવસાય કરવા માટેની શક્તિ પ્રદાન કરવી~
નવી દિલ્હી, Sept. 23, 2019 /PRNewswire/ -- રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા 2019 એક્સ્પોની 13 મી આવૃત્તિ પ્રસંગે ભારતમાં informa Markets (અગાઉ UBM India) દ્વારા પ્રથમ દિવસે એક ભવ્ય ઉદ્ઘાટનનું આયોજન થયું, જેમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય હિતધારકો અને વિશ્વભરના નિષ્ણાતોએ ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે ભાગ લીધો હતો.
પાછલા વર્ષો દરમિયાન, REI આ ડોમેનના સૌથી વ્યાપક, પ્રતિષ્ઠિત અને એશિયાના સૌથી મોટા એક્સ્પો તરીકે સ્થાપિત થઇ ચૂક્યું છે જ્યાં ગ્રીન કમ્યૂનિટી વલણોની ચર્ચા કરવા માટે એકત્રિત થાય છે, પડકારોને સંબોધિત કરે છે અને તેમના ઉકેલ માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ અને નવીન તકનીકી ઉકેલો પ્રદર્શિત કરે છે. આ વર્ષે, ઇવેન્ટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણથી લઈને નિયમનકારી માળખા અને તેના પડકારો સાથે સંકળાયેલ અગ્રણી કંપનીઓના વ્યાવસાયિકો અને તકનીકી નિષ્ણાતો તેમજ નિર્ણયકર્તાઓ અને પ્રભાવકારો ને એક સાથે લાવી.
એક્સ્પોનો પ્રારંભ એક ઉદ્ઘાટન સમારોહ સાથે થયો જ્યાં બ્રાઝિલ, ભારત સરકાર, મધ્યપ્રદેશ રાજ્ય, તેલંગાણા રાજ્યમાંથી મુખ્ય સરકારી મહાનુભાવો સાથે વર્લ્ડ એનર્જી સસ્ટેઇનેબિલીટીને પ્રોત્સાહિત કરવા, લાભ અને ભવિષ્યની યોજનાઓને પ્રકાશિત કરવા માટે અન્યો સાથે Bloomberg New Energy Finance, EY India Power & Utilities Leader, અને Freiburg એક સાથે આવ્યા.
મુખ્ય મહાનુભાવો જે પૅનલમાં સમાવિષ્ટ હતા - Mr. Justin Wu, APAC ના હેડ, Bloomberg New Energy Finance; Mr. Somesh Kumar, EY India Power & Utilities Leader; Shri Ajay Mishra, આઈએએસ, સ્પેશ્યિલ ચીફ સેક્રેટરી, એનર્જી ડિપાર્ટમેન્ટ, એનેર્જી ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ તેલંગાણા; Shri Manu Srivastava, આઇએએસ, પ્રિન્સીપલ સેક્રેટરી, ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ મધ્યપ્રદેશ; Prof. Eicke R. Weber, ભૂતપૂર્વ ડિરેક્ટર Fraunhofer ISE, Freiburg; Dr. Michael K. Dorsey, કો-ફાઉન્ડર એન્ડ પ્રિન્સીપલ ઓફ Around the Corner Capital, પાર્ટનર, IberSun (Spain/USA) & Pahal Solar (India); Md. Enamul Karim Pavel, હેડ ઓફ રિન્યુએબલ એનર્જી, IDCOL, બાંગ્લાદેશ; ભારતમાં Informa Market ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras અને ભારતના Informa Markets ના ગ્રુપ ડિરેક્ટર Mr. Rajneesh Khattar.
ભારતમાં Informa Market ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા તેમની પ્રારંભિક ટિપ્પણીમાં, જણાવવામાં આવ્યું હતું કે, 'રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા 2019 એક્સ્પો, એક અનન્ય અને અતુલ્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જે ઉદ્યોગની એકંદર ચિંતાઓ અને તેમને પ્રબંધિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ચર્ચા કરવા માટે નીતિના નિર્માતાઓ અને ઉદ્યોગના નિષ્ણાતોને એક છત હેઠળ લાવે છે. હાલના સમયમાં તેની ગતિશીલતા હોવા છતાં ઉદ્યોગને આગળ વધારવા માટે વ્યવસાય, નવીનતાઓ, ટ્રેન્ડસ્પોટિંગ અને નેટવર્કિંગ માટેની મનોબળ વધારનારી અને વિશ્વસનીય ચેનલોમાંની એક બનીને આ શો એ વધુમાં વધુ સફળતા સાથે પ્રગતિ હાંસલ કરી છે. બજારના વલણો, રોકાણો, ટેકનોલોજીની નવીનતાઓ અંગે ચર્ચા કરવા માટે, સંગઠનો, સરકારી સંસ્થાઓ, સ્વતંત્ર અગ્રણીઓ, અને ઉદ્યોગના નિષ્ણાતોની વિપુલતા સાથે આ શો ઉદ્યોગ વ્યાવસાયિકોને આ ક્ષેત્રએ પોતાના માટે કંડારેલા માર્ગ વિશે અમૂલ્ય આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે. એક પ્રકારની નિષ્ક્રિયતા દેખાઈ રહી હોવા છતાં, રિન્યુએબલ એનર્જીનો વિસ્તાર બે આંકડાની વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે અને તેની ગતિ સાથે મેળ ખાવા અને તેની સધ્ધરતાને વધારવા માટે REI સંપૂર્ણપણે સ્થિત છે."
ઉદ્યોગના ભવ્ય મેળાવડાની વચ્ચે, ઇવેન્ટના પ્રથમ દિવસે ઉપસ્થિત મહાનુભાવોમાં સમાવેશ થાય છે; Somesh Kumar, પાર્ટનર adouble-digittr & Utilities), Ernst & Young LLP; Ashish Khanna, પ્રેસિડન્ટ રીન્યૂએબલ્સ, Tata Power અને એમડી અને સીઈઓ, Tata Power Solar; Simon Stolp, લીડ એનર્જી સ્પેશિયાલિસ્ટ, World Bank; Shaji John, હેડ બિઝનેસ ડેવલપમેન્ટ, Domestic & Global Renewables Business L&T; Daniel Liu, મેનેજિંગ ડિરેક્ટર South Asia, Jinko Solar; Dr. Anuvrat Joshi, હેડ બિઝનેસ ડેવલપમેન્ટ, Cleantech Solar; Arvind Reddy, સીઈઓ, Innolia Energy Pvt. Ltd; Santosh Khatesal, મેનેજિંગ ડિરેક્ટર, Enerparc Energy Pvt. Ltd.; અને A.K. Jain, મેનેજિંગ ડિરેક્ટર, Rajasthan Electronics and Instruments Limited (REIL).
આ તકનો ઉપયોગ કરીને, Indo-German Energy Forum દ્વારા રહેણાંક સંબંધિત સોલર અને એગ્રોફોટોવોલ્ટેઇક્સમાં વ્યવસાયની તકો અંગેની ચર્ચાને હોસ્ટ કરી હતી, જ્યારે PV મેગેઝિન દ્વારા મોટા પાયાના પ્રોજેક્ટ્સ માટે શ્રેષ્ઠ વ્યવહાર માર્ગદર્શિકા, ઓ-એન્ડ-એમ અને ઇન્સ્ટોલેશન અંગે ચર્ચા આયોજિત થઇ હતી જેમાં Jonathan Gifford, એડિટર-ઈન-ચીફ ગ્લોબલ, PV મેગેઝિન ગ્રુપ અને Subrahmanyam Pulipaka, સીઈઓ, National Solar Energy Federation of India અગ્રણી તરીકે ઉપસ્થિત હતા.
અન્યો વચ્ચે, Indian Bio Gas Association, Indo German Energy Forum, Solar Business Club, All India Solar Industries, APVIA, Indo German Chamber of Commerce, Skill Council for Green Jobs, National Solar Energy Federation of India and GIZ, જેવા અગ્રણી સંગઠનો International Solar Energy Society, Indo-German Energy Forum SO, Natural Resources Defense Council, Global Energy Storage Alliance, Standards and research, Skill Council for Green Jobs દ્વારા ડોમેનમાં શ્રેષ્ઠ વ્યવહારો, રિન્યુએબલ એનર્જીમાં સ્ટાર્ટ-અપ્સનું વિતરણ અને ભૂમિકા સંબંધિત ચર્ચાને આગળ વધારવા માટે REI 2019 ને સમર્થન પ્રાપ્ત થયું હતું.
એક્સ્પો વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને https://www.renewableenergyindiaexpo.com/ જુઓ.
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને વિશિષ્ટ બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના બજારોમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરીએ છીએ. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ બજારોની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informaomot.com જુઓ.
ભારતમાં Informa Markets વિશે
ભારતમાં Informa Markets (અગાઉ યુબીએમ ઇન્ડિયા) એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ બજારો અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા પ્રદર્શનો, 40 કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે. વધુ વિગતો માટે, કૃપા કરીને www.informa.com જુઓ.
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે.
મીડિયા સંપર્ક:
Roshni Mitra / Mili Lalwani
[email protected] / [email protected]
+91-22-61727000
ફોટો: https://mma.prnewswire.com/media/997527/Dignitaries_Inauguration_REI_2019.jpg
લોગો: https://mma.prnewswire.com/media/997528/REI.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article