OSH Indiaએ મુંબઈમાં તેની 8મી આવૃત્તિની શરૂ કરે છે
ઉદ્યોગમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય માટે જાગરૂકતા બનાવવી અને ટકાવી રાખવી
ભારતમાં Informa Markets દ્વારા વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ માટે દક્ષિણ એશિયાનો સૌથી મોટો વેપાર શો
મુંબઈ, Nov. 29, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India), કે જે ભારતના અગ્રણી બી2બી કાર્યક્રમ આયોજક છે, તેમણે આજે OSH Indiaની 8મી આવૃત્તિની શરૂઆત મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે કરી છે. બે દિવસીય એકસ્પો (28મી- 29મી નવેમ્બર) વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વૈશ્વિક શ્રેષ્ઠ વલણોની ચર્ચા કરવા અને કાર્યસ્થળની સલામતી અને આરોગ્યના ક્ષેત્રમાં કેટલાંક સૌથી મુશ્કેલ પડકારોનો ઉકેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓ એક મંચ પર લાવ્યો છે.
OSH India, 2019નો ઉદ્દઘાટન કાર્યક્રમ મુખ્ય મહાનુભાવો – Mr. Lalit Gabhane, ડિરેક્ટર જનરલ, National Safety Council; Mr. Santosh Warick, મુખ્ય ફાયર ઓફિસર અને ફાયર એડવાઇઝર, મહારાષ્ટ્ર સરકાર; Mr. Mike Robinson, ચીફ એક્ઝિક્યુટિવ, British Safety Council; Dr. Sidram K. Raut, રાષ્ટ્રીય પ્રમુખ, Indian Association of Occupational Health અને Mr. Hemant Sapra, પ્રમુખ, Safety Appliances Manufacturers' Association; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets માટે અને Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર, Informa Marketsin India સાથે અન્ય મેળવડાની હાજરીમાં થઈ હતી.
સમગ્ર ઉદ્યોગના અગ્રણી પ્રદર્શકોની ભાગીદારીએ આવશ્યકતાને પુષ્ટિ આપી અને OSH Indiaને ઉદ્યોગ કાર્યક્રમ તરીકે ધ્યાન આપે છે. આમા Karam, Tata Communications, Udyogi, Mallcom, Lifegear, Dupont, Ansell વગેરેનો સમાવેશ થાય છે. આ વર્ષે, શોમાં 150 થી વધુ પ્રદર્શકો અને 180 થી વધુ બ્રાન્ડની હાજરી છે અને દેશો જેવાંકે યુએસએ, ચીન, યુકે, બેલ્જિયમ, શ્રીલંકા, જાપાન, કોરિયા, જર્મની, આયર્લેન્ડ, મધ્ય પૂર્વ અને મલેશિયા માંથી આંતરરાશ્ષ્ટ્રીય સહભાગિતાનું સાક્ષી બનશે.
મુંબઈમાં OSH Indiaની 8મી આવૃત્તિ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંહ ડિરેક્ટર, ભારતમાં Informa Markets માટે, તેમણે કહ્યુ, "સરેરાશ, ભારતમાં દરવર્ષે 4.75 મિલિયન લોકો મજૂરી દળમાં જોડાય છે. મજબૂત કોર્પોરેટ સલામતી સંસ્કૃતિમાં, સંસ્થાઓએ શ્રેષ્ઠ પ્રતિભા જાળવી રાખવા અને સારી ઉત્પાદકતા સુનિશ્ચિત કરવા માટે આ કર્મચારીઓની ભાવનાત્મક સુખાકારીની સાથે સલામતી અને આરોગ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ઉત્પાદન અને એલાઇડ ક્ષેત્રની કંપનીઓ જેમકે ખાસ કરીને ઓટોમોબાઈલ, તેલ અને ગેસ, બાંધકામ વગેરે વ્યવસાયિક જોખમોથી વાકેફ થઈ રહી છે અને કાર્યકારી સલામત વાતાવરણ બનાવવા તરફ કામ કરી રહી છે, ખાસ કરીને ભૂતકાળમાં કેટલીક દુર્ઘટનાઓ સાથે, તેલ અને ગેસ યુનિટમાં આગ ફાટી નીકળવાની તાજેતરની ઘટના.સરકારો, નિયમનો મારફતે માળખાગત સુવિધા વિકસાવવા અને કાર્યસ્થળની સલામતીની આસપાસ કેન્દ્રિત સંસાધનો પૂરા પાડવા પર પણ ભાર મૂકે છે, જેમાં વૈશ્વિક રોકાણોમાં વધારો થાય છે. વ્યવસાયિક સલામતી અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા છતાં, વિવિધ સ્તરે હજીપણ અપૂરતું શિક્ષણ છે અને જન જાગૃતિ હજી પણ ગેરહાજર છે, કારણ કે મેનેજમેન્ટ અને કર્મચારીઓ સલામતીને હંમેશાં પ્રથમ અગ્રતા તરીકે સ્થાન આપતા નથી. આમછતાં, ઘણી સંસ્થાઓએ જાગૃતિ લાવવા માટે તાલીમ સત્રો યોજવાની પહેલ કરી છે, એક કેન્દ્રિત અને સુસંગત વ્યૂહરચના સ્પષ્ટ નથી. ભારતમાં Informa Markets OSH India દ્વારા આપણા દેશમાં વધતી જતી કર્મચારીઓની સલામતી અને આરોગ્યની ખાતરી કરવા માટે ઉદ્યોગની હિમાયતીને પડઘો પાડે છે અને નવીનતાઓ અને જ્ઞાન દ્વારા તેના પ્રદર્શકો અને કોન્ફરન્સ દ્વારા આ મહત્વપૂર્ણ ખાલી જગ્યાને ભરવા માટે તૈયાર કરે છે."
OSH India 2019 પર ઉદ્યોગ બોલે છે-
Mr. Santosh Warick, મુખ્ય ફાયર ઓફિસર અને ફાયર એડવાઈઝર, મહારાષ્ટ્ર સરકાર, તેમણે કાર્યક્રમ ખાતે કહ્યુ, "આગના સમયે અહીં ભારતમાં પ્રતિસાદનો સમય વિકસિત રાષ્ટ્ર કરતા ઘણો વધારે છે. વિકસિત દેશમાં પ્રતિસાદનો સમય 8 થી 10 મિનિટનો છે,જયારે ટ્રાફિક અને અન્ય સમસ્યાઓને કારણે મુંબઈ અને દિલ્હીમાં પ્રતિસાદનો સમય 20 થી 30 મિનિટ સુધીનો થાય છે."
અન્ય મહાનુભવોની સાથે Warick એ ભારતમાં Informa markets દ્વારા આયોજીત વ્યવસાય સલામતી અને આરોગ્ય તરીકે ઓળખાતા બે દિવસીય એક્સ્પો ખાતે બોલ્યા હતાં. તેમણે ઉમેર્યુ, "ફાયર સ્ટેશનની સંખ્યાના સંદર્ભમાં ફાયર સર્વિસનો ગેપ, તાલીમ મેળવેલ લોકો ભારતમાં 80 ટકાથી વધુ છે. મુંબઈમાં પણ, ગેપ 30 ટકાનો છે. મહારાષ્ટ્રમાં 50,000થી વધુ ઉદ્યોગો છે અને જમીનના સ્તરથી આ સમસ્યાનું નિરાકરણ કરવું ખૂબ જ મૂશ્કેલ છે. ટોચની વ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા આવશ્યક છે કારણ કે તે સલામત સંસ્કૃતિ અને વ્યવસાયિક સાતત્યને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરશે."
"આરોગ્ય અને સલામતી એ ફક્ત માલિક અને વ્યવસાયીની જ જવાબદારી છે. બેદરકારી એ અનેક ઘટનાઓનું મુખ્ય કારણ છે. સાવચેત રહેવું અને તમામ ઉલ્લંઘનને ટાળવું જરૂરી છે કારણ કે તેનાથી કંઈ મોટુ થઈ શકે નહિ. કામદારની તાલીમ એ સતત પ્રક્રિયા હોવી જોઈએ," તેમેણે વધુમાં ઉમેર્યુ.
Mr. Mike Robinson, ચીફ એક્ઝિક્યુટિવ, British Safety Council એ ઉદ્દઘાટન પ્રસંગે કહ્યુ, "વૈશ્વિક, કામકાજના 57 ટકા દિવસ અસ્વસ્થતા, હતાશા અથવા તાણને કારણે ગુમાવાય છે. આરોગ્યથી સલામતી માટે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ લિંક છે. એક સંશોધનએ સ્પષ્ટ કર્યું છે કે નબળું માનસિક સ્વાસ્થ્ય કામ પર અકસ્માતનું જોખમ વધારે છે. કહેવત છે કે જો તમે સ્વસ્થ કામદાર ન હોવ તો તમે સલામત કામદાર નહીં બની શકો. તેથી તે આરોગ્ય અને સલામતી સંચાલન અને આરોગ્ય અને સુખાકારીના સંચાલનમાં એક ઉદાહરણરૂપ બનશે.સંશોધને બતાવ્યુ જ છે તેમ આરોગ્ય, સલામતી અને સુખાકારીનું એકીકૃત રીતે સારી રીતે સંચાલન કરવામાં આવે એ તેમને અલગથી સંચાલિત કરવા કરતાં વધુ અસરકારક બનશે.
Mr. Lalit Gabhane, મહાનિર્દેશક, રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલે કહ્યુ, " છેલ્લા બે ત્રણ દાયકાની તુલનામાં, ભારતીય ઉદ્યોગ ઘણો આગળ નીકળી ગયો છે. પરંતુ માર્ગ ઘણો લાંબો છે, કર્મચારીઓ, નાગરિકો અને ઉદ્યોગપતિઓમાં જાગૃતિ લાવવા માટે, OSH આ માટે કામ કરી રહ્યુ છે અને રાજય સંચાલિત મંડળો જેમકે મહારાષ્ટ્ર ફાયર સર્વિસીસ ભારતભરમાં જાગૃતિ લાવવા વિવિધ ઝુંબેશ અને કાર્યક્રમો પણ લઈને આવી રહ્યા છે."
આ વર્ષે, એક્સ્પોને સંગઠનો દ્વારા સારી રીતે ટેકો મળ્યો છે જેમકે -- National Small Industries Corporation (NSIC), International Powered Access Federation (IPAF), Indian Society of Ergonomics (ISE), Indian Technical Textiles Association, Safety Appliances Manufacturers Association (SAMA), Air India Engineering Services Ltd (AIESL), National Accreditation Board of Certifying Bodies (NABCB), Board of Certified Safety Professionals (BCSP), MRO Association, સલામતી તાલીમ સંસ્થા અને વધુ.
આ વર્ષની કોન્ફરન્સ પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક સર્વશ્રેષ્ઠ અભ્યાસને શેર કરે અને તેના પર આદર્શ બનાવે છે; જ્યારે સાથેનું પ્રદર્શન કાર્યસ્થળની સલામતી અને આરોગ્યની સમસ્યાઓના નિવારણોને ઓળખવામાં મદદ કરે છે. કોન્ફરન્સમાં મુખ્ય સત્રો અને પેનલ ચર્ચાઓમાં દેશભરના ઉદ્યોગ નિષ્ણાતો અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લેવાયો હતો . કોન્ફરન્સની ચર્ચામાં શામિલ મુદ્દાઓ હતાં : 'આરોગ્ય અને સુખાકારીમાં આગેવાની: પ્રસ્તુતિવાદમાં વધારો થતો અટકાવો'; ' 'OSH વિઝન ઝીરો'; ' ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય કાયદામાં તાજેતરના સુધારાઓ અને આગળનો માર્ગ: તેના અમલીકરણમાં અગત્યના પડકારો'; 'સુધરતી માનવીય કામગિરી અને સલામતી પર પાવરટોક'; 'ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ જોખમોનું મૂલ્યાંકન અને તેનું નિવારણ', 'જટિલ કામગીરી માટે સિસ્ટમોના કામ કરવાની પરવાનગીની જરૂર છે', ' NABCB દ્વારા HSE માં માન્યતા માટેની ભૂમિકા અને આવશ્યકતા'ની સાથે અન્ય સમજદાર સત્રો પર વર્કશોપ.
ભારતીય કામદાર દળમાં સલામતીને પ્રમોટ કરવા, OSH India 2019ને SAFETY FASHION WALKને પ્રતિષ્ઠિત OSH India AWARDS 2019 સાથે રજૂ કર્યું હતું. એવોર્ડસ કાર્યકારી આરોગ્ય અને સલામતીની પહેલવાળા જાહેર અથવા ખાનગી ક્ષેત્રના ભારતીય ઓપરેટિંગ વ્યવસાયો, સંગઠનો, જોડાણ અને વ્યક્તિઓને મળ્યા હતાં. આ વર્ષે, OSH Awardsએ કુલ 220 ઉદ્યોગ વર્ટિકલમાંથી ફોર્મ મેળવ્યાં છે કે જેમાં બાંધકામ, ફાર્મા, રસાયણો, FMCG, BPO, બેંકિંગ, રિફાઇનરીઓ, તેલ અને ગેસ, ઓટોમોબાઈલ્સ, લોજિસ્ટિક્સ અને પરિવહન, વીજળી, SME, એગ્રો, હેલ્થકેર, ખોરાક, લોખંડ અને સ્ટીલ, આઇટી, રબર ઉદ્યોગ અને વધુનો સમાવેશ થાય છે. આ એવોર્ડ અરજદારોમાં સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ થયા છે, નવીનતાને પ્રોત્સાહિત કરવામાં અને ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગની અંદર વિચાર નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને સ્થાપિત કરવા માટે સક્ષમ છે. એવોર્ડ નાઈટ કે જે 28મી નવેમ્બરના રોજ આયોજીત હતી તેમાં ઉદ્યોગના તેજસ્વી અને અગ્રણીઓએ સાથે મળી ઉજવણી કરી, કે જે ગ્લેમર અને મનોરંજનની રાત દ્વારા ચિહ્નિત થયેલ છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયાના પ્રશ્નો માટે, કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra
Informa Markets in India
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Informa Markets in India
Photo: https://mma.prnewswire.com/media/1037095/dignitaries_OSH_India.jpg
Logo: https://mma.prnewswire.com/media/1034992/OSH_India.jpg
Logo: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article