ક્રાઇસ્ટ યુનિવર્સીટી, બેંગલુરૂએ ભારતમાં 'IMA Student Case Competition' જીતી છે
બેંગલુરૂ, March 7, 2019 /PRNewswire/ --
- મહારાષ્ટ્ર એડ્યુકેશન સોસાયટીની ગાર્વારે કોલેજ ઓફ કોમર્સ, પૂણે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ સ્પર્ધામાં પ્રથમ અએ દ્રિતીય રનર અપહતાં
- ભારતભરમાંથી કુલ 24 ટોચની કોલેજએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો
IMA (ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટસ), મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારતી વિશ્વની અગ્રણી સંસ્થાએ આજે ભારતમાં રાખવામાં આવેલ ચોથી IMA Student Case Competitionના વિજેતાઓની જાહેરાત કરી છે. ક્રાઇસ્ટ યુનિવર્સીટી બેંગલુરૂ વિજેતા તરીકે જાહેર થયાં, ત્યારબાદ મહારાષ્ટ્ર એડ્યુકેશન સોસાયટીની ગાર્વારે કોલેજ ઓફ કોમર્સ, પૂણે પ્રથમ રનર-અપ તરીકે અને છેલ્લે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ દ્રિતીય રનર-અપ તરીકે આવે છે. ત્રણેય ઇન્સ્ટિટ્યુટની વિજેતા ટીમને અનુક્રમે US$ 1500, US$ 1000 અને US$ 500નું રોકડ ઇનામ મળ્યુ છે.
(Photo: https://mma.prnewswire.com/media/830048/Student_Team_Christ_University_Bengaluru.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/830049/Garware_College_of_Commerce_Pune.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/830050/IIT_Madras.jpg )
વિજેતા ટીમની પસંદગી ભારતની ટોચની ક્રમાંકિત ઉચ્ચ શિક્ષણની ઇન્સ્ટિટ્યુટ સમાવતી ફાઇનલિસ્ટની તારલાઓની સૂચિમાંથી કરવામાં આવી હતી. ફાઇનલિસ્ટમાં બિરલા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ; પિલાની; ભારતી વિદ્યાપીઠ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, દિલ્હી; ચંદીગઢ ગ્રુપ ઓફ કૉલેજ, ચંદીગઢ; ક્રાઇસ્ટ યુનિવર્સિટી, બેંગલુરુ; મહારાષ્ટ્ર એડ્યુકેશન સોસાયટીની ગાર્વારે કોલેજ ઓફ કોમર્સ, પૂણે; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ અને સિમ્બાયોસિસ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, પુણેનો સમાવેશ થતો હતો. સ્પર્ધાનો અંતિમ તબક્કો પૂણેની નોવેલટેલ હોટેલમાં યોજાયો હતો અને સ્વતંત્ર જ્યુરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિજેતાની જાહેરાત કરતાં, Fenil Vadakken, ભારત દેશના વડા, IMAએ કહ્યુ, "વિજેતા ટીમોને અભિનંદન. આ ચોથું વર્ષ છે કે ભારતમાં સ્પર્ધા રાખવામાં આવી છે અને દેશભરની ઇન્સ્ટિટ્યુટ તરફથી પ્રતિસ્પર્ધાને મળેલ ભારે પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ. ક્રાઇસ્ટ (યુનિવર્સિટી હોવાનું માનવામાં આવે છે), બેંગલુરુ ની આગેવાની હેઠળ ત્રણ વિજેતા ટીમો વિશ્લેષણાત્મક અને પ્રસ્તુતિ ક્ષમતાઓની ઉચ્ચ ગુણવત્તાની રજૂઆત કરી છે અને આજે અસ્તિત્વમાં છે તેવા ગતિશીલ અને વૈશ્વિકીકૃત વ્યવસાય પર્યાવરણના સાચા પ્રતિબિંબમાં વ્યવસાયના પડકારનો સાકલ્યવાદી દૃષ્ટિકોણ પણ દર્શાવ્યો છે."
આ વર્ષે, ટીમોને સંબંધિત વ્યવસાય કેસના અભ્યાસનું વિશ્લેષણ કરવાની અને ઉકેલ વિકસાવવા માટેની તક આપવામાં આવી હતી. કેસ સ્ટડી નાના પેરુવિયન બિઝનેસ માલિકની આસપાસ ફરે છે કે જે જે તેના બી2બી ફૂડ સપ્લાય બિઝનેસને વિસ્તૃત કરવા વિચારે છે અને કામગીરીના પ્રથમ છ મહિનાનું મૂલ્યાંકન કરવામાં અને કેવી રીતે તેના ફાયદાના લક્ષ્યાંકોને નિર્ધારિત કરવા તેમાં મદદની જરૂર છે.
તેમના વિજયના આંનંદમાં, Jaiveer Singh Shekhawat, Govind Vijayakrishnan અને Ayesha Sayed દ્વારા આગેવાની હેઠળની ટીમ ક્રાઇસ્ટ યુનિવર્સીટીએ કહ્યુ, "ભારતની કેટલીક ટોચની ઉચ્ચ શિક્ષણ ઇન્સ્ટિટ્યુટમાંથી અમારે જે તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડ્યો છે તેમાં અમારી જીતથી અમે ખુશ છીએ. આ કેસ સ્ટડી અતિશય પડકારજનક હતી કારણ કે તે એવા ઉકેલો માંગતી હતી જે વ્યવસાયના તમામ પાસાંઓને વિસ્તૃત કરી અને સમાવિષ્ટ કરે છે અને માત્ર ગણતરી નથી કરતો. આ ભાવિ એકાઉન્ટિંગ વ્યાવસાયિકોના સાચા માપને દર્શાવે છે કે જેમણે વ્યવસાયિક કામગીરીના સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકના દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે."
IMA Student Case Competition દેશોમાં દર વર્ષે વાર્ષિક સ્પર્ધા યોજાય છે અને વિદ્યાર્થીઓ અને તેમના પ્રોફેસરોને તેમના વ્યવસાય વિશ્લેષણ કુશળતા દર્શાવવા માટે પરવાનગી આપે છે. પ્રત્યેક કેસ સ્પર્ધા એન્ટ્રીને કેસના ઉકેલની રજૂઆત કરવાની આવશ્યકતા હતી. દેશમાં તમામ ભાગ લેતી ટીમો માટે એક જ કેસ સ્ટડી હતી.
IMA® (ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ) વિશે
IMA®, The Accountant/International Accounting Bulletin દ્વારા 2017 અને 2018ના વર્ષની વ્યવસાયિક સંસ્થા તરીકે જાહેર કરવામાં આવેલ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરનારી સૌથી મોટી અને સૌથી આદરણીય સંસ્થાઓમાંની એક છે. વૈશ્વિક, IMA સંશોધન, CMA® (સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટ) પોગ્રામ, તત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયત દ્વારા વ્યવસાયને ટેકો આપે છે. IMAનું 140 દેશોમાં 100,000થી વધુ સભ્યો અને 300 વ્યવસાયિકો અને વિદ્યાર્થી સાથેનું મોન્ટવાલે, એન.જે., યુએસએમાં મુખ્ય મથક સાથેનું વૈશ્વિક નેટવર્ક છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રદેશો દ્વારા સ્થાનિક સેવાઓ પ્રદાન કરે છે: અમેરિકા, એશિયા / પેસિફિક, યુરોપ, અને મધ્ય પૂર્વ / ભારત. IMA વિશે વધુ માહિતી મેળવવા, કૃપયા http://www.imamiddleeast.org ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Arushi Malik
[email protected]
+91-8368481327
એકાઉન્ટ એક્ઝિક્યુટિવ
Cohn&Wolfe Six Degrees
Share this article