Informa Markets in Indiaની વર્ચ્યુઅલ B2B ઉજવણીમાં SATTE તેનો વર્ચ્યુઅલ અવતાર 'SATTE GenX' લોન્ચ કરી રહ્યુ છે
- એશિયાના અગ્રણી પ્રવાસ અને પર્યટન પ્રદર્શનમાંથી ઉદ્યોગ માટે શ્રેષ્ઠ પ્રવાસ અને પર્યટન લાઇન-અપ
મુંબઈ, ભારત અને નવી દિલ્હી, Oct. 5, 2020 /PRNewswire/ -- SATTE, સ્થિર Informa Markets in Indiaનું દક્ષિણ એશિયાનું સૌથી મોટું પ્રવાસ અને પર્યટન પ્રદર્શન, SATTE GenX સાથે દક્ષિણ એશિયાનું પ્રીમિયમ વર્ચ્યુઅલ પ્રવાસ પ્રદર્શન ઓક્ટોબર 5મી-6મી 2020ના રોજ તેનું વર્ચ્યુઅલ પર્દાપણ કરવા માટે તૈયાર છે. આ ડિજીટલ કાર્યક્રમ Informa Markets in Indiaના 'વર્ચ્યુઅલ B2B ઉજવણી'નો એક ભાગ છે, કે જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2020 મહિનાઓમાં ડિજિટલ એક્સપોઝ અને ઇ-કોન્ફરન્સનો શક્તિશાળી એરે છે. વર્ચ્યુઅલ B2B ઉજવણી સંબંધિત સમુદાયોને મદદ કરશે અને વ્યવસાયોની લોકડાઉન થવાની મર્યાદાઓને દૂર કરે છે, જયારે અર્થતંત્ર પાટા પર પાછા આવવા માટે પોતાને તૈયાર કરે છે ત્યારે વ્યવસાયિક લક્ષ્યો હાંસલ કરી શક્તિશાળી ધાર પૂરી પાડે છે.
પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ ચાલુ કોવિડ -19 સ્થિતિને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં એક રહ્યો છે અને સૌથી છેલ્લે પુનર્જીવિત થવાની સંભાવના છે. આ પડકારરૂપ સમય દરમિયાન, SATTE, તેની નવી ડિજિટલ પહેલ સાથે, લક્ષ્ય પ્રેક્ષકો સાથે જોડાવા માટે ઉદ્યોગના હિસ્સેદારોને તેમની પસંદગીના સ્થાનથી વ્યવસાય કરવાની તક આપી રહી છે. SATTE GenX પ્રવાસ, પર્યટન અને આતિથ્યક્ષેત્રને ધીમે ધીમે ફરી ખોલવાની ઉદ્યોગની વિસ્તૃત યોજનાનો એક ભાગ છે.
અત્યાર સુધીમાં પ્રદર્શનકર્તા જેમકે ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, થાઇલેન્ડ, માલદીવ, બાંગ્લાદેશ અને દુબઇએ પ્લેટિનમ પાર્ટનર તરીકે તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. SATTE GenX માટે ફિજી અને ઉતાહ ગોલ્ડન પાર્ટનર છે. વધુમાં, મોરેશિયસ, જર્મની અને સોમાથિરામ અન્યો બીજાની સાથે સિલ્વર પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે. SATTE GenX ભાગીદારી માટે વધુ પ્રદર્શકો સાથે ચર્ચા પણ કરી રહ્યુ છે.
Services Export Promotional Council (SEPC), ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સલાહકાર સમિતિએ SATTE GenX સાથે ભારતના અંતરિયાળ પર્યટનને પુનર્જીવિત કરવા માટે એક વિશિષ્ટ પેવેલિયન સાથે હાથ મિલાવ્યા છે.
પ્રથમ SATTE GenX પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "હાલમાં ચાલી રહેલ રોગચાળાએ લાંબા સમય સુધી ભારતીય પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ અને ક્ષેત્ર સાથે જોડાયેલ સંપૂર્ણ વેલ્યુ ચેનને નિષ્ફળ બનાવી છે. મર્યાદિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને સરહદ પ્રતિબંધો સાથે જોડાયેલ મોટાભાગના કિસ્સાઓ ઇનબાઉન્ડ છે અને સ્થાનિક પ્રવાસીઓને રોકી રાખ્યા છે. જ્યારે ક્રમિક અનલોક તબક્કાઓએ લોકોના આંતર-રાજ્ય અથવા આંતર-જિલ્લા ગતિવિધિને હળવી કરી દીધી છે, અમે હજી પણ અપેક્ષા રાખીએ છીએ કે પ્રવાસન વોલ્યુમ દેશમાં પણ પાછો સામાન્ય થવા લાંબો સમય લેશે. SATTE GenX, ઉદ્યોગ માટેની પહેલ, જે એક અત્યાધુનિક વેબ-આધારિત પ્લેટફોર્મ હશે જે આંતરરાષ્ટ્રીય તેમજ ઘરેલુ સ્થળોની પરેડની ખાતરી કરશે જે ફરીથી ખોલ્યું છે, આગામી સપ્તાહમાં ફરી ખોલવાની અથવા આગામી મહિનાઓમાં તેઓ પર્યટન નકશા પર કેવી રીતે પાછા આવી શકે તે દર્શાવશે. આ બજારના બદલાવોને પહોંચી વળવા અને મુસાફરી સમુદાય માટે કોઈ મેળ ન ખાતા ધોરણ નક્કી કરવા, સંકટની વચ્ચે વેપાર કરવા સંગઠિત માળખું આપવાનો પ્રયાસ છે, વિશ્વાસ આપીને, આ એક્સ્પો દ્વારા ફક્ત એક ક્લિક સાથે વિવિધ સ્થળો અને વિશ્વસનીય સપ્લાયર્સ.
"SATTE GenX અમારી વર્ચ્યુઅલ B2B ઉજવણીમાં ખાસ ઉમેરણ અને યોગદાન આપનાર છે. ડિજિટલ ઉજવણી, કોન્ફરન્સિસનું આયોજન કરવાની સાથે સાથે ગ્રીન એનર્જી, ફાર્મા, મુસાફરી અને પર્યટન, પેકેજિંગ, વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અને સુરક્ષા અને દેખરેખ જેવા અન્ય ક્ષેત્રોને સાથે સંકળાયેલ છે. આ વર્ષે, શોના હાઇબ્રીડ સંસ્કરણને લાગુ કરવાની અમારી વ્યૂહરચના સાથે, ડિજિટલ ઓફરિંગ્સ ભૌતિક શોને પૂરક બનાવશે," તેમણે વધુમાં ઉમેર્યું.
SATTE GenX ટૂર ઓપરેટર્સ, ટ્રાવેલ એજન્ટો, લગ્ન આયોજકો, કોર્પોરેટ ટ્રાવેલ નિર્ણય ઉત્પાદકો, આતિથ્ય ક્ષેત્રે સંભવિત રોકાણકારો તેમજ ફિલ્મ ઉદ્યોગના લોકેશન પ્લાનર્સનો સમાવેશ કરનારા વિશાળ શ્રેણીના મુલાકાતીઓની હાજરીની અપેક્ષા રાખે છે. વર્ચ્યુઅલ એક્સ્પોમાં કોન્ફરન્સની આકર્ષક લાઇન-અપ હશે અને તે સત્રો, ચર્ચા અને પ્રસ્તુતિઓની શ્રેણીનું આયોજન કરશે. આ કોન્ફરન્સિસમાં વિચારક અગ્રણીઓ નીચેના મુદ્દાઓ આવરી લેઈ તેમના મંતવ્યો રજૂ કરશે જેમકે 'આઉટબાઉન્ડ ટ્રાવેલ: રીઇનવેન્ટિંગ સ્ટ્રેટેજી', 'ક્રુઝ ટૂરિઝમ: શું ભારત મોજા પર સવારી કરવા તૈયાર છે?', અને 'રિબ્રાન્ડિંગ ઇન્ડિયા: ધ બીગ પિક્ચર', 'પર્યટન સંગઠનો: વૈશ્વિક કટોકટીનું સંચાલન', 'હોસ્પિટાલિટી: હોટેલ ઉદ્યોગનું ભવિષ્ય', 'રાજયો: નવા સ્થળો ઓળખી અને વિકાસ કરવો', જેવાં અમુક.
ઉદ્યોગના મજબૂત સમર્થન સાથે, SATTE GenX એ આંતરરાષ્ટ્રીય અને ભારતીય ટ્રાવેલ ટ્રેડ એસોસિએશનો દ્વારા સારો પ્રતિસાદ અને સમર્થન મેળવવાનું ચાલુ રાખ્યું છે જેમકે Indian Association of Tour Operator (IATO), Skal Asia, Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators of India (ADTOI), Travel Agents Federation of India (TAFI), IATA Agents Association of India (IAAI), India Convention Promotion Bureau (ICPB), Network of Indian MICE Agents (NIMA), Outbound Tour Operators Association of India (OTOAI), Pacific Asia Travel Association (PATA), Association of Bhutanese Tour Operators (ABTO), BD Inbound અને Enterprising Travel Agents Association (ETAA) જેવાં અમુક.
રજીસ્ટર કરવા માટે, મહેરબાની કરી ક્લિક કરો - https://sattegenxvirtualexpo
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની
મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.htmlની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે પૂછો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1294646/SATTE_GenX_Logo.jpg
Share this article