મુંબઈ, December 13, 2018 /PRNewswire/ --
S.P. Jain Institute of Management and Research (SPJIMR) 13 મી અને 14 ડિસેમ્બર, 2018 ના રોજ Responsible Management Education (PRME) માટેના સિદ્ધાંતો પરના પ્રથમ ભારતીય પ્રકરણની કૉન્ફરન્સના આયોજન માટે તૈયાર છે. આ કૉન્ફરન્સ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં યુનિવર્સિટીઓ, મેનેજમેન્ટ શાળાઓ, કોર્પોરેટ્સ અને સિવિલ સોસાયટીમાંથી મેનેજમેન્ટ અને નેતૃત્વને એકસાથે લાવે છે. આ ફોરમ શૈક્ષણિક, કોર્પોરેટ અને સામાજિક ક્ષેત્રના પ્રેક્ષકો માટે ઉપલબ્ધ છે અને તે UN-સમર્થિત PRME ના પ્રદેશ અથવા હસ્તાક્ષરકર્તા PRME પ્રકરણના સભ્યો સુધી મર્યાદિત નથી.
(Logo: https://mma.prnewswire.com/media/688342/SPJIMR_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/797274/PRME_Conference.jpg )
કૉન્ફરન્સની ચર્ચાઓ 21 મી સદીના કોર્પોરેશન શા માટે અને કેવી રીતે બદલાતી દુનિયામાં નીતિમત્તાપૂર્ણ નેતૃત્વ, અર્થપૂર્ણ નોકરીઓ અને ટકાઉ, સમાવેશક એજન્ડા પ્રદાન કરી શકે છે તે વિશે કેન્દ્રિત હશે. છેલ્લા નવ મહિનામાં, SPJIMR એ અગ્રણી શિક્ષણ, કોર્પોરેટ નાગરિકતા અને ટકાઉ ભવિષ્ય અંગે વાર્તાલાપ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં મીટિંગ્સની આગેવાની લીધી છે, જે આ અઠવાડિયાના અંતે આયોજિત કૉન્ફરન્સમાં પરિણમી છે.
"કૉન્ફરન્સ એવી પસંદગીઓનું અન્વેષણ કરશે જે મંતવ્યો ની વિવિધતા અને રજૂઆત અને સામાજિક સંવેદનશીલતા માટે મંજૂરી આપે છે. SPJIMR માં કૉન્ફરન્સ અધ્યક્ષ અને ફેકલ્ટીના સભ્ય Dr. Chandrika Parmar એ જણાવ્યું હતું કે, અમે એવી રીતો અન્વેષણ કરવાની આશા રાખીએ છીએ જેમાં વિવિધ વ્યક્તિઓ અને સંગઠનો સ્વયં પોતાની રીતે પરિવર્તન લાવી રહ્યા છે.
Dr. Parmar એઉમેર્યું હતું કે, "આ વિમર્શ ખાસ કરીને અગત્યના છે કારણ કે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં આપણે સ્થિરતાને જીવનના માર્ગ તરીકે આજે જ વિચારવી જોઈએ અને નહીં કે ભવિષ્યમાં. આવતી કાલ માટે મૂલ્ય આધારિત આગેવાનો જેઓ સામાજિકરૂપે સંવેદનશીલ હોય અને જેઓ આપણાં બદલાતા સમયની જરૂરિયાતોને પહોંચી વળી શકે તેમના નિર્માણ માટે સંસ્થાની ઊંડી પ્રતિબદ્ધતા અને લાંબા સમયથી ચાલતા કાર્યને ધ્યાનમાં લેતા SPJIMR ખાતે અમે સૌ આ ફોરમને હોસ્ટ કરવામાં ગર્વ અનુભવીએ છીએ."
SPJIMR ના ડીન, Dr. Ranjan Banerjee એ જણાવ્યું હતું કે, "આજે કોર્પોરેશનો સમાજનો એક ખૂબ જ શક્તિશાળી ભાગ છે. એ મહત્વનું છે કે વિદ્વાનો અને વ્યવસાય એકબીજા સાથે સંવાદ કરે અને આ રીતે આપણે ટકી શકે તેવા કોર્પોરેશનોના મૉડેલ્સ બનાવી શકીએ જે ફક્ત તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સારા પરિણામ ઉત્પન્ન કરી શકે. PRME કૉન્ફરન્સ જેવી ફોરમ એ આ મુદ્દાઓ પર એક સાથે વિચાર કરવા માટે વિવિધ વિસ્તારોમાંથી ઘણા લોકોને એકત્રિત કરવા માટે એક સરસ મંચ છે અને આશા છે કે વિચારોની રુપરેખા તૈયાર કરશે જે વિશ્વને વધુ સારું બનાવશે."
આ કૉન્ફરન્સમાં 21 મી સદીના અગ્રણીઓ માટે જ્ઞાન અને ભાવિ, ઈકોલોજી, સુખાકારી અને ટકાઉપણું, સમાવિષ્ટ અર્થતંત્રોનું નિર્માણ અને CSR ના પડકારોને લગતા મુદ્દાઓ આવરી લેવામાં આવશે. આ ઇવેન્ટમાં ચાર પૂર્ણ પેનલ્સ અને 15 ટ્રેક્સ હશે જેમાં મેનેજમેન્ટ શિક્ષણ અને શિક્ષણશાસ્ત્ર; સામાજિક સાહસિકતા; ટકાઉ શહેરો; આત્યંતિક ઘટનાઓ; વિચારવાની એશિયાઈ પદ્ધતિ; CSR અને ટકાઉ વ્યવસાયને ફરીથી વિચારવુંનો સમાવેશ થાય છે. ફોરમમાં બોલતા લોકોમાં કેટલાક જાહેર બૌદ્ધિક, પર્યાવરણવાદીઓ અને ઉદ્યોગના અગ્રણીઓમાંથી Aruna Roy અને T M Krishna, Magsaysay પુરસ્કાર વિજેતા છે. સ્પીકર્સમાં Ashis Nandy, Shiv Visvanathan, Aseem Shrivastava, Saamdu Chettri, Santosh Desai અને Anirban Ghosh નો સમાવેશ થાય છે.
PRME એ 2007 માં સ્થપાયેલ યુનાઇટેડ નેશન્સ -સમર્થિત પહેલ છે જે વિશ્વભરની શાળાઓમાં સ્થિરતાના પ્રોફાઇલને ઉપર લાવવા અને આજના બિઝનેસ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પરિવર્તન લાવવાની સમજ અને ક્ષમતા સાથે સજ્જ કરવા માટેના એક પ્લેટફોર્મ તરીકે છે. તેની દુરદ્રષ્ટિતા જવાબદાર મેનેજમેન્ટ શિક્ષણ દ્વારા વિકાસના ટકાઉ લક્ષ્યોને સ્પષ્ટપણે જાણવાનો છે. વિશ્વભરમાં 650 થી વધુ હસ્તાક્ષરકર્તાઓ સાથે સ્વૈચ્છિક પહેલ તરીકે, PRME યુનાઇટેડ નેશન્સ અને મેનેજમેન્ટ સંબંધિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચેનો સૌથી મોટો સંગઠિત સંબંધ બની ગયો છે.
આ ફોરમ એ SPJIMR ખાતે પ્રથમ વખત ભારતમાં આવે છે, જે મેનેજમેન્ટની ટોચની રેન્ક ધરાવતી સ્કૂલ છે જે અભ્યાસને પ્રભાવિત કરવા અને મૂલ્ય-આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કાર્ય કરે છે.
SPJIMR વિશે
S.P. Jain Institute of Management & Research (SPJIMR) (http://www.spjimr.org) એ ભારતીય વિદ્યા ભવનનો એક ઘટક છે અને તે ભારતની ટોચની દસ બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે. મેનેજમેન્ટની એક પ્રિમીયર સ્કૂલ તરીકે, SPJIMR શિક્ષણશાસ્ત્રને લગતા સંશોધન અને અગ્રણી કાર્યક્રમો માટે જાણીતી છે, જેણે મેનેજમેન્ટ શિક્ષણમાં તેના અનન્ય, અને લાક્ષણિક માર્ગના કારણે સંસ્થાને નોંધનીય બનાવી છે. SPJIMR નું મિશન 'અભ્યાસને પ્રભાવિત કરવાનું' અને 'મૂલ્ય-આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન' આપવાનું છે. આ સંસ્થા હાલમાં 45 એકરના અંધેરી, મુંબઈના કેમ્પસ, અને નવી દિલ્હીના કેમ્પસ ખાતેથી કાર્ય કરે છે. અમારી સંસ્થાની ઓળખાણને કોઈ અન્ય સંસ્થા સાથે ગૂંચવવાનું ટાળવા માટે, પાંચ સ્ટ્રોક લોગો અને ભારતીય વિદ્યા ભવન સંગઠન ધ્યાનમાં રાખો.
મીડિયા સંપર્ક:
Prof. Abbasali Gabula
[email protected]
+91-9821362495
Associate Director
External Relations
S.P. Jain Institute of Management & Research
Share this article