મુંબઈ, September 17, 2018 /PRNewswire/ --
આ શોમાં 10 થી વધુ દેશોની સહભાગિતા નોંધવામાં આવી હતી
UBM India, ભારતના અગ્રણી B2B ઇવેન્ટના આયોજક દ્વારા, આજે Food and Hotel India (FHIn) એક્સપો (5 મી -7 મી સપ્ટેમ્બર) ની પહેલી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પ્રદર્શનકારો અને મુલાકાતીઓના રૂપમાં આ ઇવેન્ટને ઉત્કૃષ્ટ પ્રતિસાદ પ્રાપ્ત થયો. આ શો એ અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તે રીતે ફૂડ અને હોટેલ વેપાર ઉદ્યોગમાં વ્યવસાયિક જોડાણોને પ્રજ્વલિત કરવામાં મદદ કરી હતીઆ શો 12 દેશોમાં ફૂડ અને હોસ્પિટાલિટી માટેના શો નું માર્ગદર્શન કરતી ટોચના સ્તરની શ્રેણીના 20 માર્કેટ સાથે સંકળાયેલ છે, જેનું આયોજન ઇવેન્ટ આયોજકો UBM AllWorld દ્વારા Asia માં કરવામાં આવે છે. તેમાં અન્યો ઉપરાંત Food and Hotel Asia Singapore, HOFEX અને Hotelex નો સમાવેશ થાય છે. એક્સ્પોની ત્રણ દિવસની ભારતીય આવૃત્તિએ વિશ્વભરના પ્રીમિયમ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું, તેવી ઇન્ડસ્ટ્રી જે એક નવી દિશા તરફ આગળ વધવાની અને તેમના વ્યવસાયની તકોમાં વધારો કરવા તરફ મીટ માંડી રહી છે તેને માટે નવા વિચારો અને ઉકેલો પ્રસ્તુત કર્યા. પ્રીમિયર ખરીદદારો અને તેમની ખરીદ શક્તિ અનુસાર વિશિષ્ટપણે ચૂંટવામાં આવેલા નિર્ણયકર્તાઓ સાથે નેટવર્કિંગની પ્રક્રિયા દરમિયાન તેના દ્વારા ઇન્ડસ્ટ્રી વ્યાવસાયિકોને અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ચેન્સ, સલાહકારો, પુરવઠાકારો અને રોકાણકારો સાથે જોડાણો સાધવાની એક તક પ્રદાન કરવામાં આવી હતી.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/736032/Food_and_Hotel_India_Infographic.jpg )
તેના પ્રથમ વર્ષમાં, FHIn એ 60 થી વધુ પ્રદર્શકોની હાજરી નોંધી હતી, જેમાંના કેટલાકમાં અન્યો ઉપરાંત FnS, Feather Touch, Pascati Chocolates, Saimex Foods, Varahi, DL Corporation, Pam Hygiene, Metal Fabricator of India, Ace Technologies નો સમાવેશ થાય છે. આ એક્સ્પોમાં અન્યો ઉપરાંત Spain, USA, Thailand, Turkey, Switzerland, Canada, Peru, અને UK સહિતના 10 દેશોની સહભાગિતા પણ જોવા મળી હતી.
UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras એ ટિપ્પણી કરી હતી - "મુલાકાતીઓ અને પ્રદર્શકોના રૂપમાં Food & Hotel India 2018 માં અમને જે પ્રતિક્રિયા મળી છે તે શ્રેષ્ઠ છે. ઘણા વ્યવસાયિક સંયોગો બનાવવામાં આવ્યા હતા અને તે ભારતીય ફૂડ અને હોસ્પિટાલિટી ટ્રેડ બિઝનેસ માટે સારો અને લાભદાયી અનુભવ બન્યો હતો."
Duru Bulgur ના નિકાસ પ્રતિનિધિ Mr. Selami AKGUL એ જણાવ્યું હતું કે, "આ પહેલી વાર છે કે અમે ભારતમાં પ્રદર્શન કરી રહ્યાં છીએ. અમને FHIn માં અમારી Bulgur ડિશીઝ માટે સારો પ્રતિસાદ મળ્યો છે. અમારી પાસે કેટરિંગ અને હોસ્પિટાલિટી બેકગ્રાઉન્ડ સાથેના મુલાકાતીઓ અને વિતરકો આવ્યા હતા. અમે તેને નક્કર વ્યવસાય સંબંધમાં રૂપાંતરિત કરવા અને ભારતીય બજારમાં પ્રવેશવાની આશા રાખીએ છીએ."
Elpozo Pork ના Mr. Enrique એ જણાવ્યું હતું કે, "યુરોપિયન માંસ ઉત્પાદનોની માંગ ભારતમાં વધી રહી છે." સ્પેન વિશ્વમાં ડુક્કરના માંસનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. FHIn અને INTERPORC ની મદદથી, Elpozo ને એક નવા બજારમાં તેના ઉત્પાદનને પ્રદર્શિત કરવાની અને સ્પેનિશ ડુક્કરના માંસ સાથે લોકોને પરિચિત કરવાની તક મળી. અમે Iberico ડુક્કરના માંસને ભારતમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઉચ્ચ ગુણવત્તાવાળા માંસની વધતી માંગના બજારમાં અલગ અને નવા ઉકેલો પૂરા પાડવા માટે FHIn અમારી મદદ કરી રહ્યા છે."
FHIn ખાતેની કેટલીક ચિત્તાકર્ષક ઈવેન્ટ્સમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
એક્સ્પોનો દિવસ 1 પર 'હોસ્પિટાલિટી સ્ટ્રેટેજી સમિટ' નું આયોજન Odd Box ના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો હેતુ વધુ સારી કાર્યશીલ સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે શ્રેષ્ઠ વ્યૂહરચના વિકસાવવાનો અને તેના વિકાસ દરમિયાન ઉભા થતા પડકારોનો ઉકેલ લાવવાનો હતો. સમિટમાં 1 દિવસમાં 4 ટ્રેક્ટ ઇવેન્ટનો સમાવેશ થતો હતો, જેમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના મુખ્ય મુદ્દાઓ આવરી લેવાયા હતા - જેમ કે 'હોસ્પિટાલિટી બિગિન્સ એટ હોમ - એક સમૃદ્ધ કંપની સંસ્કૃતિનું નિર્માણ કરવું; 'ધ રાઇઝ ઓફ ધ શેરિંગ ઇકોનોમી' - શું હોટેલ ઇન્ડસ્ટ્રી એક નવો 'ફ્રેનેમી' ધરાવે છે; બ્રાન્ડ, ઑપરેશન્સ અથવા ડિઝાઇન - શું સર્વોપરી છે? અને 'એક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન પ્રવાસીને પ્રેમપૂર્વક ભેટવું' જેવા અને અન્ય વિષયોનો સમાવેશ થતો હતો. એક્સ્પો ખાતે ProWein Educational Campaign, જેમાં વાઇન અને સ્પિરિટ ટેસ્ટિંગ્સ, વાઇન, સ્પિરિટ અને હોસ્પિટાલિટી વ્યાવસાયિકો માટે સંવેદનાત્મક દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ સેમિનારો, ચર્ચાઓ અને પ્રસ્તુતિઓ સાથે ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. WSET (Wine and Spirit Education Trust) અને All things NICE જે વાઇન અને સ્પિરિટ માટે વિશ્વનું અગ્રણી નૉલેજ શેરિંગ પ્લેટફોર્મ છે તેમના સહયોગ સાથે FHIN એક્સ્પો ખાતે Messe Dusseldorf India દ્વારા Prowein Educational Campaign નું આયોજન કરવામાં આવ્યું હતું.દિવસ 2 અને 3 પર મિડ-માર્કેટ સેગમેન્ટ, ભારતમાં ભવિષ્યની હોસ્પિટાલિટી પાઇપલાઇન અને ઇન્ડસ્ટ્રીમાં હાલના પડકારોનો સામનો પરના મુદ્દાને આવરી લેનાર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ સાથે હોસ્પિટાલિટી લીડર્સ રાઉન્ડટેબલ જેવી વધુ રસપ્રદ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્પો દરમિયાન કિચન પ્લાનિંગ અને ડિઝાઇનિંગ પર માસ્ટરક્લાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ માસ્ટરક્લાસ એક ઇન્ટરએક્ટિવ સત્ર હતું, જે હેઠળ ઘરના રસોડાની આગલી અને પાછલી બાજુ માટે આદર્શ કિચન ડિઝાઇનની પ્રક્રિયાઓ, કિચનની જગ્યાના ઓપ્ટિમાઇઝેશન માટે ડિઝાઇન માપદંડ, ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા અને ખાદ્ય સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી. આ શોની હાઇલાઇટ્સ પૈકીની એક 'ઇન્ટરનેશનલ ક્યૂલિનરી ક્લાસિક' હતી,- જે IFCA (India Federation of Culinary Association) અને WICA (West India Culinary Association) દ્વારા સમર્થિત અને આયોજિત હતી, તે એક પ્રારંભિક ક્યૂલિનરી ચેલેન્જ હતી જે અગ્રણી શેફ્સ દ્વારા વિસ્તૃત વાનગીઓ દર્શાવતી હતી જેને 'ચોકોલેટ શૉપીસીસ', 'પ્લેટેડ એપેટાઈઝર્સ', 'ઇન્ડિવિજ્યુઅલ પ્લેટેડ ડેઝર્ટ્સ', 'બ્રેડ ડિસ્પ્લે' અને 'લાઈવ કુકીંગ' જેવી વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. લાઈવ કુકીંગ ચેલેન્જમાં વધારો કરવા માટે, FHIn એ Spain અને U.S. થી સામગ્રીઓ માટે INTERPORC & USA Egg and Poultry Council સાથે ભાગીદારી કરી હતી. આ વિશેષતાઓ ઉપરાંત, FHIn 'વેન્ડર હોટલ રિલેશનશિપ્સ એન્ડ હાઉસકીપિંગ સેમિનાર' પર બિઝનેસ સેશન અને પેનલ ચર્ચાઓ પણ આયોજિત કરવામાં આવી હતી.
Food and Hotel India વિશે:
Food and Hotel India (FHIn) નું આયોજન UBM દ્વારા કરવામાં આવશે જેઓએ વિશ્વના અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે June 2018 માં ઇન્ફોર્મેશન PLC સાથે જોડાણ કર્યું. Food & Hotel India show વિશે વધુ માહિતી માટે http://www.foodandhotelindia.com/index.html અને Asia માં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
વધુ માહિતી માટે, http://www.foodandhotelindia.com/international-shows.html
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article