મુંબઈ, September 6, 2018 /PRNewswire/ --
UBM India દ્વારા ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે ભારતનો પ્રથમ ખરા અર્થમાં વૈશ્વિક B2B શો
ભારતના અગ્રણી B2B ઇવેન્ટના આયોજક UBM India દ્વારા આજે મુંબઈમાં Sahara Star ખાતે આજે Food and Hotel India (FHIn) એક્સપો (5 મી - 7 મી સપ્ટેમ્બર) ની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રિવ્યૂ એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્ડસ્ટ્રીના મેળાવડામાં Mr. Param Kannampilly, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Concept Hospitality; Mr. Manjit Singh Gill - કોર્પોરેટ શેફ ITC & President IFCA; Mr. Vernon Cohelo - શેફ, પ્રેસિડન્ટ WICA; Mr. Thomas Schlitt, મેનેજિંગ ડિરેક્ટર, Messe Dusseldorf India; Mr. Paul March, મેનેજિંગ ડિરેક્ટર, UBM AllWorld; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર, UBM India દ્વારા હાજરી નોંધાવવામાં આવી હતી.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/736032/Food_and_Hotel_India_Infographic.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/739538/Inaugration_of_FHIn.jpg )
આ શો માર્કેટના 20 દેશોના સર્વોચ્ચ સ્તરની શ્રેણીના 12 દેશોમાં અગ્રણી ફૂડ અને હોસ્પિટાલિટી શો સાથે સંકળાયેલ છે, જેનું આયોજન એશિયા માં ઇવેન્ટ આયોજકો UBM AllWorld દ્વારા કરવામાં આવ્યું છે. આમાં અન્યો ઉપરાંત Food and Hotel Asia Singapore, HOFEX અને Hotelexનો સમાવેશ થાય છે. એક્સ્પોની ત્રણ દિવસની ભારતીય આવૃત્તિએ વિશ્વભરના પ્રીમિયમ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું, તેવી ઇન્ડસ્ટ્રી જે વિકાસ તરફ આગામી પગલું માંડીને પોતાના વ્યવસાયોને સમૃદ્ધ કરવા તરફ મીટ માંડી રહી છે તેને માટે નવા વિચારો અને ઉકેલો પ્રસ્તુત કર્યા. પ્રીમિયર ખરીદદારો અને તેમની ખરીદ શક્તિ માટે વિશિષ્ટપણે ચૂંટવામાં આવેલા નિર્ણયકર્તાઓ સાથે નેટવર્કિંગની પ્રક્રિયા દરમિયાન તેના દ્વારા ઇન્ડસ્ટ્રી વ્યાવસાયિકોને અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ચેન્સ, સલાહકારો, પુરવઠાકારો અને રોકાણકારો સાથે જોડાણો સાધવાની એક તક પ્રદાન કરવામાં આવી હતી.
અત્યંત પ્રતીક્ષિત FHIn ના સર્વપ્રથમ લૉન્ચ પ્રસંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારતમાં, ખાદ્ય ક્ષેત્ર ઉચ્ચ વૃદ્ધિ અને ઉંચા નફાના ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યો છે, કારણ કે ખાસ કરીને ખાદ્ય પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં તે મૂલ્ય વધારા માટેની વિશાળ સંભાવનાઓ ધરાવે છે. કૃષિ ઇન્ડસ્ટ્રીમાં પણ વિશ્વભરમાં વેપાર માટે આપણો દેશ બહોળી તકો ધરાવે છે. તે ઉપરાંત, સારો એવો પ્રવાસ અનુભવ ધરાવતી યુવાન અને કાર્યશીલ વસ્તીની ઊંચી ટકાવારી જે બેવડી આવક ધરાવે છે અને જે ટેક્નોલોજીની સમજશકિત સાથે પ્રાયોગિક વૃત્તિ પણ ધરાવે છે, અને તેથી તેઓ તેમના પુરોગામી કરતાં બહારના ખોરાકનું સેવન વધુ કરે છે, જે ખોરાક સેવાઓ, પ્રવાસન અને હોસ્પિટાલિટી બજારની વૃદ્ધિમાં પરિણમે છે. FHIn18 પાછળની પહેલ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે વ્યાપારની તકો સ્થાપિત કરવા માટે ભારતના ફૂડ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. તે કંપનીઓને એશિયામાં ઉપલબ્ધ ઉત્કૃષ્ટ બજારની સંભવિત તકો માટે શ્રેષ્ઠ માર્ગ પ્રસ્તુત કરે છે અને ભારતમાં નિર્ણયકર્તાઓ, ઉલ્લેખકર્તાઓ અને અંતિમ વપરાશકર્તાઓના સૌથી મોટા મેળાવડામાં જોડાવામાં ગ્રાહકોને સહાય કરે છે."
તેના પ્રથમ વર્ષમાં, FHIn દ્વારા 60 પ્રદર્શકોનીની હાજરી નોંધી હતી, જેમાંના કેટલાકમાં અન્યો ઉપરાંત FnS, Feather Touch, Pascati Chocolates, Saimex Foods, Varahi, DL Corporation, Pam Hygiene, Metal Fabricator of India, Ace Technologies નો સમાવેશ થાય છે. એક્સ્પોમાં સ્પેન, યુએસએ, થાઈલેન્ડ, તુર્કી, સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા, પેરુ અને યુકે ઉપરાંત અન્ય દેશોએ સહભાગિતા નોંધાવી હતી.
FHIn ખાતેની કેટલીક ચિત્તાકર્ષક ઈવેન્ટ્સમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
એક્સ્પોના દિવસ 1 પર 'હોસ્પિટાલિટી સ્ટ્રેટેજી સમિટ' નું આયોજન Odd Box સાથેના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો હેતુ વધુ સારી કાર્યશીલ સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે શ્રેષ્ઠ વ્યૂહરચના વિકસાવવાનો અને તેના વિકાસ દરમિયાન ઉભા થતા પડકારોનો ઉકેલ લાવવાનો હતો. સમિટમાં 1 દિવસમાં 4 ટ્રેક્ટ ઇવેન્ટનો સમાવેશ થતો હતો, જેમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના મુખ્ય મુદ્દાઓ આવરી લેવાયા હતા - જેમ કે 'હોસ્પિટાલિટી બિગિન્સ એટ હોમ - એક સમૃદ્ધ કંપની સંસ્કૃતિનું નિર્માણ કરવું; 'ધ રાઇઝ ઓફ ધ શેરિંગ ઇકોનોમી' - શું હોટેલ ઇન્ડસ્ટ્રી એક 'ફ્રેનેમી' ધરાવે છે; બ્રાન્ડ, ઑપરેશન્સ અથવા ડિઝાઇન - શું સર્વોપરી છે?; અને એક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન પ્રવાસીને પ્રેમપૂર્વક ભેટવું જેવા અને અન્ય વિષયોનો સમાવેશ થતો હતો. એક્સ્પો ખાતે ProWein India, એક ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વાઇન અને સ્પિરિટ ટેસ્ટિંગ્સ, વાઇન, સ્પિરિટ અને હોસ્પિટાલિટી વ્યાવસાયિકો માટે સંવેદનાત્મક દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ સેમિનારો, ચર્ચાઓ અને પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે. WSET (Wine and Spirit Education Trust) અને All things NICE જે વાઇન અને સ્પિરિટ માટે વિશ્વનું અગ્રણી નૉલેજ શેરિંગ પ્લેટફોર્મ છે તેમના સહયોગ સાથે UBM India અને Messe Dusseldorf દ્વારા ProWein India નું આયોજન કરવામાં આવ્યું છે.
દિવસ 2 અને 3 પર મિડ-માર્કેટ સેગમેન્ટ, ભારતમાં ભવિષ્યની હોસ્પિટાલિટી પાઇપલાઇન અને ઇન્ડસ્ટ્રીમાં હાલના પડકારોનો સામનો પરના મુદ્દાને આવરી લેનાર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના નેતાઓ સાથે હોસ્પિટાલિટી લીડર્સ રાઉન્ડટેબલ જેવી વધુ રસપ્રદ ઈવેન્ટ્સનું આયોજન છે. એક્સ્પો, કિચન પ્લાનિંગ અને ડિઝાઇનિંગ પર માસ્ટરક્લાસ પણ આયોજિત કરશે. આ માસ્ટરક્લાસ એક ઇન્ટરેક્ટીવ સત્ર હશે, જે ઘરના રસોડાની આગલી અને પાછલી બાજુ માટે આદર્શ કિચન ડિઝાઇનની પ્રક્રિયાઓને સમજાવશે, કિચનની જગ્યાના ઓપ્ટિમાઇઝેશન માટે ડિઝાઇન માપદંડ, ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા અને ખાદ્ય સલામતી અંગે સમજાવશે. આ શોની હાઇલાઇટ્સ પૈકીની એક હશે, 'ઇન્ટરનેશનલ ક્યૂલિનરી ક્લાસિક' હશે - જે IFCA (India Federation of Culinary Association) અને WICA (West India Culinary Association) દ્વારા સમર્થિત અને આયોજિત છે, તે એક પ્રારંભિક ક્યૂલિનરી ચેલેન્જ છે જે અગ્રણી શેફ્સ દ્વારા વિસ્તૃત વાનગીઓ દર્શાવશે જેને 'ચોકોલેટ શૉપીસીસ', 'પ્લેટેડ એપેટાઈઝર્સ', 'ઇન્ડિવિજ્યુઅલ પ્લેટેડ ડેઝર્ટ્સ', 'બ્રેડ ડિસ્પ્લે' અને 'લાઈવ કુકીંગ' જેવી વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. લાઈવ કુકીંગ ચેલેન્જ માં વધારો કરવા માટે, FHIn એ સ્પેન અને યુ.એસ. થી સામગ્રીઓ માટે INTERPORC & USA Egg and Poultry Council સાથે ભાગીદારી કરી છે. આ વિશેષતાઓ ઉપરાંત, FHIn 'વેન્ડર હોટલ રિલેશનશિપ્સ એન્ડ હાઉસકીપિંગ સેમિનાર' પર બિઝનેસ સેશન અને પેનલ ચર્ચાઓ પણ આયોજિત કરશે.
Food and Hotel India વિશે:
Food and Hotel India (FHIn) નું આયોજન UBM દ્વારા કરવામાં આવશે જેઓએ વિશ્વના અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે જૂન 2018 માં Information PLC સાથે જોડાણ કર્યું. Food & Hotel India show વિશે વધુ માહિતી માટે http://www.foodandhotelindia.com/index.html અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
વધુ માહિતી માટે, http://www.foodandhotelindia.com/international-shows.html
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article