મુંબઈ, August 30, 2018 /PRNewswire/ --
10મી થી 11મી સપ્ટેમ્બર 2018 - Sahara Star Hotel
ભારતીય અને વૈશ્વિક સૌંદર્ય સમુદાય માટે એક કટીંગ-એજ ઇવેન્ટ
Bologna, Las Vegas અને Hong Kong ખાતેના સફળ સિગ્નેચર ટ્રેડ શોઝ સાથે જેમાં એકંદરે 370,000 થી વધુ વ્યવસાયિકો અને સમગ્ર વિશ્વમાં માંથી 7,000 કંપનીઓનો સમાવેશ થાય છે, Cosmoprof India સાથે Cosmoprof પ્લેટફોર્મ હવે ભારતમાં પ્રવેશવા માટે તૈયાર છે, જે સૌંદર્ય ક્ષેત્ર માટે એક ગતિશીલ, વિકાસશીલ બજાર છે. શો, જે સપ્ટેમ્બર 10 અને 11 ના રોજ Sahara Star Hotel, મુંબઇ ખાતે એક પ્રિવ્યૂ શોના સ્વરૂપમાં હશે, જે માત્ર સમગ્ર ભારતીય સૌંદર્ય વ્યાપાર સમુદાય માટે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય ઇન્ડસ્ટ્રી માટે પણ ઇવેન્ટ સોર્સિંગ હશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/736740/Cosmoprof_India_Preview_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/684196/Cosmoprof_India_Preview.jpg )
સૌંદર્ય બિઝનેસ ઇન્ડસ્ટ્રીને સમર્થન આપવાની અને આગળ વધારવાની પોતાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને ચાલુ રાખતા, Cosmoprof India એ UBM India અને BolognaFiere દ્વારા આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સમુદાય માટે કટીંગ-એજ ઇવેન્ટ છે. ભારતીય ઉપ-ખંડ ગ્રાહકોના વિસ્તૃત આધાર વચ્ચે હવે માંગ ધરાવતા વિશ્વ-કક્ષાના સૌંદર્ય ઉત્પાદનો આજમાવવા માટે આતુર છે. વધુમાં, અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને સપ્લાયર્સ સાથેનું નેટવર્કીંગ, નવા ઔદ્યોગિક, સેવા અને પેકેજિંગ ઉકેલો પૂરા પાડે છે જેનાથી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવામાં મદદ મેળવી નિશ્ચિત છે જે ભારત માટે નવીન તકનીકો અને બહેતર ગુણવત્તા ધોરણો પ્રસ્તુત કરે છે જેની આંતરરાષ્ટ્રીય સ્તરે જરૂરિયાત છે.
Cosmoprof India ની જાહેરાતના પ્રસંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "Cosmoprof Worldwide જેવી વાંછિત આંતરરાષ્ટ્રીય બ્રાંડના વિશાળ જ્ઞાન અને કુશળતાથી સમર્થિત Cosmoprof ને ભારતમાં લાવવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ; Cosmoprof Worldwide જે અત્યાર સુધીમાં વિશિષ્ટપણે માત્ર Las Vegas, Bologna (Italy) અને Hong Kong ખાતે શોકેસ થાય છે - મુંબઈ તેમના માટે ચોથું શહેર બનવાનું આયોજન છે. વ્યાપારમાં સમૃદ્ધિ લાવવામાં મદદની સાથોસાથ, સૌંદર્ય અને કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રીના વલણો અને વિકાસનું વિશ્લેષણ અને પૂર્વાનુમાન કરવાના હેતુ સાથે Cosmoprof India પ્રિવ્યૂ માત્ર રચનાત્મક જ નહીં, પણ માહિતીપ્રદ અને આકર્ષક બે દિવસોનું વચન આપે છે. તે માળખાગત રીતે ફાયદાકારક બજારમાં લાભ મેળવવા માટે ભારતમાં સૌંદર્ય અને સૌંદર્ય પ્રસાધનોના વ્યાવસાયિકો માટે પુષ્કળ મૂલ્ય પ્રદાન કરવા ઈચ્છે છે. ભારતમાં તેની સર્વપ્રથમ આવૃત્તિ માંજ પ્રિવ્યૂ માટેનો પ્રતિભાવ આસમાને પહોંચી રહ્યો છે."
"Cosmoprof Asia સાથે Cosmoprof North America અને Hong Kong સાથે Bologna, Las Vegas ના શોમાં 3,70,000 થી વધુ વ્યવસાયીઓ અને 7,000 કંપનીઓ સામેલ છે", તેવું BolognaFiere Cosmoprof અને BolognaFiere Group ની બોર્ડ સભ્ય Cinzia Barbieri એ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, "અને હવે, અમે ખરેખર Cosmoprof India ને દક્ષિણ-પૂર્વ એશિયામાં B2B બ્યૂટી ઇવેન્ટ બનવાની અપેક્ષા રાખીએ છીએ. આ શો, તૈયાર ઉત્પાદનોની બ્રાન્ડ્સ, ખાસ કરીને કોસ્મેટિક્સ અને ટોયલેટ્રીઝ, બ્યૂટી સેલોન, હેર, નેઇલ અને એસેસરીઝ અને કાચા માલ અને ઘટકોમાં અગ્રણીઓ સાથે, સપ્લાઈ ચેન માટે, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને પ્રાઇવેટ લેબલો, એપ્લિકેટર્સ, પ્રાથમિક અને આનુષંગિક પેકેજિંગ, બંને માટે નવી તક રજૂ કરે છે. ઉપરાંત, Cosmotalks જે મુખ્ય આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અભિપ્રાય અગ્રણીઓની સહભાગિતાની સાક્ષી પૂરશે તેમાં સેમિનારો અને વર્કશૉપ્સ સાથે સૌંદર્ય વિશ્વમાં નવું શું છે તેના પર અપડેટ થવાની તક પ્રતિભાગીઓને મળશે."
કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીના તમામ સ્તરોનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે: સેલોન માટે મેકઅપ, સ્કિનકેઅર અને બોડી કેર, હેર કેર, પર્ફ્યૂમરી અને કોસ્મેટિક્સ, બ્યુટી સેલોન અને સ્પા, નેઇલ, એસેસરીઝ, ફર્નિચર અને પુરવઠાઓ. 97 કંપનીઓ - બંને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય - તેમના ઉત્પાદનોને મુંબઈમાં ખરીદદારો અને વિતરકોને પ્રસ્તુત કરશે. ઇવેન્ટ દરમિયાન વ્યાપારની તકો વધારવા માટે, પ્રિવ્યૂમાં Cosmoprof Worldwide Bologna દ્વારા આંતરરાષ્ટ્રીય ખરીદદાર કાર્યક્રમનો સમાવેશ થશે જે India, United Arab Emirates અને South East Asia ની કંપનીઓ, વિતરકો, ખરીદદારો, આયાતકારો અને પુરવઠાકારો વચ્ચે B2B મીટિંગની સહાય કરશે.
Cosmoprof India પ્રિવ્યૂ અનેક આકર્ષક પ્રસ્તુતિઓ અને લાક્ષણિક કાર્યક્રમોથી સજ્જ હશે. દાખલા તરીકે, Cosmoprof India પ્રિવ્યૂમાં થનારી Cosmotalks ના ગહન સત્રો અને પરિસંવાદો, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ભાગીદારોના જોડાણનો લાભ મેળવશે. Beautystreams, જે પ્રોજેક્ટ્સના કન્સલ્ટિંગ અને માર્કેટ રેખાઓના વિકાસમાં પારંગતતા ધરાવે છે તે 'Spring/Summer 2019 beauty trend forecast': આગામી સિઝન માટે સૌંદર્ય ઇન્ડસ્ટ્રી માટે કલર, ટેક્સ્ચર અને લૂક સંબંધિત પ્રેરણા' પ્રસ્તુત કરશે. Euromonitor, જે એક અતિશય સંદર્ભિત બજાર સંશોધન સંસ્થા છે, તેઓ 'New consumer values and novel concepts in beauty', શીર્ષક હેઠળ સત્રનું આયોજન કરશે, જે દર્શાવશે કે ગ્રાહકો કેવી રીતે અર્થપૂર્ણ વપરાશ અને ગુણવત્તા, પારદર્શકતા, સરળતા અને કસ્ટમાઇઝ્ડ અનુભવ જેવા લાભદાયી મૂલ્યો તરફ વળ્યા છે. ICMAD - Independent Cosmetic Manufacturers and Distributors, અમેરિકન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશન દ્વારા આયોજિત 'The top 10 most important things you need to know to do business in India', પર સેમિનાર તેવા ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોને સમર્પિત કરવામાં આવશે જેઓ ભારતીય બજારમાં રસ ધરાવે છે. Centdegrés, એક ડિઝાઇન એજન્સી જે સૌથી મોટા વૈશ્વિક કોર્પોરેશનો સાથે સહયોગ ધરાવે છે, તે 'Designing the next generation of Indian beauty brands' શીર્ષક ધરાવતા સત્ર દરમિયાન વૈશ્વિક બજારો પર ભારતીય બ્રાન્ડ્સના સંભવિત પ્રભાવનું વિશ્લેષણ કરશે. Kline & Company, સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક જૂથો માટેની કન્સલ્ટિંગ એજન્સી, ખાસ કરીને વાળ સેક્ટર, જે દેશમાં ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સેગમેન્ટ્સમાંનું એક છે તેવા વ્યાવસાયિક વિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને, 'The challenges and opportunities of the Indian salon hair care market', રજૂ કરશે.
અત્યંત પ્રતીક્ષિત ફીચર, Cosmoprof OnStage કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ નવીનીકરણ અને સર્જનાત્મકતા હોસ્ટ કરશે. લાઈવ પ્રદર્શન, હેર શો, અદભૂત નેઇલ આર્ટ, મેક-અપ તકનીકો, કટીંગ એજ સુંદરતા સારવારો અને પ્રદર્શક કંપનીઓ દ્વારા પ્રસ્તુત નવા ઉત્પાદનો મંચનું કેન્દ્ર સ્થાન લેશે. ઉપરાંત #VibrantIndia ભારતની સૌંદર્ય સંસ્કૃતિની તકોનું અન્વેષણ કરવા માટે એક વિશિષ્ટ એક્સપિરિયન્સ વૉલનું નિર્માણ કરવા માટે Cosmoprof India, centdegrés જે એક વૈશ્વિક ડીઝાઇન એજન્સી છે તેની સાથે ભાગીદારી પણ કરશે. કલર અને ટેક્સ્ચરમાં સમૃદ્ધ, ભારતીય સંસ્કૃતિ એ સૌંદર્ય વ્યાવસાયિકો માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે. વધુમાં, પ્રદર્શક કંપનીઓના ઉત્પાદનો વચ્ચેના વલણો શોધી કાઢવા માટે Beautystreams શો ફ્લોર પર હશે.
શોની સમાપ્તિ પછી, Cosmoprof India Trends રિપોર્ટ વિતરિત કરવામાં આવશે અને તેમાં Cosmoprof Indiaની સૌથી પ્રભાવશાળી વસ્તુઓ રજૂ કરવામાં આવશે.
વધુ વિગતો માટે, અમારી વેબસાઇટ, http://www.cosmoprofindia.com/ ની મુલાકાત લો.
ઇન્ડસ્ટ્રી કથનો:
Pevonia Global Spa Consulting ના મેનેજિંગ ડિરેક્ટર Ronald Jean: "લગભગ ત્રણ દાયકાથી, Pevonia વિશ્વવ્યાપી શ્રેષ્ઠ સ્પા અને વ્યાવસાયિક સૌંદર્યશાસ્ત્રીઓને કુદરતી ત્વચા સંભાળના નિવારણ પહોંચાડવામાં અગ્રણી છે. ભારતના Pevonia ના નવા, વિશિષ્ટ વિતરક તરીકે, તે માત્ર યોગ્ય હતું કે Ozone Group ભારતમાં Cosmoprof ના સૌપ્રથમ શોમાં રજૂ કરે છે. અમારી કંપનીઓની ફિલસૂફીઓ એકબીજા ને સુસંગત છે. Pevonia ના ગ્રીન ત્વચાસંભાળના ઉત્પાદનો અને ઇન-સ્પા સારવારો અદ્યતન ટેકનોલોજી અને વિતરણ વ્યવસ્થા સાથે શ્રેષ્ઠ કુદરતી વનસ્પતિ અને દરિયાઈ ઘટકોને એક કરે છે."
Samir Srivastav, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, Jean Claude Biguine Salon & Spa: "છેલ્લાં 14 વર્ષથી સૌંદર્ય ઇન્ડસ્ટ્રીમાં રહીને, મેં ભારતીય સૌંદર્ય અને સુખાકારી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મંત્રમુગ્ધ કરનારી સંક્રાન્તિ જોઈ છે, જે વધુ ઝડપથી વિકાસ પામી છે અને વધુ અદ્ભૂત વૃદ્ધિ માટે એક જબરદસ્ત સંભાવના ધરાવે છે. હકીકતમાં તે United States અને Europe ના બજારો કરતા બમણી ઝડપથી વૃદ્ધિ પામતા હોવાનું કહેવાય છે. રિટેલ સેક્ટરમાં પણ ઝડપી વૃદ્ધિ થવાની સાથે, મેટ્રો શહેરોમાં શોપિંગ મૉલ્સની વૃદ્ધિ અને ટિઅર 2 શહેરોમાં પણ વૃદ્ધિ સાથે, ભારતમાં સૌંદર્ય વેપાર સંગઠિત રિટેલ ક્ષેત્રે સ્થાનાંતરિત થયો છે. Cosmoprof જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માટે ભારતમાં તેની ઉપસ્થિતિ રજૂ કરવા માટે વાતાવરણ એકદમ યોગ્ય છે. તેની સાથે, આપણે નવા વિચારો, વલણો અને સહયોગો માટે પ્રવેશ દ્વાર ખોલવાની અપેક્ષા રાખી શકીએ છીએ જે વ્યવસાયમાં વધારો કરશે. વાસ્તવમાં, Cosmoprof India ભારતીય સુંદરતા ઇન્ડસ્ટ્રીની અંદર વ્યાવસાયિક વૃદ્ધિનું એક પ્રતિબિંબ છે. અને પ્રામાણિકપણે, તે એક એવો વિચાર છે જેનો સમય આવી ગયો છે."
Vikram Bhatt, સ્થાપક અને ડિરેક્ટર, Enrich Hair & Skin Solutions Pvt. Ltd: "વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે Cosmoprof માં હાજરી આપતા, સંભવિત કંપનીઓને ભાગીદારી સાથે સંલગ્ન થવાના તમામ માર્ગોથી સમજણના વલણોથી અમને લાભ થયો છે અને હું ખુશ છું કે તેઓ હવે ભારતમાં હશે. સપ્ટેમ્બરમાં આવી રહેલી પ્રથમ પ્રદર્શનની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તેમ, સફળ પદાર્પણ અને એક મહાન શો માટે હું તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું."
Sandhya Chipalkatti, સંપાદક અને પ્રકાશક StyleSpeak: "Cosmoprof સાથે અમારો લાંબો સમાયોગ, મને ખાતરી આપે છે કે ભારતની આવૃત્તિ ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે સમાનરૂપે એકદમ શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ બનાવશે."
Cosmoprof India વિશે:
Cosmoprof India નું આયોજન Cosmoprof Asia Ltd દ્વારા કરવામાં આવશે જે BolognaFiere અને UBM વચ્ચે એક જોઈન્ટ વેન્ચર છે; જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. Cosmoprof India શો અંગે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.cosmoprof.com/about-us/cosmoprof-network/cosmoprof-india/ ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
BolognaFiere Group (http://www.bolognafiere.it) વિશે:
BolognaFiere Group, કોસ્મેટિક્સ, ફેશન, સ્થાપત્ય, મકાન, કલા અને સંસ્કૃતિમાં વિશ્વના અગ્રણી ટ્રેડ શો આયોજક છે. ગ્રુપ 80 કરતાં વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો તેના પોર્ટફોલિયોમાં ધરાવે છે, ખાસ કરીને Cosmoprof Worldwide Bologna, જે સૌંદર્ય વ્યાવસાયિકો માટે વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ મીટિંગ પોઇન્ટ છે અને જેની સ્થાપના 1967 માં થઇ હતી અને Bologna, Italyમાં યોજાયેલી. 2019 ની આવૃત્તિ માટે, દરેક વ્યાવસાયિક લક્ષ્ય પ્રમાણે Cosmoprof વિવિધ આરંભિક તારીખોની પુષ્ટિ કરી રહ્યું છે. ગુરુવાર 14 થી રવિવાર 17 મી માર્ચ 2019 સુધી, Cosmopack અને Cosmo|Perfumery & Cosmetics નો આરંભ થશે, જે પર્ફ્યૂમરી એન્ડ કોસ્મેટીસ, ગ્રીન એન્ડ ઓર્ગેનિક અને Cosmoprime, તે ક્ષેત્ર જે haute gamme perfumery માટે સમર્પિત કરવામાં આવ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને એક બાજુ પુરવઠાકારો અને ઉત્પાદકો અને બીજી બાજુએ ફિનિશ્ડ પ્રોડક્ટ્સની કંપનીઓ, ખરીદદારો અને રિટેલરો વચ્ચેની બિઝનેસ મીટિંગ્સને સરળ બનાવશે. શુક્રવાર 15 થી સોમવાર 18 મી માર્ચ સુધી, Cosmo|Hair & Nail & Beauty Salon ની વ્યવસાયિક વિતરણ ચેનલો માટે ખુલ્લા દરવાજા જેની સાથે બ્યુટી સેલોન્સ અને સ્પાના માલિકો, હેરડ્રેસર, હેર સ્ટાઇલિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ્સ, અને વિતરકોની હાજરી. Hong Kong (1996 માં સ્થાપિત), Las Vegas (2003 માં સ્થાપિત) અને 2018 થી Mumbai માં શરૂ થતા ટ્રેડ શો સાથે Cosmoprof દ્વારા પ્રદાન કરવામાં આવતું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સૌંદર્ય ઇન્ડસ્ટ્રી માટે સુયોગ્ય વૈશ્વિક બજાર પ્રદાન કરે છે જ્યાં બ્રાન્ડ્સ વિકસિત થઇ શકે છે.
વધુ માહિતી માટે, http://www.cosmoprof.com/cosmoprof/cosmoprof-worldwide-bologna/.
મીડિયા સંપર્ક:
ASIA:
UBM India Pvt. Ltd.:
Ms. Roshni Mitra
P: +91-7506183888
[email protected]
Ms. Mili Lalwani
P: +91-9833279461
[email protected]
WORLDWIDE:
BolognaFiere Cosmoprof Spa:
Mr. Paolo Landi
P: +39-02-45-47-08-320
[email protected]
Ms. Arianna Rizzi
P: +39-02-45-47-08-253
[email protected]
.
Share this article