મુંબઈ, August 29, 2018 /PRNewswire/ --
90+ પ્રદર્શકો, 15 સહભાગી રાષ્ટ્રો, 10 ઇન્ટરનેશનલ પેવેલિયન, અને ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ભારતના સાચા અર્થમાં વૈશ્વિક B2B શોમાં 8 વિશિષ્ટ ઈવેન્ટ્સ
5મી થી 7મી સપ્ટેમ્બર 2018 - સહારા સ્ટાર હોટેલ - મુંબઇ, ભારત
UBM India, ભારતના અગ્રણી B2B ઇવેન્ટના આયોજકને ભારતીય ઉપખંડમાં, Food and Hotel India એક્સ્પો (FHIn) માં તેમના સર્વ પ્રથમ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી શોના લૉન્ચની જાહેરાત કરતા આનંદ થાય છે. ઇવેન્ટ આયોજકો UBM Allworld દ્વારા એશિયામાં આયોજિત, આ શો 12 દેશોમાં 20 થી વધુ અગ્રણી ફૂડ એન્ડ હોસ્પિટાલિટી શોની પ્રીમિયર અને પ્રભાવશાળી શ્રેણી છે. આમાં અન્યો ઉપરાંત Food and Hotel Asia Singapore, HOFEX અને Hotelex નો સમાવેશ થાય છે. પ્રારંભિક Food & Hotel India 5મી થી 7મી સપ્ટેમ્બર, 2018 સુધી મુંબઈમાં Sahara Star Hotel ખાતે યોજવામાં આવશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/736032/Food_and_Hotel_India_Infographic.jpg )
FHIn એ ઉદ્યોગ વ્યાવસાયિકોને બજારમાં મુખ્ય ઉત્પાદનો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટે એક તક પ્રદાન કરશે અને અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ચેન, સલાહકારો, પુરવઠાકર્તાઓ, રોકાણકારો સાથે જોડાણો નિર્માણ કરવાનું સશક્તિકરણ ઉદ્યોગને પ્રદાન કરશે, જે દરમિયાન મુખ્ય ખરીદદારો અને નિર્ણયકર્તાઓ સાથે નેટવર્કીંગ પણ શક્ય બનશે જેઓને તેમની ખરીદશક્તિ માટે ખાસ ચૂંટી કાઢવામાં આવ્યા છે. એક્સ્પોને વ્યાપકપણે એશિયાના સૌથી વધુ વિકસિત આંતરરાષ્ટ્રીય વેપાર શો તરીકે ઓળખવામાં આવે છે, જે અનન્યપણે સમૃદ્ધ પ્રદેશના કેન્દ્રમાં સ્થિત છે જે ફૂડ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ જોવાનું ચાલુ રાખે છે. એશિયામાં ઉપલબ્ધ ઉત્કૃષ્ટ બજારની સંભવિતતાઓને આજમાવાની કંપનીઓને શ્રેષ્ઠ ચેનલ પ્રદાન કરવા કરવા માટે FHIn સુસ્થિત છે અને તે ભારતના નિર્ણયકર્તાઓ, સ્પષ્ટકર્તાઓ અને અંતિમ વપરાશકર્તાઓની સૌથી મોટા જમાવડા સાથે જોડવામાં મદદ કરશે.
એક્સ્પોના પ્રિવ્યૂમાં Spain, USA, Thailand, Turkey, Switzerland, Canada, Peru, અને UK જેવા 15 જેટલા દેશોમાંથી Venus Industries, FnS, Feather Touch, Pascati Chocolates, Saimex Foods, Varahi, DL Corporation, Pam Hygiene, Metal Fabricator of India, Ace Technologies અને અન્યો જેવા 90 પ્રદર્શકોની હાજરી નોંધાશે.
ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રી નાણાકીય વર્ષ 2020 સુધીમાં 482 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં વિશ્વવ્યાપી વેપાર માટે ભારત ઉત્કૃષ્ટ તક ધરાવે છે. બીજી બાજુ, ભારતીય ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર પણ ભારતના ટોચના 10 ક્ષેત્રોમાં સૌથી વધુ Foreign Direct Investment (FDI) રોકાણ મેળવવા તૈયાર છે. FHIn18 પાછળની પહેલ ભારતના ખોરાક, આતિથ્ય અને પ્રવાસન ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે વ્યાપારની તકો સ્થાપિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની છે.
આ ઇવેન્ટની મુખ્ય લાક્ષણિકતાઓમાં એલિટ વર્કશોપ્સ, શેફ સ્પર્ધા, ઉત્પાદન શોધ, પરિષદો, વિશેષ ઇવેન્ટ્સ અને ઉત્પાદન લૉન્ચ પેડનો સમાવેશ થાય છે. ત્રણ દિવસના પ્રદર્શન દરમિયાન, એજન્ડા ઇવેન્ટ્સ અને સાથે ઉર્જામય સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે.
ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારો અને સમાવિષ્ટ તકો અંગે ચર્ચા કરવા અને જ્ઞાન વહેંચણી માટે ત્રણ નવા, ખૂબ જ પ્રતીક્ષિત, નવીન પ્રસંગોનું આયોજન કરવા સાથે એક મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે:
ઇન્ડિયા ઇન્ટરનેશનલ કુલિનરી ક્લાસિક - IFCA (India Federation of Culinary Association) અને WICA (West India Culinary Association) દ્વારા સમર્થિત અને આયોજિત, તે એક પ્રારંભિક રસોઈ ચેલેન્જ છે જે ટોચના શેફ દ્વારા 'ચોકોલેટ શૉપીસ', 'પ્લેટેડ એપેટાઇઝર્સ', 'વ્યક્તિગત પ્લેટેડ મીઠાઈઓ', 'બ્રેડ ડિસ્પ્લે' અને 'લાઈવ પાકકળા' માં વિસ્તૃત વાનગીઓ દર્શાવશે. લાઈવ રસોઈ પડકારને ઉન્નત કરવા માટે, FHIn એ Spain અને US ની સામગ્રી માટે INTERPORC અને USA Egg અને Poultry Council સાથે ભાગીદારી કરી છે.
WSET (Wine and Spirit Education Trust) & All things NICE ના સહયોગમાં UBM India & Messe Dusseldort દ્વારા આયોજિત ProWein India, વાઈન અને સ્પિરિટ્સ માટે વિશ્વનું અગ્રણી જ્ઞાન વહેંચણી પ્લેટફોર્મ છે. તે હવે Food & Hotel India exhibition ના ઉદઘાટન પ્રદર્શનમાં મુખ્યત્વે દર્શાવવામાં આવશે, જેમાં વાઇન, સ્પિરિટ અને હોસ્પિટાલિટી વ્યાવસાયિકો માટે સંવેદનાત્મક દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રીત કરવા પરિસંવાદો, વાઇન અને સ્પિરિટ સ્વાદ, ચર્ચાઓ અને પ્રસ્તુતિઓની શ્રેણીનું આયોજન કરવામાં આવશે.
Odd Box ના સહયોગમાં Hospitality Strategy Summit વધુ સારી કાર્યાત્મક સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે શ્રેષ્ઠ વ્યૂહ વિકસિત કરવાનો અને તેના વિકાસ દરમિયાન પડકારોનો ઉકેલ લાવવાનો હેતુ ધરાવે છે. આ સમિટમાં 1 દિવસમાં 4 ટ્રેક્ટ ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે, જે હોસ્પિટાલિટી ઉદ્યોગના મુખ્ય વિષયોને આવરી લે છે.
રસોઈ સંબંધિત ઈવેન્ટ્સ અને વર્કશોપ્સ ઉપરાંત, તે પહેલી વાર છે કે USA Egg અને Poultry Council & INTERPORC ભારતને ચકાસી રહ્યા છે. US અને Spanish નિકાસકારો માટે આ અઠવાડિયા લાંબા ટ્રેડ મિશનમાં ભારતીય આયાતકારો અને અન્ય હિસ્સેદારોને મળવાની એક મોટી તક સાબિત થશે.
Food & Hotel India ની જાહેરાતમાં બોલતા, UBM ના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "અમે સપ્ટેમ્બરમાં FHIn સાથે ભારતીય બજારમાં પ્રવેશી રહ્યા છીએ તે અંગે અમે રોમાંચ અનુભવીએ છીએ, કારણ કે અમે અહીં ઘણી ગુપ્ત સંભાવનાઓ જોઈ રહ્યાં છીએ. ફૂડ એન્ડ બેવરેજ સેક્ટરની વૃદ્ધિ સંચાલિત કરીને ભારતીય હોસ્પિટાલિટી ફૂડ ઉદ્યોગ એક પ્રમુખ ઉદ્યોગ તરીકે ઉદ્દભવી રહ્યો છે. ભારતની 1.30 અબજ જેટલી પ્રબળ વસ્તીના વધતા મધ્યમ વર્ગ અને નિકાલજોગ આવકમાં વધારો થવાથી આ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ થતી જાય છે. ભારત તેના ફળદ્રુપ બજારોમાં વૃદ્ધિ પામવા માટે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને પ્રચંડ બિઝનેસ તક આપે છે. જે કુશળતા અમે હાંસલ કરી છે અને જે પ્રવૃત્તિઓ આયોજિત કરી છે તે ધ્યાનમાં લેતા આ શોના પ્રિવ્યૂની ઉદ્યોગ દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે."
Food and Hotel India વિશે:
Food and Hotel India (FHIn), UBM દ્વારા આયોજિત કરવામાં આવશે જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. Food & Hotel India show પર વધુ માહિતી માટે http://www.foodandhotelindia.com/index.html ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
વધુ માહિતી માટે, http://www.foodandhotelindia.com/international-shows.html.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
મીડિયા સંપર્ક:
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article