ANAROCK ભારતના 700 બિલિયન ડોલરના રિટેલ માર્કેટને ચકાસવા માટે ANAROCK Retail લૉન્ચ કરે છે
મુંબઈ, June 6, 2018 /PRNewswire/ --
- ભારતની સૌથી વધુ ફોકસ્ડ રિટેલ સલાહકાર કંપનીનું નિર્માણ કરવા માટે Faithlane PC સાથે ભાગીદારી કરે છે
ભારતની અગ્રણી સ્વતંત્ર રિયલ એસ્ટેટ સર્વિસીસ ફર્મ, ANAROCK Property Consultants એ આજે ANAROCK Retail ની સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરી હતી, જે ભારતની 700 બિલિયન ડોલરની રિટેલ માર્કેટમાં તેની નિષ્ણાત રિટેલ કન્સલ્ટન્સી સેવાઓ દ્વારા ચકાસણી કરવા માટે સમર્પિત એક નવી ફર્મ છે. નવી ફર્મ ANAROCK અને Faithlane Property Consultants જેના આગેવાન તરીકે રિટેલ રિયલ્ટી વેટરન Anuj Kejriwal સીઇઓ અને એમડી - તરીકે ANAROCK Retail માં જોડાયા છે તેમની વચ્ચેની ભાગીદારીનું પરિણામ છે.
(લોગો: https://mma.prnewswire.com/media/701435/ANAROCK_Logo.jpg )
"રિયલ એસ્ટેટ ડોમેનમાં ANAROCK નો પ્રવેશ ખરેખર થોડા સમયની જ બાબત હતી," ANAROCK Property Consultantsના ચેરમેન Anuj Puri તેવું જણાવે છે. Mr. Puri પોતે એક સ્વીકાર્ય રિટેલ રિયલ એસ્ટેટ નિષ્ણાત છે, જેઓ ભારતમાં અગ્રણી IPC ના ચેરમેન તરીકે તેમની અગાઉની ભૂમિકા ઉપરાંત, તેના Global Retail Leasing Board ના ચેરમેન પણ હતા. "અમારી પાસે આ ડોમેનમાં ઊંડાણ સુધી પહોંચ છે, અને ANAROCK Retail નું લૉન્ચ યોગ્ય સમય પર છે. રિટેલ રિયલ એસ્ટેટ કાર્યક્ષેત્રમાં સક્રિય કંપનીઓની ભીડ હોવા છતાં રિટેલરો વચ્ચેનું વિયોજન અને તેમને જોઈતી સ્પેસ વચ્ચેનું અંતર કયારે પણ આટલું વધારે નહોતું. ઘણા મૉલ માલિકો નવા રિટેલ વાતાવરણમાં તેમના ઉત્પાદનો અને વ્યૂહરચનાઓ ગોઠવવામાં અસમર્થ રહ્યા છે. અત્યંત વિદ્વાન માર્કેટના નિષ્ણાતોની ટીમ સાથે, Anuj Kejriwal ની Faithlane એ રિટેલ ગેપને સફળતાપૂર્વક ઘટાડી દીધું છે. ANAROCK ની અત્યંત ટેકનોલોજી-સક્ષમ પ્રોપર્ટી કન્સલ્ટન્સી સેવાઓ સાથે તેના સંસાધનો જોડવાથી, અમે એક 'આદર્શ જોડી'નું નિર્માણ કર્યું છે."
"2017 માં મોટા પ્રમાણે મૉલl બંધ થઇ ગયા અને લગભગ 5 મિલિયન ચો.ફૂટની રિટેલ જગ્યાનું ધોવાણ થઇ ગયું હતું. આ મૉલ્સને તકનીકી રીતે 'મૃત' ગણવામાં આવે છે અને ડેવલપર્સ રિટેલ જગ્યાઓને ઓફિસીસ, મિશ્ર-ઉપયોગ, હોસ્પિટલો વગેરેમાં રૂપાંતરિત કરવાની તક શોધી રહ્યા છે, Puri જણાવે છે. "મોટા ભાગના કિસ્સાઓમાં, વિકાસકર્તાઓએ ભાડૂત સમીકરણ, પર્યાપ્ત લીઝિંગ કુશળતા અને યોગ્ય મૉલl મેનેજમેન્ટ પાર્ટનર્સના વ્યૂહાત્મક સંશોધનમાં રોકાણ કર્યું નથી. હકીકતમાં ANAROCK જેવી વ્યાવસાયિક પેઢી DNA સ્તરે સમીકરણને ફરી ઉભી કરે તો મૉલને ફરી ચેતનવંતુ બનાવી શકાય છે. અન્ય કિસ્સાઓમાં, ઉપલબ્ધ જગ્યા હજી પણ ધ્યાન કેન્દ્રિત મિશ્ર-ઉપયોગ ટેનંટિંગ, 'રિવર્સ મોડેલિંગ' અથવા બિઝનેસ મોડેલના સંપૂર્ણ રીવેમ્પ દ્વારા નફાકારક બની શકે છે."
Faithlane લૉન્ચ કરતા પહેલાં અને ત્યાર પછી avant-garde ANAROCK ગ્રુપ માં તેના જોડાણ પહેલાં Anuj Kejriwal એક અગ્રણી IPC માં રીટેલ સર્વિસીસ માટે નેશનલ ડિરેક્ટર હતા. આ ક્ષમતામાં, તેમણે પોતાના રિટેલ ડિવિઝન માટે વ્યૂહાત્મક દિશા નિર્ધારિત કરી અને પશ્ચિમ ભારતના બજાર માટે આવકમાં વધારો કર્યો. સાથે સાથે, તેમણે બેંગ્લોર, ચેન્નઈ અને કોલકાતામાં રિટેલ વેપારની દેખરેખ રાખી હતી અને ભારતની સૌથી મોટી અને અગ્રણી રિટેલ ચેઇન્સ અને રિટેલ રિયલ એસ્ટેટના માલિકો માટેના પ્રમુખ રિલેશનશિપ મેનેજર હતા. 13 વર્ષ સુધી વિસ્તૃત વ્યવસાયિક કારકિર્દી સાથે, Kejriwal રિટેલ કેપિટલ માર્કેટ્સમાં ઊંડી નિપુણતા અને અનુભવ પણ ધરાવે છે જેમાં સંસ્થાગત ખરીદારો અને HNI પ્રત્યે રિટેલ રીયલ એસ્ટેટ સંપત્તિઓના વ્યૂહાત્મક ડાઇવેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.
ANAROCK Retail માટે સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે, Kejriwal 30+ રિટેલ રિયલ એસ્ટેટ પ્રોફેશનલ્સની ટુકડીનું નેતૃત્વ કરે છે અને આગામી 12 મહિનામાં હેડકાઉંટને 100 પર વધારવાનું ધ્યેય રાખે છે.
"ભારતીય રિટેલમાં ઉત્ક્રાંતિની ગતિ એટલી ઝડપી રહી છે કે મોટાભાગના મૉલ ડેવલપર્સ અને રિટેલર્સ વલણોમાં ઝડપી પરિવર્તન સાથે ગતિ જાળવી શકતા નથી," Anuj Kejriwal જણાવે છે. "ANAROCK Retail ની સેવાઓમાં ઘણી હકારાત્મક માર્કેટ અસરો હશે, જેના પરિણામે ઓછા 'ડેડ' મોલ્સ અને વધુ આબાદ હશે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે વિશિષ્ટ રિટેલર્સને માપનીયતાના વિકલ્પો સાથે તેઓની ચોક્કસ જગ્યાઓ મળી શકે છે, જે સંગઠિત મૉલની જગ્યા શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે ભાડે આપવામાં આવે છે અને શ્રેષ્ઠ સવલતો અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ ગ્રાહકોની સંતોષ અને મુલાકાતીઓ લાવે છે."
ANAROCK Retail ટીમને સૌથી વધુ જાણીતા સ્થાનિક અને વૈશ્વિક રિટેલર્સ અને મૉલ માલિકો માટે આવા લક્ષ્યો હાંસલ કરવામાં વ્યાપક સામૂહિક અનુભવ છે, અને ઘણા અગ્રણી બ્રાન્ડ ક્લાઈન્ટો બોર્ડ પર પહેલાથી જ છે.
ANAROCK Retail એ ફર્મના પ્રથમ-ઉદ્યોગવાર મોડલ સાથે નવા વ્યવસાયને સંલગ્ન કર્યો છે અને તે એકંદર કામગીરી સાથે જોડાય છે અને પરિણામે તેના રિટેલ ગ્રાહકોને સેવાઓનો એક અનન્ય ગુચ્છો પ્રદાન કરે છે. નવું રિટેલ ડિવિઝન ANAROCK ના 10 ભારતીય સિટી ઓફિસીસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઇમાં સક્રિય હશે અને નવા ક્ષેત્રોમાં ફર્મના વિસ્તરણ સાથે આગળ વધશે.
ANAROCK વિશે:
ANAROCK ભારતની અગ્રણી સ્વતંત્ર રિયલ એસ્ટેટ સર્વિસીસ કંપની છે, જે પૂરક વ્યવસાયોની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે. ANAROCK ગ્રુપના ચેરમેન Anuj Puri એ ઇન્ડસ્ટ્રીના એક અત્યંત આદરણીય સત્તાધિકારી અને વિચારશીલ નેતા છે જેઓ ભારતીય અને વૈશ્વિક રીઅલ એસ્ટેટની તકો નિર્માણ કરવા અંગે 30 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ એક ગતિશીલ વરિષ્ઠ ટીમની આગેવાની કરે છે જે ટીમ ક્લાઈન્ટની જરૂરિયાતો અને કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે ઊંડી સમજણ ધરાવે છે. ANAROCK રોકાણકારો, ડેવલપર્સ, કબજા ધરાવનારાઓ, ફાઇનાન્સર્સ અને જાહેર ક્ષેત્રની જરૂરિયાતોની પૂર્તતા કરે છે. અમારા મુખ્ય વ્યૂહાત્મક વ્યવસાય એકમો રેસીડેન્શીયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ એડવાઇઝરી, રીટેઈલ ટ્રાન્ઝેક્શન એન્ડ એડવાઇઝરી, કેપિટલ માર્કેટ્સ છે જે હેઠળ ડેબ્ટ, ઇક્વિટી અને મેઝેનાઈન ફન્ડિંગ, ઇન્વેસ્ટમેંટ મેનેજમેન્ટ મેનેજિંગ પ્રોપરાઇટરી ફંડ્સ અને રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ આવરિત થાય છે. ANAROCK નું મુખ્ય મથક મુંબઇમાં છે, જેમાં 1,500 થી વધુ લાયકાત ધરાવતા, યોગ્ય અને અનુભવી વ્યાવસાયિકો છે. દેશના તમામ મોટા બજારોમાં ઓફિસો અને દુબઈમાં સમર્પિત સેવાઓ સાથે, ANAROCK પાસે 80,000 પ્રેફરન્સ ચેનલ ભાગીદારો સાથે વૈશ્વિક પદચિહ્ન પણ છે. ANAROCK ના દરેક પાસાં તેના ગ્રાહકો અને ભાગીદારોને તેના મૂળ વચન અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે - કિંમતથી આગળ મૂલ્યો.
મુલાકાત લો: http://www.anarock.com
મીડિયા સંપર્ક:
Arun Chitnis
[email protected]
+91-9657129999
Head - Media Relations
ANAROCK Property Consultants
Share this article