મહિલાઓની સુરક્ષા પર જાગૃતિ ફેલાવવા હાફ મેરાથૉન માટે IndiaOnline.in, દિલ્લી પોલીસ અને લાડલી ફાઉન્ડેશન સાથે જોડાયું
નવી દિલ્લી, December 18, 2017 /PRNewswire/ --
www.IndiaOnline.in Network દ્વારા 'રન ફોર લાડલી' હાફ મેરાથૉન - સદીઓથી સમાજને કોરી ખાતા મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવાં કે મહિલાઓની સુરક્ષા અને લૈંગિક અસમાનતા પર જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દિલ્લી પોલીસ અને લાડલી ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ સાથે જોડાણની જાહેરાત કરવામાં આવી.
આ હાફ મેરાથૉન 'રન ફોર લાડલી' રવીવાર - ડિસેમ્બર 17મી એ સવારે 7 વાગ્યે જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ ખાતે યોજાશે. તેઉં ઉદ્ઘાટન ભારતના ગૃહ મંત્રી Shri Rajnath Singh દ્વારા કરવામાં આવશે અને ઘણાં કૅબિનેટ મંત્રીઓ, પ્રખ્યાત મહાનુભાવો સહિત બૉલીવુડની હસ્તિઓ તેમાં હાજરી આપશે.
આ સમયબદ્ધ મેરાથૉન સવારે 8 વાગ્યે, ત્રણ શ્રેણીઓમાં શરૂ થશે - 21 કિ.મી, 11 કિ.મી, અને 5 કિ.મી. દરેક શ્રેણીમાં તેને સફળતાપૂર્વક પૂરી કરનાર ને એક ટ્રૉફી અને પ્રમાણપત્ર સાથે પ્રાઇઝ મની આપવામાં આવશે અને સૌથી વધુ પ્રાઇઝ મની 21 કિમી શ્રેણીમાં રૂપિયા 1 લાખ રાખવામાં આવ્યાં છે.
ઘણાં કોર્પોરેટ હાઉસ, NGOs અને સંગઠનો આ પહેલને સમર્થન આપતાં આગળ આવ્યાં છે. તેમાં Ola Cabs, Accessible India, ONGC, Indian Oil Corporation, OGL Gopal Corp, NBCC, EIL વિગેરેનો સમાવેશ થાય છે.
આ પહેલ પર ટિપ્પણી આપતાં www.IndiaOnline.in Network ના સીઈઓ અને એમડી, Mr. Raj Kumar Jalan કહ્યું કે, "એક સંગઠન તરીકે, અમે સમાજની ઉન્નતિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ, લૈંગિક અસમાનતા વિરૂદ્ધ તેમની ઝુંબેશમાં 'રન ફોર લાડલી' સાથે જોડાતાં અમને ગર્વ છે. અમારી આ લડાઈમાં જોડાવા માટે અમે સમગ્ર દેશમાંથી કોર્પોરેટ હાઉસિસ અને કંપનીઓને આમંત્રિત કરીએ છીએ."
Ladli Foundation Trustના સ્થાપક અને રાષ્ટ્રીય એવૉર્ડ વિજેતા અને સામાજિક ચળવળકાર Mr. Devendra Kumar એ જણાવ્યું, "સ્થાનિક સમાચારપત્રોમાં લગભગ રોજ, બળાત્કાર અથવા સતામણીની ખબરો છપાય છે 12 થી 18 મિલિયન કરતાં વધુ વસ્તી ધરાવતા ભારત તાજેતરના સમયમાં મહિલાઓની સામેની હિંસાના સમાચારોની એક પ્રકારે ભરતીનું સાક્ષી બન્યું છે જેણે ઉત્પીડનના અહેવાલોને વધારી દીધાં છે. અહેવાલો જણાવે છે કે દિલ્લીએ થોડાં જ મહિનાઓની અંદર બળાત્કારના 25 કેસ, જેમાં કેટલાંક તો ગેંગ રેપના નિર્દયી કિસ્સા છે, અને દુરાચારના 42 કિસ્સાઓ નોંધાયા છે. હવે આના લીધે બળાત્કારની રાજધાની નામ જોડાવાથી તે બાબત તમામ દિલ્લીવાસીઓ માટે શરમજનક બાબત બની છે. અમે સમગ્ર દેશમાં લાડલી રક્ષક ટીમની રચના દ્વારા આ પરિદૃશ્યને બદલવાની અપેક્ષા રાખીએ છીએ."
મેરાથૉન પરની વધુ માહિતી www.runforlaadli.org પર જોઇ શકાય છે - જેને www.IndiaOnline.in Network દ્વારા વિકસિત અને પ્રોત્સાહિત કરવામાં આવી છે.
IndiaOnline.in Network વિશે:
www.IndiaOnline.in Network, Pan India Internet Private Limited ની એક પહેલ છે જે વિશ્વમાં વેબસાઇટ્સનું સૌથી મોટું નેટવર્ક છે - જે દેશના દરેક રાજ્ય/શહેર/ગામ માટે સમર્પિત છે, જેમ કે દિલ્લી માટે www.DelhiOnline.in, મુંબઈ માટે www.MumbaiOnline.in વિગેરે. તે કારોબારોને તેમની બિઝનેસ વેબસાઇટ્સ વિગેરે માટે અનન્ય ઑનલાઇન દૃશ્યતાના સૌથી વધુ આધુનિક ડિજિટલ માર્કેટિંગ ઉકેલો પૂરાં પાડે છે.
મીડિયા સંપર્ક:
Rudradeep Ghosh
E - [email protected]
M - +91-9643105045
Pan India Internet Private Limited (New Delhi)
Share this article