સોનીપત, ઇન્ડિયા, November 3, 2017 /PRNewswire/ --
O.P. Jindal Global University (JGU) ની Jindal Global Business School (JGBS) એ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને કર્મચારીઓની અદલાબદલી ને પ્રોત્સાહન આપવાના હેતુસર મિત્રતા અને સહકારના સંબંધો સ્થાપિત કરવા માટે, Quinnipiac University, યુનાઈટેડ સ્ટેટ્સ સાથે એક MoU પર સહી કરી છે.
(Photo: http://mma.prnewswire.com/media/595912/O_P_Jindal_JGU_and_Quinnipiac_University.jpg )
MoU JGBS ના ડીન, Dr. Tapan Panda અને Quinnipiac University ના પ્રેસિડેન્ટ, John L. Lahey વચ્ચે સહી કરવામાં આવ્યું હતું. બે વૈશ્વિક વિશ્વવિદ્યાલયો વચ્ચેની આ શૈક્ષણિક સમજૂતી શિક્ષણ અને સંશોધન કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ, તેમજ પુસ્તકો, સંશોધન અને સંદર્ભ આધાર-સામગ્રીની અદલાબદલી કરવાની છૂટ આપશે.
આ પ્રસંગે બોલતા સ્થાપક વાઇસ ચાન્સેલર, Professor (Dr.) C Raj Kumar, જણાવ્યું હતું કે, "ગુણવત્તાવાળા વિશ્વવ્યાપી વ્યવસાય ડિગ્રી પ્રોગ્રામ બનાવવા માટે શૈક્ષણિક અને રિસર્ચ સહયોગ મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓની કાર્ય શક્તિમાં વિવિધ પ્રકારના અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય માટેની જરૂરત આવશ્યક તત્વ છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં એક એવી શૈક્ષણિક પરિસ્થિતિ પુરી પાડવાની આવશ્યકતા છે, જે શિક્ષણમાં સહયોગને પ્રોત્સાહન આપે, એવી સંસ્કૃતિને ઉત્તેજન આપે જેનો હેતુ વૈશ્વિક અભિદર્શન દ્વારા શીખવાની હદોનું વિસ્તરણ કરવાનો હોય. Jindal Global Business School અને Quinnipiac University વચ્ચેનો શૈક્ષણિક કરાર વિદ્યાર્થીઓને બંને વિશ્વનો શ્રેષ્ઠ અનુભવ કરવાની છૂટ આપશે."
JGBS ના ડીન, Dr. Tapan Pandaએ જણાવ્યું કે, "University of Quinnipiac, USA સાથેના અમારા સંબંધો Jindal Global Business School ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરો માટે નવા દ્રિષ્ટીકોણ ખુલ્લા કરશે. આ MoU દ્વારા, હવે અમારા વિદ્યાર્થીઓ U.S.માં તેમનો MS પ્રોગ્રામ કરી શકે છે તેમજ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ પણ લઈ શકે છે. અમે JGBSના વિદ્યાર્થીઓની ગતિશીલતા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ જેથી એક વિદ્યાર્થીને તેના અભ્યાસક્રમો કરવાની અને ખંડોમાં એક પાર થી બીજે પાર શીખવાની તક મળે. આ સંબંધ ફેકલ્ટી મેમ્બર્સને પણ વર્લ્ડ ક્લાસ રિસર્ચ કરવા અને અત્યંત ઉચ્ચ દરજ્જાવાળી જર્નલમાં પ્રકાશિત કરવાની તકો આપશે. આ સંબંધ જાહેર નીતિઓ અને કોર્પરેટ ગવર્નન્સ, ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્થિરતા અને સંશોધન અને ભાવિ જીવન પર તેની અસર જેવા સંબંધિત ક્ષેત્રો માં તકો ખોલી રહ્યું છે. University of Quinnipiac સાથેના આ સંબંધ દ્વારા JGBS શૈક્ષણિક અને ઔદ્યોગિક વિશ્વ બંનેમાં નોંધપાત્ર રીતે યોગદાન આપવા સક્ષમ થશે."
Quinnipiac University ના પ્રેસિડેન્ટ, John L. Laheyએ જણાવ્યું કે, "શૈક્ષણિક સહયોગ માટે Jindal University અને Quinnipiac University ને જોડવા માટે આ MoU પર હસ્તાક્ષર કરતા અમે ખુશી અનુભવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે, શૈક્ષણિક મુદ્દાઓ અને પરસ્પર હિતો પર બંને દેશો સહકાર આપશે અને આ બે યુનિવર્સિટીઓ પણ સહકાર આપશે."
O. P. Jindal Global University પાસે હાલમાં વિશ્વભરના પચાસ દેશોમાં, એક સો પંચાવન થી વધુ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે 200 થી વધુ વિકસિત આંતરરાષ્ટ્રીય સહયોગ છે.
O.P. Jindal Global University વિષે -
O.P. Jindal Global University (JGU) હરિયાણા સરકાર દ્વારા સ્થાપિત બિન નફાકારક વૈશ્વિક યુનિવર્સિટી છે અને એને University Grants Commission (UGC) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. JGU ની સ્થાપના એક પરોપકારી પહેલ તરીકે, તેના સ્થાપક ચેન્સેલર, Mr. Naveen Jindalએ તેમના પિતા Mr. O.P. Jindalની યાદમાં કરી હતી. National Accreditation & Assessment Council (NAAC) દ્વારા JGU ને સૌથી ઉંચું 'A' ગ્રેડ એનાયત કરવામાં આવ્યું છે. JGU એશિયાની કેટલીક યુનિવર્સિટીઓમાંથી એક છે, જેને 1:13 નો ફેકલ્ટી-વિદ્યાર્થી રેશિયો જાળવી રાખ્યો છે અને જે ભારતને વિશ્વના વિવિધ ભાગોમાંથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક લાયકાતો અને અનુભવ વાળા ફેકલ્ટીના સભ્યોની નિમણૂક કરે છે. JGU એક ઘનિષ્ઠ રિસર્ચ પર ધ્યાન આપવાવાળી યુનિવર્સિટી છે જે તેના મુખ્ય સંસ્થાકીય મૂલ્યો; જેમકે ઇન્ટરડિસિપ્લિનરી અને નવીન શિક્ષણશાસ્ત્ર; બહુમતી અને સખત શિષ્યવૃત્તિ; ને વૈશ્વિકરણ અને આંતરરાષ્ટ્રીય વચનબદ્ધતા માટે ગંભીરપણે પ્રતિબદ્ધ છે. JGU એ સાત શાળાઓની સ્થાપના કરી છે: Jindal Global Law School (JGLS), Jindal Global Business School (JGBS), Jindal School of International Affairs (JSIA), Jindal School of Government and Public Policy (JSGP), Jindal School of Liberal Arts & Humanities (JSLH), Jindal School of Journalism & Communication (JSJC) અને Jindal School of Art & Architecture (JSAA).
વધારે માહિતી માટે, https://www.jgu.edu.in/ પર જાઓ.
પ્રચાર માધ્યમ સંપર્ક:
Ms. Kakul Rizvi
[email protected]
+91-8396907273
Additional Director
Communication and Public Affairs
O.P. Jindal Global University
Share this article