મુંબઇ, November 2, 2017 /PRNewswire/ --
MoneyOnMobile, Inc. (OTCQX: MOMT) એ આજે Infinity Business Partners સાથે ભાગીદારીની જાહેરાત કરી, જેનાથી MoneyOnMobile ના રીટેલર્સને ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવેલા મોટરસાયકલ અને મોપેડ્સ માટે ભારતના અગ્રણી વીમા પ્રદાતાઓને ટુ વ્હીલર વીમાની ચુકવણી કરવા માટે કલેક્ટર્સ તરીકે સેવા આપવા સમર્થ કરવામાં આવ્યા છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20170328/483548LOGO )
(Photo: http://mma.prnewswire.com/media/594932/MoneyOnMobile_and_Infinity_Business_Partners.jpg )
"અમે MoneyOnMobile સાથે કામ કરવા માટે અને તેમના મોબાઇલ ચુકવણી પ્લેટફોર્મ દ્વારા વીમા પ્રૉડક્ટસ માટે આ ખૂબ જરૂરી 'લાસ્ટ માઇલ' ચુકવણી વિકલ્પ પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ. ભારતમાં હાલમાં ઓછામાં ઓછા 150 મિલિયન બે પૈડાવાળા વાહનો નોંધાયેલા છે, માત્ર 2017 માં 17.7 મિલિયનની ખરીદી થઇ છે, અને ઉદ્યોગના અંદાજોને આધારે બજારમાં આશરે $1 અબજ જેટલો વધારો થાય છે," Infinity Business Partners LLP. ના સ્થાપક ભાગીદાર, Sorabh Bhandari એ કહ્યું.
"જ્યારે તમામ મોટર વાહનો માટે સરકારે લાયબિલિટી વીમાને ફરજિયાત બનાવ્યો છે, તાજેતરના સંશોધનો દર્શાવે છે કે આશરે 60 ટકા વાહનો હજુ વીમા વિનાના છે. વીમા માટે ચૂકવણીના અવરોધો દૂર કરીને, MoneyOnMobile તેના 335,000 રિટેલ સ્થાનો પર પરિપૂર્ણતાની પ્રક્રિયાને અનુકૂળ બનાવીને, ગ્રાહકોને સરળ માર્ગ પૂરો પાડે છે," Infinity Business Partners LLP. ના સ્થાપક ભાગીદાર, Suvendu Prusty એ કહ્યું.
ભારતમાં MoneyOnMobile ના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર Ranjeet Oak જણાવે છે કે, "અમારા રિટેલરોને MoneyOnMobile પેમેન્ટ પ્લેટફોર્મ મારફત ટુ વ્હિલર વીમા પ્રિમીયમ કલેક્શન, ફોન રિચાર્જ, મની ટ્રાન્સફર, ટ્રેવેલ ટિકિટ્સ અને એવી ઘણી બઘી સેવાઓ ઓફર કરવાનો ફાયદો મળે છે. તે જ સમયે, અમારી નાણાકીય સેવાઓનું લાસ્ટ માઇલ નેટવર્ક, સમગ્ર ભારતમાં ઘણા બધા અંબેન્કડ અને અંડરબેન્કડ નાગરિકો માટે વિશાળ સગવડની તક પૂરી પાડે છે."
"Infinity Business Partners સાથેનું અમારું જોડાણ MoneyOnMobile રિટેલ નેટવર્ક મારફતે ગ્રાહકોને ઉપલબ્ધ આવશ્યક ચુકવણીની સંખ્યામાં વધારો કરવાની અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે. અમારા ગ્રાહકો દ્વારા જરૂરી તમામ મુખ્ય ચૂકવણી માટે એક વન-સ્ટોપ-શોપ આપવું એ અમારી વ્યૂહરચના અને વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે," MoneyOnMobile ના ચેરમેન અને CEO Harold Montgomeryએ જણાવ્યું. "વિવિધ સેવા પ્રદાતાઓના સ્થાનો પર થતી કેશ ચૂકવણી માટે પ્રવાસ અને કતાર માં રાહ જોવા માટે કામ છોડી ને ઘણો સમય રોકાવું પડે છે. MoneyOnMobile સાથે, ગ્રાહકો ફક્ત એક MoneyOnMobile ના રિટેલર પાસે થી ઘણા બધા સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવવા માટે કેશ ને ડિજિટલ ચૂકવણીમાં કન્વર્ટ કરી શકે છે - માત્ર સગવડ નહીં, પરંતુ અમારા રિટેલર્સ માટે કમાણીની વધારાની તકો પણ પૂરી પાડે છે."
ઉલ્લેખ:
ટુ વ્હીલર્સની સંખ્યા: http://knowindia.net/auto.html
ટુ વ્હીલરનું વાર્ષિક વેચાણ: http://timesofindia.indiatimes.com/auto/bikes/india-is-now-worlds-biggest-2-wheeler-market/articleshow/58555735.cms
વીમા દર / આદેશ: http://sites.ndtv.com/roadsafety/60-of-vehicles-in-india-are-not-insured-and-most-of-these-are-two-wheelers-3027/
MoneyOnMobile વિષે
MoneyOnMobile, Inc. એક વૈશ્વિક મોબાઇલ પેમેન્ટ ટેક્નોલોજી અને પ્રોસેસિંગ કંપની છે જે તેની ભારતીય સબ્સિડિયેરી દ્વારા મોબાઇલ પેમેન્ટ સેવાઓ ઓફર કરે છે. MoneyOnMobile ભારતીય ગ્રાહકોને સામાન અને સેવાઓ માટે ચૂકવણી કરવા અથવા એક સેલ ફોનથી બીજામાં ફંડ ટ્રાન્સફર કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા સક્રિય કરે છે. તેનો ઉપયોગ સરળ એસએમએસ ટેક્સ્ટ ની કાર્યક્ષમતા તરીકે અથવા MoneyOnMobile એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ સાઇટ દ્વારા કરી શકાય છે. MoneyOnMobile ના સમગ્ર ભારતમાં 335,000 રિટેલ લોકેશન છે.
Infinity Business Partners LLP વિષે
Infinity Business Partners LLP. ની સ્થાપના 65 વર્ષથી વધુ અનુભવ ધરાવતા ચાર અનુભવી બૅન્કિંગ અને ફાઈનેન્સિયલ સર્વિસીસ ઉદ્યોગ અને કન્સલ્ટિંગ ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. તેઓ અગ્રણી વીમા કંપનીઓ અને બેંકો/ NBFC સાથે કામ કરી રહ્યા છે, તેમને સલાહ આપવા ને વેચાણ અને વિતરણની વ્યૂહરચનાઓ નું અમલીકરણ કરવા, ભાગીદારી જીતી ને સંભાળવા, નવા ઉત્પાદનો અને ઇન્શ્યોરટેક નો વિકાસ કરવા.
સેફ હાર્બર સ્ટેટમેન્ટ
આ પ્રકાશન કોઈ પણ એન્ટિટીની કોઈ સિક્યોરિટીઝ ખરીદવાની ઓફરની માંગણી અથવા વેચાણની ઓફરનું નિર્માણ નથી કરતું. આ પ્રકાશનમાં અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને ધારણાઓ જેમાં જોખમો અને અનિશ્ચિતતાઓ શામેલ છે તેના આધારે અમુક નિશ્ચિત દેખાતા નિવેદનો નો સમાવેશ કરે છે. આ પ્રકાશનમાં આગળ-દેખાતા નિવેદનો આજની તારીખથી અમને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારા વાસ્તવિક પરિણામો જણાવેલ અથવા સૂચિત રીતે અમારા વ્યવસાય સાથે સંકળાયેલા જોખમો અને અનિશ્ચિતતાઓને લીધે આવા આગળ-દેખાતા નિવેદનોથી અલગ હોઈ શકે છે, જેમાં 6 ઠ્ઠી જુલાઈ, 2017 ના રોજ ફાઇલ કરેલા ફોર્મ 10-K માં આપેલ જોખમના પરિબળોનો સમાવેશ થાય છે. આગળ-દેખાતા નિવેદનોમાં ભવિષ્ય વિશેની અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, હેતુઓ અથવા વ્યૂહરચના અંગેના નિવેદનોનો સમાવેશ થાય છે અને આગળ-દેખાતા શબ્દો જેમ કે "અપેક્ષિત", "માનવું", "કરી શકે છે", "અંદાજ", "અપેક્ષા", "ઇરાદો", "સંભાવના", "કરવું જોઈએ" અને "કરશે" અથવા એવા સમાન શબ્દો દ્વારા ઓળખી શકાય છે. અમે આ અખબારના પ્રકાશનમાં સમાવિષ્ટ માહિતીને અપડેટ કરવા માટે કોઈ જવાબદારી લેતા નથી, પછી ભલે તે નવી માહિતી, ભાવિ ઘટના અથવા અન્યથા કોઈ પણ પરિણામ સ્વરૂપે હોય.
વેબસાઈટ: http://www.moneyonmobile.in
ટ્વિટ્ટર: https://twitter.com/MoneyOnMobile
ફેસબૂક: https://www.facebook.com/MoneyOnMobile.Official/
લિંક્ડઇન: https://www.linkedin.com/company/moneyonmobile
યુટ્યુબ: https://www.youtube.com/channel/UCxqO4N1z9acnQmEysjqfBaQ
પ્રચાર માધ્યમ સંપર્ક:
Navaz Damania
[email protected]
+91-9167122661
Vice President - Corporate Communicaton
MoneyOnMobile
Share this article