વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ પર રાઉન્ડ ટેબલમાં ઉચ્ચ શિક્ષણ સુધારણા માટેની માંગણી
સોનીપત, ઇન્ડિયા, October 5, 2017 /PRNewswire/ --
30 મી સપ્ટેમ્બર, 2017 ના રોજે O. P. Jindal Global University એ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ પર રાઉન્ડ ટેબલની ચર્ચા સાથે પોતાની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી.
એમાં પ્રતિષ્ઠિત સહભાગીઓ હતા Mr. Kewal Kumar Sharma, આઇ.એ.એસ., સચિવ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD), ભારત સરકાર; H.E. Ms. Mariela Cruz Alvarez, કોસ્ટા રિકા પ્રજાસત્તાકની રાજદૂત; Ms. Sun Meixing, શિક્ષણ અફેર્સના વડા, ભારતમાં પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાની એમ્બેસી; Dr. Bertrand de Hartingh, કાઉન્સેલર ફોર કોઓપરેશન એન્ડ કલ્ચરલ અફેર્સ, ભારતમાં ફ્રાન્સની એમ્બેસી; Mr. Stephan Lanzinger, સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગના કાઉન્સેલર અને હેડ, ભારતમાં જર્મનીની એમ્બેસી અને Mr. Frederick Hawkins, વાઇસ કૉન્સ્યુલ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની એમ્બેસી, નવી દિલ્હી.
વૈશ્વિક સ્તરે વિશ્વવિદ્યાલયોની લાક્ષણિકતાઓ સમજવાની દિશામાં વિદ્વાનો, પ્રેક્ટિશનરો અને આંતરરાષ્ટ્રીય રાજદૂતો વચ્ચે સંવાદ શરૂ કરવા અને કેવી રીતે વૈશ્વિક યુનિવર્સિટી રેન્કિંગ્સના તત્વોએ ભારતીય યુનિવર્સિટીઓ માટે નવી તકો અને પડકારો સર્જ્યા છે તે માટે રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું.
University Grants Commission (UGC) દ્વારા તાજેતરની જાહેરાતના ના બેકડ્રોપમાં પ્રથિષ્ઠિત સંસ્થાઓના પ્રસ્તાવોની અરજીઓ ખોલવા માટે રાઉન્ડ ટેબલ યોજવામાં આવ્યો હતો. આ પહેલનો હેતુ 20 આવી સંસ્થાઓની સ્થાપના કરવાનો છે, જાહેર અને ખાનગી ક્ષેત્ર દરેકમાં 10, જે ને અગ્રણી વિશ્વ ક્રમાંકો તોડવા પ્રોત્સાહિત માટે કરવામાં આવશે.
Mr. Kewal Kumar Sharma, આઇ.એ.એસ., સચિવ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD), ભારત સરકાર એ આઠ વર્ષના ટૂંકા ગાળામાં મેળવેલી સિદ્ધિઓ માટે JGU નું અભિનંદન કરીને પ્રવચનની શરૂઆત કરી. તેમણે વૈશ્વિક ઉચ્ચ શિક્ષણના વિકસિત દ્રશ્ય અને ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો સામનો કરતા પડકારો પર પ્રતિબિંબ પાડી. યુનિવર્સિટી રેન્કિંગના અમલની ચાલી રહેલી ચર્ચાના સંદર્ભમાં, Mr. Sharma એ નોંધ્યું હતું કે, જો કે, ઘણી ભારતીય સંસ્થાઓને, ખાસ કરીને જાહેર ક્ષેત્રની, રેન્કિંગ્સના માપદંડને સંતોષવા સંરચનાત્મક પડકારોનો સામનો કરવો પડે છે, રેન્કિંગના અમલ એ શ્રેષ્ઠતા માટે આકાંક્ષા વિકસાવેલી છે. તેમણે ઉમેર્યું કે MHRD ની પ્રથિષ્ઠિત સંસ્થાઓના પ્રસ્તાવથી ટોચના ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચે ઊંડી ભાગીદારીને પ્રોત્સાહન મળશે. Mr. Sharma એ ઉમેર્યું કે MHRD દ્વારા શરૂ કરાયેલા અન્ય ઉચ્ચ શિક્ષણ સુધારણાઓ નો હેતુ સારૂ પ્રદર્શન કરનારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના નિયમનકારી નિયંત્રણને ઘટાડવાનો છે.
'પ્રથિષ્ઠિત સંસ્થાઓ' ની સ્થાપનામાં સરકારની પહેલનું પુનરાવર્તન કરતા, એમને કહ્યું, "નિષ્ણાતોની એક સશક્ત કમિટી હશે, જેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે, તેઓ આ પ્રસ્તાવોની ગુણવત્તા પર વિશ્લેષણ કરશે. અમે પહેલેથી જ ખાનગી ક્ષેત્રની દસ અને જાહેર ક્ષેત્રની દસ સંસ્થાઓને તેમના પ્રસ્તાવો સાથે આગળ આવવા માટે કહ્યું છે."
સ્થાપક વાઇસ ચેન્સેલર, Professor (Dr.) C. Raj Kumar, એ જણાવ્યું હતું કે, "જેમ જેમ આપણે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રમાણમાં વધારો કરવાની અને ગુણવત્તાને વધારવાની ઇચ્છા ધરાવીએ છીએ, આપણે સમગ્ર વિશ્વના અનુભવો માંથી શીખવાની જરૂરત છે. એક પણ વિશ્વ-સ્તરીય યુનિવર્સિટી નફાકારક ધોરણે નથી ચાલતી એનું એક કારણ છે. જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ, જે વિશ્વમાં ટોચ પર છે અને શિક્ષણ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં શ્રેષ્ઠતા માટે પ્રસિદ્ધ છે, તે તમામ નોટ-ફોર-પ્રોફિટ સંસ્થાઓ છે."
તેમણે ઉમેર્યું, "ભારતીય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની વૃદ્ધિ, વિસ્તરણ અને ઉત્ક્રાંતિએ આજે આપણા દેશમાં અકલ્પનીય રીતે પરિવર્તન કર્યું છે. જો કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સ્પર્ધા કરી શકે એવા સ્તર પર વૈશ્વિક શ્રેષ્ઠતાના સંસ્થાઓનું નિર્માણ કરવા માટે દૃઢ પ્રતીતિ અને હેતુની સમજશક્તિના આધાર પર સજાગતાની જરૂરત છે."
વધુ રોકાણ માટેની જરૂરિયાત પર અને શિક્ષણ પર ધ્યાન આપવા બદલ, H.E. Ms. Mariela Cruz Alvarez, એકત્રિત થયેલા લોકોને યાદ કરાવ્યું કે કોસ્ટા રિકા એક લશ્કર વિનાનો દેશ છે: "રક્ષણ વિના રેહવું એ અમારો શ્રેષ્ઠ બચાવ છે. 1948 માં અમે જે નિર્ણય લીધો તે જીવનના ઉચ્ચ સિદ્ધાંતોની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. અમે અમારા નાગરિકોની સંપૂર્ણ ક્ષમતાને અનલૉક કરવા માટે કાર્ય શરૂ કર્યું."
Dr. Bertrand de Hartingh, ભારતમાં ફ્રાન્સની એમ્બેસીના કાઉન્સેલર ફોર કોઓપરેશન એન્ડ કલ્ચરલ અફેર્સ, નો એવો અભિપ્રાય હતો કે રેન્કિંગ માટે સ્પર્ધા એકમાત્ર ધ્યેય ન હોવી જોઈએ, તે કરતાં વધુ પ્રમાણમાં 'બધા માટે ઉચ્ચ શિક્ષણ' નો હોવી જોઈએ. તેમણે 'વર્લ્ડ-ક્લાસ યુનિવર્સિટી' ને 'ઓપન વર્લ્ડ યુનિવર્સિટી' ની વ્યાખ્યા આપી, જે સમગ્ર વિશ્વમાંથી આવતા વિદ્યાર્થીઓને સ્વીકારે.
Dr. Hartingh એ માત્ર દ્વિપક્ષીય MoUs ને બદલે એક બહુપક્ષીય ઉપક્રમોના મોડેલ પર પણ ભાર આપ્યો, જ્યાં બહુવિધ યુનિવર્સિટીઓ, એક વૈશ્વિક પ્લેટફોર્મ પર એકમેકને સહકાર આપી શકે.
Mr. Stephan Lanzinger, ભારતમાં જર્મનીની એમ્બેસીના સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગના કાઉન્સેલર અને હેડ એ સંસ્થાઓના આંતરરાષ્ટ્રીયકરણ, નિખાલસતા અને સ્વયંશાસિતતા વિષે વાત કરી. "ઉચ્ચ શિક્ષણની ભૂમિકા, હેતુ અને દ્રષ્ટિ પૂરો પાડવાનો છે", તેમણે ઉમેર્યું.
ચિની સરકારે વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા તમામ સ્તરોમાં શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો કરવા માટે કેવી રીતે પ્રચાર કર્યો તેને પ્રકાશીત કરતા, Ms. Sun Meixing, ભારતમાં પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાની એમ્બેસીના શિક્ષણ અફેર્સના વડા એ કહ્યું, "1990 ના દાયકામાં, સરકારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સુધારણા માટેનો લક્ષ્ય રાખીને એ પ્રયત્નના ભાગરૂપે, વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ, ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાના વિકાસ અને ઉન્નતી માટે 100 યુનિવર્સિટીઓની પસંદગી કરી હતી. સંશોધન અને શ્રેષ્ઠતાના મુખ્ય કેન્દ્રો તરીકે સરકારે આ સંસ્થાઓને ચોક્કસ ભંડોળ અને સંસાધનોની ફાળવણી કરી હતી."
Ms. Meixing એ ઉમેર્યું કે સંયુક્ત અને દ્વિ-ડિગ્રી પ્રોગ્રામ્સ ચિની વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય વિકલ્પ બની ગયા છે. ચીનની સરકારે વિદેશી શિક્ષણ કર્મચારીઓને ચાઇનામાં આકર્ષિત કરવા માટે નોંધપાત્ર સંસાધનોનું રોકાણ કર્યું છે જેનાથી વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીઓ પર ખર્ચાળ અભ્યાસ હાથ ધર્યા વગર વૈશ્વિક સ્તરના શિક્ષણનો અનુભવ કરવાની તક આપે છે. ચાઇનાએ ટોચની નામાંકિત વિદેશી સંસ્થાઓ દ્વારા સ્થાપવામાં આવેલા દેશના કેમ્પસ મારફત દેશમાં ઉચ્ચ શિક્ષણ કેવી રીતે પૂરું પાડવામાં આવ્યું છે તેમાં પણ એક નમૂનારૂપ પરિવર્તન જોયું છે. આ યુનિર્વિસટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોગ્રામ્સ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હરીફાઈ કરવા માટે ચાઇનીઝ વિદ્યાર્થીઓને સક્ષમ કરે છે.
Ms. Meixing એ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ અને ભારત અને ચીન વચ્ચે વધેલા વિદ્યાર્થી વિનિમયની તકોની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ડીન Ms. Kathleen A. Modrowski, પ્રોફેસર અને ડીન, Jindal School of Liberal Arts and Humanities, JGU એ જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીઓએ જગ્યા બનાવવી પડશે જ્યાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સંશોધકો જેવા વિશ્વમાં રહેવા માંગતા હોય તેને તેવું બનાવવા માટે પ્રયોગ કરી શકે."
'યુનિવર્સિટિઝમાં રિસર્ચ નો એસ્પેક્ટ', શું છે તે માટે Mr. Gudmundur Eiriksson, પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ લીગલ સ્ટડીઝ, Jindal Global Law School, એ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે, "સંશોધનની અસર માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં, પરંતુ મોટ્ટા પાયા પર સમાજ પર પણ થવી જોઈએ." તેમણે લેખિત પુસ્તકના મહત્વ માટે પણ દલીલ કરી હતી કે માત્ર પ્રકાશિત જર્નલ્સ જ નહીં, તે પણ સંશોધન સામગ્રીના ભાગ તરીકે ગણવામાં આવવી જોઈએ.
Dr. Thomas Lairson, પ્રોફેસર, જિંદલ સ્કૂલ ઓફ લો ઓફ હ્યુમેનિટીઝ, એ તેમના વિચારો શેર કરતા કહ્યું, "વિશ્વ વર્ગની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વચ્ચેની દરરોજની ક્રિયાપ્રતિક્રિયામાં નામચીન થાય છે અને ચાલુ રહે છે અને કાયમ રહે છે." તેમણે ઉચ્ચ શિક્ષણમાં વધુ પારદર્શિતા માટે વિચાર વ્યક્ત કર્યો જ્યાં તેમને લાગ્યું કે, "કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેની અમલદારશાહી સરકારી ધ્યાનચૂક ઉચ્ચ શૈક્ષણિક ધોરણોની સિદ્ધિઓને ઢાંકી દે છે."
UGC જેવી નિયમનકારી સંસ્થાઓની ભૂમિકા પર અને તે કેટલી હદ સુધી સંસ્થાકીય કામગીરી પર અસર કરે છે તેના પર પણ ચર્ચા હતી.
કેટલાક વક્તાઓએ એ પણ નોંધ્યું કે ભારતે ખાસ પડકારોનો સામનો કરવો પડ્યો છે જે દેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાના સ્તર, અનન્ય મુદ્દાઓ જેનો જાહેર અને ખાનગી સંસ્થાઓ સામનો કરી રહેલ છે અને દરેકને શિક્ષણની સમાનતા પૂરી પાડવાના પડકારો માંથી ઉત્પન્ન થાય છે. રાઉન્ડ ટેબલ ભારત પાસે વિશ્વ સ્તરીય યુનિવર્સિટીઓ હોવાના મોટા ઉદ્દેશ્ય માટે જે હેતુઓનો સમાવેશ કરવાની જરૂરત છે તે અંગેની ચર્ચા સાથે સમાપ્ત થયું.
મીડિયા સંપર્ક:
Ms. Kakul Rizvi
O. P. Jindal Global University
Additional Director
Communication & Public Affairs
[email protected]
+91-8396907273
Share this article