નવી દિલ્હી, September 18, 2017 /PRNewswire/ --
રેન્કિંગનો આ પ્રયોગ ભારત સરકારની પહેલ સ્વચ્છ ભારત અભિયાનનો એક ભાગ છે
ભારતમાં આવેલી તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના સ્વચ્છતા રેન્કિંગ્સમાં 3,500 સંસ્થાઓમાં બહુ-વિષયક O.P. Jindal Global University (JGU)ને પ્રથમ ક્રમથી નવાજવામાં આવી છે. આજે નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવેલા સ્વચ્છતા રેન્કિંગના પુરસ્કાર સમારંભમાં આ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી માનનીય Mr. Prakash Javadekarના હસ્તે O.P. Jindal Global Universityના સ્થાપક કુલપતિ પ્રોફેસર (Dr.) C. Raj Kumarને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
(Photo: http://mma.prnewswire.com/media/556737/JGU_No_1_Swachhta_Ranking_2017.jpg )
સૂચિત પરિમાણોમાં પ્રાપ્ત અંકોને આધારે, JGU સમગ્ર ભારતની 174 સંસ્થાઓમાંની એક હતી અને MHRD દ્વારા ફીલ્ડ ઇન્સપેક્શન માટે પસંદ કરવામાં આવેલ હરિયાણાની એકમાત્ર યુનિવર્સિટી હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની ટીમે કેમ્પસની મુલાકાત લીધી હતી અને કેમ્પસની એકંદર જાળવણી, જરૂરી સેવાઓની ગુણવત્તા, લીલોતરી, કચરાંના નિકાલની વ્યવસ્થા અને JGU દ્વારા આસપાસના સમુદાયોમાં હાથ ધરવામાં આવતાં વિસ્તરણના કાર્યો સહિતના મુદ્દે વાતચીત કરવામાં આવી હતી.
આ ઉપલબ્ધી બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવતાં JGUના સ્થાપક કુલપતિ Mr. Naveen Jindalએ જણાવ્યું હતું કે, "Jindal Global Universityને ભારતની સૌથી સ્વચ્છ યુનિવર્સિટીનો પુરસ્કાર મળ્યો એ આપણાં સૌ માટે ગર્વની ક્ષણ છે. આપણે હંમેશા સ્વચ્છ કેમ્પસ પર ભાર મૂક્યો છે અને તમામ પહેલ અને સંસ્થાઓમાં સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપીને તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હું Jindal Global Universityની ટીમને અને આ ઉપલબ્ધીમાં ફાળો આપનારા તમામને અભિનંદન પાઠવું છું.'’
કેમ્સપમાં જૈવવૈવિધ્યતા અને પારિસ્થિતિક સંતુલન જાળવવા પરત્વેના સ્થાયી અભિગમને યુનિવર્સિટી પ્રોત્સાહિત કરે છે. 7000થી વધુ વૃક્ષો સાથે આશરે 50% જેટલું કેમ્પસ લીલોતરી ધરાવે છે. કચરાંના ચિરસ્થાયી નિકાલ માટે કેમ્પસ વર્મિકમ્પોઝિટિંગ અને સિવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના યુનિટ્સ પણ ધરાવે છે. સોલાર પાવર યુનિટ્સ યુનિવર્સિટીને ઊર્જા કાર્યક્ષમ બનાવી દે છે. તમામ સુવિધાઓની સારસંભાળ અને જાળવણી નિયમિતપણે કરવામાં આવે છે.
સ્થાપક કુલપતિ અને શુભેચ્છક Mr. Naveen Jindalને અને યુનિવર્સિટીના સ્ટાફ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આ વિશેષ યોગ્યતા હાંસલ કરવા તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આભાર વ્યક્ત કરતાં O.P. Jindal Global Universityના સ્થાપક કુલપતિ પ્રોફેસર (Dr.) C. Raj Kumar એ જણાવ્યું હતું કે, '‘આજે JGUના ઇતિહાસનો સ્મરણીય દિવસ છે. ભારત સરકાર દ્વારા અમને દેશની સૌથી સ્વચ્છ યુનિવર્સિટીનું સન્માન પ્રાપ્ત થયું છે. યુનિવર્સિટીના કેમ્પસને વૈશ્વિક સ્તરનું બનાવવામાં આ JGUના સમર્પણ અને દ્રઢતાનો એક નોંધપાત્ર પુરાવો છે. JGU માટે તેનો અર્થ છે, સામાજિક રૂપે અને પર્યાવરણીય રૂપે ચિરસ્થાયી હોય તેવું પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડવું; તે સર્જનાત્મક્તાને પ્રેરિત કરે છે; સહયોગ અને નવીનીકરણને પ્રોત્સાહન આપે છે; સમાવેશિતાને ભાવનાને પ્રોત્સાહિત કરે છે અને તે વૈવિધ્યસભર સમુદાયનું આશ્રયસ્થાન છે. અમારા માટે આ એક મહત્વની વિશેષ યોગ્યતા છે અને આ સન્માનને જાળવવાનું સુનિશ્ચિત કરવા અને આ પુરસ્કારથી પેદા થનારી અપેક્ષાઓ પર સતત ખરા ઉતરવા તરફ અમારે કામ કરવાની જરૂર છે.'’
આ ઘટના અંગે આનંદ વ્યક્ત કરતાં JGUના રજિસ્ટ્રાર પ્રો. Y.S.R. Murthyએ નિરીક્ષણ કર્યું હતું કે, 'એક શૈક્ષણિક સંસ્થા તરીકે અમારા વિદ્યાર્થીઓમાં યોગ્ય મૂલ્યો પ્રત્યારોપિત કરવા એ જ JGUનો પ્રયાસ રહ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સફાઈ સંબંધિત મુદ્દાઓ પર જાગૃક્તા વધારવાની તાતી જરૂરિયાત છે. JGU તેના નિરંતર પ્રયાસો મારફતે પરિવર્તન લાવવાનો પ્રયાસ ચાલુ રાખશે.'
JGU ના મુખ્ય વહીવટી અધિકારી Lt. Gen. Kochharએ જણાવ્યું હતું કે, '‘અમે સ્વચ્છતા સહિતના તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ વ્યાવસાયિક ધોરણો જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. અમે આ સન્માનથી ખૂબ જ ઉત્સાહિત છીએ.'’
મીડિયા સંપર્ક:
Ms Kakul Rizvi
[email protected]
+91-8396907273
Additional Director, Communications and Public Affairs
O.P. Jindal Global University
Share this article