બંધારણીય લોકતંત્ર જરૂરીપણે બંધારણીય ઉદારવાદમાં પરિણમે જ તે જરૂરી નથી: સુપ્રિમ કોર્ટ જજ
નવી દિલ્હી અને સોનીપત, ભારત, August 10, 2017 /PRNewswire/ --
મુખ્ય બિંદુઓ:
- O.P. Jindal Global University એ તેનાં 6ઠ્ઠાં વાર્ષિક પદવીદાન સમારંભની ઉજવણી કરી, 401 વિદ્યાર્થીઓને તેમનાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમની સફળ પૂર્ણતા પર ડિગ્રી એનાયત કરવામાં આવી.
- Dr. Justice D.Y. Chandrachud, જજ, સુપ્રિમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ પદવીદાનનું સંબોધન કર્યું હતું, અને લૈંગિક તટસ્થ પૈતૃકતા, મહિલાઓ માટેના સલામત અવકાશો અને માનસિકતાના પરિવર્તનના કૉલ આપ્યા હતાં.
- Rajiv Pratap Rudy, રાજ્ય કક્ષાના મંત્રી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય અને Ms. Shikha Sharma મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, Axis Bank દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવ્યા હતાં.
બહુ-વિષયક O.P. Jindal Global University (JGU) દિલ્લીમાં સિરિફોર્ટ ઑડિટોરિયમ ખાતે તેનાં 6ઠ્ઠાં વાર્ષિક પદવીદાન યોજ્યો હતો જ્યાં સ્નાતક થતાં 401 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ, ગોલ્ડ મેડલ્સ અને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતાં. આ અદ્ભૂત ઘટનામાં, જે યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી પણ હતી, Dr. Justice D.Y. Chandrachud, જ્જ, સુપ્રિમ કોર્ટ ઑફ ઇન્ડિયા, Mr. Rajiv Pratap Rudy, રાજ્ય કક્ષાના મંત્રી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય, ભારત સરકાર અને Ms. Shikha Sharma મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, Axis Bank દ્વારા ઉપસ્થિત 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ, અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે બોલતાં, Dr. Justice D.Y. Chandrachud, જજ, સુર્પિમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ લૈંગિક તટસ્થ પૈતૃકતા અને સંવેદનશીલતા હાલના સમયની જરૂરિયાત હોવા પર ભાર મૂક્યો હતો. "આપણે જ્યારે આ છેલ્લાં અમુક વર્ષોમાં પ્રગતિ સાધી છે ત્યારે, તે કદાચ આપણાં માટે એ આત્મનિરીક્ષણ કરવાનો સમય છે કે શા માટે મહિલાઓ સામેના હિંસક ગુનાઓ નાથી શકાતાં નથી. એક સલામત અવકાશોની રચના કરવાના પ્રયાસો થવાં જરૂરી છે જેથી મહિલાઓ પણ જાહેર જીવનમાં સમાનરૂપથી સહભાગી બની શકે. કાર્ય સ્થળોને વધુ સુરક્ષિત અને જાહેર પરિવહનને વધુ સુલભક્ષમ બનાવવાના પગલાં ભરવા જરૂરી છે. મારાં વિચારથી જેને બદલવાની જરૂર છે તે આપણી માનસિકતા છે. લૈંગિક તટસ્થ પૈતૃકતા અને સંવેદનશીલતા આજના સમયની જરૂરિયાતો છે અને હું આશા રાખું છું કે તમારી પેઢીને પરિવર્તનની જરૂર પડી શકે છે," તેમણે જણાવ્યું હતું.
સ્વતંત્રતાના વિચારો અને લોકતાંત્રિક પ્રણાલીઓમાં સમાનતાના મહત્વને સમર્થન આપતાં, Dr. Justice D. Y. Chandrachudનું અવલોકન છે કે, "ઉદારવાદ આપણાં માનવીય તફાવતોના સ્વીકાર અને લોકતાંત્રિક સંસ્થાઓ દ્વારા તેમની વચ્ચેની મધ્યસ્થતા કરવાની ક્ષમતાની માંગ કરે છે. તે બહુવિધ, કદાચ અસંગત સત્યોના સ્વીકારની માંગ કરે છે. કૃપા કરી યાદ રાખો કે બંધારણીય લોકતંત્ર જરૂરીપણે બંધારણીય ઉદારવાદમાં પરિણમે જ તે જરૂરી નથી. લોકતંત્ર સમગ્રપણે સત્તા હાંસલ કરવા વિશે છે, બહુમત ધરાવતી સત્તા. ઉદારવાદ સત્તાના વિકેન્દ્રીકરણ વિશે છે."
સ્નાતક થતાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, "O.P. Jindal Global Universityના વિદ્યાર્થી હોવાની સાખ તમારી અગુવાઈ કરે છે. મારાં શ્રેષ્ઠ ઇન્ટર્ન્સમાંથી કેટલાંક Jindal Global Law Schoolમાંથી આવે છે. આ યુનિવર્સિટી સતતપણે આંતરવિષય વિનિમય દ્વારા શીખવાના અભિગમનું અનુસરણ કરે છે અને તમે લોકો એક સારી શિક્ષણ પ્રણાલી અને વાસ્તવમાં વૈશ્વિક અનુભવના પ્રાપ્તકર્તાઓ છો. હું તમને મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું."
પદવીદાન સમારંભ ખાતે મુખ્ય સંબોધન આપતાં, Mr. Rajiv Pratap Rudy, રાજ્ય કક્ષાના મંત્રી, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા, ભારત સરકારે જણાવ્યું હતું કે, "આપણાં શૈક્ષણિક લક્ષ્યોને સ્થાનિક અને વૈશ્વિક સામાજિક જવાબદારી અને ભાવિ રોજગારક્ષમતા માટે સ્નાતકોને જરૂરી કૌશલ્યો સાથે સજ્જ કરીને આપણી વૈવિધ્યસભર અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને પૂરી પાડવા માટે સમકાલીન જરૂરિયાતો સાથે જોડવાની જરૂર છે. ભારતમાં નિર્માતાઓ "મેક ઇન ઇન્ડિયાને" શક્ય બનાવશે, એ નિર્માતાઓના કૌશલ્યો અને પ્રાવીણ્ય છે જે આ કાર્યક્રમોને સફળતા તરફ દોરી જશે."
તેમણે ઉમેર્યું હતું, "હું ખરા દિલથી આજે આ યુનિવર્સિટીના સ્નાતકોને અભિનંદન પાઠવું છું અને O.P. Jindal Global University ના તમામ શિક્ષકો અને માર્ગદર્શકોનો ભારત અને માનવતા માટેની તેમની સેવા બદલ આભાર માનું છું."
આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતા, Ms. Shikha Sharma, એમડી અને સીઇઓ, Axis Bank એ જણાવ્યું હતું કે, "આજના દિવસ અને યુગમાં, એક વ્યક્તિના વ્યાવસાયિક લક્ષ્યો અને સાથે જ તેમનાં આંતરિક લક્ષ્યોની વચ્ચેની સ્પષ્ટતાનો અભાવ પહેલાં ક્યારેય નહોતો તેટલો ઝળકે છે. યુવાનોએ એ સમજવાની જરૂર છે કે આંતરિક લક્ષ્યો એ છે જે આખિરકાર વ્યક્તિના પોતાનાં ચરિત્ર અને એ રીતે પ્રારબ્ધને વ્યાખ્યાયિત કરે છે. વ્યક્તિની કારકિર્દીની યાત્રા દરમિયાન, તમે વધુને વધુ તમારી જાતને કેટલાય અસગવડતાભરી અને બિન-અનુકૂળ પરિસ્થિતિઓમાં જોઇ શકશો. તેમાંથી બહાર નીકળવા માટે અત્યંત હિંમતની જરૂર પડે છે અને તેને પાર પાડવી જ્યારે દુષ્કર લાગે ત્યારે, તમારો 'અંતરનો અવાજ' ક્યારેય તમને નિષ્ફળ નહિં થવા દે. તેને સારી રીતે ઉપયોગ કરવા માટે પ્રશિક્ષિત કરો."
વિદ્યાર્થીઓને સંબોધન કરતા, JGU ચાંસેલર, Mr. Naveen Jindal, એ સ્નાતક થતાં વિદ્યાર્થીઓને તેમનાં સપનાના ભારતને બનાવવા માટે જાગૃત પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "'જિંદલાઇટ્સ' તરીકે 2017ના વર્ગના તમારામાંથી દરેકને હું જેમને મદદની જરૂર છે તેવાં લોકોને સશક્ત બનાવવા માટે થોડો આધાર પૂરો પાડી, પ્રોત્સાહનના થોડાં શબ્દો કહીને સમાજમાં કંઈક પરિવર્તન લાવવા માટે તમારા સમય અને ઉર્જાના એક નાના હિસ્સાની વહેંચણી કરવાની જવાબદારી માટે પ્રોત્સાહિત કરૂં છું અને વિશ્વાસ ધરાવું છું. તમારી આસપાસ જે પણ કંઈ બની રહ્યું છે તેનાં માટે જવાબદાર બનો અને તેમાં થોડો ફેરફાર લાવવાનો પ્રયાસ કરો. તમારા સપનાના ભારતને બનાવવા માટે તમારી ભૂમિકાને મૂર્ત સ્વરૂપ આપો."
તેમણે ઉમેર્યું હતું કે, "ઉત્સુકતાની ભાવના અને સાહસનો જુસ્સો એ તમારા સતત સાથી હોવાં જોઇએ. એ માનવાની ભૂલ ક્યારેય ના કરશો કે તમારી પાસે બધા જ જવાબો છે. જીવન તમને ડગલેને પગલે પડકારશે, અને તમે અહિં જે પણ કંઈ શીખ્યા છો તેમ છતાં પણ, આગળ જ્યારે તમે વાસ્તવિક વિશ્વમાં પગ મૂકશો ત્યારે ઘણું શીખવાનું છે."
આ પ્રસંગે બોલતા, Professor (Dr.) C. Raj Kumar, ફાઉન્ડિંગ વાઇસ ચાન્સેલર, એ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહિત કરવાના JGUની પ્રયત્નોને હાઇલાઇટ કર્યાં હતાં. "અધ્યયનની સ્વતંત્રતાના સિદ્ધાંતો અને સંસ્થાગત ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિએ JGU ના સંસ્થાના નિર્માણ માટેના પ્રયાસોને ઉજાગર કર્યાં છે. અમારી શરૂઆતથી જ અમારો ધ્યેય 'જાહેર સેવાને પ્રોત્સાહન આપતી એક ખાનગી યુનિવર્સિટી' નો રહ્યો છે. જાહેર સેવા અને રાષ્ટ્રીય પ્રગતિને વરેલી એક સંસ્થા તરીકે JGU જાહેર સેવા માટેની તેની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મોટા પડકારોને સંબોધવા માટે ઉંડાણપૂર્વક સજાગ છે."
"છેલ્લાં આઠ વર્ષોમાં અમે નોંધપાત્ર પ્રગતિ કરી છે, અને હું વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ અને JGUના મોટા સમુદાયને ખાતરી આપવા માંગુ છું જે અમે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, સુલભતા, સમાનતા, પારદર્શકતા અને જવાબદેયતાના પ્રશ્નોને સંબોધવા માટે અમારા પ્રયાસોનું રોકાણ કરીશું", તેમણે ઉમેર્યું હતું.
Professor Kumar મહિલા ફેકલ્ટીની ભૂમિકાને પ્રોત્સાહિત કરવાની અને આગેવાનીના પદોને પ્રોત્સાહિત કરવાની JGUની કટિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. "ફેકલ્ટી અને આગેવાનીના પદ પર મહિલાઓની ભૂમિકાને પ્રોત્સાહિત કરવાની JGUની કટિબદ્ધતા એ તથ્યમાં પ્રતિબિંબિત થાય છે કે લગભગ 45 ટકા પૂર્ણકાલીન ફેકલ્ટી મેમ્બર્સ મહિલાઓ છે, અમારી શાળાઓમાં લગભગ 40 ટકા મહિલા ફેકલ્ટી મેમ્બર્સ આગેવાનીના પદ ધરાવે છે અને લગભગ 42 ટકા વિદ્યાર્થીઓ મહિલાઓ છે" તેમણે જણાવ્યું હતું.
સન્માનનીય મહેમાનો અને મહાનુભાવોએ દૂરદૃષ્ટિ ધરાવતાં આગેવાન અને દાનવીર Mr. O.P. Jindal, કે જેમની સ્મૃતિમાં તેમની 87મી જન્મ તિથી પર JGUની સ્થાપના કરવામાં આવી હતી, તેમને પુષ્પાંજલી આપી હતી.
આ પદવીદાન એક મોટો પ્રસંગ બની રહ્યો હતો જેમાં ઉદ્યોગ અને અધ્યાપન ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી જેમાં પૂર્વ કાયદા મંત્રી Mr. Shanti Bhushan, હિમાચલ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મદ્રાસ અને કર્ણાટક હાઇકોર્ટના જજીસ અને અન્ય વરિષ્ઠ વકીલોનો સમાવેશ થાય છે.
સ્નાતક થતાં વિદ્યાર્થીઓ, તેમનાં ફેકલ્ટી મેમ્બર્સ અને વાલીઓમાં ગર્વ અને ઉત્સાહનો આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો.
O.P. Jindal Global University વિશે:
JGU એક બિન-નફાકાર્ક વૈશ્વિક યુનિવર્સિટી છે જેની સ્થાપના Haryana Private Universities (બીજું સુધારો) અધિનિયમ, 2009 દ્વારા કરવામાં આવી હતી. JGUની સ્થાપના Mr. O.P. Jindal ની સ્મૃતિમાં Mr. Naveen Jindal, ફાઉન્ડિંગ ચાંસેલર દ્વારા એક પરોપકારી પહેલ તરીકે કરવામાં આવી હતી. યુનિવર્સિટી ગ્રાંટ્સ કમીશન દ્વારા O.P. Jindal Global University ને માન્યતા આપવામાં આવી છે. JGU નો દૃષ્ટિકોણ વૈશ્વિક ફેકલ્ટી દ્વારા વૈશ્વિક અભ્યાસક્રમો, વૈશ્વિક કાર્યક્રમો, વૈશ્વિક અભ્યાસક્રમો, વૈશ્વિક સંશોધનો, અને વૈશ્વિક જોડાણોને વૈશ્વિક આંતરક્રિયાઓ દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. JGU 80 એકર સ્ટેટ-ઑફ-ધ-આર્ટ નિવાસી કેમ્પસમાં દિલ્લીના નેશનલ કૅપિટલ રિજીયનમાં સ્થિત છે. JGU એશિયાની થોડી યુનિવર્સિટીઓમાંની એક છે જે 1:15 ફેકલ્ટી-વિદ્યાર્થીનો ગુણોત્તર જાળવે છે અને વિશ્વભરમાંથી ગણનાપાત્ર શૈક્ષણિક લાયકાતો અને અનુભવો ધરાવતાં ફેકલ્ટી મેમ્બર્સની નિમણૂક કરે છે. JGU એ છ શાળાઓની સ્થાપના કરી છે: Jindal Global Law School, Jindal Global Business School, Jindal School of International Affairs, Jindal School of Government and Public Policy, Jindal School of Liberal Arts & Humanities and Jindal School of Journalism and Communication.
વધુ વિગતો માટે, કૃપા કરી http://www.jgu.edu.in ની મુલાકાત કરો.
મીડિયા સંપર્ક :
Kakul Rizvi
Additional Director
Communications and Public Affairs
O.P. Jindal Global University
[email protected]
+91-8396907273
Share this article