સોનિપેટ, ભારત અને હેમ્બર્ગ, જર્મની, June 12, 2017 /PRNewswire/ --
- ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય અંગે ચર્ચા કરવા 30 દેશોની વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના 50થી વધુ પ્રમુખ અને ઉપ કુલપતિ જર્મની ખાતે મળ્યાં
O.P. Jindal Global Universityના સ્થાપક ઉપ કુલપતિ, પ્રોફેસર, Dr. C. Raj Kumarએ 7-9 જૂન, 2017 દરમિયાન આયોજિત થયેલી ખૂબ જ પ્રતિષ્ઠિત 2017 Hamburg Transnational University Leaders Council, Germany ખાતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ભારતમાંથી બે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ પરિષદમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને O.P. Jindal Global University તેમાંની એક હતી. અન્ય જે સંસ્થાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તે Indian Institute of Technology હતી.
(Photo: http://mma.prnewswire.com/media/521701/Jindal_University.jpg )
હાલમાં સમગ્ર વિશ્વની રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓ જે પડકારોનો સામનો કરી રહી છે તે અંગે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ વચ્ચે વાર્તાલાપનો પ્રારંભ કરવા માટે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિષદે ટોચની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓના પ્રમુખો, ઉપ કુલપતિઓ અને રેક્ટર્સને એક મંચ પર એકઠા કર્યા હતા અને German Rectors' Conference, the Körber Foundation અને Universität Hamburg દ્વારા સંયુક્તપણે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પરિષદનું આયોજન જૂન 2015માં કરવામાં આવ્યું હતું અને તેણે આશરે ટોચની 60 જેટલી રીસર્ચ યુનિવર્સિટીઓના અગ્રણીઓને એકઠા કર્યા હતાં.
પરિષદ દરમિયાન પ્રોફેસર, Dr. C. Raj Kumarએ બે પેનલમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે 'Six Countries - Six University Leaders' નામની ઇનોગ્રલ પેનલને સંબોધિત કરી હતી, જેમાં તૃતીય શ્રેણીના શિક્ષણના મેસિફિકેશનની અસરો, વૈશ્વિક જ્ઞાન અર્થતંત્રનો ઉદભવ અને સતત વધતી જઈ રહેલી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને આ મુદ્દાઓએ સમગ્ર વિશ્વની પોસ્ટ-સેકન્ડરી સિસ્ટમ્સમાં કેવી રીતે ભેદભાવ અને વૈવિધ્યકરણ વધાર્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી.
પ્રોફેસર, Dr. C. Raj Kumarએ નોંધ્યું હતું કે, ''ભારતીય યુનિવર્સિટીઓના ભવિષ્યનો આધાર વૈશ્વિક સ્તરની સંસ્થાઓની રચના કરવાની મહત્વકાંક્ષાને પ્રોત્સાહિત કરતી વખતે મોટી સંખ્યામાં યુવાનોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાના પડકારોનો આપણે કેટલો અસરકારક રીતે સામનો કરીએ છીએ તેના પર રહેલો છે. ઉચ્ચ શિક્ષણમાંથી સામાન્યતા દૂર થવી જોઇએ અને નિયમનકારી વાતાવરણમાં વિભિન્નીકરણ અને આકારણી મોડલ્સની તરફેણ થવી જોઇએ, જેનાથી ઉત્કૃષ્ટ સંસ્થાઓને ઓળખી શકાય છે.''
વિકસીત અને વિકાસશીલ એમ બંને પ્રકારના વિશ્વની યુનિવર્સિટીઓના 50થી વધુ અગ્રણીઓને સંબોધતા પ્રોફેસર Dr. C. Raj Kumarએ જણાવ્યું હતું કે, ''આંતરરાષ્ટ્રીય ક્રમાંકને ભારતીય યુનિવર્સિટીઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધવા માટે નવી તકો સર્જી આપી છે. ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં આવેલું નમૂનારૂપ પરિવર્તન જાહેર અને ખાનગી એમ બંને સેક્ટરમાં વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓના નિર્માણ માટેના પ્રયત્નો થકી પ્રેરિત થયેલ છે. આપણે જો આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવી હશે તો જાહેર અને ખાનગી યુનિવર્સિટી વચ્ચે પરાપૂર્વથી ચાલ્યા આવતાં પૂર્વાગ્રહો અને પક્ષપાતોને ભારતમાંથી દૂર કરવાની જરૂર છે. તમામ યુનિવર્સિટીઓ પ્રત્યે સમાન વલણ અપનાવવામાં આવવું જોઇએ અને તેમનું એક સમાન જાહેર ચરિત્ર હોવું જોઇએ તેમજ તેમણે જાહેરહિત માટે પોતાનું યોગદાન આપવું જોઇએ. તમામ યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન તેમની સ્થાપનના ઇતિહાસને આધારે નહીં પરંતુ તે શિક્ષણ, સંશોધન, જ્ઞાનસર્જન, પ્રકાશન, સામાજિક અનુબંધ અને સામુદાયિક પ્રભાવ પાડવા પ્રત્યે કેટલું યોગદાન આપે છે તેના આધારે થવું જોઇએ. ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું તેમના દ્રષ્ટીકોણ અને તેમના પોતાના સંસ્થાકીય મિશનના આધારે મૂલ્યાંકન થવું જોઇએ તેમજ તેમને આ માટે જવાબદાર ઠેરવવી જોઇએ.''
પ્રોફેસર, Dr. C. Raj Kumarને 'Privatisation in national post-secondary systems' વિષય પરના પેનલ ડિસ્કશનમાં પણ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં, જ્યાં તેમણે JGU ખાતે સંસ્થાની રચના માટે કરવામાં આવેલ પ્રયત્નોમાંથી સીધા જ આઇડિયા લેવા અંગે અને ભારતીય ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સંમેલનને સંબોધતા પ્રોફેસર, Dr. C. Raj Kumarએ જણાવ્યું હતું કે, ''ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ખાનગીકરણ એ દક્ષિણ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકા સહિતના સમગ્ર વિશ્વના ઘણા વિકાસશીલ દેશોમાં જાહેર નીતિનો અનિવાર્ય વિકલ્પ છે. જોકે, એ વાતની નોંધ લેવી ખૂબ અગત્યની છે કે, યુનિવર્સિટીઓ સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાનગી સંસ્થાઓને લાભ કરાવવા માટે ન હોવી જોઇએ. સારી ગુણવત્તાવાળા ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા કે જે સસ્તું અને સુલભ હોવાની સાથે ન્યાયસંગતતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરતું હોય તે જાહેર હિત માટે આવશ્યક છે, જેને જાહેર અને ખાનગી ક્ષેત્રની નોન-પ્રોફિટ પહેલ દ્વારા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. "નોટ-ફૉર-પ્રોફિટ (not-for-profit)" સ્વરૂપની કોઈ સંસ્થાના ન્યાયિક પાયાની ફીનું માળખું નક્કી કરવાની સંસ્થાની ક્ષમતા અને તેમના દ્વારા સ્ટાફને ચૂકવવામાં આવતા વળતર સાથે ભેળસેળ ન થવી જોઇએ. નોન-પ્રોફિટનું મહત્વનું પાસું સંસ્થા દ્વારા ઊભી કરવામાં આવતી વધારાની આવક તેમની પાસે રહેવા દેવામાં આવે અને તેના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે તે છે. સામાન્ય રીતે આવી આવકનો ઉપયોગ સંશોધન પહેલ, શિષ્યવૃત્તિઓ અને ફેલોશિપ્સ તેમજ આંતરમાળખાકિય વિકાસ માટે કરવામાં આવે છે.''
પ્રોફેસર, Dr. C. Raj Kumarએ આથી વિશેષ જણાવ્યું કે, ''JGUની સ્થાપના એક નોટ-ફૉર-પ્રોફિટ યુનિવર્સિટી તરીકે ભારતીય દાતા Mr Naveen Jindalની પરોપકારી પહેલ મારફતે થઈ છે, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે. અહીં એ વાત સમજવી મહત્વપૂર્ણ છે કે, વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓ નોન-પ્રોફિટ સંસ્થાઓ છે. અમે ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા અને ગુણવત્તા વધારવાની મહેચ્છા રાખી રહ્યાં હોવાથી અમારે સમગ્ર વિશ્વમાંથી અનુભવો લેવાની જરૂરિયાત છે. આથી જ એક પણ વિશ્વસ્તરીય યુનિવર્સિટી નફાના ઉદ્દેશ્ય પર આધાર રાખી ચાલતી નથી. વિશ્વમાં ટોચનો ક્રમાંક ધરાવતી અને શિક્ષણ, સંશોધન તેમજ ક્ષમતાનિર્માણમાં શ્રેષ્ઠતા માટે જાણીતી જાહેર અને ખાનગી એવી તમામ યુનિવર્સિટીઓ નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થાઓ છે.''
The Hamburg Transnational University Leaders Councilએ વિવિધ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો જેમાં, યુનિવર્સિટીની સ્વાયત્તતા અને શૈક્ષણિક સ્વતંત્રતા, યુનિવર્સિટીના વિરોધાભાસી સિદ્ધાંતો અને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સુધીની પહોંચના પ્રશ્નો અને યુનિવર્સિટીના શિક્ષણ અને સંશોધનનું ધિરાણ વગેરેનો સમાવેશ થાય છે. આ પરિષદ વૈશ્વિકીકૃત ઉચ્ચ શિક્ષણ પરિદ્રશ્યમાં યુનિવર્સિટીના પાયાના મિશન પર ચર્ચા માટેના મંચ તરીકે કાર્ય કરે છે.
આ ફૉરમે જાહેરહિતમાં ખાનગી ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને પર્યાપ્ત ભંડોળ તેમજ નેશનલ પોસ્ટ-સેકન્ડરી સિસ્ટમ્સના નિયંત્રિત તંત્ર પર વિચાર-વિમર્શ કર્યો છે.
અહીં એ ઉલ્લેખ કરવો સાર્થક ગણાશે કે, ડિસેમ્બર 2015માં JGU વતી International Institute for Higher Education Research and Capacity Building (IIHEd) એ 'Sonipat Declaration on World-Class Universities in BRICS and Emerging Economies' ઘડી કાઢ્યું હતું અને BRICS તેમજ 'Why emerging economies need world-class universities' પર Emerging Economies Universities Summit ખાતે સમગ્ર વિશ્વની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે જાહેરનામા પર સર્વસંમતિ લેવાનો પ્રારંભ કર્યો હતો.
આ જાહેરનામાએ વિશ્વસ્તરીય યુનિવર્સિટીની રચના અને તેના વિકાસને માર્ગદર્શન આપનારા 6 મહત્વના સિદ્ધાંતો અંગે સર્વસંમતિ હાંસલ કરી હતી, આ 6 સિદ્ધાંતો છેઃ જ્ઞાનની શોધ અને નવીનીકરણને પ્રોત્સાહન; સર્વોત્તમ ગુણો ધરાવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ; સંશોધનના ઉચ્ચત્તમ માપદંડો; મહાનતા પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીઓ પાસે યોગ્ય સંસાધનો હોવા; મુક્ત સંશોધન અને કારકિર્દી વિકાસનું વાતાવરણ; સ્થાનિક અને વૈશ્વિક જોડાણો મારફતે શિક્ષણ અને સંશોધનની ગુણવત્તા વધારવી.
આજે યુનિવર્સિટીઓ જે મહત્વના પડકારોનો સામનો કરી રહી છે તેના ઉકેલના રૂપે સોનિપત જાહેરનામા અને હેમ્બર્ગ પ્રોટોકોલ વચ્ચે ઘણાં ઓવરલેપ્સ છે.
O.P. Jindal Global University (JGU) વિશે:
JGU એ તેના દ્વારા સંચાલિત 6 સ્કુલ વચ્ચે કેટલાક સંશોધન કેન્દ્રોના સ્વરૂપે સંશોધન સમુહો ધરાવવાની સાથે સઘન સંશોધન કરનારી યુનિવર્સિટી છે અને હાલમાં તે 42 દેશમાં ટોચની 150થી વધુ યુનિવર્સિટીઓ સાથે આંતરરાષ્ટ્રીય સહયોગની વ્યવસ્થા ધરાવે છે.
JGUએ 6 વર્ષના ટૂંકાગાળામાં National Assessment and Accreditation Council (NAAC) પાસેથી સર્વોચ્ચ રેટિંગ ગ્રેડ "A" પ્રાપ્ત કરનારી હરિયાણા રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે.
વધુ માહિતી માટે http://www.jgu.edu.in/ની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Ms. Kakul Rizvi
Additional Director
Communication and Public Affairs
O.P. Jindal Global University
[email protected]
+91-8396907273
Share this article