હૈદરાબાદ, June 6, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા મોતીઓના શહેરમાં ભારતના ટોચના જ્વેલર્સનો સમાવેશ કરતાં ત્રિ-દિવસીય વિલક્ષણ ટ્રેડનું આયોજન
ટોચના જ્વેલર્સ, આયાતકારો અને નિકાસકારો તેમજ વેપારી મંડળોના સમાવેશન સાથે દક્ષિણ ભારતના પ્રીમિયમ જ્વેલરી ટ્રેડ શૉ Hyderabad Jewellery, Pearl and Gem Fair (HJF 2017)નો ફરી એકવાર મોતીઓના શહેરમાં ધમાકેદાર પ્રારંભ થયો છે.
(Logo: http://mma.prnewswire.com/media/519488/Hyderabad_UBM_Event_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/519489/UBM_Event_RJGA_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ભારતના ટોચના પ્રદર્શન આયોજક UBM India દ્વારા આયોજન કરવામાં આવેલ સિગ્નેચર શૉને Hitech Jewellery Manufacturers Association (HJMA) સાથેની ભાગીદારીમાં યોજવામાં આવ્યો છે.
HJFની 10મી વર્ષગાંઠને HICC, Novotel, Hitech City ખાતે 9-11 જૂન, 2017 દરમિયાન ત્રણ દિવસના પ્રદર્શનરૂપે ઉજવવામાં આવશે અને અહીં તે પ્રભાવશાળી એવા મોટા મંચ પર કાલાતીત લાવણ્ય તેમજ ભારતની સર્વોત્તમ કળાકારીગરીને ઉજાગર કરશે. જ્વેલરીની બ્રાન્ડ્સ, હોલસેલર્સ, રીટેલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી અને મશીનરીના ઉત્પાદનકર્તાઓ, હીરા, રત્નો, મોતીના સપ્લાયર્સ અને ટ્રેડર્સ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટિંગના ટ્રેડર્સ અને સપ્લાયર્સ તેમજ ટ્રેડ અને સરકારી નિગમોના પ્રતિનિધીઓનો સહિત આ વર્ષે 150થી વધુ પ્રદર્શનકર્તાઓ તેમાં ભાગ લેશે. હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોના 35થી વધુ ઉત્પાદનકર્તાઓ દ્વારા રજૂ થનારા Victorian, Nizam અને Antique Jewelleryના કલેક્શનની પ્રભાવશાળી શ્રૃંખલા આ વર્ષના શૉનું મુખ્ય આકર્ષણ બની રહેશે. આ પ્રદર્શનના અન્ય આકર્ષણોમાં Gem and Jewellery Skill Council India (GJSCI) દ્વારા 'સ્કીલ ડેવલપમેન્ટ' પર અને Gemological Institute of America (GIA) દ્વારા 'સ્પોટલાઈટ ઓન સિન્થેટીક્સ' પર ઊંડી સમજ આપનારા ટેકનિકલ પરિસંવાદના આયોજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ભારતની ડિઝાઇનર જ્વેલરીની શ્રેણી પર સવિશેષ ફૉકસ સાથે આ પ્રદર્શન ભારતીય જ્વેલરી માર્કેટનું પ્રવેશદ્વાર છે અને તે ખરીદદારો અને સપ્લાયર્સને જોડાવા માટે, નેટવર્ક સ્થાપિત કરવા માટે, આઇડિયાની આપ-લે માટે, નવા ટ્રેન્ડ્સનો આવિષ્કાર કરવા તેમજ વ્યાપારની તકો ઊભી કરવા માટે સર્વશ્રેષ્ઠ મંચ પૂરો પાડે છે. આ એક્સપોએ સ્થાનિક તેમજ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રી લંકા જેવા દેશોના પ્રતિષ્ઠિત ખરીદદારોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે, જે ઇન્ડસ્ટ્રી માટેના એક સિદ્ધ થયેલા તેમજ ભરોસેમંદ સોર્સિંગ હબ તરીકેની તેની સ્થિતિને બળવત્તર બનાવે છે.
આ વર્ષે પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા કેટલાક જાણીતા પ્રદર્શકોમાં Anmol Jewellers, Swaroop Jewellers, Chintamani Gold, Sri Shubam Jewellers, Gupta Gold, Jai Gulab Dev Jewellers, J K S Jewels, Mehta Gold & Diamonds, Vinati Jewellers, Shanti Gold International, Shree Kalptaru Jewellers, Vithraag Jewels, Ozone Overseas તેમજ અન્ય કેટલાક નામોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનને Hitech City Jewellery Manufacturers Association (HJMA); AP Gold, Silver and Diamond Merchants Association; All India Gems and Jewellery Trade Federation દ્વારા તેમજ 300થી વધુ જ્વેલરી એસોસિયેશન દ્વારા ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. HJF કેટલાક શહેરો અને વિજયવાડા, ગુંટુર, વિઝાગ તેમજ રાજામુન્ડ્રી જેવા ટાયર II નગરોમાંથી સર્જનાત્મક્તા અને નવીનતાને આગળ લાવે છે.
HJFની જાહેરાત અંગે ટિપ્પણી કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "The Indian Gems & Jewellery Industryએ અર્થતંત્રની કરોડરજ્જુ છે. અંદાજે રૂ. 3 લાખ કરોડ પ્રતિ વર્ષની માર્કેટ સાઇઝ સાથે આ સેક્ટર આઇટી ઇન્ડસ્ટ્રી બાદ રોજગારી પૂરી પાડનારું બીજા નંબરનું સૌથી મોટું ક્ષેત્ર છે, જે અંદાજે 25 લાખ લોકોને રોજગારી આપે છે. ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ અનુસાર, તે સમગ્ર વિશ્વમાં ગ્રાહકોની પસંદગીઓમાં આવી રહેલાં ફેરફારનો પણ સામનો કરી રહ્યું છે. ભારતમાં ગ્રાહકો યુવાન છે, જેઓ ચોક્કસ પ્રકારના ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન્સ, વિવિધ સીઝનમાં ટ્રેન્ડ કરનારી સ્ટાઇલ્સની શોધમાં રહેતાં હોય છે અને પારંપરિક સ્ટોર્સથી માંડીને ડિજીટલ માર્ગે થતી ખરીદી સુધીના શોપિંગના વિવિધ અનુભવોમાં લિપ્ત રહેતાં હોય છે. અસંગઠિત પ્લેયર્સ કરતાં સંગઠિત જ્વેલર્સ તેમની અપેક્ષાઓને વધુ સારી રીતે પરિપૂર્ણ કરી શકે છે, ખાસ કરીને GST જેવાં પ્રગતિશીલ પગલાંના અમલ સાથે."
તેમણે આગળ જણાવ્યું કે, "હૈદરાબાદ એ વિશાળ અને વિકસી રહેલાં દક્ષિણ ભારતીય મેન્યુફેક્ચરિંગ અને રીટેલ માર્કેટ્સનું પ્રતિનિધિત્વ કરે છે અને વેચાણમાં વધારો અને બિઝનેસના વધુ સારા સંબંધો સ્થાપિત કરવા સાથે અમે HJF મારફતે આ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવી રહ્યાં છીએ. આ વર્ષે અમે એક મહત્વનાં સીમા-ચિન્હ સુધી પહોંચી ગયાં છીએ અને અમારા પ્રદર્શનની 10મી વર્ષગાંઠ સાથે અમને નવો વેગ પ્રાપ્ત થયો છે. અમે ઇન્ડસ્ટ્રીના પ્લેયર્સને તેમના બિઝનેસને આગળ વધારવા 150થી વધુ કંપનીઓ પૂરી પાડીને ખુશી અનુભવી રહ્યાં છીએ."
HJMAના પ્રેસિડેન્ટ અને GJEPCના રીજનલ ડિરેક્ટર Mr. Mahender Tayalએ HJF 2017 પર બોલતાં જણાવ્યું હતું કે, "હું UBM Indiaને Hyderabad Jewellery, Pearl and Gem Fair 2017 (HJF 2017)ની 10મી આવૃત્તિ બદલ અભિનંદન પાઠવવા માગું છું. છેલ્લાં એક દાયકામાં આ ફળદાયી મંચે આ ક્ષેત્રમાં પોતાની એક વિશિષ્ઠ છાપ ઊભી કરી છે અને તેણે ટ્રેડર્સનું અને રીટેલ સમુદાય સાથે ફક્ત જોડાણ જ નથી સાધી આપ્યું પરંતુ તેમની વચ્ચે એક લાંબાગાળાનો સંબંધ પણ સ્થાપિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હંમેશા બદલાતા રહેતાં આર્થિક પરિવેશમાં HJFએ ઇન્ટેલિજન્સના શેરિંગ અને બિઝેનસના સંવહનની જરૂરિયાતને પ્રોત્સાહિત કર્યાં છે. HJF 2017ના મુલાકાતીઓ મોતી, માણેક, પન્ના અને હીરાથી જડિત શ્રેષ્ઠત્તમ જ્વેલરી શ્રૃંખલાની આશા સેવી શકે છે."
HJF 2017 એ Retail Jewellers Guild Awards - Hyderabadની બીજી આવૃત્તિનું પણ સાક્ષી બની રહેશે, જે UBM Indiaની વિશિષ્ઠ પહેલ છે, જેના મારફતે Retail Jewellery Businessમાં વ્યક્તિઓ અને સંસ્થા દ્વારા દાખવવામાં આવેલ શ્રેષ્ઠતા અને પ્રયત્નોને માન્યતા આપી સન્માનિત કરવામાં આવે છે. પદ્ધતિસરની અને વ્યાવસાયિક પ્રક્રિયા દ્વારા આ પુરસ્કારો રીટેલ જ્વેલરી બિઝનેસમાં આ ક્ષેત્રની પ્રતિભામાંથી શ્રેષ્ઠ પ્રતિભાને બહાર લાવશે. તેલંગણા અને આંધ્ર પ્રદેશ રાજ્યની રીટેલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વ્યાપક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી આ વર્ષે પુરસ્કારોની વ્યાપક શ્રેણીઓ ઘડી કાઢવામાં આવી છે, જેમાં ડીઝાઇન એક્સલેન્સ, ઓપેરશનલ એક્સલેન્સ અને માર્કેટિંગ એક્સલેન્સનો સમાવેશ થાય છે. આ વર્ષે પણ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોની ઉપસ્થિતિમાં જ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેઓ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરીના આશ્ચર્યજનક નમૂનાઓ પર કેન્દ્રીત થયેલ વિશિષ્ટ ફેશન અનુક્રમ અંગેની ઊંડી સમજ આપશે. આ વર્ષની જૂરીમાં HJMAના પ્રેસિડેન્ટ અને GJEPCના સાઉથ ચેરમેન Mr. Mahendra Tayal; FTAPCCIના પ્રેસિડેન્ટ Mr. Avinash Gupta; Twin Cities Jewellers Associationના પ્રેસિડેન્ટ Mr. Kailash Charan અને Solitaire Diamond Institute, હૈદરાબાદના Ms. Bijal Doshi Shahનો સમાવેશ કરવામાં આવ્યો છે.
UBM એ આશરે છેલ્લાં ત્રણ દાયકાથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો આંતરિક હિસ્સો બની ગયું છે, જે આવા પ્રસિદ્ધ જ્વેલરી પ્રદર્શનોનું સમગ્ર વિશ્વમાં આયોજન કરે છે. HJF એ UBM India દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન દેશના ચાર શહેર (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હી)માં આયોજિત કરવામાં આવતા જ્વેલરી શૉમાંનો એક શૉ છે. વર્ષ 2008માં પોતાના પ્રારંભ બાદ વર્ષ 2016માં આયોજિત કરવામાં આવેલી HJFની 9મી આવૃત્તિએ બિઝનેસ માટેના યોગ્ય વાતાવરણનું સર્જન કર્યું હતું અને ઇચ્છિત પરિણામો સાથે આ પ્રદર્શને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાંથી પ્રદર્શકોને આકર્ષિત કર્યા હતાં. ગત વર્ષે બે દિવસ માટે આયોજિત કરવામાં આવેલા આ પ્રદર્શને મોટી સંખ્યામાં ખરીદદારો અને વેચાણકર્તાઓને આકર્ષિત કર્યા હતાં.
UBM India વિશેઃ
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઇ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM Asiaએ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચાઇના, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે www.ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.comની મુલાકાત લો, UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમારા Twitter પર @UBMને અને LinkedIn પર UBM Plcને ફોલો કરો.
મીડિયા સંપર્ક
Roshni Mitra
UBM India
[email protected]
+91-22-61727000
Mili Lalwani
UBM India
[email protected]
Share this article