સોનિપત, ભારત, March 23, 2017 /PRNewswire/ --
- દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મારફતે જ્ઞાનને ગતિશીલ બનાવવું મહત્ત્વપૂર્ણ છેઃ Shri Pranab Mukherjee, ભારતના રાષ્ટ્રપતિ
- Aspire India Scholars Programme (સમર સ્કૂલ) અને Jindal School of Journalism and Communicationની રજૂઆત
- આપણે આપણા વસતીજન્ય લાભાંશને વસતી આપત્તિ બનતા રોકવા જ જોઇએ - ચાન્સેલર, Naveen Jindal
- ભારત એશિયાની ટોચની 25 યુનિવર્સિટીઝમાં એક પણ યુનિવર્સિટી ધરાવતો નથી, જ્યારે ચીન 5 યુનિવર્સિટીઝ ધરાવે છે - વાઇસ ચાન્સેલર, Prof. Raj Kumar
ભારતના રાષ્ટ્રપતિ Shri Pranab Mukherjee એ દેશની યુનવર્સિટીઝ અને સંસ્થાઓને સંશોધનના મહત્ત્વપૂર્ણ મૂળતત્વો, જ્ઞાનનાં સર્જન, સંસ્થાકીય શ્રેષ્ઠતા અને વૈશ્વિક આધારચિહ્ન પર ધ્યાન કેન્દ્રિત કરતી ઉચ્ચ શૈક્ષણિક યોજના ઘડવા માટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટીઝની સ્થાપના કરવા માટેના આધારભૂત તત્વો રહેલા છે.
(Photo: http://mma.prnewswire.com/media/481213/O_P__Jindal___Universities_of_the_Future.jpg )
રાષ્ટ્રપતિ Mukherjee 21મી સદીમાં ભારતીય યુનિવર્સિટીઝના ભવિષ્યની સમીક્ષા કરવા માટે 3 દિવસીય ફોરમ 'યુનિવર્સિટીઝ ઓફ ફ્યુચરઃ નોલેજ ઇનોવેશન્સ એન્ડ રિસ્પોબિલિટી' અંગેની તાજેતરમાં પૂર્ણ થયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ ચર્ચા કરી રહ્યા હતા. O. P. Jindal Global University (JGU)ની International Institute for Higher Education Research and Capacity Building (IIHEd) દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય ફોરમ હરિયાણાના સોનિપતમાં આવેલા JGU કેમ્પસ ખાતે 18-20 માર્ચ, 2017 દરમિયાન યોજવામાં આવી હતી.
આ પ્રસંગે ચર્ચા દરમિયાન Mukherjeeએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે શૈક્ષણિક વ્યવસ્થાએ "વસતીજન્ય લાભાંશ"ના પડકાર પર જીત મેળવવી જોઇએ અને તેમણે મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારી માટે પણ દબાણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મારફતે જ્ઞાનને ગતિશીલ બનાવવું મહત્ત્વપૂર્ણ છે. નવીન અને ભાવિ યુનિવર્સિટીઝ આના માટેનું ચાલકબળ છે."
રાષ્ટ્રપતિ Mukherjeeએ એ પણ નોંધ્યું હતું કે ભવિષ્યની યુનવર્સિટીઝ સમાજનમાં વિવિધ હિસ્સેદારો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરતી હોવી જોઇએ. "જ્યાં સુધી આપણે પાયારૂપ સંશોધનનો મજબૂત પાયો નહીં ધરાવીએ ત્યાં સુધી આપણી ભાવિ યુનિવર્સિટીઝની યોજનાઓ ગંભીરપણે જોખમમાં મૂકાશે" એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાષ્ટ્રપતિએ વધુમાં નોંધ્યું હતું કે ભારતની ઉચ્ચ શૈક્ષણિક વ્યવસ્થાએ સમય પસાર થવાની સાથે તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને ગુમાવી છે અને એ બાબતનું દુઃખ વ્યક્ત કર્યું હતું કે ભારતની એક પણ યુનિવર્સિટી હાલમાં વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીઝમાં સ્થાન ધરાવતી નથી. દેશમાં 757 યુનિવર્સિટીઝ, 36000 કોલેજો, 30 NIT અને 116 IIT હોવા છતાં પણ આંતરરાષ્ટ્રીય સંશોધનમાં તેમનું જોડાણ નજીવું છે. પ્રશિક્ષણ, ફેકલ્ટી, સંશોધન અને ક્ષમતાનાં નિર્માણની ગુણવત્તાની દૃષ્ટિએ શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારો લાવવાની તાકીદની જરૂરિયાત છે એમ Mukherjeeએ જણાવ્યું હતું.
હરિયાણાના શિક્ષણ પ્રધાન Shree Rambilas Sharmaએ જણાવ્યું હતું કે "પ્રાચિન કાળથી જ્ઞાન, નવીનીકરણ અને જવાબદારી ભારતીય પેટંટ રહી છે. જ્ઞાન માત્ર આપણો ભૂતકાળ જ નથી, પરંતુ તે આપણું ભવિષ્ય પણ છે."
JGUના ફાઉન્ડિંગ ચાન્સેલર Mr. Naveen Jindalએ જણાવ્યું હતું કે "ભવિષ્યની યુનવર્સિટિઝ રાષ્ટ્રની વૃદ્ધિ અને વિકાસના કેન્દ્રીય સ્થંભો બનવી જ જોઇએ, જે માત્ર બૌદ્ધિકોને જ ઉભારતી ન હોય, પરંતુ મજબૂત બુદ્ધિમત્તાનો પણ વિકાસ કરતી હોય. આપણી યુનિવર્સિટીઝ સક્રિય શિક્ષણ અને સંશોધનનાં એવા સ્થળમાં રૂપાંતરિત થવી જ જોઇએ, જે નવીનીકરણ અને અગ્રેસરના વિચારો માટેનાં લોન્ચ પેડ તરીકે કાર્ય કરી શકે." ચાન્સેલર Jindalએ શિક્ષણ ક્ષેત્રની મહત્ત્વશીલ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે "જો ભારત ઊંચો વૃદ્ધિદર હાંસલ કરે છે અને તે માનવ વિકાસ સૂચકાંકમાં પોતાના સ્થાનમાં સુધારો કરે છે તો દેશનાં શિક્ષણ ક્ષેત્રનું સંવર્ધન ખૂબ સાવચેતીપૂર્વક થવું જ જોઇએ."
Mr. Jindal નોંધ્યું હતું કે "આપણે આપણા વસતીજન્ય લાભાંશને વસતીજન્ય આપત્તિ બનતા રોકવો જોઇએ અને આપણી યુનિવર્સિટીઝે માત્ર ડિગ્રી આપવા કરતા જ્ઞાનનાં સર્જન અને ક્ષમતાનાં નિર્માણ પર લક્ષ્યાંક સાધવો જ જોઇએ."
ચાન્સેલર Jindal, Jindal School of Journalism and Communication (JSJC) અને Aspire India Scholars Programme (AISP)ની રજૂઆતની પણ જાહેરાત કરી હતી.
JSJC JGU ની છઠ્ઠી આંતરશાખાકીય સ્કૂલ છે અને તે મિડિયા અને કોમ્યુનિકેશન અભ્યાસોમાં શિક્ષણ, સંશોધન અને ક્ષમતાનાં નિર્માણ માટેની તકો પણ રજૂ કરશે.
AISP હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અદ્વિતીય સમર સ્કૂલ છે, જે વિદ્યાર્થીઓને 6 આંતરશાખાકીય ક્ષેત્રો - Law, Justice and Democracy (LJD); Business Management, Leadership and Entrepreneurship (BLE); Diplomacy International Relations & Peace (DIP); Economy, Public policy and Development (EPD); Liberal arts, Culture and Humanities (LCH); Media Communication & Public Affairs (MCPA)માં થીમ આધારિત પ્રયોગાત્મક શૈક્ષણિક મોડ્યુલ્સ મારફતે વૈશ્વિક દૃષ્ટિકોણ, સમગ્રલક્ષી શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે નૈતિક જોડાણ પૂરું પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.
JGU કેમ્પસમાં ભારતના પ્રથમ નાગરિકને આવકાર આપીને JGUના વાઇસ ચાન્સેલર Prof. C Raj Kumar નોંધ્યું હતું કે "116થી વધુ સંસ્થાઓના મુલાકાતી તરીકે રાષ્ટ્રપતિ Mukherjeeએ ઉચ્ચ શિક્ષણના ઉદ્દેશની પ્રગતિ માટે સામાજિક અને બૌદ્ધિક ચેતનાને પ્રોત્સાહિત કરી છે. તેમની અધ્યક્ષતા દેશમાં ઉચ્ચ શિક્ષણના ઉદ્દેશને આગળ વધારવા માટે તેમણે એકલે હાથે આપેલા યોગદાન મારફતે વ્યાખ્યાયિત થઈ છે. આજે આપણી વચ્ચે તેમની ઉપસ્થિતિથી આપણને ગર્વ અને સન્માનની અનુભૂતિ થાય છે."
પરિષદની થીમ રજૂ કરતા વાઇસ-ચાન્સેલર Kumar જણાવ્યું હતું કે "ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા ઘણા પડકારોનો સામનો કરી રહી છે, કારણ કે તે ગુણવત્તા, પ્રમાણ, સુલભતા અને ઇક્વિટી જેવી સમસ્યાઓનો સાથે સાથે ઉકેલ લાવી રહી છે. વિસ્તરણના પડકારનો ઉકેલ લાવવા માટે અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની તકો પૂરી પાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જ્યારે હજુ ઘણું બધુ કરવાની જરૂર છે."
Prof. Kumar વધુમાં નોંધ્યું હતું કે "ભારત એશિયાની ટોચની 25 યુનિવર્સિટીઝમાં એક પણ યુનિવર્સિટી ધરાવતી નથી, જ્યારે હોંગકોંગ, સિંગાપોર, તાઇવાન અને અન્ય ઘણા દેશો ઉપરાંત ચીન આ રેન્કિંગમાં 5 યુનિવર્સિટીઝ ધરાવે છે. આપણે યુનિવર્સિટીઝના ભવિષ્ય અંગે આત્મનિરિક્ષણ કરવાની અને વિચારવાની જરૂર છે, જે આપણને રાષ્ટ્રીય ઘડતર માટે સંસ્થાનાં નિર્માણ પ્રત્યે યોગદાન આપવા માટે સક્ષમ અને સશક્ત બનાવશે."
"મેં હંમેશાં કહ્યું છે કે મેક ઇન ઈન્ડિયા વિકસતા કારોબાર અને આર્થિક તકોને આગળ વધારવા માટે મહત્ત્વનું છે,
જ્યારે ભારતનું ભવિષ્ય શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ મારફતે ભારતનાં નિર્માણ પર આધાર રાખશે" એમ તેમણે કહ્યું હતું.
આ પરિષદ તુલનાત્મક અને આંતરરાષ્ટ્રીય પરિમાણો મારફતે વિશ્વકક્ષાની યુનિવર્સિટીઝનાં નિર્માણની ભારતની આકાંક્ષાઓને આકાર આપવાનો લક્ષ્યાંક ધરાવતા શ્રેણીબદ્ધ વિચાર અને દૃષ્ટિકોણની પરાકાષ્ટા છે.
ફોરમનો લક્ષ્યાંક ઉચ્ચ શિક્ષણની તકોનું સર્જન કરવાનો છે, જે વિદ્યાર્થીઓની ભવિષ્યની પેઢીને ભારતમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટીઝમાં વિશ્વ સ્તરનાં શિક્ષણને આગળ વધારવા માટે સક્ષમ બનાવશે. આ ફોરમ એ બાબતનો સ્વીકાર કરે છે કે વ્યક્તિગત છાત્રો વૈશ્વિક શ્રેષ્ઠતા સુધી પહોંચ્યા છે, અને એક સંસ્થા તરીકે ભારતીય યુનિવર્સિટીને બૌદ્ધિક દરજ્જા અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે અનિવાર્ય સુધારા કરવાની પણ જરૂર છે.
O.P. Jindal Global University અંગે
JGU હરિયાણા પ્રાઇવેટ યુનિવર્સિટિઝ (સેકન્ડ એમેન્ડમેન્ટ) એક્ટ, 2009 દ્વારા સ્થાપિત બિન-નફાકારક વૈશ્વિક યુનિવર્સિટી છે. JGUની સ્થાપના ફાઉન્ડિંગ ચાન્સેલર Mr. Naveen Jindalની પરોપકારી પહેલ તરીકે Mr. O.P. Jindalના સ્મરણમાં કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને O.P. Jindal Global Universityને પોતાની માન્યતા આપી છે. JGUનું સ્વપ્ન વૈશ્વિક કોર્સિસ, વૈશ્વિક કાર્યક્રમો, વૈશ્વિક અભ્યાસક્રમ, વૈશ્વિક સંશોધન, વૈશ્વિક જોડાણો અને વૈશ્વિક ફેકલ્ટી મારફતે વૈશ્વિક ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરવાનું છે. JGU દિલ્હીના નેશનલ કેપિટલ રિજ્યનમાં 80 એકરમાં અત્યાધુનિક રેસિડેન્શિયલ કેમ્પસ પર સ્થાપવામાં આવી છે.
JGU 1:15 ફેકલ્ટી-વિદ્યાર્થીના ગુણોત્તરને જાળવતી એશિયાની અમુક યુનિવર્સિટિઝ પૈકીની એક છે અને તે વિશ્વના જુદા જુદા ભાગોના ઉત્કૃષ્ટ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ફેકલ્ટી સભ્યોની નિમણુક કરે છે. JGU છ સ્કૂલ્સ સ્થાપી છેઃ Jindal Global Law School, Jindal Global Business School, Jindal School of International Affairs, Jindal School of Government and Public Policy, Jindal School of Liberal Arts & Humanities અને Jindal School of Journalism and Communication.
વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો http://www.jgu.edu.in
મિડિયા સંપર્કઃ
Kakul Rizvi
[email protected]
+91-8396907273
Additional Director
Communications and Public Affairs
O.P. Jindal Global University
Share this article