મુંબઇ, February 23, 2017 /PRNewswire/ --
વધુ 116 નવી બેંકોને સામેલ કરી, જેથી વધુ ગ્રાહકો તેના એજન્ટ નેટવર્ક મારફતે નાણાં મોકલી શકે છે
MoneyOnMobileએ તેના મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મની જાહેરાત કરી હતી, જે ભારતમાં સૌથી મોટા મોબાઇલ પ્લેટફોર્મમાંનું એક છે. હવે આ પ્લેટફોર્મ સમગ્ર ભારતમાં વધુ 116 બેંકો માટે સુવિધા ધરાવે છે, જેનાથી તેના ગ્રાહકોનો આધાર બમણો થયો છે તથા તેની આવક અને પ્રોસેસિંગ વોલ્યુમની સંભવિતતા વધી છે. આ નવી બેંકો સાથેનું જોડાણ સમગ્ર દેશમાં વધારે ગ્રાહકો લાવશે, જેથી MoneyOnMobileના 325,000 રિટેલ મર્ચન્ટમાંથી એક પર ડિજિટલ નાણાકીય વ્યવહારો પૂર્ણ કરી શકાશે.
(Photo: http://mma.prnewswire.com/media/470735/MoneyOnMobile_Quote.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
MoneyOnMobile ના સીઇઓ અને ચેરમેન Harold Montgomeryએ કહ્યું હતું કે, "MoneyOnMobile માટે નાનાં શહેરો, નગરો અને ગામડાઓમાં કામગીરીના વિસ્તરણ માટે આ રોમાંચક પગલું છે, જ્યાં નાણાકીય વ્યવહારો માટે માળખાગત સુવિધા બહુ ઓછી છે." "ભારતમાં બેંકોની ફક્ત 155,000 શાખાઓ અને 200,000 એટીએમ છે, જે અમેરિકાની સરખામણીમાં માથાદીઠ દસમા ભાગની છે. એટલે 600,000 ગામડાઓમાં બેંકિંગની સુવિધા અતિ ઓછી છે. જ્યારે અમે ગામડામાં રિટેલ સ્ટોરમાં MoneyOnMobileની સુવિધા આપીશું, ત્યારે આ સ્ટોર ખરેખર નાણાકીય સેવાનું કેન્દ્ર બની જાય છે."
MoneyOnMobileના પ્રેસિડન્ટ અને સીઓઓ Ranjeet Oak કહ્યું હતું કે, "અમારો લક્ષ્યાંક અમારાં છેવાડાનાં વિસ્તારોમાં નાણાકીય નેટવર્ક મારફતે ભારતના અંતરિયાળ વિસ્તારમાં દરેકને નાણાકીય સેવા ઉપલબ્ધ કરાવી ડિજિટલ પેમેન્ટને સર્વવ્યાપી બનાવવાનો છે. અમારું માનવું છે કે બેંકો અમારી સેવાની કદર કરે છે, કારણ કે તેનાથી તેઓ વધારે ડિપોઝિટ મેળવવા સક્ષમ બને છે અને બેંકના ગ્રાહકો માટે ડિજિટલ વ્યવહારો કરવાની તક ઊભી થાય છે."
જ્યારે ગ્રાહકો MoneyOnMobileની મુલાકાત લે છે, ત્યારે તેઓ વેપારીને રોકડમાં ચુકવણી કરીને બેંક ખાતામાં નાણાં જમા કરે છે. આજની જાહેરાત અગાઉ ગ્રાહકો બેંકોનો મર્યાદિત ઉપયોગ કરતાં હતાં, જેવ ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ (આઇએમપીએસ)ને જોડે છે. આ વિસ્તરણ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (એનઇએફટી) સિસ્ટમ સાથેનું જોડાણ શક્ય બનાવે છે, જે આઇએમપીએસની સરખામણીમાં નાણાનાં પ્રવાહની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે મોટી છે.
MoneyOnMobileનું માનવું છે કે વ્યવહારોના આ મોટા પૂલની સુલભતા સાથે પ્રોસેસિંગ વોલ્યુમ લગભગ બમણું થવાની શક્યતા છે. અને તે રિટેલર પાર્ટનર્સને વધારે આવક કરવા સક્ષમ બનાવશે, કારણ કે MoneyOnMobile અગાઉ પ્રોસેસ ન કરી શકતાં વેપારીઓને વ્યવહાર કરવા મદદરૂપ થાય છે.
MoneyOnMobile વિશે
MoneyOnMobile ભારતમાં સૌથી મોટા મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે, જે અંતરિયાળ વિસ્તારોમાં પણ દરેક વ્યક્તિને સરળ ચુકવણી કરવા સક્ષમ બનાવે છે. 170 મિલિયનથી વધારે ગ્રાહકોએ સમગ્ર ભારતમાં અમારાં પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 300,000 રિટેલ મર્ચન્ટને સરળતાપૂર્વક ચુકવણી કરી હતી.
MoneyOnMobileને પેમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની મંજૂરી પ્રાપ્ત છે, જે રજિસ્ટર્ડ યુઝર્સને રજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી ઉત્પાદનો અને સેવાઓ ખરીદવા સક્ષમ બનાવે છે. MoneyOnMobile પેમેન્ટ પ્લેટફોર્મ ભારતમાં સલામત, મજબૂત અને વિશ્વસનિય મોબાઇલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે, જે સરળ અને વધુ અનુકૂળ રીતે બેંકિંગ અને નાણાકીય સેવાઓ સહિત વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની ખાસિયત ધરાવે છે.
સંપર્ક માહિતી
Navaz Damania
Vice President, Corporate Communications
MoneyOnMobile
ઇ-મેઇલ: [email protected]
ટેલિફોન: +91-22-45021520
અમારી મુલાકાત લો: http://www.moneyonmobile.in
Share this article