મુંબઈ, November 23, 2016 /PRNewswire/ --
- UBM Indiaનું પ્રથમ સાહસ સીઇઓ રાઉન્ડ ટેબલ (CEO Round Table), India Pharma Week અમ્બ્રેલાના નેજા હેઠળ યોજાઈ હતી
- વિશ્વના અગ્રણી ફાર્મા એક્ષ્પોમાંનો એક CPhI અને P-MECની 10મી વર્ષગાંઠ શ્રેણીબદ્ધ સફળ, ટ્રેન્ડ-સેટિંગ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઈ
India Pharma Weekની લોંચ એડિશન એ UBM Indiaની પહેલ છે, જેનો આશય તેની મુખ્ય ફાર્મા ઇવેન્ટ CPhI અને P-MECની 10મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો હતો, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ પૈકીની એક સીઇઓ રાઉન્ડ ટેબલ (CEO Round Table), West Pharma સાથે જોડાણમાં યોજાઈ હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161122/442023 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161114/438671LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161114/438670LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
વિશિષ્ટ, બંધ બારણે આયોજિત રાઉન્ડ ટેબલમાં અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના ભારતનાં સૌથી પ્રભાવશાળી સીઇઓ, પ્રેસિડન્ટ અને સ્થાપકો તથા ફાર્માસ્યુટિકલ સંગઠનોમાંથી નીતિનિર્માતાઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા, જેઓ મુખ્ય મુદ્દાઓ પર એકબીજા સાથે સંકળાયેલા હતા, જે તેને ભારતને ફાર્મા સુપર પાવર બનાવવા ક્રાંતિકારી વૃદ્ધિ તરફ દોરી જશે.
ઉદ્યોગના પ્રસિદ્ધ આગેવાનો વચ્ચે વ્યૂહાત્મક બેઠકથી ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે વર્ષ 2030 સુધીમાં યૂએસડી 300 અબજના લક્ષ્યાંકને હાંસલ કરવાના પ્રયાસમાં નીતિ નિર્માણ, ઔદ્યોગિક વૃદ્ધિ અને કાયમીપણા સાથે સંબંધિત સફળતાઓ અને પૂરક પડકારો પર ચર્ચાઓ કરવામાં મદદ પણ કરી હતી.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વિસ્તૃત વ્હાઇટ પેપર રિપોર્ટ વિચારક આગેવાનો દ્વારા પ્રદાન કરેલી ભલામણો પર તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે આ રિપોર્ટ નીતિનિર્માતાઓ અને અન્ય મુખ્ય પક્ષકારો સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઉદ્યોગના શ્રેષ્ઠ વ્યાવસાયિકો વિશિષ્ટ બેઠકમાં સામેલ થયા હતા, જેમાં Johnson and Johnson ની ફાર્માસ્યુટિકલ કંપની Janssen Indiaના મેનેજિંગ ડિરેક્ટર Sanjiv Navangul; Abbott Healthcareના એમડી Sudarshan Jain; Pharmexcilના વાઇસ ચેરમેન અને Nectar Lifesciences ના એમડી Dr. Dinesh Dua; IPAના સેક્રેટરી જનરલ DG Shah; OPPIના પ્રેસિડન્ટ Kanchana TK; Fermenta Biotechના સીઇઓ Prashant Nagre; Synthokem Labsના એમડી Jayanth Tagore; IDMAના પ્રેસિડન્ટ અને Microlabsના ડિરેક્ટર SM Mudda; USPની Global Sitesના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ Dr. Koduru V Surendranath; West Pharmaceuticalના Asia Pacific વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર Troy Player; Natco Pharmaના બોર્ડ મેમ્બર Dr. AKS Bhujanga Rao; Danssen Consultingના પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર Ajit Dangi અને Fette Compacting, Asia Pacificના મેનેજિંગ ડિરેક્ટર Sandeep Sood સામેલ હતાં.
ગ્રૂપનાં પ્રતિનિધિત્વ જૂથમાં IPAના સેક્રેટરી જનરલ D G Shah; Pharmexcil ના વાઇસ ચેરમેન અને Nectar Lifesciencesના એમડી Dinesh Dua; Salus Lifecare ના પ્રમોટર-ડિરેક્ટર Kewal Handa; Microlabsના ડિરેક્ટર SM Mudda; Wyethના ભૂતપૂર્વ એમડી Ranga Iyer અને UBM Indiaના એમડી Yogesh Mudras પછી મીડિયાને ચર્ચાવિચારણાનો સાર પ્રસ્તુત કર્યો હતો. તેમાં નીચેની વાતો સામેલ હતી, પણ એટલી જ પૂરતી નહોતી:
- રોકાણમાં વૃદ્ધિને ઝડપવા ભારતમાં સચોટ દવા પર સંશોધન શરૂ કરવાની વ્યૂહરચના
- બાયો-સિમિલર માગ અને પેટન્ટ ક્લિફમાં વૃદ્ધિ પર કમાણી કરવા વૃદ્ધિને માર્ગે અગ્રેસર બાયોટેકનોલોજી સેગમેન્ટને ઝડપવું
- ચીન પર નિર્ભરતા ઘટાડવા એપીઆઈ સોર્સિંગ માટે સ્વનિર્ભરતા વધારવી
- કિંમત નિયંત્રણ સુનિશ્ચિત કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને દર્દીના લાભને પ્રોત્સાહન આપવા વ્યૂહરચનાઓની ચર્ચા કરી
- ગુણવત્તાનું પાલન કરતાં પડકારોનું સમાધાન કરવું અને ગુણવત્તાયુક્ત કામગીરીની શૈલી સંસ્થાઓમાં વિકસાવવી
- ભારતીય સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના સ્વરૂપે શિક્ષણ જગત સાથે જોડાણ વધારવું
સીઇઓ રાઉન્ડ ટેબલ (CEO Round Table)ના પ્રસંગે બોલતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું, "આપણે જ્ઞાન-જાણકારી વહેંચતા સત્રમાં એકત્ર થયા છીએ ત્યારે આપણે ભારતીય ફાર્મા ઉદ્યોગની વૃદ્ધિની ગતિમાં અતિ મહત્ત્વપૂર્ણ વળાંક પર છીએ. જ્યારે ભારત વૈશ્વિક ફાર્મસી કેન્દ્ર બનવા ઝડપથી અગ્રેસર છે અને ઉત્પાદિત દવાના વોલ્યુમની દ્રષ્ટિએ ટોચના ત્રણ ફાર્માસ્યુટિકલ્સ બજારોમાં સ્થાન ધરાવતાં કેન્દ્ર તરીકે તેનું સ્થાન 14મું છે અને તેનું કદ વાણિજ્યિક મૂલ્યની દ્રષ્ટિએ $13 અબજ (2015માં) હતું. આ ફરક વચ્ચેના કારણો અને સોલ્યુશન્સની ચર્ચા પ્રસિદ્ધ કુશળ વ્યૂહકારો દ્વારા થઈ હતી, જેઓ ફાર્મા ક્ષેત્રમાં વ્યવસાયનું સંચાલન કરે છે. સીઇઓ રાઉન્ડ ટેબલ (CEO Round Table) વ્હાઇટ પેપર રિપોર્ટ સાથે અતિ સક્રિય પહેલ છે, જે પ્રસ્તુત નીતિનિર્માતાઓને રજૂ થશે અને સતત નજર રહેશે."
તેમણે ઉમેર્યું હતું કે, "તે એવા પગલાં છે, જે ફાર્મા ક્ષેત્રમાં વધુ પરિવર્તન લાવશે. સીઇઓ રાઉન્ડ ટેબલ (CEO Round Table) ઘણી રીતોમાંની એક રીત છે, જેને આપણે ભારતીય ફાર્મા ઉદ્યોગની સિદ્ધિ સ્વરૂપે ઉજવીએ છીએ, જે અમારા મુખ્ય કાર્યક્રમ CPhI અને P-MECની ઉજવણી કરે છે અને દક્ષિણ એશિયાની અગ્રણી ફાર્મા નેટવર્કિંગ ઇવેન્ટ બની ગઈ છે."
CPhI અને P-MECના દાયકાના અસ્તિત્વની ઉજવણી કરવા, UBM India એ અગાઉ India Pharma Week (IPW)ની ઉજવણી કરી હતી, જે દસ-ટ્રેન્ડ સેટ કરતી આકર્ષક ઇવેન્ટ છે, જે CPhI અને P-MEC એક્ષ્પો અગાઉ 17 નવેમ્બરથી શરૂ થઈ હતી. ફાર્મા ક્ષેત્રમાં વ્યવસાય, જ્ઞાન, નેતૃત્વ, નવીનતા, માન્યતા અને નેટવર્કિંગના આધારસ્તંભ પર કેન્દ્રિત IPWમાં પ્રી કનેક્ટ કોંગ્રેસ; વિમેન ઇન ફાર્મા - પાવર બ્રેકફાસ્ટ (Women in Pharma - Power Breakfast); દ ઇન્ડિયા ફાર્મા એવોર્ડ્સ (the India Pharma Awards); નેટવર્કિંગ ઇવનિંગ (Networking Evening); ફાર્મા લીડર્સ ગોલ્ફ (Pharma Leaders' Golf); સામેલ હતી; જેના અંતે બંધ બારણે યોજાયેલી સીઇઓ રાઉન્ડ ટેબલ (CEO Round Table) યોજાઈ હતી. IPWએ CPhI અને P-MEC પ્રદર્શનમાં બૌદ્ધિક મૂલ્ય સંવર્ધન સામેલ છે.
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.
વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: http://www.ubmindia.in
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+022-61727000
UBM India
Share this article