નવી દિલ્હી, August 23, 2016 /PRNewswire/ --
નવી દિલ્લીમાં લોન્ચ થાય છે
- ખોરાક અને આરોગ્ય સામગ્રીઓ, પ્રક્રિયા અને પેકેજિંગ ઉદ્યોગ માટે ભારતીય ઉપખંડમાં સૌથી
વિશાળ B2B શૉ
- નવી દિલ્લીમાં સૌથી પહેલો શૉ; ભારતમાં Fi India and Hiની 11મી આવૃત્તિ
- 200થી વધુ ભારતીય અને વૈશ્વિક પ્રદર્શકો
- 12 સહભાગી દેશો
- પ્રતિવર્ષ મુબંઈ અને નવી દિલ્લીમાં વારાફરતી થશે
- સૌપ્રથમ Fi Pre-Connect Congress સભા
- આરોગ્ય અને પોષણ, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ પર ટેકનિકલ સેમિનારો અને બેકરીના વર્કશોપ
UBM India, ભારતના અગ્રણી પ્રદર્શન આયોજકે, Food ingredients India & Health ingredients (Fi India & Hi), ખોરાક અને આરોગ્ય સામગ્રીઓ, પ્રક્રિયા અને પેકેજિંગ ઉદ્યોગ માટે ભારતીય ઉપખંડમાં સૌથી વિશાળ B2B શૉ ની 11મી આવૃત્તિ આજે લોન્ચ કરી છે. પશ્ચિમ ભારતમાં 2006થી સફળતાપૂર્વક સેવા આપી, Fi Indiaની 2016ની આવૃત્તિ નવી દિલ્લીમાં પ્રગતિ મેદાન ખાતે રાખવામાં આવેલ છે. ત્રણ દિવસીય એક્સ્પો (22મી - 24મી ઓગસ્ટ)નું ઉદ્દઘાટન મુખ્ય મહાનુભવો Shri. Sagar Kurade, પ્રેસિડેન્ટ, All India Food Processers Association (AIFPA); Dr. R. B Smarta, માન. મંત્રી - એચએડીએસએ એંડ એમડી, Interlink Marketing Consultancy; Mr. John van der Valk, મેનેજીંગ ડિરેક્ટર, UBM EMEA; Mr. Michael Duck, એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ, UBM Asia અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India દ્વારા અન્ય ઉદ્યોગ મેળવાડા સાથે કર્યુ હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160822/399941 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160822/399946 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160728/10151487 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
એક્સ્પો હવે વાર્ષિક ભારતના બે અનન્ય આશાસ્પદ ખોરાક હબ, એટલે કે મુંબઈ અને નવી દિલ્લીમાં વારાફરતી થશે. નવી દિલ્લીમાં Fi India & Hiની 2016ની આવૃત્તિ ઉત્તર ભારતમાં વધી રહેલ ખાદ્ય ઉત્પાદન કેન્દ્રોનો લાભ લેવા ઔદ્યોગિક ખેલાડીઓને તક આપે છે.
11 વર્ષના ઔદ્યોગિક અનુભવ દ્વારા સંચાલિત Fi India આરોગ્ય સામગ્રીઓ, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજીંગ પર સ્થળ પર 3 દિવસીય મફત સેમિનારોનું આયોજન કરે છે. સેમિનારો વિવિધ ભારતીય સંગઠનોના સહયોગથી આયોજીત કરવામાં આવી રહ્યા છે અને તે બજારના વલણો સહિત ટેકનિકલ વિકાસ બંનેને આવરી લે છે. દિવસ 1 પર આરોગ્ય અને પોષણ પર ટેકનિકલ સત્રો રાખવામાં આવ્યા હતાં જે Health Foods & Dietary Supplements Association (HADSA) દ્વારા સંચાલિત કરવામાં આવ્યુ હતું. HADSA સૌપ્રથમ વખત, Fi India Conferenceમાં Omega 3 આધારિત ઉત્પાદન તાલીમ આપી. દિવસ 2 પર ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગમાં નવીનીકરણ, નવા અને ઊભરતાં વલણો પર સત્ર રાખવામાં આવશે જયારે ત્રીજા દિવસે All India Food Processors' Association (AIFPA) દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેમિનાર હશે.
પાવર પેક સેમિનારો ઉપરાંત, એક્સ્પોમાં ફૂડ ટેકનોલોજી - પ્રોસેસિંગ એન્ડ પેકેજીંગ કંપનીઓ માટે સમર્પિત Expo Foodtec Pavilion, CCCHMPIE દ્વારા ચીન પેવેલિયન અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે AIFA પેવેલિયન પણ છે.
સતત ત્રીજા વર્ષે, Fi India & Hi, Assocom Institute of Bakery Technology & Management (AIBTM), બેકિંગ ટેકનોલોજી માટે વ્યાપક શિક્ષણ, તાલીમ અને સંશોધન કેન્દ્ર અને સાથી શાખાઓના સહયોગમાં બે દિવસીય મફત બેકરી વર્કશોપ 'All about Doughnuts' નું આયોજન કરી રહ્યા છે. વર્કશોપમાં સેમિનાર અને સત્રો બંનેનો સમાવેશ થાય છે જેમાં ખાદ્ય સુરક્ષા, ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તા નિયંત્રણ, સુશોભન મહત્વ, ડોનટ્સનું સંચાલન અને પેકેજિંગ જેવાં મુદ્દાઓનો સમાવેશ થાય છે અને નાસ્તા માટે ડોનટ્સ પર પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. ત્રીજા દિવસે જીવંત સ્પર્ધા દ્વારા બેકરો વચ્ચે કૌશલ્યોને પ્રોત્સાહન અને સુવિધા પૂરી પાડવા Bakery Championshipનું આયોજન કરવામાં આવશે. એકસ્પોમાં નવીન ઉત્પાદોનું શૉકેસ પણ રાખવામાં આવશે જે પ્રદર્શકો ઉદ્યોગ નવીનતામાં જે રીતે અગ્રણી છે તેમને અને Innovative Ingredients Championshipને પ્રકાશિત કરશે.
Fi India & Hi 2016ના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India જણાવે છે કે, "ખાદ્ય સામગ્રી વિશ્વભરમાં વિકસતો અનેક અબજોનો ઉદ્યોગ છે. ખાણી-પીણીના ઉદ્યોગમાં ક્રાંતિ, ખાસ કરીને પ્રોસેસ ફૂડના ક્ષેત્રમાં, એનાથી નવી ઉત્ત્પાદની અગણિત સંભાવનાઓ ઉભી કરી છે. ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગનો ઉત્તર ભારતમાં વધતાં જતાં વિકાસની સાથે સાથે નવી દિલ્લી, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કશ્મીર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજયો માટે ઉચ્ચ પ્રાથમિકતા વાળુ ક્ષેત્ર છે. આ બજારોને સમાવી લેવા અમે પ્રથમ વખત એક્સ્પોનું આયોજન નવી દિલ્લીમાં કરી રહ્યા છે અને હવે તે વાર્ષોક મુંબઈ અને રાજધાની શહેર, કે જેઓ ભારતના આશાસ્પદ ખોરાક હબ છે ત્યાં વારાફરતી રાખવામાં આવશે."
તેમણે વધુમાં ઉમેર્યુ કે, "Fi India & Hiની 11મી આવૃત્તિમાં, UBM India ત્રણ દિવસો માટે એક છતની નીચે વ્યપારની શોધો અને વિકાસ કરવા માટે ખરેખર આંતરરાષ્ટ્રીય શૉકેસ પ્રસ્તાવિત કરે છે. મને ખાતરી છે કે તે વિવિધ વિભાગોમાં વલણો જેમકે સુખાકારી અને પ્રાકૃતિક સામગ્રીઓ કે જેમની આરોગ્ય સભાન ગ્રાહકો દ્વારા ખૂબ જ કદર કરવામાં આવે છે તેમને સમજાવવામાં મદદ કરશે."
એક્સ્પોના પુરોગામી તરીકે, UBM India અને Fi Indiaએ પ્રથમ એવી Fi Pre-Connect Congressનું ઉદ્દઘાટન કર્યુ હતું, એક પ્લેટફોર્મ કે જે ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગોના અવકાશો, સલામતી અને નિયમન પાસાઓમાં સામનો કરવા પડે તેવા પડકારો, નવીનતા અને ટેકનોલોજી, બિઝનેસ માર્કેટિંગ વ્યૂહરચના અને અન્ય ટ્રેડિંગના મુદ્દાઓ પર ચર્ચા અને વિચારણા કરે છે. Fi Pre-Connect Congress ઉદ્યોગના તજજ્ઞોને એક છતની નીચે લાવી, બુદ્ધિશાળીઓના વિચારો ભેગા કરી ભારતીય ખાણી-પીણી ઉદ્યોગમાં સૌથી વધુ દબાણવાળી સમસ્યાઓનો બંધ-બારણે, સમાયોજીત અને જ્ઞાન આધારિત સ્વરૂપમાં ઉકેલો શોધે છે. બંધ બારણાની ચર્ચાઓમાં ખાણી-પીણી અને સામગ્રી વિભાગમાં ગુણવત્તા, સુરક્ષા, નિયમન, સપ્લાય ચેઇન, કામગીરી અને રિટેલ પાસાઓમાં શ્રેષ્ઠ અભ્યાસ વ્યૂહરચના અમલ કરવાનો સમાવેશ થાય છે.
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપા કરીને ubmindia.in મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article