ભારતમાં વર્ષ 2015માં પ્લેટિનમ જ્વેલેરીનાં રિટેઇલ વેચાણમાં 24 ટકાનો વધારો
મુંબઈ, April 11, 2016 /PRNewswire/ --
Platinum Guild International (PGI) એ આજે ત્રીજા વાર્ષિક રિટેઇલ બેરોમીટરનાં પરિણામો જાહેર કર્યા હતા. આ સંશોધન ત્રાહિત એજન્સી સ્ટાર્ટવોન બિઝનેસ કન્સલ્ટિંગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. રિટેઇલ બેરોમીટર આગામી વર્ષ માટેના રિટેઇલ વેચાણના દેખાવ અને વેચાણનાં સેન્ટિમેન્ટથી પ્લેટિનમની માગનું ચિત્ર રજૂ કરે છે.
આ સંશોધનનાં સર્વેક્ષણમાં ભારતભરના ચાવીરૂપ પ્લેટિનમ બજારોમાંથી લગભગ 310 રિટેઇલ વેચાણકેન્દ્રોની સાથે 21થી વધુ રિટેઇલ કંપનીઓ આવરવામાં આવી છે. આ સંશોધન જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2016 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અહેવાલના મુખ્ય અંશો
- 2015માં +24 ટકાથી વધુની રિટેઇલ વેચાણ વૃદ્ધિ સાથે પ્લેટિનમની જ્વેલેરી ઉદ્યોગ માટે ઝળહળતી રહી હતી. આ એક માત્ર એવી કેટેગરી હતી જેણે પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં સતત વૃદ્ધિ નોંધાવી હતી
- PGI ના વ્યુહાત્મક ભાગીદારોએ ભારતભરનાં સ્તરે 25 ટકાની વૃદ્ધિ નોંધાવી છે
- ગ્રાહકોની સ્વીકૃત્તિમાં વધારો, વધેલા વિતરણ અને સફળ બ્રાન્ડેડ કાર્યક્રમોને પગલે પ્લેટિનમની જ્વેલેરી વૃદ્ધિના માર્ગ પર છે
- PGI ના રિટેઇલ ભાગીદારો વર્ષ 2016માં તમામ પ્રકારની જ્વેલેરી એમાં પણ ખાસ કરીને પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલેરી માટે આશાસ્પદ છે. 23 ટકાના આગાહી કરેલા વૃદ્ધિદર સાથે વ્યુહાત્મક ભાગીદારો વર્ષ 2016માં 25 ટકાની ઊંચી વૃદ્ધિનો અંદાજ આપી રહ્યા છે
ભારત માટે Retail Trade Barometer ના ચાવીરૂપ તારણોઃ
Platinum Jewellery (PJ) માં વલણ 2015
- પ્લેટિનમ ડે ઓફ લવને પગલે 2009માં રજૂ કરવામાં આવેલી પ્લેટિનમની રિંગ અને બેન્ડ હવે મુખ્ય કેટેગરી માનવામાં આવે છે, તેમ છતાં પણ વૃદ્ધિશીલ વોલ્યુમને વેગ આપવા માટે હજુ પણ ક્ષમતા રહેલી છે. PDOL ઝુંબેશને પગલે કપલ બ્રાન્ડ્ઝની કેટેગરીમાં પ્લેટિનમની ઉચ્ચ સ્વીકૃત્તિ છે.
- બ્રાઇડલ જ્વેલેરી બ્રાન્ડ પ્લેટિનમ ઇવારા પાછલા વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી, ઇવારા રિટેઇલર્સને પીસ વેઇટ, માર્જિન અને તેમના પ્લેટિનમના કારોબારનાં કદને વધારવાની તક પૂરી પાડે છે
- ઇવારા એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ કાર્યક્રમે ગ્રાહકોની તપાસ અને ઇવારા માટેનાં વેચાણ બંનેને વેગ આપ્યો છે અને પુરુષની જ્વેલેરીનાં વેચાણ પર પણ સકારાત્મક અસર જોવા મળી છે
- ઇવારા હજુ પણ પ્રોડક્ટ લાઇફ સાઇકલના ઉગતા તબક્કામાં છે તેમ છતાં પણ ગ્રાહકો તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ જોવા મળ્યો છે. રિટેઇલર્સ એવો અભિપ્રાય ધરાવે છે કે આ બ્રાન્ડને સ્થાપિત થતા લગભગ બે વર્ષનો સમય લાગશે
- પુરુષો દ્વારા પ્લેટિનમની વધેલી સ્વીકૃત્તિએ પુરુષોની જ્વેલેરીમાં ઊંચી વૃદ્ધિ સુનિશ્ચિત કરી છે, જે વેચાણમાં 47 ટકાનું યોગદાન આપતા પ્લેઇન પ્લેટિનમનાં વેચાણની વૃદ્ધિમાં ઉમેરો કરી રહી છે
- પ્લેટિનમ જ્વેલેરીમાં 24 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે, જેમાંથી 53 ટકા હિસ્સા પર જડેલી પ્લેટિનમ જ્વેલેરીનું પ્રભુત્ત્વ છે
જ્વેલેરીની એકંદર કેટેગરી
- જ્વેલેરીની માગમાં કેલેન્ડર વર્ષ H2 CY15ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતો. Q4 (ચોથા ત્રિમાસિક) ગાળાએ વેચાણ અને ગ્રાહકોનાં સેન્ટિમેન્ટમાં સુધારાને વેગ આપ્યો હતો. જોકે મોટા ભાગના રિટેઇલર્સના મુખ્ય આધાર ભારે બ્રાઇડલ સેટ્સ માટેનું વેચાણ 2015માં ખૂબ નીચુ રહ્યું હતું
- રિટેઇલર્સ માટે પ્રમુખ કેન્દ્ર બ્રાઇડલ સેગમેન્ટમાં રહ્યું હતું, જેને ભારતમાં એકંદર જ્વેલેરી બજારના 60 ટકાનું યોગદાન આપ્યું હતું
- રિટેઇલર્સે સોનાના દાગીનામાં 8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે ડાયમંડની વૃદ્ધિ નીરસ રહી હતી
આંતરરાષ્ટ્રીય રિટેઇલ બેરોમીટરનાં તારણો
આ સંશોધનનાં સર્વેક્ષણમાં ચીન, ભારત, જાપાન અને યુએસએનાં મુખ્ય ચાર આંતરરાષ્ટ્રીય બજારોમાં લગભગ 23,000 રિટેઇલ વેચાણકેન્દ્રોની સાથે 400થી વધુ જ્વેલેરી રિટેઇલ કંપનીઓને આવરવામાં આવી હતી. આ સંશોધન જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2016ની વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું.
- પ્લેટિનમની નીચી કિંમતે વધુ ગ્રાહકો માટે ખરીદીની તક તેમ જ રિટેઇલર્સ માટે માર્જિનની તકો સર્જી છે
- ચીનમાં રિટેઇલરની શૃંખલા અને PGIના વ્યુહાત્મક ભાગીદારોએ બજારમાં નોંધપાત્ર શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો
- જાપાનમાં ભારે પ્રોડક્ટ્સમાં ખસેલી માગની સાથે પ્લેટિનમ જ્વેલેરીની માગમાં એકંદર 2.7 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી
- પ્લેટિનમની નીચી કિંમતને લીધે યુએસનાં બજારમાં એકંદર 10 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી
PGI ના CEO, Huw Daniel જણાવ્યું હતું કે "લક્ઝરી કેટેગરીમાં અનેક ઘણા પડકારો અને સામાન્ય રીતે જ્વેલેરી માટે મુશ્કેલ વર્ષ રહ્યું હોવા છતાં પણ પ્લેટિનમમાં કારોબાર કરી રહેલા જ્વેલેરી રિટેઇલર્સે તેમના સમકક્ષો અગાઉ મુશ્કેલીનો સામનો કર્યો છે. પ્લેટિનમની ઐતિહાસિક નીચી કિંમતને લીધે ગ્રાહકો અને રિટેઇલર્સને લાભ થયો છે, જેથી આ ઉચ્ચકક્ષાની જ્વેલેરી પ્રાપ્ત કરવાની સૌથી અનોખી તક પ્રાપ્ત થઈ હતી. ભારત ખૂબ ઉત્સાહક બજાર છે અને PGI ખાસ કરીને નવા બ્રાઇડલ સેગમેન્ટ પ્લેટિનમ ઇવારાની રજૂઆતને પગલે અહીં ભાવિ અંગે આશાસ્પદ છે. અમારા સતત પ્રયત્નોને લીધે ભારતીય પ્લેટિનમ જ્વેલેરી બજારે 24 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે આગાહી કરતા વધુ હતી. અમે 2016માં મજબૂત આંકડા અંગે આશાસ્પદ છીએ."
Vaishali Banerjee, Country Manager India, PGI જણાવ્યું હતું કે "પડકારજનક વર્ષ રહ્યું હોવા છતાં પણ પ્લેટિનમે 24 ટકાની શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાવી છે. આંતરસૂઝ આધારિત કેન્દ્રિત વ્યુહરચનાઓએ અમને પાછલા વર્ષે વૃદ્ધિ નોંધાવામાં મદદ કરી છે. અમે નવા જ્વેલેરી પ્રસંગોનું સર્જન કરીને અને અમારી પ્રત્યેક બ્રાન્ડ મારફતે ગ્રાહકોની અધૂરી માગ પૂરી કરીને પ્લેટિનમ માટેની ઇચ્છાને વધારી છે. અમારા સંદેશાવ્યવહાર મારફતે અમે ઇવારાને વેડિંગ જ્વેલેરી તરીકે સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. અને અમારી પહોંચ આગળ વધારવા માટે અમે જ્વેલેરીનાં ક્ષેત્રે મજબૂત ડિજિટલ વ્યુહરચનાનું સર્જન કર્યું હતું, જે અમારા મુખ્ય લક્ષ્યાંકિંત જૂથ સાથે જોડાયેલા રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે. અને આખરે અમે પ્લેટિનમને સૌથી વધુ લાગણી સાથે જોડાયેલી જ્વેલેરીની ધાતુ તરીકે સ્થાપિત કરી છે, જે અમારા વેપાર માટે ઊંચા માર્જિનને વેગ આપી શકે છે, જેને લીધે પ્લેટિનમ અમારા કારોબાર માટે વ્યુહાત્મક અને સંકલિત બન્યું છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "યુવા ભારત પ્લેટિનમ સાથે તાલ મિલાવતા હોવાથી વર્ષ 2016 માટેનો દેખાવ આશાસ્પદ છે. અમારી પહેલ અને વ્યુહચના મારફતે અમે વધુ ગતિનું નિર્માણ કરવાનું જારી રાખીશું."
Vijay Jain, CEO, ORRA જણાવ્યું હતું કે "2015માં સોના અને ડાયમંડની જ્વેલેરીનાં વેચાણમાં એકંદર મંદી હતી, જ્યારે પ્લેટિનમનાં વેચાણમાં 24 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. લવ બેન્ડ્ઝની આધારરૂપ કેટેગરી સિવાય અમે ઇવારા માટે શ્રેષ્ઠ પ્રતિસાદ નોંધ્યો છે, જેમાં પુરુષોની જ્વેલેરીમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ઉગતો તબક્કો હોવા છતાં પણ પ્લેટિનમ ઇવારા રિટેઇલર્સ માટે તેમની સરેરાશ યુનિટની કિંમતને વધારવા માટેની અને તેને પગલે પ્લેટિનમનાં એકંદર વેચાણમાં વધારો કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે."
Joy Alukkas, Chairman & MD, Joyalukkas Group, જણાવ્યું હતું કે "Joyalukkas ભારતમાં પ્લેટિનમ જ્વેલેરીને રજૂ કરનારી બ્રાન્ડ્ઝ પૈકીની એક હતી. અમે જ્યારે પ્લેટિનમ જ્વેલેરી રજૂ કરી હતી ત્યારે રિંગ્સ અને ખાસ કરીને લગ્ન તથા સગાઇના બેન્ડ્ઝ લોકપ્રિય બન્યા હતા, જોકે હાલમાં અમારા સ્ટોર્સ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે પ્લેટિનમની વ્યાપક શ્રેણીનું વેચાણ કરી રહ્યા છે. ઇવારાની રજૂઆત કર્યા બાદ અમારા સ્ટોર્સમાં પાછલા વર્ષે અમે ખાસ કરીને બ્રાઇડલ જ્વેલેરીની ખરીદી કરતા ગ્રાહકો પાસેથી પ્લેટિનમ જ્વેલેરીની માગમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હતી. ઇવારા એકદમ નવી બ્રાન્ડ છે, તેથી અમે માનીએ છીએ કે જાગૃત્તિ વધવાની સાથે આ બ્રાન્ડ લાંબા ગાળે ખૂબ મોટા સ્તરે વૃદ્ધિની શક્યતા ધરાવે છે. અમે પાછલા વર્ષે અમારા શોરૂમ્સ ખાતે પ્લેટિનમ જ્વેલેરીમાં 30 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી અને અમે માનીએ છીએ કે 2016માં વૃદ્ધિ વધુ સારી રહેશે."
અમદાવાદના Kalpanik Choksi, Managing Director, I H Jewellers, જણાવ્યું હતું કે "પ્લેટિનમના નાજુક દેખાવની સાથે આધુનિક ડિઝાઇન યુવા પુરુષોમાં આકર્ષણ બન્યા છે, જેને લીધે અમારા સ્ટોરમાં પુરુષોની જ્વેલેરી માટે માગમાં વધારો કરવામાં મદદ મળી છે. ઇવારાએ અમને બ્રાઇડલ જ્વેલેરી સ્તરે અમારા ગ્રાહકો માટે પસંદગીમાં વધારો કરવામાં મદદ કરી છે. અમે ઇવારા માટે ગ્રાહકોના પ્રતિસાદથી ઘણા ઉત્સાહિત છીએ. પુરુષોની જ્વેલેરી અને ઇવારામાં વેચાણ વધ્યું હોવાની સાથે અમે પ્લેટિનમનાં વેચાણમાં 50 ટકાની વૃદ્ધિ નોંધાવી છે."
Pratap Madhukar Kamath, Managing Director, Abaran Timeless Jewellery Pvt Ltd જણાવ્યું હતું કે "સોના અને ડાયમંડમાં ઘટાડો નોંધાયો હોવા છતાં પણ અમારા માટે પ્લેટિનમની કેટેગરી સ્વરૂપે વાર્ષિક ધોરણે (YOY) વૃદ્ધિ થઈ રહી છે. અમે અમારા સ્ટોર્સમાં જથ્થાનું પર્યાપ્ત સ્તર જાળવ્યું છે અને PGIની માર્કેટિંગની સારી સહાયથી અમને સારું વેચાણ હાંસલ કરવામાં મદદ મળી છે. અમે આગળ જતા વેચાણની સારી મોસમ માટે આશાસ્પદ છીએ."
Suvankar Sen, Executive Director, Senco Gold & Diamonds જણાવ્યું હતું કે "અમે મુંબઈ અને બેંગલોરમાં અમારી હાજરી વિસ્તારી હોવાથી અમે આ શહેરોમાં પ્લેટિનમ લઈ જવાનું સુનિશ્ચિત કરી રહ્યા છીએ. પ્લેટિનમ જ્વેલેરીનાં વેચાણે અમારા સ્ટોર્સમાં 25 ટકા કરતા વધુની વૃદ્ધિ નોંધાવી છે. પ્લેટિનમમાં રિંગ્સ સૌથી ઝડપથી વધતી કેટેગરી છે, ત્યાર પછી એરિંગ્સ અને પેન્ડન્ટ સેટ્સ આવે છે. અમે પુરુષો દ્વારા પ્લેટિનમ ચેઇન અને બ્રેસ્લેટની થતી ખરીદીમાં વધારો થયો હોવાનું પણ નોંધ્યું છે. સ્તર 2 અને સ્તર 3 શહેરોમાં ગ્રાહકોમાં જાગૃત્તિ વધી રહી હોવાની સાથે અમે પ્રવર્તમાન વર્ષે આ શહેરોમાં અમારા સ્ટોર્સમાં પ્લેટિનમને રજૂ કરવાની તક જોઇ રહ્યા છીએ."
Retail Trade Barometer અંગે
Retail Trade Barometer PGI દ્વારા ચીન, ભારત, જાપાન અને USAનાં ચાર મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્લેટિનમ જ્વેલેરી બજારોમાં આગામી વર્ષ માટે રિટેઇલ વેચાણ અને ટ્રેડ સેન્ટિમેન્ટનું વિશ્લેષણ કરતો વાર્ષિક અહેવાલ છે. આ અહેવાલ પ્લેટિનમ રિટેઇલ જ્વેલર્સના એક મોટા જૂથમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2016માં હાથ ધરવામાં આવેલું સંશોધન છે અને નિપુણ સંશોધન સંસ્થાઓ દ્વારા પ્રત્યેક બજારમાં તેનું સ્વતંત્રપણે વિશ્લેષણ અને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
Platinum Guild International (PGI) અંગે
વર્ષ 1975માં સ્થાપવામાં આવેલી PGI વિશ્વભરમાં ગ્રાહકોમાં પ્લેટિનમ જ્વેલેરી અને જ્વેલેરીના વેપારને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. PGI વિશ્વના જ્વેલેરીનાં મુખ્ય બજારોને 35થી પણ વધુ વર્ષથી ટેકો પૂરો પાડી રહી છે. ભારતમાં ઓફિસ સપ્ટેમ્બર 2000માં સ્થાપવામાં આવી હતી અને તે ભારતમાં પ્લેટિનમની જ્વેલેરી માટે ઇચ્છાનું નિર્માણ કરવા માટે સમગ્રલક્ષી માર્કેટિંગ કાર્યક્રમનું સંચાલન કરે છે. તે પ્લેટિનમનાં રિટેઇલ વેચાણની તાલિમ પૂરી પાડે છે અને ગ્રાહકો તથા વેપારમાં પ્લેટિનમની જ્વેલેરીની ગુણવત્તા અને શુદ્ધત્તા સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તાની ખાતરી કરતા અનોખા કાર્યક્રમ પણ હાથ ધરે છે. વધુ માહિતી માટે http://www.preciousplatinum.in પર લોગોન કરો.
મિડિયા સંપર્કઃ
Alita D'souza
[email protected]
022-6682 3312
Actimedia Pvt. Ltd.
Share this article