મુંબઈ, March 8, 2016 /PRNewswire/ --
ભારતમાં કમ્પ્યુટર સાક્ષરતા વધારવાના સંપૂર્ણ ઉદ્દેશ સાથે કંપનીની CSR પહેલના ભાગરૂપે આ લેપટોપ આપવામાં આવ્યાં
'CRY - ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ' સાથે ભાગીદારીમાં, અને તેની કોર્પોરેટ સામાજિક પહેલના ભાગરૂપે ASUS આજે ભારતમાં વંચિત બાળકો અને તેમના અધિકારોના સંરક્ષણ માટે કામ કરતી અગ્રણી બિનસરકારી સંસ્થા (NGO) CRYને 8 લેપટોપ્સનું દાન કર્યું હતું. આ લેપટોપ્સનો ઉપયોગ CRY દેશમાં કમ્પ્યુટર સાક્ષરતામાં વધારો કરવાના હેતુને પાર પાડવા માટે કરશે. મહત્તમ વપરાશ માટે અને ઘણા બાળકો પર અસર કરવા લેપટોપ્સનો સંગ્રહ CRY ઓફિસમાં થશે, જે અન્ય કોઈ પણ સામુદાયિક જગ્યાની જેમ 24 કલાક સુરક્ષાથી સજ્જ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160307/10141629 )
આ પહેલ પર ટિપ્પણી કરતાં Mr. Peter Chang, Region Head - South Asia & India Country Manager કહ્યું હતું કે, "અમને CRY જેવી સંસ્થા સાથે ભાગીદારી કરવાની ખુશી છે, જેની સાથે અમે ભારતમાં કમ્પ્યુટર સાક્ષરતા વધારવાનો સામાન્ય લક્ષ્યાંક ધરાવીએ છીએ. આ લેપટોપ્સ બાળકો માટે અભ્યાસને વધારે રસપ્રદ બનાવશે અને તેમને તેમના સંપૂર્ણ શૈક્ષણિક વિકાસમાં મદદ કરશે."
CRY બાળકો અને માતાપિતાઓ માટે શાળાઓમાં નિયમિત દરમિયાનગીરી કરીને શાળાઓને બાળકોના અધિકારો વિશે વધારે જાગૃત કરવા અને બાળકોને વધારે અનુકૂળ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. શાળાઓમાં આ સત્રો ઓડિયો-વીડિયો/ઇન્ફોર્મેટિવ ફિલ્મના માધ્યમ મારફતે વધારે અસરકારક બનશે, જેને આ લેપટોપનો ઉપયોગ કરીને દર્શાવી શકાશે.
CRY - Child Rights and Youના Regional Director (East), Mr. Atindra Nath Das આ પહેલને આવકારતાં કહ્યું હતું કે, "અમે બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાના જુસ્સાને ગંભીરતાપૂર્વક બિરદાવીએ છીએ, જે ASUSને બાળકના શિક્ષણમાં ચેમ્પિયન બનાવે છે. CRYમાં અમારો આશય અમારા બાળકો માટે શિક્ષણને વધારે રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બનાવવાનો છે અને અમારું માનવું છે કે ASUS CRYને આપેલા લેપટોપ કમ્પ્યુટર લાંબા ગાળે અભ્યાસની પ્રક્રિયાને આનંદપ્રદ બનાવશે. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કમ્પ્યુટર્સ સાથે વધારે પરિચિત થતા વિવિધ આદાનપ્રદાનો વધારે અસરકારક બનશે. આ બાળકોને અભ્યાસની વધારે ઉપયોગી કુશળતાઓ તરફ દોરી જશે, જેમાં કમ્પ્યુટરની જાણકારી આવશ્યક છે."
ASUS વિશે
ASUS દુનિયાની ટોચની ત્રણ કન્ઝ્યુમર નોટબુક વિક્રેતા છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધારે એવોર્ડ-વિજેતા મધરબોર્ડ્સની ઉત્પાદક છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી કંપની ASUS હાલના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા ઉત્પાદનોને ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. કંપની મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ (PC), નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ જેવા ઉત્પાદનોનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. નવીનીકરણ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ASUSને 2013માં 4,256 એવોર્ડ મળ્યા હતા અને તેની Eee PC™ સાથે પીસી ઉદ્યોગમાં ક્રાંતિ કરવાનો શ્રેય તેને જાય છે. વૈશ્વિક કક્ષાના સંશોધન અને વિકાસ માટે 3,800 ઇજનેરોની ટીમ સાથે ASUS સમગ્ર વિશ્વમાં 12,500થી વધારે કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2013માં કંપનીની કુલ આવક અંદાજે 14 અબજ ડોલર થઈ હતી. ASUS તાજેતરમાં વૈશ્વિક સ્તરે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં ફોર્ચ્યુન વર્લ્ડ્સ મોસ્ટ એડમાયર્ડ કંપનીઝ 2015માં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. કંપનીની 'નવીનતા' અને 'પીપલ મેનેજમેન્ટ' જેવી કેટલાંક ઝડપથી વિસ્તરણ થતી ખાસિયતોમાં પાંચમું સ્થાન પણ ધરાવે છે.
વધુ માહિતી મેળવવા મુલાકાત લો: http://www.asus.com/in/ .
મીડિયા સંપર્ક:
Manoj Kumar
[email protected]
+91-9818520082
ASUS India Pvt Ltd
Share this article