મુંબઈ, December 3, 2015 /PRNewswire/ --
દક્ષિણ એશિયાનો સૌથી મોટો ઉદ્યોગ એક્સ્પો: 97 કરતાં વધુ દેશો, 1100 પ્રદર્શનકાર્પ અને 32000 પ્રતિનિધીઓ
UBM India એ આજે મુંબઈ ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા ફાર્મા પ્રસંગ CPhI અને P-MEC 2015નો પ્રારંભ કર્યો હતો. તેનાં સહ-સ્થાનબદ્ધ પ્રસંગ સાથે P-MEC, CPhI India એક મંચ તરીકે પણ સેવા પૂરી પાડે છે જેના પર વિશ્વભરમાં, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના અગ્રણીઓ, કારોબાર માટે ભેગાં મળશે. પ્રસંગના પૂર્વ ચિહ્ન રૂપે, UBM India એ Pre-Connect Congress (આંતરરાષ્ટ્રીય સ્તરે 7મી આવૃત્તિ), India Pharma Awards અને ઉદ્યોગ સમર્પિત પ્રકાશન અહેવાલોનો આરંભ કર્યો હતો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151201/10135758-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151201/10135758-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20141117/10111012 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
UBM India એ AGR Knowledge Servicesની સાથેના સહયોગમાં વિશેષ 'Indian Pharma Exporters & The World Of PMEC - Collector's Edition' publicationનો પ્રારંભ કર્યો છે. આ પ્રકાશન અહેવાલ ભારતીય ફાર્મા નિકાસ; પ્રમુખ નિકાસકાર કંપનીઓ પર સમજપૂર્વકની મૂલ્યવાન દૃષ્ટિ પૂરી પાડે છે અને (નાણાકીય વર્ષ) FY15 માં તેમની સફળતા અને કાર્યદેખાવ પર પ્રકાશ પાડે છે. આ પ્રકાશન ઉદ્યોગના વિહંગાવલોકન સહિત P-MEC માં વૈશ્વિક વલણો, ભારતમાં P-MEC પરિદૃશ્ય, ઉત્પાદન, માંગ - આપૂર્તિ, નિકાસ વલણો, રોકાણ, ઉદ્યોગના પ્રમુખ વિકાસ ચાલકો, ઉદ્યોગ માટેની સરકારી પહેલો અને ભાવિ દૃષ્ટિબિંદુને આવરી લઈ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વૈશ્વિક અને ભારતીય વલણોનો સમાવેશ કરે છે.(હાઇલાઇટ્સ સામેલ છે)
Pre-Connect Congress એ ઉદ્યોગ આગેવાનો વચ્ચે પૅનલ ચર્ચાની એક શ્રૃંખલા હતી જેઓએ ફાર્મામાં M&A, નિયમનકારી પ્રશ્નો અને એકરૂપતા વધારવા, ભારતને ઉત્પાદન કેન્દ્રમાંથી એક નવીનીકૃત ઔષધ શોધ ગંતવ્યસ્થળ તરીકે સંક્રમિત કરવા, નફાકારકતાને અસર કરતી દર-નિર્ધારણ નીતિ, તકનીકી વિકાસો અને ભારતીય ફાર્મા બજારો માટે આગામી તેજીમય સેગમેન્ટ તરીકે જૈવસમાનતા સંબંધી વિષયો પર પોતાના વ્યક્તવ્યો આપ્યા હતાં.
UBM India Pharma Awards એ એક શીર્ષ પ્રાયોજક તરીકે TAKE Solutionsના મેળાપીપણામાં 10 જુદી જુદી શ્રેણીઓમાં નવીનીકરણની દિશામાં સંગઠનાત્મક ક્ષમતાઓનું પ્રદર્શન રજુ કર્યું હતું અને તેમાં ઉદ્યોગ સહિત દેશ તેમજ એશિયા અને યુરોપના નીતિ નિર્માણકારોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
શ્રેણીઓ: વિજેતાઓ
1. એક્સિલેન્સ ઇન કૉન્ટ્રાક્ટ રિસર્ચ Accutest Research Laboratories India
2. એક્સિલેન્સ ઇન CSR Sun Pharmaceuticals Industries Ltd
3. એક્સિલેન્સ ઇન EHS Zydus Takeda Healthcare Pvt Ltd અને
Cadila Healthcare Ltd (Zydus Cadila)
4. એક્સિલેન્સ ઇન પૅકેજિંગ Zydus Cadila Healthcare Ltd
5. એક્સિલેન્સ ઇન ફાર્મા મશીનરી Image Provision Technology Pvt Ltd
6. એક્સિલેન્સ ઇન સપ્લાઈ ચેન મેનેજમેંટ અને લૉજિસ્ટિક્સ Piramal Enterprises Limited
7. ઑપરેશનલ એક્સિલેન્સ Eisai Pharmaceuticals India Pvt Ltd
અને Abbott Healthcare Pvt Ltd
8. એક્સિલેન્સ ઇન રૂરલ રિચ Cipla Ltd
9. એક્સિલેન્સ ઇન રિસર્ચ એંડ ડેવલપમેંટ Bharat Biotech International Ltd
and Shilpa Medicare Limited
10. એક્સિલેન્સ ઇન બ્રાંડ/ પ્રોડક્ટ્સ Cipla Ltd
જ્યુરીની પસંદગી: શ્રેણીઓ
1. લાઇફ ટાઇમ અચીવમેંટ એવૉર્ડ Ms. Samprada Singh
2. પર્સનાલિટી ઑફ ધ ઇયર Ms. Vineeta Gupta
3. ઇંસ્પીરેશનલ લીડર Mr. Nick Israni
4. ઇમરજિંગ એન્ટરપ્રિનિયર ઑફ ધ ઇયર Mr. Mehul Shah (Encube Ethicals )
Yogesh Mudras, Managing Director, UBM India, જણાવ્યું હતું કે, "UBM વર્ષો સુધી વૈશ્વિક ફાર્મા ઉદ્યોગનો એક અભિન્ન અંગ બની રહ્યું છે. ભારતમાં, ઉદ્યોગને સમર્પિત 30 કરતાં વધુ વિષયવસ્તુ દ્વારા સંચાલિત સંમેલનોની મેજબાનીની સાથે, અમે હૈદરાબાદમાં Pharmalytica Expo ની પણ મેજબાની કરીએ છીએ જે એક વિશ્લેષણાત્મક, આઉટસૉર્સિંગ અને બાયોટેક ક્ષેત્રને સમર્પિત ભારતમાં યોજાતો વાર્ષિક પ્રસંગ છે. વર્ષ 2016માં CPhI India, 10મી સફળતાપૂર્ણ આવૃત્તિની ઉજવણીનું સાક્ષી બનશે. આ માઇલસ્ટોનને ચિહ્નિત કરવા માટે, UBM India દ્વારા PHARMA WEEK 2016ની મેજબાની કરશે. સમગ્ર મુંબઈ શહેર સહિત Bombay Convention & Exhibition Centre અને BKCમાં ફેલાયેલ PHARMA WEEK 2016માં અન્ય સહિત Expo, CEO Power Breakfast, Pre-Connect Congress, Nextgen Pharma Roundtable, Plantની મુલાકાતો, Exhibitor Showcase અને Knowledge Forums, India Pharma Awards અને Innovation Galleryનો સમાવેશ થશે."
Indian Pharma Exporters & The World Of PMEC - Collector's Edition' publication.
અહેવાલના હાઇલાઇટ્સ
• વૈશ્વિક ફાર્માસ્યુટિકલ બજારનું મૂલ્ય હાલમાં લગભગ USD 1 ટ્રિલિયન અંદાજવામાં આવે છે જેમાંથી USA 40% કરતાં વધુ હિસ્સો ધરાવે છે અને ત્યારપછીના ક્રમે યુરોપીયન યુનિયન(EU) અને જાપાન આવે છે.
• વિકસિત અર્થતંત્રોમાં ઔષધો પર વધતા જતાં ખર્ચ અને ઉદભવતી અર્થવ્યવસ્થાઓમાં સુધરતા જતાં તબીબી આંતરમાળખા આ ઉદ્યોગના વિકાસ માટેના મુખ્ય ચાલક બની રહેવાનું ચાલુ રાખશે.
• વર્ષ 2015-2020 દરમિયાન ફાર્મા ક્ષેત્ર 5% ના CAGRથી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે અને 2020 સુધીમાં USD 1.3 ટ્રિલિયન કરતાં વધી જવાની અપેક્ષા રાખવામાં આવે છે.
• વૈશ્વિક ફાર્મા બજાર સંખ્યાબંધ સંક્રમણોમાંથી પસાર થવાની અપેક્ષા કરવામાં આવે છે જે આવનારા વર્ષોમાં વિકાસના ક્રમને અસર કરે કે તેને બદલી નાંખે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. સંક્રમણને પ્રભાવિત કરી શકે તેવાં કેટલાંક પરિબળોમાં વિકસિતથી ઉદભવતાં બજારો તરફના વિકાસ તરફની કૂચ; નાના મૉલીક્યુલ ડ્રગ્સની સરખામણીમાં બાયોફાર્માસ્યુટિકલ્સ પર ધ્યાન કેન્દ્રિતમાં વધારો અને તેમની બ્રાન્ડેડ આવૃત્તિઓની સરખામણીમાં જેનેરિક્સ માટેની વધતી અગ્રતાનો સમાવેશ થાય છે.
• પ્રાથમિક રીતે, વૈશ્વિક ફાર્મા બજારને પેટંટેડ ફાર્મા પ્રૉડક્ટ્સ અને જેનરિક તરીકે ખંડીકૃત કરી શકાય છે. હાલમાં જથ્થાની દૃષ્ટિએ વૈશ્વિક બજારમાં જેનરિકનો હિસ્સો 45% કરતાં વધુ છે અને મૂલ્યની દૃષ્ટિએ લગભગ 20% છે.
• ભારતમાં, ઉદ્યોગની આવકના લગભગ 70% ટકા જેનરિકમાંથી મળી આવે છે, 21% OTCsમાંથી જ્યારે કે બાકીના 9% પેટેન્ટેડ ડ્રગ્સમાંથી પ્રાપ્ત થાય છે.
• જેમ જેમ જેનરિક્સની વૈશ્વિક માંગ વધતી જાય છે, આ વૃતખંડમાં વધુ રોકાણોની અપેક્ષા કરવામાં આવી રહી છે. ભારત, જે જેનેરિક્સમાં એક નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, તે ફૂલવા- ફાલવાનું ચાલુ રાખશે અને ફાર્મા ક્ષેત્રે આવી રહેલાં રોકાણોની મજા માણશે.
• ભારત, જે 'ફાર્મસી ઑફ ધ વર્લ્ડ" તરીકે જાણીતું છે, તે મૂલ્યના સંદર્ભમાં વર્ષ 2020 સુધીમાં વૈશ્વિક રીતે ટોચના 10 બજારોમાં સ્થાન પામશે.
• ભારતીય ફાર્મા ઉદ્યોગ છેલ્લાં દસકમાં વાર્ષિક 15% કરતાં વધુના દરે વિકસ્યો છે. સમાન વૃદ્ધિનું વલણ આગામી 5 વર્ષોમાં ચાલુ રહેશે તેવું અપેક્ષિત છે.
• ભારતીય ફાર્માસ્યુટિકલ્સ બજાર જથ્થાની દૃષ્ટિએ ત્રીજું સૌથી મોટું અને મૂલ્યની દૃષ્ટિએ 13મું સૌથી મોટું છે.
• નિકાસ ભારતીય ફાર્મા ઉદ્યોગના વિકાસ અને સ્થિરતા માટેનું મુખ્ય કારણ બની રહેવાનું ચાલુ રાખશે.
• નિકાસો કુલ ફાર્મા પ્રૉડક્ટસ ના 72% છે અને 2020 સુધીમાં તેનું મૂલ્ય USD 40 બિલિયનને આંબશે.
• USA પણ 100 કરતાં વધુ દેશોમાંથી ફાર્મા પ્રૉડક્ટ્સની આયાત કરે છે. જર્મની સૌથી મોટું આપૂર્તિકાર છે, જ્યારે કે ભારત મૂલ્યની દૃષ્ટિએ ચોથું સ્થાન ધરાવે છે. ભારતે USD 4 બિલિયન ના ઔષધ USAને નિકાસ કર્યાં છે. એ કહેવાની જરૂર નથી કે, ભારતીય ફાર્મા નિકાસો માટે USA સૌથી ટોચનું ગંતવ્યસ્થાન છે.
• જેનેરિક ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ભારત વિશ્વનું અગ્રણી છે અને ફાર્મા નિકાસ કરતી ટોચની 20 કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ભારત પ્રમુખ વૅક્સિન ઉત્પાદક દેશ પણ છે અને આ વૅક્સિન્સ 150 કરતાં વધુ દેશોમાં નિકાસ થાય છે. US અને UK જેવાં નિર્ણાયક અને વિકસિત બજારો જેનેરિક વૃત્તખંડમાં વૃદ્ધિને ચાલકબળ પુરું પાડે છે. વિકસિત બજારો સિવાય, ભારતીય ફાર્મા કંપનીઓએ અન્ય વિકાસશીલ ઉપ-નિયંત્રિત બજારો જેમ કે રશિયા અને ઘણાં આફ્રિકન અને લેટિન અમેરિકન દેશોમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.
• કરાર સંશોધન અને ઉત્પાદન સેવાઓ(CRAMS) એ ફાર્માસ્યુટિકલ બજારોમાં વૃદ્ધિ પામતાં વૃત્તખંડોમાં સૌથી ઝડપી અને અદ્યતન છે. ઘણી બધી ફાર્માસ્યુટિકલ પ્રૉડક્ટ્સનું ઉત્પાદન કેન્દ્ર હોવાથી ભારતે CRAMS માટે એ શક્ય બનાવ્યું છે કે તે દેશમાં એક આગામી ફૂલતું ફાલતું વૃત્તખંડ બની રહે.
• ભારતીય CRAMS વૃત્તખંડ, જે 2014માં USD 9.3 બિલિયન નું મૂલ્ય ધરાવતું હતું, એવો અંદાજ છે કે 20% કરતાં વધુના દરે વૃદ્ધિ પામી ને 2018 સુધીમાં USD 19 બિલિયન પર પહોંચી જશે. વૈશ્વિક CRAMS વૃત્તખંડમાં ભારતીય ઉત્પાદ્દકોનો વર્તમાન હિસ્સો માત્ર 5% છે અને ઉચ્ચ વૃદ્ધિના કારણે તે વધીને 7-8% પર પહોંચવાની અપેક્ષા છે.
• ભારત હાલમાં US પછી US FDA દ્વારા માન્યતા પ્રાપ્ત બીજા ક્રમે સૌથી વધુ પ્લાંટ્સમાં ધરાવે છે. US FDA માન્યતા પ્રાપ્ત સુવિધાઓમાં ભારત એકંદરે 22% હિસ્સો ધરાવે છે.
• ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ સંગઠિત તેમજ અસંગઠિત વૃત્તખંડમાં 20,000 કરતાં વધુ ઉત્પાદન એકમોમાં વહેંચાયેલો છે. ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદન એકમો મોટેભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેંદ્રીત છે. આ રાજ્યો ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની કુલ સંખ્યાના 45% જેટલો હિસ્સો ધરાવે છે. મુંબઇ, હૈદરાબાદ અને અમદાવાદએ ભારતના મુખ્ય ફાર્માસ્યુટિકલ કેન્દ્ર છે.
• ભારતમાં M&A પ્રવૃત્તિઓ USD 25.6 Bn ને સ્પર્શે છે જેમાંથી USD 1.7 bn ફાર્મા નો હિસ્સો છે. ચાઇના, જાપાન અને ભારતમાં US બજારના દસ મોટા હિસ્સેદારોમાંથી છે. ભારતમાં M&Aની પ્રવૃત્તિઓ વર્ષ 2015ના પ્રથમ 9 મહિના દરમિયાન USD 25.62 બિલિયન ને આંબી ગઈ હતી જેમાંથી USD 1.7 બિલિયન ના 16 વ્યવહારો ફાર્મા ક્ષેત્રે થયાં હતાં.
• વૈશ્વિક રૂપથી, જર્મનીને ફાર્માસ્યુટિકલ મશીનરી અને ઉપકરણો માટે બજારના અગ્રણી માનવામાં આવે છે. ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડએ યુરોપિયન ખંડમાં પ્રમુખ ભૂગોળો છે જે વિશ્વભરમાં આપૂર્તિ કરે છે. એશિયામાં જાપાને એ ફાર્મા મશીનરી અને ઉપકરણોના તકનીકી રીતે અદ્યતન ઉત્પાદન કરવામાં અગ્રણી દેશ છે. USA અને ઇઝરાયેલ વિશ્વભરમાં ફાર્મા મશીનરી અને ઉપકરણના ઉત્પાદકોમાં કેંદ્રનું સ્થાન ધરાવે છે.
• હાલમાં, ભારત ખડતલ ફાર્માસ્યુટિકલ ઉપકરણો અને મશીનરી ઉત્પાદન વૃત્તખંડમાં 800 એકમો છે જે ફાર્માસ્યુટિકલ ઉપકરણો અને મશીનરીની માંગ પૂરી પાડે છે.
• આ એકમો મોટાં, મધ્યમ અને નાના સ્તરના ઉદ્યમોનું મિશ્રણ છે, જે નાણાકીય વર્ષ 2015 મુજબ કુલ મળીને USD 920 million આવક રળી આપે છે જે નાણાકીય વર્ષ 2008માં માત્ર USD 350 million જેટલી હતી. આ બજારને 2020 સુધીમાં USD 1780 million પહોંચી જવાની આશા વ્યક્ત કરવામાં આવે છે. આ 14% CAGR માટેના મુખ્ય બે પરિબળોમાં જેનેરિક્સ ઉત્પાદનમાં દેશમાં ક્ષમતા ઉમેરો અને નવા નિકાસ બજારોમાં વેચાણને માનવામાં આવે છે.
• ભારત હાલમાં વિશ્વના 80 કરતાં વધુ દેશોમાં ફાર્માસ્યુટિકલ મશીનરી અને ઉપકરણોનો નિકાસ કરે છે. ભારતમા નિર્મિત મશીનો માટે પ્રમુખ નિકાસ ગંતવ્યોમાં USA, યુનાઇટેડ કિંગડમ(UK), મધ્ય પૂર્વ(ME) અને ત્યારપછી EUનો ક્રમ આવે છે. ભારત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવાં પાડોસી દેશોમાં પણ નિકાસ કરે છે.
• ગુજરાત અને મુંબઈ મુખ્ય ઉત્પાદન કેંદ્રો છે જ્યારે હરિયાણા, ગુડગાંવ, ફરિદાબાદ અને અમ્બાલા નવા કેંદ્રોના રૂપમાં ઉભરી રહ્યાં છે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ની છે, જે લન્ડન સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Priya Badshah,
[email protected],
+91-22-61727000,
UBM India
Share this article