Food & Hotel India (FHIn) 2019 એ મુંબઈમાં તેની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન કર્યું
ખરીદનાર મુલાકાતીઓમાં 64% વૃદ્ધિ નોંધાઈ
મુંબઇ, Oct. 15, 2019 /PRNewswire/ -- ભારતના Informa Markets (અગાઉ UBM India) - એક અગ્રણી બી2બી ઇવેન્ટ્સ આયોજક, દ્વારા આયોજિત ત્રણ દિવસીય Food and Hotel India (FHIn) એક્સ્પોની બીજી આવૃત્તિનું 2019 - 20 સપ્ટેમ્બર 2019 ના રોજ મુલાકાતીઓની સંખ્યામાં 64% વૃદ્ધિ સાથે મુંબઇમાં સફળતાપૂર્વક સમાપન થયું.
પ્રતિભાગીઓને HORECA ઉદ્યોગ (હોટલ / રેસ્ટોરાં / કેટરિંગ) ની અંદરના શ્રેષ્ઠ ગુણવત્તાના ઉત્પાદનો અને ઉકેલ પ્રદાતાઓ અને પ્રોજેક્ટ ધારકોનો પરિચય આપવામાં આવ્યો હતો, જેમણે ફૂડ અને બેવરેજીસ, ચા અને કૉફી, બીઅર, વાઇન અને સ્પિરિટમાં ભારતના વ્યવસાય અને માર્કેટ શેર, સી ફૂડ, માંસ, બેકરી, વેપારી રસોડું અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ્સ; હોટેલ હાઉસકીપીંગ, હોસ્પિટાલિટી ટેક્નોલોજી અને આંતરીક ડિઝાઇન્સ, રિટેલ અને હોસ્પિટાલિટી ફૂડ સર્વિસિસ અને વધુ પર પ્રકાશ પાડ્યો હતો.
આ એક્સ્પોનું ઉદઘાટન અતિથિ વિશેષ Mr. Anurag Katriar, પ્રેસિડન્ટ, NRAI દ્વારા કરવામાં આવ્યું હતું. એક ભવ્ય સંમેલનમાં અન્ય અતિથિ વિશેષમાં Mr. Param Kannampilli, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર Concept Hospitality, વિશેષ અતિથિ Chef Manjit Singh Gill - કોર્પોરેટ શૅફ ITC અને પ્રેસિડન્ટ IFCA; Thomas Schlitt, એમડી, Messe Dusseldorf India; Mr. Pankaj Shende, વરિષ્ઠ પોર્ટફોલિયો ડિરેક્ટર, Informa Markets India અને Mr. Abhijit Mukherji, ગ્રુપ ડિરેક્ટર, Informa Markets, દ્વારા હાજરી નોંધાવવામાં આવી હતી.
FHIn ખાતે પ્રમુખ હોટલ, રેસ્ટોરાં, કેટરિંગ, ફૂડ રિટેલર્સ ચેન, કંપનીઓને સમાવિષ્ટ કરતા ખરીદદારોની હાજરી નોંધાઈ હતી. એક્સ્પોએ હોટલ માલિકો, કન્સલ્ટન્ટ્સ, ડિપાર્ટમેન્ટ હેડ્સ, ખાદ્ય આયાતકારો, વિતરકો, આધુનિક વેપારીઓ, ફૂડ ઈકોમર્સ કંપનીઓને સમાવિષ્ટ કરતા ફૂડ રિટેલ સેક્ટરમાંથી યોગ્ય ઉત્પાદન મેળવવા ઘણાનું ધ્યાન ખેંચ્યું. યોગ્ય પ્રેક્ષકો અને ઝડપથી વિકસતા HORECA માર્કેટને લક્ષ્ય બનાવવામાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બ્રાન્ડ્સને તેનાથી મદદ મળી હતી.
Mr. Yogesh Mudras એ સહભાગીઓને માહિતગાર કર્યા કે કેવી રીતે ભારતીય વસ્તી અને અર્થવ્યવસ્થાના વિકાસને અનુરૂપ ફૂડ અને બેવરેજીસની માંગમાં વધારો થયો છે. FHIn19 જેવા પ્લેટફોર્મ એશિયામાં વ્યાપારની તકો સ્થાપિત કરવા માટે ભારતના ફૂડ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઉદ્યોગ કેવી સંભાવનાઓ પ્રદાન કરે છે તે વિશે તેમણે સમજાવ્યું હતું, કારણ કે તે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને ભારતમાં નિર્ણય લેનારા, સ્પષ્ટકર્તાઓ અને અંતિમ વપરાશકર્તાઓના સૌથી મોટા જૂથ સાથે જોડે છે.
ત્રણ દિવસીય ટ્રેડ શોમાં ભાગ લેવા માટે ઉદ્યમીઓ અને એફ એન્ડ બી અને હોસ્પિટાલિટી ઉદ્યોગના વ્યાવસાયિકોનો આભાર માનતા Mr. Mudras એ કહ્યું હતું કે, હું HORECA, એફ એન્ડ બી ઉદ્યોગના સહભાગીઓનો તેમના અસાધારણ ઉત્સાહ, કાર્ય અને જ્ઞાન માટે આભારી છું. ભારતમાં વધુ રોકાણ આકર્ષિત કરવું અને ભારતના એફએન્ડબી માર્કેટની ક્ષમતા અને તેની વૃદ્ધિની ગતિથી વિશ્વને પરિચિત કરવું એ અમારું પ્રાથમિક લક્ષ્ય છે સ્થાનિક બજાર ઉપરાંત, ભારત તેના ફળદ્રુપ બજારોમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના વિકાસ માટે પ્રચંડ વ્યાપારની તકો પણ પ્રદાન કરે છે. FHIn19 દ્વારા, અમે ફક્ત વેપાર જોડાણ અને વ્યવસાયોને જ પ્રોત્સાહન નથી આપ્યું, પણ વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક ક્ષેત્રમાં ભાવિ સંશોધન અને નવીનતાને પણ સક્ષમ કર્યા છે."
FHIn 2019 માં નીચે મુજબના ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું:
- હોસ્પિટાલિટી સ્ટ્રેટેજી સમિટ (HSS2019) (ઉદ્યોગ સંબંધિત જ્ઞાનના વિનિમય માટે): જેમાં 'Leading through Disruption: Staying Ahead of New Consumer Trends', ('લીડિંગ થ્રુ ડિસ્રપ્શન: સ્ટેઇંગ અહેડ ઓફ ન્યુ કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ') 'New age trends in coffee technology' ('ન્યૂ એજ ટ્રેન્ડ્સ ઈન કૉફી ટેક્નોલોજી'), 'Time To Whet Your Appetite' ('ટાઈમ ટુ વ્હેટ યોર એપેટાઇટ'), 'Extending hospitality to the Environment - Is it easy being Sustainable?' ('એક્સટેન્ડિંગ હોસ્પિટાલિટી ટુ ધ એન્વાયરન્મેન્ટ - ઇસ ઇટ ઇઝી બીઇંગ સસ્ટેઈનેબલ?') અને 'Recruiting, Staffing & Training For Profitability' ('રીક્રુટીંગ, સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગ ફોર પ્રોફિટેબીલીટી') જેવા વિષયો પર સત્રોનો સમાવેશ થયો હતો. :
- હોસ્પિટાલિટી ટેક્નોલોજી કોન્ક્લેવ : જેમાં 'એમ્બ્રેસિંગ સ્માર્ટ ટેક્નોલોજી ઈન હોસ્પિટાલિટી - ટેક ગુરુસ બ્રિંગ ઈન રિયાલિટી ચેક' ના વિષય પર એક સત્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં કેવી રીતે વધુને વધુ ગીચ અને પ્રતિસ્પર્ધાત્મક ઉદ્યોગમાં, વિશ્વભરની હોટલોના ગ્રુપ નવીનતા અને ગ્રાઉન્ડ બ્રેકીંગ અનુભવો પહોંચાડવા હોટેલોમાં સ્માર્ટ ટેકનોલોજી ને સ્વીકારી રહ્યાં છે અને તેની સાથે પ્રયોગ કરી રહ્યાં છે તે વિશે વાત કરવામાં આવી હતી.
- 'સસ્ટેઇનેબલ કિચન્સ - ડિઝાઇનિંગ ફોર એનર્જી એફિશિયન્સી એન્ડ રિડ્યુસ્ડ ફુટ પ્રિન્ટ' વિષય પર એક માસ્ટર ક્લાસ-કિચન પ્લાનિંગ અને ડિઝાઇનિંગ સત્ર. આ સત્રમાં હોટલ, રેસ્ટોરાં, ફૂડ ડિલિવરી કિચન્સ, હોસ્પિટલો અને કેફેટેરિયાસનું કેટરિંગ કેવી રીતે આજે વધુ વિકાસ ધરાવતા વ્યવસાયો છે અને આવનારા વર્ષો સુધી તેમ જ રહેશે, તે અંગે ચર્ચા થઇ હતી.. સતત વધી રહેલા પ્રારંભિક તેમજ સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને, જગ્યાના ઉપયોગ, શ્રમ સંબંધિત જરૂરિયાતો અને ઊર્જા ખર્ચની દ્રષ્ટિએ કિચન્સને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. FSSAI અને સોશિયલ મીડિયા દ્વારા સતત ઝીણવટભરી તપાસને ધ્યાનમાં રાખતા કિચનની ડિઝાઇન દ્વારા પણ મહત્તમ ખોરાકની સલામતી સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ. સત્રમાં પ્રોજેક્ટની સમયરેખા ઘટાડવા માટે માનકકરણની ગંભીર જરૂરિયાત વિશે પણ વાત કરવામાં આવી હતી જેથી ફ્રી ફિટ આઉટ સમયસીમાને ઓળંગી ન જવાય. તેમાં સસ્ટેઇનેબલ BOH MEP ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રકશન અંગેનો માસ્ટર ક્લાસ સત્ર પણ શામેલ છે.
- ઈનફોકસ - નોર્થ ઇસ્ટ: આ સત્ર એ સંભવિત હોસ્પિટાલિટી હબ તરીકે - ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
- ધ પરચેઝ પંચ: '2020 સુધીમાં પ્રોક્યોરમેન્ટ ફંક્શન ક્યાં સુધી પહોંચશે' તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
- હાઉસકીપિંગ સેમિનાર: જેમાં - અગ્રણી હાઉસકીપરો દ્વારા લોન્ડ્રી લેસન વિશે ચર્ચા કરવામાં આવી હતી જેમાં આપણને જાણવા મળ્યું કે ગોધરેજ ફૂડ ટ્રેન્ડ રિપોર્ટ સાથે ફૂડ સ્પેસમાં શેની માંગ છે અને શેની નથી અને શું ટ્રેન્ડ થઇ રહ્યું છે.
- જર્ની ટુ ઑન્ટ્રપ્રેન્યોર - શેફ Rahul Akrekar એ તેની 'જર્ની ટૂ ઑન્ટ્રપ્રેન્યોરશિપ' શેર કરી હતી જેમાં તેમણે એન્જિનિયરિંગમાં દસ વર્ષ ગાળ્યા બાદ શેફ બનવાની તેમની કારકિર્દી સંક્રમણ પર પ્રકાશ પાડ્યો હતો.
- રૉ ટુ રિફ્રેશ: જેમાં, ઉદ્યોગના ટોચના શેફ્સ દ્વારા ઉદ્યોગમાંની સૌથી નવીન કુકીંગ સ્પર્ધામાં સહભાગ લેવામાં આવ્યો હતો.
- ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્યૂલિનરિ ક્લાસિક 2019 (આઈઆઈસીસી): આંતરરાષ્ટ્રીય ક્યૂલિનરી (રાંધણ) સ્પર્ધાઓ માટેનો એક પ્રતિષ્ઠિત ઝોન, જે હેઠળ ફક્ત ફૂડ ઉદ્યોગની શ્રેષ્ઠતા જ પ્રકાશિત ન થઇ પણ ખ્યાતિ મેળવવા ઉત્સુક રાંધણ કુશળતાઓને પણ પ્રાધાન્ય પ્રાપ્ત થયું. ભારતભરની ક્યૂલિનરી પ્રતિભાઓ દ્વારા તેમના શ્રેષ્ઠતાના સ્તરને આગળ વધારવા માટે, તેને માન્યતા પ્રદાન કરવા અને પ્રતિસાદ મેળવવા માટે તેમની ફૂડ સંબંધિત નિપુણતાને પ્રદર્શિત કરવામાં આવી હતી. સહભાગીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલા શેફ્સની પેનલ દ્વારા જજ કરવામાં આવ્યા હતા. IICCની ટોચની પાંચ કેટેગરીના વિજેતાઓમાં Oberoi ના શેફ Ruchika Khedkar, The Sofitel ના શેફ Deepak Bhatt અને Sahara Star ના Ashish Rajbhar, Oberoi ના શેફ Samruddhi Salunke અને Taj Sats ના શેફ Ram Singh અને The Grand Hyatt ના શેફ Rajesh Sajvan નો સમાવેશ થયો હતો.
- The Barista ચેમ્પિયનશિપ: FHIn ખાતે એક વિશિષ્ટ આયોજન હતું જે જે ઉદ્યોગના આગેવાનો દ્વારા અધિકૃત અને જજ કરવામાં આવેલી એક વ્યાવસાયિક સ્પર્ધા હતી. હતી. તેનો ઉદ્દેશ્ય કૉફી વ્યાવસાયિકો અને ઉત્સાહીઓને પોતાનું જ્ઞાન વહેંચવા માટે, અને આ બેવરેજ સેગમેન્ટમાં સ્પર્ધા અને ઉજવણી કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનું હતું.
- Messe Dusseldorf India સાથે સહયોગમાં Prowein Education Campaign India દ્વારા ભવિષ્ય માટે ભારતીય લિકર બિઝનેસ સંબંધિત વ્યૂહરચનાઓ પર વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
FHIn19 નું સમાપન ફૂડ, બેવરેજ અને હોસ્પિટાલિટી વ્યાવસાયિકો અને ઉત્સાહીઓને સન્માનિત કરવા સાથે થયું હતું.
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને વિશિષ્ટ બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના બજારોમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરીએ છીએ. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ બજારોની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informamarkets.com જુઓ.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે.ભારતમાં Informa Markets (અગાઉ UBM India) એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ બજારો અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા પ્રદર્શનો, 40 કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
MiliLalwani
[email protected]
+91-9833279461
ફોટો - https://mma.prnewswire.com/media/1009494/Conference_FHIn_2019.jpg
લોગો - https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article