Food & Hotel India 2019ની મંત્રમુગ્ધ કરનારી શરૂઆત
- ભારતનો ખરેખર આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ ફૂડ અને હોસ્પિટાલિટી ટ્રેડ શો
- 18tમી -20મી સપ્ટેમ્બર, 2019; બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ
મુંબઈ, Sept. 20, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી પ્રદર્શન આયોજકે, Food & Hotel India Expo (FHIn)- જે ખોરાંક, પીણાં અને હોસ્પિટાલિટી માટે એક બી2બી પ્લેટફોર્મ છે તેની બીજી આવૃત્તિ દ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે આજે લોન્ચ કરી છે .
એકસ્પોનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન Mr Anurag Katriar, પ્રમુખ, NRAI દ્વારા કરવામાં આવ્યુ હતું. અન્ય મુખ્ય મહેમાનોમાં અન્યોની સાથે Mr. Param Kannampilli, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કન્સેપ્ટ હોસ્પિટાલિટી; ખાસ મહેમાન Chef Manjit Singh Gill – કોર્પોરેટ શેફ ITC અને પ્રમુખ IFCA; Mr. Thomas Schlitt, એમડી, Messe Dusseldorf India; Mr. Pankaj Shende, વરિષ્ઠ પોર્ટફોલિયો ડિરેક્ટર, ભારતમાં Informa Markets અને Mr. Abhijit Mukherji, ગ્રુપ ડિરેક્ટર, ભારતમાં Informa Marketsનો સમાવેશ થાય છે.
ત્રણ દિવસીય સંમેલનમાં પ્રથમ સત્રનું સંચાલન કરતાં, Subhajit Mazumder, ડિરેક્ટર (પરિવર્તન: ગ્રાહક અને કામગીરી) KPMG India એ ' વિક્ષેપમાંથી આગળ વધવું અને નવા ગ્રાહક પ્રવાહોમાં આગળ રહેવું' પર ચર્ચા આગળ વધારી; જેમાં પેનલિસ્ટ Rajneesh Malhotra, વીપી ઓપરેશન્સ અને એસેટ મેનેજમેન્ટ, Chalet Hotels અને Zia Sheikh, સીઈઓ, Svenska Design Hotels એ હોસ્પિટાલિટી માર્કેટમાં વિક્ષેપનો જવાબ આપ્યો હતો. "લક્ઝરી ફક્ત 5 સ્ટાર હોટેલ કરતાં વધુ છે," એમ Mr Sheikh એ વિગતવાર જણાવતાં કહ્યુ કે કેવી રીતે નવી પેઢીના લોકો અનન્ય અને વિભિન્ન અનુભવોની પસંદગી કરે છે. "વ્યવસાયની ઝડપથી બદલાતી ગતિશીલતા સાથે – નવી વિભાવનાઓ, ટેકનોલોજીઓ અને અંત્યત સ્પર્ધાત્મક ઉદ્યોગ, ગ્રાહકો માટે ઉત્તેજક અનુભવો પહોંચાડવાનું વધુ અગ્ર બન્યુ છે."
"વૈયક્તિકરણ - ગ્રાહકોની રુચિ અને શૈલીઓનો પ્રયાસ કરો અને કેળવો. તેમની બારીકાઈઓને સમજવાનું મહત્વનું બન્યું છે. તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમના વ્યક્તિત્વ વિશે ઘણું જાણી શકાય છે," એમ Sheikhએ અગાઉ જણાવ્યું.
ખાણી, પીણી અને હોસ્પિટાલિટી વલણો પર થીમ થયેલ, આ શો ઉદ્યોગના ખેલાડીઓને ખોરાક અને પીણાં, ચા અને કોફી, બીયર, વાઇન અને સ્પિરીટ, દરિયાઈ ખાણું, માંચ, બેકરી, કોમર્શિયલ રસોઇના સાધનો, હોસ્પિટાલિટી ટેકનોલોજી અને ઈન્ટિરિયર ડિઝાઈન, હાઉસકીપિંગ, ટેબલવેર, છૂટક અને હોસ્પિટાલિટી ફૂડ સેવાઓથી સંબંધિત ઉત્પાદનો અને ઉકેલોની સંપૂર્ણ એરે એક છતની નીચે પ્રદાન કરવા માટે સ્થિત છે.
ત્રણ દિવસીય FHIn એકસ્પો ટોચના હોટેલિયર્સ અને શેફ્સ, ભારતની અગ્રણી રેસ્ટોરન્ટ ચેઇન્સ, ઉદ્યોગના કપ્તાન, ટોચના ઉત્તમ સાહસિકો, પ્રીમિયમ રોકાણકારો, વૈશ્વિક નિષ્ણાતો અને અન્ય પ્રતિનિધિઓ સાથે નેટવર્ક માટે 10 દેશોના પ્રતિનિધિઓ માટે એક ઉત્તમ તક આપે છે. ભારત અને વિદેશમાંથી 70થી વધુ પ્રદર્શનકારોએ શોમાં ભાગ લીધો છે જેમાં અગ્રણી ખોરાક, હોસ્પિટાલિટી અને હોસ્પિટાલિટી + ઉપકરણોની કંપનીઓનો સમાવેશ થાય છે.
Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets માટે, તેમણે કહ્યુ, "ભારતીય વસ્તી અને અર્થતંત્રની વૃદ્ધિ સાથે, ખાદ્યપદાર્થો અને પીણાંની માંગમાં અનુરૂપ વધારો થયો છે. તે ફૂડ પ્રોસેસિંગ અને પેકેજ્ડ ફૂડ અને પીણા ક્ષેત્રની અપેક્ષિત વૃદ્ધિ તરફ દોરાઈ રહ્યું છે. આની સાથે ઉદ્યોગમાં સતત નવીનતાની સંભાવના આવે છે. 1.30 અબજ મજબૂત વસ્તીના અતુર વપરાશ દ્વારા ચલાવાતા, હોસ્પિટાલિટી ફૂડ સેક્ટરનો વિકાસ સતત વધતો જાય છે અને 2019-2023 દરમ્યાન 0.5-0.6 અબજ ડોલરના વાર્ષિક રોકાણના આધારે રોકાણમાં વધુ વધારો જોવા મળશે અને 2023 સુધીમાં કુલ રોકાણ 2.8 અબજ ડોલર સુધી થશે. વધુમાં, આપણા દેશમાં કૃષિ ઉદ્યોગમાં પણ વિશ્વવ્યાપી વેપાર માટે મોટો અવકાશ છે. FHIn19 આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે વ્યવસાયની તકો સ્થાપિત કરવા માટે ભારતના ફૂડ, હોસ્પિટાલિટી અને પર્યટન ઉદ્યોગને એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ એશિયામાં ઉપલબ્ધ બજારની સંભવિત સંભાવનાને શોધવા માટે કંપનીઓને શ્રેષ્ઠ ચેનલ પ્રદાન કરે છે અને ગ્રાહકોને નિર્ણયકર્તા, સ્પષ્ટકર્તા અને ભારતના અંતિમ વપરાશકર્તાના મેળાવડા સાથે જોડાવવામાં મદદ કરે છે. અમે ઉદ્યોગ વ્યાવસાયિકો માટે પલ્સ ચાલુ રાખવા માટે મહત્વપૂર્ણ ઘણી સુપ્ત સંભવિતતા તેમજ ગતિશીલ વલણો જોયા છે."
FHIn 2019માં એકસ્પો, આગામી ત્રણ દિવસ દરમિયાન, હોસ્પિટાલિટી સ્ટ્રેટેજી સમિટ સહિત આકર્ષક ઇન્ટરેક્ટિવ સત્રો હશે : HSS2019 (ઉદ્યોગ જ્ઞાનના વિનિમય માટે); કાચું થી તાજું (રો ટુ રિફ્રેશ): (વર્કશોપ ખોરાકના ઉત્પાદનોને ગોર્મેટ ડીશમાં રૂપાંતરિત કરે છે); Prowein Education Campaign India : (ભવિષ્ય માટે દારૂના વ્યવસાયની રમતની ચર્ચા); હોસ્પિટાલિટીમાં સ્માર્ટ ટેકનોલોજીને સ્વીકારતી પેનલ ચર્ચાના સ્વરૂપમાં એક હોસ્પિટાલિટી ટેક કોન્કલેવ; ભારત આંતરરાષ્ટ્રીય રસોઈમાં ઉત્તમ નમૂના: (IICC - જ્યાં ભારતભરમાં રાંધણ પ્રતિભાઓ તેમની ખાદ્ય નિપુણતા દર્શાવે છે); ભારત બરીસ્તા ચેમ્પિયનશિપ:(IBC - કોફી વ્યાવસાયિકો અને ઉત્સાહીઓ માટે તેમના જ્ઞાનને વહેંચવાઉં પ્લેટફોર્મ; ઉદ્યોગસાહસિક માટે પ્રવાસ: (પ્રારંભિક રોકાણકારો દ્વારા યોજાયેલ ઇન્ટરેક્ટિવ સત્રો), દ પરચેશ પંચ (જ્યાં 2030 સુધીમાં પ્રાપ્તિ કાર્ય અગ્રેસર) હાઉસકીપ સેમિનાર (લોન્ડ્રી લેશન - અગ્રણી હાઉસકીપર્સ આપણને કહેશે કે શું જરૂરી છે અને શું નથી), ખાણીના વલણો (ખાણી જગતમાં શેનું વલણ છે?); અમુક નામ આપી રસોઈની ડિઝાઈન અને આયોજન. એકસ્પોનું સંપાદન 20મી સપ્ટેમ્બર 2019ના રોજ સાંજે 6:00 વાગ્યે, IICC એવોર્ડ કાર્યક્રમ સાથે થશે, અને અને ફૂડ, બેવરેજ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
FHIn 2019ને ઘણાં મહત્વના સંગઠનો દ્વારા ટેકો આપવામા આવ્યો છે જેમકે HPMF (Hospitality Purchase Managers Forum) PHA (Poona Hoteliers Association), iPHA (i Professional Housekeepers Association), FIFI (Forum of Indian Food Importers), WICA (Western India Culinary Association), AFSTi - Association of Food Scientists and Technologists (India), અને AHP (Association of Hospitality Professionals).
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય બી2બી કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.comની મુલાકાત લો.
Informa Markets અને ભારતમાં અમારા વ્યપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપા કરી સંપર્ક કરો :
Informa Markets in India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-6172700
ફોટો: https://mma.prnewswire.com/media/997579/FHIn_Inaugration.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/997580/Special_Guest_FHIn.jpg
લોગો: https://mma.prnewswire.com/media/961654/FHIn_INDIA_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article