Food & Hotel India 2019 માં ભાગ લેવા માટે 10 દેશોના 120 થી વધુ પ્રદર્શકો
18મી - 20મી સપ્ટેમ્બર 2019 - બોમ્બે એક્ઝિબિશન સેન્ટર - મુંબઇ, ભારત
ભારતનો વાસ્તવિકપણે આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ ફૂડ અને હોસ્પિટાલિટી ટ્રેડ શો
મુંબઇ, Aug. 30, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (અગાઉ યુબીએમ ઇન્ડિયા), ભારતના અગ્રણી બી2બી ઇવેન્ટ આયોજકમાંના એક દ્વારા , તેના ફૂડ અને હોસ્પિટીલિટી શો, Food and Hotel India (FHIn) 2019 ની 2 જી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ શો 18-20 સપ્ટેમ્બર 2019 ના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (બીઈસી), એનએસઈ નેસ્કો કોમ્પ્લેક્સ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ ખાતે યોજાશે.
તેના પ્રકારમાંના એશિયાના સૌથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શન તરીકે માનવામાં આવતું, FHIn (ભારતમાં તેના બીજા વર્ષમાં) ઉદ્યોગ વ્યાવસાયિકો માટે બજારમાં મુખ્ય ઉત્પાદનો અને ઉકેલો પ્રદર્શિત કરવાની તક તરીકે કાર્ય કરશે અને ઉદ્યોગને અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ચેન, સલાહકારો, પુરવઠાકારો, રોકાણકારો સાથે જોડાણ બનાવવાની શક્તિ આપશે, તે દરમિયાન તેમની સાથે સંખ્યાબંધ આકર્ષક ઇવેન્ટ્સ પર નેટવર્કિંગ પણ કરશે.
FHIn 2019 એ 12 દેશોમાં અગ્રણી ફૂડ અને હોસ્પિટાલિટી શોના 20 થી વધુ માર્કેટની એક પ્રીમિયર અને પ્રભાવશાળી શ્રેણી સાથે સંકળાયેલ છે. આમાં અન્યો ઉપરાંત Food and Hotel Asia Singapore, HOFEX અને Hotelex નો સમાવેશ થાય છે.
ભારતમાં Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, 'ભારતીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગ એ ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રના વિકાસને આગળ વધારનારા મુખ્ય ઉદ્યોગોમાંથી એક તરીકે ઉભરી આવ્યો છે. અમે ઘણી સુપ્ત સંભાવનાઓ તેમજ ગતિશીલ વલણો નોંધીએ છીએ જે ઉદ્યોગ વ્યાવસાયિકો માટે કાર્યરત રહેવા માટે નિર્ણાયક છે. તેની 1.30 બિલિયન સબળ વસ્તીના અતૃપ્ત વપરાશ દ્વારા સંચાલિત, હોસ્પિટાલિટી ફૂડ સેક્ટરનો વિકાસ અવિરતપણે આગળ વધી રહ્યો છે છે અને વર્ષ 2019-2023 દરમિયાન 0.5-0.6 બિલિયન ડોલરના વાર્ષિક રોકાણ અને 2023 સુધીમાં 2.8 બિલિયન ડોલરના કુલ રોકાણના આધારે રોકાણમાં આગળ વધારો નોંધશે."
તેમણે આગળ કહ્યું કે, 'ભારતીય ખાદ્ય અને કરિયાણાનું બજાર વિશ્વનું છઠ્ઠું મોટું બજાર છે, જેમાં તેના વેચાણમાં 70 ટકા ફાળો રિટેલનો છે, સ્થાનિક બજાર ઉપરાંત ભારત પણ તેના ફળદ્રુપ બજારોમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના વિકાસ માટે પ્રચંડ વ્યાપારની તકો પ્રદાન કરે છે. અર્થપૂર્ણ વ્યસ્તતાઓ સાથે, અમે ઉદ્યોગને આગલા સ્તર પર પહોંચાડવા માટે ત્રણ દિવસની ઉત્કટ વૃદ્ધિની તકોની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ભૂતપૂર્વ સંસ્થા UBM ના સત્તાવાર રીતે Informa Markets સાથે જોડાણ સાથે, ઉન્નત સંસ્થા - વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક ક્ષેત્રમાં વેપાર જોડાણ, વ્યવસાય, સંશોધન અને ભાવિ નવીનતાને ગતિશીલ રીતે પ્રોત્સાહન આપીને અર્થતંત્રના વિકાસને સક્ષમ બનાવશે."
FHIn 2019 એક્સ્પોમાં હોસ્પિટાલિટી સ્ટ્રેટેજી સમિટ (એચએસએસ 2019) (ઉદ્યોગના જ્ઞાન વિનિમય માટે) સહિત, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્યૂલિનરિ ક્લાસિક (આઈઆઈસીસી) સહિતના ઇન્ટરૅક્ટિવ સેશન હશે: (જ્યાં ભારતભરની ક્યૂલિનરિ પ્રતિભાઓ તેમની ખાદ્યપદાર્થો સંબંધિત નિપુણતા દર્શાવે છે), ઇન્ડિયાબરિસ્તા ચેમ્પિયનશિપ (આઈબીસી): (કૉફી વ્યાવસાયિકો અને ઉત્સાહીઓ માટે તેમનું જ્ઞાન શેર કરવા માટેનું એક મંચ), પ્રોવીન એજ્યુકેશન કેમ્પેઇન ઇન્ડિયા, (ભવિષ્ય માટેના દારૂના વ્યવસાયની યોજના અંગે ચર્ચા કરે છે), રૉ ટુ રીફ્રેશ : (વર્કશોપ જે ખાદ્ય ઉત્પાદોને ગુર્મે ડીશમાં રૂપાંતરિત કરે છે), જર્ની ટૂ ઑન્ટ્રપ્રેન્યોર: (પ્રીમિયમ સ્ટાર્ટ અપ રોકાણકારો દ્વારા યોજાયેલ ઇન્ટરૅક્ટિવ સેશન), ફૂડ સ્ટાઇલિંગ: (સમગ્ર હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં શેફ માટેની વર્કશોપ. આ ઇવેન્ટ ફૂડ ડેકોરેશનના મહત્વ અને એફએન્ડબી વ્યાવસાયિકોને આકર્ષવા માટે વધતી જાગૃતિ અને અવકાશ વિશે કિચન ડિઝાઇન અને પ્લાનિંગ પર માસ્ટર ક્લાસ સહિત ખરીદી મેનેજર્સ ફોરમ, હોસ્પિટાલિટી ટેક કોન્ક્લેવ અને હોસ્પિટાલિટી લીડર્સની રાઉન્ડટેબલની સુવિધાઓ વિશે નવી આંતરદૃષ્ટિ આપવા પર કેન્દ્રિત છે.
FHIn 2019 ને HPMF (Hospitality Purchase Managers Forum) PHA (Poona Hoteliers Association), iPHA (i Professional Housekeepers Association), FIFI (Forum of Indian Food Importers), WICA (Western India Culinary Association), AFSTi - Association of Food Scientists and Technologists (India), અને AHP (Association of Hospitality Professionals). જેવા અનેક મુખ્ય એસોસિએશનો દ્વારા પણ ટેકો આપવામાં આવી રહ્યો છે.
ભારતીય ખાદ્ય ઉદ્યોગ, નાણાકીય વર્ષ 2020 સુધીમાં 482 બિલિયન અમેરિકન ડોલરની સપાટીએ પહોંચશે તેવી સંભાવના છે. ભારત પાસે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોના વિશ્વવ્યાપી વેપાર માટેનો મોટો અવકાશ છે. બીજી તરફ, ભારતીય ટુરિઝમ અને હોસ્પિટીલિટી ક્ષેત્ર પણ સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) લાવવા માટે ભારતના ટોચના 10 ક્ષેત્રોમાં સામેલ છે. FHIn ની પહેલ પાછળનો ઉદ્દેશ્ય ભારતના ફૂડ, હોસ્પિટીલિટી અને ટુરિઝમ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે વ્યવસાયની તકો સ્થાપિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે.
ત્રણ દિવસીય પ્રદર્શન દરમિયાન, કાર્યસૂચિમાં ઘણી અપેક્ષિત, નવીન પ્રવૃત્તિઓ છે જે જ્ઞાનને શેર કરવા માટે અને ઉદ્યોગોને મળતી તકો અને પડકારોની ચર્ચા કરવા માટે એક મંચ આપે છે.
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને વિશિષ્ટ બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના બજારોમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરીએ છીએ. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ બજારોની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informamarkets.com જુઓ.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ યુબીએમ ઇન્ડિયા) એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ બજારો અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા પ્રદર્શનો, 40 કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે. વધુ વિગતો માટે, કૃપા કરીને www.informa.com જુઓ.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
ભારતમાં Informa Markets
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Logo: https://mma.prnewswire.com/media/961654/FHIn_INDIA_Logo.jpg
Logo: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article