Delhi Jewellery and Gem Fair (DJGF) 2019 ની 8 મી આવૃત્તિમાં ભાગ લેવા જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીના 300 થી વધુ પ્રદર્શકો અને 650 બ્રાન્ડ્સ
28 - 30 સપ્ટેમ્બર 2019 - પ્રગતિમેદાન, નવી દિલ્હી
નવી દિલ્હી, Aug. 21, 2019 /PRNewswire/ -- UBM India Pvt Ltd. ભારતના અગ્રણી B2B ઇવેન્ટના આયોજક જે તાજેતરમાં Informa Markets સાથે મળીને ઉત્તર ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય જ્વેલરી ટ્રેડ શોની 8 મી આવૃત્તિ લાવવાની તૈયારીમાં છે - દિલ્હી ખાતે Delhi Jewellery & Gem Fair (DJGF) હૉલ નંબર 7, 8, 9, 10 અને 11 ( સવારના 10 - સાંજના 06:00 વાગ્યા સુધી ) તા. 28 - 30 સપ્ટેમ્બર 2019, પ્રગતિમેદાન, નવી દિલ્હી.
અન્ય મુખ્ય ઇન્ડસ્ટ્રી હિતધારકો ઉપરાંત 300 થી વધુ સહભાગી પ્રદર્શકો અને 650 થી વધુ બ્રાન્ડ્સ સાથે, DJGF 2019 પ્રાઇમ જ્વેલર્સ, અને આયાત અને નિકાસ વેપારીઓના કોંગ્રીગેશનનું આયોજન કરશે. ત્રણ દિવસીય ફેર અનન્ય અને ટ્રેન્ડિંગ જ્વેલરીનું પ્રદર્શન કરશે અને દુબઇ, સિંગાપોર, નેપાળ, મલેશિયા અને ચીનમાંથી રેકોર્ડ ખરીદદારોની સહભાગિતા પણ નોંધશે.
DJGF ની 8મી આવૃત્તિની જાહેરાત કરતી વખતે ભારતમાં Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું કે, Delhi Jewellery and Gem Fair આ ઇન્ડસ્ટ્રીને એક સંગઠિત બંધારણમાં પ્રદર્શિત કરશે, જેમાં આત્મવિશ્વાસ, વિવિધતા, પ્રામાણિકતા અને પારદર્શિતા ખરીદદાર સમુદાય માટે તે એક બેજોડ ધોરણ સેટ કરશે. Gems and Jewellery ઇન્ડસ્ટ્રી એ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીમાંની એક છે, જેણે ભારતીય અર્થવ્યવસ્થામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે, જે દેશના જીડીપીના 7 ટકા અને ભારતના કુલ વેપારી નિકાસમાં 15.71 ટકા ફાળો આપે છે. આ ઝડપથી વિકસિત થઇ રહેલ, નિકાસલક્ષી અને મજૂર સઘન ક્ષેત્ર વિશાળ વિદેશી વિનિમય લાવે છે અને બંને સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં 6464 મિલિયનથી વધુ કામદારોને રોજગાર આપે છે. બજારની એકંદર સાઈઝ વર્ષ 2017 માં આશરે 60 બિલિયન ડોલરથી લઈને 2022 સુધીમાં 110 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે."
તેમણે ઉમેર્યું કે, "ઇન્ડસ્ટ્રીમાં સંગઠિત ખેલાડીઓ મૂળભૂત ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે, કારણ કે તેમની પાસે ઉપભોક્તા અને આર્થિક ફેરફારોને અનુકૂળ થવાની સમર્થતા છે. વધુમાં, ડિજિટલાઇઝેશન માટે પ્રોત્સાહન સંગઠિત ક્ષેત્રને માત્ર વધુ મજબૂત બનાવશે અને રૂ. 5 લાખની આવક ધરાવતા લોકો માટે શૂન્ય કર જવાબદારીની રજૂઆત, બીજા અને ત્રીજા બજારોમાં વિસ્તરણ લાવવામાં સહાય કરશે. એકંદરે, આ ક્ષેત્રમાં નવીનતમ ડિઝાઇન અને જ્વેલરીમાં વિવિધતાની સતત માંગ સાથે ગ્રાહકોની પસંદગીઓમાં પણ ફેરફાર નોંધવામાં આવ્યો છે. ઉત્તર ભારત દેશનું મોટું બજાર છે જે મોગલ ઍન્ટીક, સોના, હીરા, રૂબીઝ, એમેરાલ્ડ્સ, પોલ્કિસ અને કુંદન-નવરત્ન સહિત ચળકાટ ધરાવતા અને સ્ટેટમેન્ટ જ્વેલરીના પિસીસ માટેના આકર્ષણ માટે જાણીતું છે, જે અમારા શોમાં પ્રદાન કરવામાં આવશે. જ્યારે ઝવેરીઓ વધુ વેચાણ અને મુલાકાતીઓ જોશે ત્યારે આ આગામી લગ્ન અને ઉત્સવની સીઝનમાં વૃદ્ધિ માટે સારી નિશાની સાબિત થશે."
આ શોમાં અન્યો સાથે પંજાબ, હરિયાણા, યુપી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ભારતના રાજ્યોમાંથી પણ સહભાગીઓ જોવા મળશે.
DJGF ખાતરી કરશે કે જ્વેલરીના હોલસેલરો, રિટેલરો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, ડાયમંડ, રત્ન, મોતીના પુરવઠાકારો અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરીના માઉન્ટીંગ વેપારીઓ અને પુરવઠાકારો, અને વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ, બધા મળવા, કનેક્ટ થવા નેટવર્ક અને તેમના વ્યવસાયમાં વધારો કરવા માટે એક જ છત હેઠળ આવે.
આ વર્ષે પણ, આ એક્સ્પોમાં ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો દ્વારા એક આંતરદ્રષ્ટિથી ભરપૂર સેમિનાર યોજવામાં આવશે. આ એક્સ્પો, સોર્સિંગ, વ્યવસાય કરવા, જ્ઞાનનું વિનિમય કરવા અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારના વલણો માટેનું એક અનન્ય પ્લેટફોર્મ બનવા માંગે છે અને સૌથી અગત્યનું, હાલના સમયમાં સારા એવા પ્રમાણમાં અસ્થિરતાનો અનુભવ કરી રહેલ ક્ષેત્રના મનોબળને વેગ આપે છે. તદુપરાંત, તેને વર્કશોપ્સ અને ફેશન શો જેવી ઘણી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આવરિત કરવામાં આવશે, જેમાં મુખ્ય હિતધારકોની હાજરી નોંધાશે.
આ વર્ષે પ્રદર્શકોની યાદીમાં અન્ય લોકો સાથે Shree Balaji Gold, Beera Jewellers, I P Jewellers, The Bank Street Jewellers, Vijay Enterprises, Goel Jewellers, N.K. Chain Pvt. Ltd., Unique Chain, Swaranshilp, Vikas Chain & Jewellery Pvt. Ltd., Uphaar, Zar, Rohtak Chain & Jewellery, Royal Chain, Blue Stone અને Vimal Diamond સમાવિષ્ટ છે. શરૂઆત તરીકે, ભારતમાં Informa Markets એ ઉત્તર ભારતીય શહેરો જેવા કે હળદવાણી (યુકે), વારાણસી (યુપી), અંબાલા (હરિયાણા) માં જ્વેલરીના સમુદાય માટે શ્રેણીબદ્ધ સફળ રોડ શો યોજ્યા હતા અને તેને ગ્વાલિયર (એમ પી), જોધપુર (રાજસ્થાન) અને મેરઠ (યુપી) માં કરવાની યોજના છે. ભારતભરના 150 થી વધુ શહેરોમાં ઓનગ્રાઉન્ડ શોપ-ટુ-શોપ પ્રવૃત્તિઓ પણ પ્રી-ઇવેન્ટ પ્રવૃત્તિઓનો એક ભાગ હતી.
DJGF 2019, રિટેલ જવેલર્સ ગિલ્ડ એવોર્ડ્સ (RJGA) ની પાંચમી આવૃત્તિ પણ નોંધશે, Informa Markets દ્વારા ભારતમાં અનોખી પહેલ, જેના દ્વારા રિટેલ જ્વેલરી બિઝનેસમાં વ્યક્તિઓ અને સંગઠનોના પ્રયત્નો અને શ્રેષ્ઠતાને સંપૂર્ણ દેશના સ્તરે માન્યતા આપવામાં આવી અને તેનું સન્માન કરવામાં આવ્યું છે. આ વર્ષે રિટેલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, 'એક્સેલન્સ ઇન ડિઝાઇન', 'ઓપરેશનલ એક્સેલન્સ', 'માર્કેટિંગ એક્સેલન્સ', 'સ્ટોર ઓફ ધ યર' અને 'એમ્પ્લોયર ઓફ ધ યર'નો સમાવેશ કરતી, વિસ્તૃત એવોર્ડ કેટેગરીની રચના કરવામાં આવી છે.
આ ફેરને મોટાભાગે ઇન્ડસ્ટ્રી દ્વારા જ્વેલરી ક્ષેત્રના અભિન્ન અંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં The Bullion & Jewellers Association; Delhi Jewellers Association; Maliwara Jewellers Association, Delhi; Karol Bagh Jewellers Association અને Meerut Traders Association જેવા પ્રખ્યાત એસોસિએશનોને સમાવિષ્ટ કરતા 150 થી વધુ એસોસિએશનોના સમર્થન છે.
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઇન્ડસ્ટ્રી અને વિશિષ્ટ બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના બજારોમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરીએ છીએ. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ બજારોની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informaomot.com જુઓ.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ યુબીએમ ઇન્ડિયા) એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ બજારો અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા પ્રદર્શનો, 40 કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે. વધુ વિગતો માટે, કૃપા કરીને www.informa.com જુઓ.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
ભારતમાં Informa Markets
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Logo: https://mma.prnewswire.com/media/960525/DJGF.jpg
Logo: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article