CBME India: 450 થી વધુ વૈશ્વિક અને સ્થાનિક બ્રાન્ડ્સનો એક સમૃદ્ધ સમૂહ
મુંબઈ, April 12, 2019 /PRNewswire/ --
વિશિષ્ટ રૂપે સ્થિત B2B એક્સ્પોએ મુંબઇમાં આજે તેની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
UBM India એ આજે બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મુંબઈમાં વિશિષ્ટરૂપે સ્થિત Children, Baby Maternity Expo India (CBME India) ની 7 મી આવૃત્તિની રજૂઆત કરી હતી. ભારતમાં સૌથી મોટા બાળકો, શિશુ અને સગર્ભા સ્ત્રીઓ માટેના ઉપયોગી ઉત્પાદનોનો બિઝનેસ એક્સ્પો, CBME India સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકો અને શિશુ ઉત્પાદનોના વેચાણકર્તાઓ માટે બિન-હરિફ વ્યવસાયિક તકો સાથે કનેક્ટ થવા, નેટવર્ક કરવા અને વ્યવસાય સંચાલિત કરવાની તકોનું નિર્માણ કર્યું છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/843470/CBME_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/869574/UBM_CBME_India_1.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/869575/UBM_CBME_India.jpg )
CBME India 2019 નો ઉદ્ઘાટન સમારંભ ઇન્ડસ્ટ્રી મેળાવડામાં - Ms. Rekha Chaudhari ભારતના વૈશ્વિક વેલનેસ એમ્બેસેડર અને મેનેજીંગ ડિરેક્ટર, One Line Wellness Pvt. Ltd.; Mr. Rajesh Vora, મેનેજીંગ ડિરેક્ટર, Chicco; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India Pvt. Ltd. અને Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર UBM India Pvt. Ltd. જેવા ખાસ આમંત્રિતોની હાજરીમાં હાથ ધરવામાં આવ્યો.
નવી ગુણવત્તા, તકનીકી રીતે અદ્યતન અને સૌંદર્યલક્ષી આનંદદાયક આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ્સની સમૃદ્ધ શ્રેણીમાં, બેબી કેર ઉત્પાદનો, રમકડાં, બેબી ફૂડ, ઓર્ગનિક કપડાં, ન્યુટ્રાસ્યુટીકલ્સ, એર્ગોનોમિક ફર્નિચર, લાઇસન્સિંગ બ્રાંડ્સ, સ્ટેશનરી, ગિફ્ટ્સ, શિશુ સલામતી તકનીક, મગજના વિકાસ માટેના સાધનોના નવીન અને વિસ્તૃત સ્પેક્ટ્રમને પ્રદર્શિત કરવા માટે આ શો 450 થી વધુ વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સને એક સાથે લાવ્યો છે. એક્સ્પોની મુલાકાત લેનારા વ્યાવસાયિકો દ્વારા શિશુ, બાળ વસ્ત્રો, બાળકોના શૂ સ્ટોર, સગર્ભા સ્ત્રીઓ માટે વસ્ત્રોની દુકાનો; રમકડાંની દુકાનો, સુપરમાર્કેટ, હાઈપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, પ્રી-સ્કૂલ, નર્સિંગ હોમ, વ્યક્તિગત ખરીદદારો, સેવા કંપનીઓ, ડિઝાઇનર્સ, એસોસિયેશન અને કૉન્સ્યુલેટ્સ માટે સેવાઓ પ્રદાન કરવામાં આવી છે.
ત્રણ દિવસના એક્સ્પોમાં ચીન, કોરિયા, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, સિંગાપુર, રશિયા અને તાઇવાન જેવા 10 પ્રદર્શક દેશોમાંથી 130 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે. સૌથી નોંધપાત્ર રીતે, આ ઇવેન્ટ All India Association of Industries (AIAI); Indian Imports Chamber of Commerce and Industry (IICCI); Franchising Association of India અને Licensing Industry Merchandisers' Association (LIMA) જેવા મુખ્ય એસોસિયેશન દ્વારા યોગ્યપણે સમર્થિત છે. CBME India Korea Federation of Clothing Merchant Federation અને Hong Kong Children Babies Maternity Industries Association (HKCBMIA) પેવેલિયન દ્વારા કોરિયા પેવેલિયન ની હાજરીની સાક્ષી પૂરશે.
કેટલાક મુખ્ય પ્રદર્શકોમાં અન્ય સાથે Artsana India Pvt Ltd - Chicco, Nobel Hygiene Pvt Ltd, Mitsui & Co. India Pvt. Ltd. - Merries, PUR Thailand, Tiny Twig Apparel Pty Ltd., Softsens Consumer Products Private Limited, NOVATEX GmbH, First Care India Private Limited - BuddsBuddy, Azafran Innovacion Ltd., American Hygienics Corporation, Mother and Babycare Inc. - Little Angel, Indify Ventures - OK Baby & BEABA, Maiden Distributors નો સમાવેશ થાય છે, જે આ વિશિષ્ટ ઇન્ડસ્ટ્રીને શોકેસ ટ્રેન્ડિંગ અને નવીન ઉત્પાદનોને પ્રદર્શિત કરે છે.
CBME India ના 7 મી આવૃત્તિના ઉદ્ઘાટન વખતે બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "એક વખત વિશિષ્ટ માનવામાં આવતું શિશુ સંભાળ અને સગર્ભા સ્ત્રીઓ માટે ઉપયોગી ઉત્પાદનોનું બજાર હવે એક મોટી તેજી માટે સજ્જ છે. માતાપિતાની નિકાલજોગ આવકમાં વધારો, તેમની ગ્રાહક તરીકેની આદતોમાં ફેરફાર, મીડિયા સાથે વિગોપનમાં વધારો, સ્ત્રીઓમાં જાગરૂકતા, ઑનલાઇન શોપિંગ અને બાળ સુરક્ષા અને સુખાકારી પર નવીનતમ ધ્યાન કેન્દ્રિત થવાથી, આ ઉચ્ચ સંભવિત ઉદ્યોગો કે જેનો વિકાસ દર 2020 સુધીમાં 17% (CAGR) ધારવામાં આવ્યો હતો તે હવે વિશાળવિકાસ વૃદ્ધિ માટે તૈયાર છે જે તેને સમૃદ્ધ ઇન્ડસ્ટ્રીમાં રૂપાંતરિત કરશે. આપણે ઇન્ડસ્ટ્રીને એક છૂટા છવાયા બજારમાંથી વધુ સંગઠિત બજાર તરફ સ્થળાંતર કરતા જોઈ રહ્યા છીએ. માળખા સાથે નવીનતા અને તકનીક આવે છે જેણે બજારને વધુ વિસ્તૃત કરવામાં મદદ કરી છે."
"CBME India જેવી વિશિષ્ટ પહેલ માહિતી અને શિક્ષણ પ્રદાન કરવા સાથે શિશુ અને સગર્ભા સ્ત્રીઓ માટે ઉપયોગી ઉત્પાદનોના બજારો માટે લક્ષ્યાંકો ઊંચા કરવાની પ્રેરણા આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જ્યારે શિશુ સંભાળ અને બાળકોના ઉત્પાદનો વિકસી રહ્યા છે, ત્યારે સગર્ભા સ્ત્રીઓ માટે ઉપયોગી ઉત્પાદનોની શ્રેણી માટે પણ વધુ સંભવિત અસ્તિત્વ છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે," તેવું તેમણે ઉમેર્યું હતું.
પ્રદર્શનકારો અને મુલાકાતીઓને એક સમાન, અનન્ય અને નવીનતમ મૂલ્ય ધરાવતા પ્રસ્તાવો પહોંચાડવા માટેની તેમની શોધમાં, આ વર્ષે, CBME India 2019 દ્વારા પાવર-પેક્ડ જ્ઞાન સત્રો, સેમિનાર, નવા ટ્રેન્ડ્સની ચર્ચા અને વિવિધ આંતરરાષ્ટ્રીય પેવેલિયન સહિતની સંખ્યાબંધ મુખ્ય લાક્ષણિકતાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી ભારતમાં વિસ્તરણ પામી રહેલા અને વૈવિધ્યસભર રિટેલ ક્ષેત્રમાં ઝડપથી વૃદ્ધિ કરી શકાય.
દિવસ 1 દરમિયાન CBME India 2019 ના ટ્રેન્ડ પાર્ટનર, WGNS દ્વારા પ્રસ્તુતિઓ અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું જે હેઠળ બાળકોના ફેશન ટ્રેન્ડ, રમકડા સંબંધિત વલણો અને રિટેલની પરિકલ્પના વિશે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીના વકતાઓ દ્વારા સત્રોમાં 'બાળકોના વસ્ત્ર બજાર પર ઝડપી ફેશનની અસર' અને 'કેવી રીતે બ્રાંડ્સ સ્થિરતાને સમાવિષ્ટ કરવા માટે 'ક્લોઝડ લૂપ રિસાયક્લિંગ' ને અપનાવી રહ્યાં છે' જેવા વિષયો શામેલ હતા.
દિવસ 2 દરમિયાન બાળકોની બ્રાન્ડ માટે લાઇસન્સિંગ પર ભવિષ્યના વિકાસ માટે વલણો અને વિચારોના ટ્રિગર અંગે સેમિનાર અને પેનલ ચર્ચાનું આયજન કરવામાં આવશે ત્યાર બાદ- Cool Kids Fashion India, UDAAN સાથેના જોડાણમાં ફેશન શોનું આયોજન કરવામાં આવશે જે હેઠળ જાણીતા અને ઉભરતા ડિઝાઇનરો, બ્રાન્ડ્સ અને ઉત્પાદકો બંને તરફથી બાળકો માટેની પ્રીમિયમ ફેશન એસેસરીઝ અને કપડા (વય 0-14 વર્ષ) ને પ્રદર્શિત કરવામાં આવશે. પેનલ માટે ચર્ચાનો વિષય હશે - 'બદલાતી ગ્રાહક વર્તણૂક - વલણો અને તકો'. આ ઇવેન્ટમાં UBM India દ્વારા - 'IMP CBM Brands', એક દ્વિ-વાર્ષિક કાર્યક્રમ હેઠળ એક અનન્ય પહેલની જાહેરાતની સાક્ષી પૂરશે, જે બાળકો, શિશુઓ અને માતૃત્વ અને ઉત્પાદન ઇન્ડસ્ટ્રી સંબંધિત ભારતની સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ્સ માટે દેશભરમાં શોધ ચલાવશે અને તેમના ઑનલાઇન માર્કેટીંગ, હોર્ડિંગ્સ, મર્ચેન્ડાઇઝિંગ, પ્રેસ ઘોષણાઓ, ઉત્પાદન પેકેજીંગ અને જાહેરાત જેવી બધી માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે પ્રતિષ્ઠિત ÍMP લૉગોને લાઇસન્સ તરીકે પ્રદાન કરવાનો વિશિષ્ટ વિશેષાધિકાર એનાયત કરશે.
એક્સ્પોમાં LIMA દ્વારા વિશેષ લાઇસન્સિંગ પેવેલિયન પણ છે જેનો હેતુ વિશ્વભરમાં લાઇસન્સિંગના વિકાસ અને વિસ્તરણને પ્રોત્સાહિત કરવાનો, લાઇસન્સિંગ પ્રેક્ટિશનર્સ માટે વ્યવસાયિકરણના સ્તરને વધારવા અને ભારતીય વ્યાવસાયિક સમુદાયને લાઇસન્સિંગના ફાયદાઓ વિશે વધુ જાગરૂકતા વધારવાનો છે. પેવેલિયન, વિવિધ લાઇસન્સિંગ તકોનું પ્રદર્શન કરશે અને વૈશ્વિક બ્રાંડ લાઇસન્સિંગ સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે લાઇસન્સિંગ નિષ્ણાતોની હાજરી ધરાવશે.
CBME India વિશે:
CBME India નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જૂન 2018 માં Informa PLC સાથે જોડાણ સાધ્યું છે. CBME India વિશે વધુ માહિતી માટે કૃપા કરીને (http://www.cbmeindia.com ) ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubmasia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
Share this article