અત્યાધુનિક બ્રાન્ડની શિપિંગ અને દરિયાઈ ઉદ્યોગમાંથી 260થી વધુ પ્રદર્શકો અને સહ-પ્રદર્શકોએ INMEX SMM India 2019માં ભાગ લીધો છે
ભારત ક્રુઝ પ્રવાસન, બંદર ઉદ્યોગના વિકાસની યોજના બનાવે છે.
ભારત-બાંગ્લાદેશ દ્વિ-માર્ગીય ક્રુઝ નવેમ્બર 1ના રોજ શરૂ થઈ રહી છે
મુંબઈ, Oct. 7, 2019 /PRNewswire/ -- Informa markets India દ્વારા આયોજીતINMEX SMMની 11મી આવૃત્તિ બોમ્બે એક્ઝિબીશન સેન્ટર ખાતે ત્રણ દિવસીય એક્સિબિશનમાં 260થી વધુ પ્રદર્શનકારોના ભાગ લેવા સાથે શરૂ થઈ છે. INMEX SMM India એક્સ્પોની 2019ની વધારેલ આવૃત્તિ વ્યવસાય કરવા માટે વિશ્વભરના ખરીદદારો અને ઉત્પાદકોને સાથે લાવી અને વૈશ્વિક ઉદ્યોગ નેતાઓ, મહત્વના નિર્ણયકર્તાઓ, સરકારી એજન્સીઓ અને અગત્યના ટ્રેડ અશોસિયન્સને નેટવર્ક બનાવા, વ્યવસાયની નવી તકોનું અન્વેષણ કરવા અને સેવાઓ અને ઉત્પાદનોને અનાવરિત કરવા એક પ્રતિષ્ઠિત સંગઠન બનાવે છે.
INMEX SMMનું ઉદ્દઘાટન SabyasachiHajara, નિવૃત્ત સીએમડી, Shipping Corporation of India (અધ્યક્ષ, Inmex SMM 2019, સલાહકાર મંડળ); Simon Bennett, નાયબ સેક્રેટરી જનરલ, International Chamber of Shipping; Michael Duck, કારોબારી ઉપપ્રમુખ - એશિયા, Informa Markets; Pravir Pandey, વાઇસ ચેરમેન, Inland Waterways Authority of India; Rear Admiral K G Vishwanathanધ્વજ અધિકારી ઉપદેશો અને વિભાવનાઓ, ભારતીય નૌસેના; Kailash Kumar Aggarwal, જોંઇન્ટ સેકરેટરી, Sagarmala, Ministry of Shipping; Sanjay Bhatia, અધ્યક્ષ, Mumbai Port Trust, અધ્યક્ષ, Indian Ports Association અને Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets, અનેMrAbhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર, ભારતમાં Informa Marketsએ અન્યોની સાથે મળીને કર્યુ હતું.
કોન્ફરન્સમાં મહાનુભવોએ બંદર ઉદ્યોગ, ક્રુઝ પર્યટન, ગ્રીન બંદરો, વગેરે વધારવા દ્વારા શિપિંગ અને દરિયાઈ ઉદ્યોગને વેગ આપવા માટેની વિવિધ રીતો પર વાત કરી હતી.Sagarmala પ્રોજેક્ટ, મહારાષ્ટ્રમાં જળ પ્રવાસન અને અન્ય બંદરો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રુઝ લાઈન વગેરે પર બહોળા પ્રમાણમાં વાત કરવામાં આવી.
જળ પ્રવાસન પર વાત કરતાં Pravir Pandey, વાઇસ ચેરમેન, Inland Waterways Authority of Indiaએ કહ્યુ, "ભારત સરકાર અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા છે. દ્વિ-માર્ગીય ક્રુઝે માર્ચમાં પ્રવાસ કરી અને પ્રવાસીઓને લઈ ગયું હતું. નવેમ્બર 1થી નિયમિત દ્વિ-માર્ગીય ક્રુઝ શરૂ થઈ રહી છે."
આના સિવાય, આંતરરાષ્ટ્રીય કક્ષાના છ ક્રુઝ જહાજો છે જે કોલકાતા અને બનારસ વચ્ચે ફરી રહ્યા છે, આ ખૂબ ઉચ્ચ કક્ષાના વાહનો છે જેનું બે વર્ષ અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. એવા પણ ક્રુઝ વહાણો છે જે કોલકાતા અને વિવિધ સ્થળો, જેમકે મુર્શિદાબાદ, સુલ્તાનગંજની વચ્ચે ગંગા નદીમાં મુસાફરી પણ કરી રહ્યા છે. આ ક્રુઝ ઓપરેટરોએ સ્થાનિક ક્રુઝ ઓપરેટરો સાથે જોડાણ કર્યું છે.આ જહાજો ફ્લોટિંગ જેટી પર કિનારો કરે છે, પર્યટક સ્થળ પર ઉતરીને આખો દિવસ સ્થાનિક વિસ્તારમાં વિતાવે છે. બ્રહ્મપુત્રામાં પણ આ જ વસ્તુ થઈ રહી છે, મ્યાનમારથી પ્રખ્યાત પાંડવ ક્રુઝ કે જે કરાવડીથી ચલાવવામાં આવતા હતા તે ગંગામાં સ્થળાંતરિત થયા છે.
Sanjay Bhatia, ચેરમેન, Mumbai Port Trust, ચેરમેન, Indian Ports Associationએ ઉમેર્યુ, "સમુદ્ર ક્રુઝ માટે, પોર્ટ બંદર બની રહ્યુ છે, મહારાષ્ટ્રમાં પણ દ્વારકાની લાઇન મૂકી દેવામાં આવી છે. ક્રુઝ જે મુંબઇથી ગોવામાં કાર્યરત છે, તેનું ગણપતિપુલે જવાનું પણ આયોજન કર્યું છે. અમે તે માટે કન્હોજી આંગ્રે દ્વીપ વિકસાવી રહ્યા છીએ."
આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની સાથે, કુશળતાથી ક્યુરેટેડ INMEX SMM India કોન્ફરન્સ ભારતના દરિયાઈ અને શિપિંગ ક્ષેત્રની સારી રીતે સમજ આપવા માટે આ ક્ષેત્રના સૌથી જટિલ મુદ્દાઓ, વિષયો અને વલણોની ઉદ્યોગ સમજ આપે છે. સત્રોમાં સમાવિષ્ટ મુદ્દાઓ છે જેમકે 'ભારતનું દરિયાઇ નેતૃત્વ '; 'આવતીકાલનું દરિયાઈ વિશ્વ - ઉદ્યોગ 4.0 માટે તૈયારીઅને લોકોને સ્માર્ટ શિપિંગ યુગ માટે તૈયાર કરી રહ્યા છીએ; 'દરિયાઈ ક્ષેત્રે સ્ત્રીઓ'; 'ભારતના દરિયાઈ હાઇવે – 'આજે ડ્રાઇવિંગ ગ્રોથ શું છે? સાગરમાલા પર એક સ્પોટ લાઇટ.'
Kailash Kumar Aggarwal, જેટી સેક્રેટરી, સાગરમાલા, Ministry of Shipping –જે સાગરમાલા પ્રોજેક્ટની આગેવાની કરી રહ્યા છે તેમણે કહ્યુ, "આ પ્રોજેક્ટ બંદર ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટેની શોધોને ઓળખવા વિશે છે. લગભગ 600 વિચિત્ર પ્રોજેક્ટ્સ બંદરોની ઉત્પાદકતા વધારવા, બંદરોની ક્ષમતા વધારવા, બંદરોને આધુનિક કરવા અને બંદરોના જોડાણ વધારવામાટે ઓળખવામાં આવે છે.તે આપણા માટે બંદરોની નજીક રહેતા સમુદાયોને, બંદર ક્ષેત્રને લગતી યોજનાઓ માટે તાલીમ આપી તેમની સુધારણા માટે પણ છે. પ્રોજેક્ટમાં બંદર ક્ષેત્રનો તકનીકી વિકાસ પણ શામેલ છે, એટલું જ જ્વલનશીલ, આ તમામ પ્રોજેક્ટ વિવિધ પેટા વડાઓ હેઠળ હાથ ધરવામાં આવ્યાં છેઅને આ પ્રોજેક્ટના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે."
એક્ઝિબિશન અન્યોની સાથે 'ભારતીય બંદરો અને ક્રુઝ ટૂરિઝમ માટેની તેમની તૈયારી' પર પણ ધ્યાન આપ્યું. એક્સ્પોમાં બંદર માળખાગત વિકાસને સમર્પિત એક કોન્ફરન્સ પણ હતી જેમાં 'બંદરોને વ્યવસાય વિકાસમાં ભાગીદાર બનાવવા'; '21 મી સદીમાં પોર્ટ ડાયનેમિક્સ'; 'ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને બંદરોનું આધુનિકીકરણ' અને 'ભારતના મરીન હાઇવે-ડ્રાઇવિંગ ગ્રોથ શું છે' જેવા મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતાં. બી2બી ખરીદદાર પ્રોગ્રામ પ્રદર્શકો અને ખરીદદારો વચ્ચે વિશિષ્ટ મીટિંગ્સની સુવિધા આપે છે.
બંદર ઉદ્યોગ પર વાત કરતાં Sanjay Bhatia, ચેરમેન, Mumbai Port Trust, ચેરમેન, Indian Ports Associationએ કહ્યું, "આખી દુનિયામાં પાંચ કંપનીઓ છે, તેમાંથી ઓછામાં ઓછા ત્રણ લોકોએ મુંબઇમાં હોમ પોર્ટિંગ શરૂ કરી દીધું છે. 2017-18માંઆપણી પાસે 40 વહાણો કોલિંગ હતાં, 2018-19માંઆપણી પાસે 106 વહાણો આવ્યા હતાં અને આ ઋતુ 2019-20માં, આપણી પાસે 206 વહાણો આવી રહ્યા છે. જેથી આપણે ખૂબ જ જલ્દીથી પ્રાથમિકથી માધ્યમિક તબક્કે વધીએ છીએ. મેં ખરેખર એક જ બંદર વિશે જાહેર કર્યું છે, ત્યાં પાંચ બંદરો એક સાથે જોડાયેલા હશે. આપણે તેના માટે એક બર્થ અનામત રાખ્યો છે, આ હેતુ માટે મેં પહેલેથી જ બીજો બર્થ મૂક્યો છે, આપણે આ ઋતુથી ત્રીજો બર્થ મુકવાની જરૂર પડી શકે છે, કોઈ ખાસ દિવસે મારી પાસે 4 કરોડ વહાણ હોઈ શકે છે, મિયામીની જેમ. પાંચ જોડાયેલા બંદરો સાથે, આ શરૂ થનાર નવો વ્યવસાય હશે.
તેમણે ઉમેર્યુ, "આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ જેવા એરપોર્ટ જૂન 2020 સુધીમાં પૂર્ણ થઈ જશે. સ્થાનિક અમે પહેલાથી જ પૂર્ણ કરી દીધું છે. તે સમયે અમે મુંબઇથી ગોવા ક્રુઝ શિપનું લોકાર્પણ કર્યું હતું. એક કિલોમીટર વોટર ફ્રન્ટ જેનો હમણાં અમે વિકાસ કરી રહ્યા છીએ તે આગામી બે મહિનામાં પૂર્ણ થઈ જશે. મોટો પ્રોજેક્ટ જેમકે 11 કિમી વોટર ફ્રન્ટમ અને બીજું બધુ, તે વૈચારિક અને આયોજનના તબક્કે છે."
INMEX SMM India શો 2019 પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets એ કહ્યુ, "જેમ જેમ વિશ્વની વસ્તી વધતી જાય છે, દેશના વિકાસ અને ટકાઉ વિકાસમાં ઓછા ખર્ચે અને કાર્યક્ષમ દરિયાઇ પરિવહનની આવશ્યક ભૂમિકા છે. ભારતીય શિપિંગ ઉદ્યોગ દેશના વેપાર અને વાણિજ્યમાં વૃદ્ધિ ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરેરાશ, કદ પ્રમાણે ભારતના 95 ટકા વેપાર અને મૂલ્ય પ્રમાણે 70 ટકા વેપાર દરિયાઇ પરિવહન દ્વારા કરવામાં આવે છે. ભારત વિશ્વનો સોળમો સૌથી મોટો દરિયાઇ દેશ હોવા સાથે, લગભગ 7,517 કિ.મી.ના દરિયાકિનારા સાથે, અમારું માનવું છે કે આ ક્ષેત્રમાં દરિયાઈ ક્રાંતિ લાવનારા મોટા એન્જિનમાંથી એક બનવાની વિશાળ સંભાવના છે.ભારતીય માર્કેટમાં અપાર પહોંચ અને કુશળતા દ્વારા સમર્થિત ભારતમાં Informa Markets અને Hamburg Messe und Congress GmbH આપણે ઉદ્યોગોની વિસ્તૃત સૂચિમાં શિપિંગ અને દરિયાઇ ક્ષેત્ર ધરાવતા હોવાનો ગર્વ હું અનુભવું છું.
"થોડા વર્ષો પહેલા કેન્દ્રએ શિપયાર્ડ્સને માળખાકીય સુવિધાઓ પણ આપી હતી અને વ્યાપક સાગરમલા પ્રોજેક્ટ જેવી પહેલ શરૂ કરી હતી, મેજર પોર્ટ્સ બિલ કે જે પોર્ટ બોર્ડને વધુ સ્વાયત્તતા પ્રદાન કરશે, મેરીટાઇમ એજન્ડા 2020 જે ભારતની બંદરની ક્ષમતા વધારીને 3,130 મેટ્રિક ટન સુધી પહોંચાડવાનો અને પર્યાવરણને અનુકૂળ'પ્રોજેક્ટ ગ્રીન બંદરો' સંચાલિત કરવાનો વિચાર કરે છે. આમાં કોઈ શંકા નથી કે ઝડપી વહન અને શિપિંગ અને મેરીટાઇમ ડોમેનમાં વૃદ્ધિ ટકાવી રાખશે," એવું એમણે આગળ ઉમેર્યુ.
આ પ્રકારનું એક વ્યવસાયિક પ્લેટફોર્મ, INMEX SMM India તેની લોન્ચ આવૃત્તિથી, સમગ્ર દરિયાઇ ક્ષેત્રની સૌથી અપેક્ષિત ઘટના બની રહી છે તેના શિપબિલ્ડિંગ, શિપયાર્ડ્સ, ફિટિંગ અને સાધનો, કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રોનિક્સ, ટેકનોલોજી, બંદરો અને બંદર ટેકનોલોજી, સમુદ્ર એન્જિનિયરિંગ, મરીન ઓફશોર ટેકનોલોજી, નૌકા શસ્ત્ર પ્રણાલીઓ અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના ભારતીય બજારમાં સંપર્ક લાવવા માટે ડ્રેજિંગ પર ધ્યાન આપી રહ્યુ છે. ઉદ્યોગ વ્યવસાયિકો સિવાય, શિપ માલિકોના મુખ્ય કર્મચારીઓ, શિપ મેનેજમેન્ટ કંપનીઓ, સંરક્ષણ મંત્રાલય, શિપિંગ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, રાષ્ટ્રીય શિપિંગ બોર્ડ, અને પ્રાપ્તિ નિર્દેશક અને ગુણવત્તા ખાતરીના નિયામક, ભારતીય નૌકાદળ અન્યોની સાથે શોમાં હાજરી આપશે.
દરિયાઈ ક્ષેત્રમાં આગાવી ખેલાડીઓ, ABB India Limited, SSI Solutions India Pvt. Ltd., Goltens India Private Limited., India Futuristic Marine Pvt. Ltd., Vacman Sanitation Solutions Pvt. Ltd., Wiska India, West Coast Marine Yacht Services Pvt. Ltd., Dempo Shipbuilding & Engineering Pvt. Ltd., Dalwin Marine Turbo Engg. Pvt. Ltd., Reintjes Middle East LLC, Volvo India Pvt. Ltd. (Volvo Penta), Navicom Technology International Pvt. Ltd., Man Diesel & Turbo India Private Limited, MandoviDrydocks, Parikh Power, RasTek Group, Subhadra Metals Pvt. Ltd., Synergy Shipbuilders/ Siddarth Engineering & Shipbuilding Co., Pvt. Ltd., Vijai Marine Shipyard, Marks Marine Radio Pvt. Ltd. and Vanson Engineering Pvt. Ltd.શોમાં તેમની હાજરીને ચિહ્નિત કરશે, જે જર્મની, ચીન અને કોરિયાના દેશના પેવેલિયન પણ જોશે.
INMEX SMM 2019એક મહત્વપૂર્ણ સમયે આવે છે જયારે આગામી કેટલાક પ્રોજેક્ટને કારણે દરિયાઈ અને શિપિંગ ઉદ્યોગ મોટાપાયે પ્રગતિ કરવા માટે તૈયાર છે, અને સરકાર ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો લાવવા પગલાં લઈ રહી છે. સાગરમાલા માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના અંતર્ગત, 6 નવા મેગા બંદરોનો તેના 7,500 કિલોમીટરના દરિયાકાંઠાની લંબાઈ દ્વારા દેશમાં હાલના 12 અને 200 બિન-મુખ્ય બંદરોની સંપૂર્ણ નિરીક્ષણની સાથે વિકાસ કરવામાં આવશે. વાણિજ્યિક વર્ષ 18 દરમિયાન, દેશના મોટા બંદરો પર કાર્ગો ટ્રાફિક 679.36 મિલિયન ટન (એમટી) નોંધાયું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 4.77 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વાણિજ્યિક વર્ષ19 (ઓગષ્ટ 2018 સુધી)ટ્રાફિક વાર્ષિક ધોરણે 5.13 ટકા વધીને 288.38 મિલિયન ટન થયું છે. ભારતમાં બંદરના વેપારના લગભગ 95ટકા ભાગનું નિયંત્રણ હોવાથી, વધતા વેપારથી દેશના કાર્ગો ટ્રાફિકમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
ઉદ્યોગ આવશ્યક ચીજવસ્તુઓના આંતરરાષ્ટ્રીય પરિવહનના પ્રાથમિક સાધન તરીકે પણ કાર્ય કરે છે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે આ ક્ષેત્ર અત્યંત આકર્ષક છે.આ ઉપરાંત, ભારત સરકાર બંદર અને બંદર બાંધકામ માટેના સ્વચાલિત રૂટ હેઠળ 100 ટકા સુધીના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) ની મંજૂરી આપી રહી છે. જે બંદરો, અંતરિયાળ જળમાર્ગો અને અંતરિયાળ બંદરો વિકસિત કરે છે, જાળવણી કરે છે અને સંચાલન કરે છે તેવા સાહસોને 10 વર્ષની કરની રજાની પણ સુવિધા આપી છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગોઅનેનિષ્ણાતબજારોમાંવેપાર, નવીનતાઅનેવિકાસમાટેપ્લેટફોર્મબનાવેછે. અમારાપોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય બી2બી કાર્યક્રમો અને હેલ્થકેરઅનેફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામઅનેરીઅલએસ્ટેટ, ફેશનઅનેએપેરલ, હોસ્પિટાલિટી, ફૂડઅનેબેવરેજઅનેઆરોગ્યઅનેપોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમેસામ-સામેપ્રદર્શનો, નિષ્ણાતડિજિટલસામગ્રીઅનેએક્શનિએબલડેટાસોલ્યુશન્સદ્વારાસંલગ્ન, અનુભવઅનેવ્યવસાયકરવાનીતકોસાથેવિશ્વભરનાગ્રાહકોઅનેભાગીદારોપ્રદાનકરીએછીએ. વિશ્વનાઅગ્રણીએક્સિબિશનઆયોજકતરીકે, અમેતકોઉભીકરીઅનેવર્ષના 365 દિવસખીલવામાંમદદકરીજીવનમાંવૈવિધ્યસભરબજારોનીવિવિધશ્રેણીલાવીએછીએ. વધુમાહિતીમાટેકૃપાકરીwww.informamarkets.comનીમુલાકાતલો.
ભારતમાંInforma Markets વિશે
Informa MarketsએInforma PLCનીમાલિકીછે, જેએકઅગ્રણીબી2બીમાહિતીસેવાગ્રુપછેઅનેવિશ્વમાંસૌથીવિશાળબી2બીકાર્યક્રમઆયોજકછે. ભારતમાંInforma Markets (અગાઉ UBM India) ભારતનાઅગ્રણીએક્ઝિબિશનઆયોજકછે, જેએક્સિબિશન, ડિજિટલસામગ્રીઅનેસેવાઓઅનેકોન્ફરન્સિસઅનેસેમિનારદ્વારાસ્થાનિકઅનેવિશ્વભરમાંવેપાર, નવીનતાઅનેવૃદ્ધિમાટેનિષ્ણાતબજારોઅનેગ્રાહકસમુદાયોનેમદદકરવામાટેસમર્પિતછે. દરવર્ષે, અમેદેશભરમાંઉદ્યોગપુરસ્કારોઅનેતાલીમસાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધઉદ્યોગયામોપરવેપારસક્ષમકરીએછીએ. ભારતમાં, Informa Marketsનીમુંબઈ, નવીદિલ્હી, બેંગલોરઅનેચેન્નાઈમાંઓફિસોછે. વધુવિગતોમાટેકૃપાકરીwww.informa.com નીમુલાકાતલો.
મિડીયા સંપર્ક :
MiliLalwani
[email protected]
+91-9833279461
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1005629/INMEX_SMM_India_Logo.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1005628/INMEX_SMM_2019_Inauguration.jpg
Share this article