UST D3code હેકાથોનના વિજેતાઓની જાહેરાત કરે છે; તેઓ ભારતના તિરુવનંતપુરમમાં તેમની વાર્ષિક ગ્લોબલ ટેક્નોલોજી કોન્ફરન્સ D3 હોસ્ટ કરવા માટે તૈયાર છે
~ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ભારતની સૌથી મોટી હેકાથોનમાં નવીન મેટાવર્સ સોલ્યુશન્સ પ્રકાશિત કરવામાં આવ્યા હતા ~
~ટોચની 5 ફાઇનલિસ્ટ ટીમના દરેક સભ્યને USTમાં જોડાવાની જોબ ઓફર મળી હતી, આ ઉપરાંત પ્રથમ ઇનામ માટે 7 લાખ INR, બીજા ઇનામ માટે 5 લાખ INR, તૃતીય ઇનામ વિજેતા ટીમ માટે 3 લાખ INR અને અન્ય બે ટીમોને 2 લાખ INR મળ્યાં હતાં~
તિરુવનંતપુરમ, ભારત, Dec. 16, 2022 /PRNewswire/ - UST, એક અગ્રણી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ કંપનીએ, આજે સમગ્ર ભારતમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે હેકાથોન, તેના 'D3code'ની બીજી આવૃત્તિના વિજેતાઓની જાહેરાત કરી છે. ઓનલાઈન અનુભવોને વિકેન્દ્રીકરણ, સ્થાનિકીકરણ, ક્યુરેટ અને સંદર્ભિત કરવામાં મદદ કરતી ટેક્નોલોજીઓનું અન્વેષણ કરવા માટે સહભાગીઓને મેટાવર્સમાં ડાઇવિંગ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આ વર્ષની સ્પર્ધામાં, ડિજિટલ એન્જિનિયરોની આગામી પેઢી તેમના પ્રોગ્રામિંગ અને એન્જિનિયરિંગ કૌશલ્યો શીખવા અને વિકસાવવા તિરુવનંતપુરમમાં એકત્ર થઈ હતી. D3code USTની આગેવાનીમાં બનેલી વાર્ષિક ટેક્નોલોજી કોન્ફરન્સ સુધીની ઘણી ઘટનાઓમાંની એક છે – D3: ડ્રીમ, ડેવલોપ, અને ડિસરપ્ટ (સ્વપ્ન, વિકાસ અને વિક્ષેપ) – જે 15મી ડિસેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં 'O by Tamara' ખાતે યોજાશે.
5મી વાર્ષિક ટેક્નોલોજી કોન્ફરન્સ 15મી ડિસેમ્બરના રોજ પૂર્ણ-દિવસીય કોન્ફરન્સમાં સમાપ્ત તેના એક અઠવાડિયા પહેલાંના કાર્યક્રમોમાં 4-કલાકની હેકાથોન, ટેક્નોલોજી એક્સ્પો અને પ્રવચનો સહિતની ઇવેન્ટ્સ સમાવિષ્ટ હતી. આ કોન્ફરન્સમાં UST ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિષ્ના સુધીન્દ્ર દ્વારા મુખ્ય વક્તવ્ય રજૂ કરવામાં આવશે તેમજ અતિથિ મુખ્ય વ્યકતવ્ય જાણીતા ડિજિટલ વ્યૂહરચનાકારો - ઝેક પીસ્ટર, Intrepid Venturesના સહ-સ્થાપક અને મુખ્ય વિકાસ અધિકારી, અંશુલ રૂસ્તગી, Totality Corpના સ્થાપક દ્વારા અને પેનલ ડિસ્કશનમાં શાલુ ઝુનઝુનવાલા, Google Indiaમાં પ્રોફેશનલ સર્વિસના ડિરેક્ટર હશે. આ ઉપરાંત, UST ના મુખ્ય ટેકનોલોજી અગ્રણીઓ જેમકે નિરંજન રામસુંદર, ચીફ ટેક્નોલોજી ઓફિસર, કુરુવિલા મેથ્યુ, ચીફ ઈનોવેશન આર્કિટેક્ટ, ડેવિડ થોર્પ, હેડ ઓફ ડિઝાઈન, રિક ક્લાર્ક, હેડ ઓફ ક્લાઉડ એડવાઈઝર અને ડેનિયલ ફીલ્ડ, ગ્લોબલ હેડ ઓફ બ્લોકચેન, વર્ગીસ ચેરીયન, હેડ ઓફ ટેક્નોલોજી સર્વિસ, તેઓ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેગમેન્ટમાં અગ્રણી હશે.
આ વર્ષના D3code, માં ભારતભરની 146 ટીમોમાંથી 840 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. પસંદ કરેલ ઉમેદવારો UST ના રેસિડેન્ટ વિષય નિષ્ણાતો અને અગ્રણી સંશોધકોને મળ્યા હતા, તેઓ શીખ્યા કે કેવી રીતે સંસ્થાઓ ગ્રાહકો અને ઉપભોક્તાઓ માટે વ્યૂહાત્મક રીતે અર્થપૂર્ણ અનુભવો બનાવી શકે છે. શોર્ટલિસ્ટ થયેલ ટીમોએ પ્રોગ્રામિંગ ચેલેન્જ રાઉન્ડમાં ભાગ લીધો હતો જે પછી વિડિયો ઇન્ટરવ્યુના આગલા તબક્કામાં જવા માટે દસ ટીમોની પસંદગી કરવામાં આવી હતી. પાંચ ફાઇનલિસ્ટ ટીમોએ 11 અને 12 ડિસેમ્બર, 2022ના રોજ UST તિરુવનંતપુરમ કેમ્પસ માં 24 કલાકની ઓનસાઇટ હેકાથોનમાં ભાગ લીધો હતો.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, રૂરકીની ટીમ Orsted Corp.ને પ્રથમ ઇનામ મળ્યું.
શ્રી ચિત્રા થિરુનલ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, તિરુવનંતપુરમની ટીમ Meta4 અને કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, તિરુવનંતપુરમ (CET)ની ટીમ GAAD અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી - સિલ્ચર તરફથી ટીમ BlackMirror2.1 અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, રૂરકીની ટીમ LaxmiChit Fundને માનદ ઉલ્લેખ મળ્યો
ટીમ |
સહભાગીઓ |
કોલેજ |
સ્થાન |
LaxmiChit Fund |
મહક ગુપ્તા (TL) |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, રૂરકી |
માનદ ઉલ્લેખ |
સૌરભ સંગમ |
|||
વંશ ઉપ્પલ |
|||
ક્રિતિકા |
|||
BlackMirror2.1 |
નિહાર જ્યોતિ બસિષ્ઠ (TL) |
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી - સિલ્ચર |
માનદ ઉલ્લેખ |
બીલી રોય |
|||
તુષાર સચાન |
|||
શિખર કટિયાર |
|||
GAAD |
એલેન વાય (TL) |
કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, તિરુવનંતપુરમ |
3જું ઇનામ |
ગિફ્ટી ટ્રીસા ઇજુ |
|||
ડિવિના જોસી |
|||
એલ્વિન એન્ટોની. કે |
|||
Meta4 |
અનિરુદ્ધ દયાનંદન (TL) |
શ્રી ચિત્રા થિરુનલ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, તિરુવનંતપુરમ |
2જું ઇનામ |
એમ આદિત્ય સાજીથ |
|||
જોવિન જોય અરક્કલ |
|||
માનસ મનોજ |
|||
Orsted Corp. |
આદિત્ય બિષ્ટ (TL) |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી - રૂરકી |
1લું ઇનામ |
અંશુલ સિંહ |
|||
મયંક મિત્તલ |
|||
અર્ચિત ગોસાઈન |
"D3code અમને સંભવિત કર્મચારીઓને મળવાની અને USTને ઉત્કૃષ્ટ કાર્યસ્થળ તરીકે દર્શાવવાની મંજૂરી આપી, જ્યાં લોકોને સફળતા માટે પ્રયત્ન કરવા અને તેમના સમુદાયો પર સકારાત્મક અસર કરી પરિવર્તનશીલ કારકિર્દી વૃદ્ધિ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હેકાથોનના તમામ વિજેતાઓને અભિનંદન. આ એપ્લિકેશન્સની નવીન વિચારસરણી અને સ્કેલ સંભવિતતા જોવી એ રોમાંચક છે કે જે ભારતમાં વ્યવસાયોને વ્યાપારી પડકારોને ઉકેલવા, નવીનતા લાવવા અને મેટાવર્સ પર વૃદ્ધિ કરવા સક્ષમ બનાવશે, એવું મનુ ગોપીનાથ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, UST એ કહ્યું.
પ્રથમ સ્થાન મેળવનારી ટીમને સાત લાખ ભારતીય રૂપિયા (INR), બીજા સ્થાને વિજેતા ટીમને પાંચ લાખ INR અને ત્રીજી ટીમને ત્રણ લાખ INR મળ્યા હતા, જ્યારે અન્ય બે ટીમોને માનદ ઉલ્લેખો અને પ્રત્યેકને બે લાખ INR મળ્યા હતા. આ ઉપરાંત, ટોચની 5 ફાઇનલિસ્ટ ટીમના દરેક સભ્યને UST India માં જોડાવા માટે શરતી જોબ ઓફર મળી હતી.
UST વિશે
22 વર્ષથી વધુ સમયથી, UST એ પરિવર્તન દ્વારા વાસ્તવિક અસર કરવા માટે વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ સાથે મળીને કામ કર્યું છે. ટેક્નોલોજી દ્વારા સંચાલિત, લોકો દ્વારા પ્રેરિત અને અમારા ઉદ્દેશ્યની આગેવાની હેઠળ, અમે ડિઝાઇનથી ઓપરેશન સુધી અમારા ગ્રાહકો સાથે ભાગીદારી કરીએ છીએ. અમારા ચપળ અભિગમ દ્વારા, અમે તેમના મુખ્ય પડકારોને ઓળખીએ છીએ, અને વિક્ષેપકારક ઉકેલો બનાવીએ કે જે તેમની દ્રષ્ટિને જીવંત બનાવે છે. ક્ષેત્રની ઉંડી નિપુણતા અને ફ્યુચર-પ્રૂફ ફિલસૂફી સાથે, અમે અમારા ગ્રાહકોના સંગઠનોમાં નવીનતા અને ચપળતાને એમ્બેડ કરીએ છીએ - સમગ્ર ઉદ્યોગો અને સમગ્ર વિશ્વમાં માપી શકાય તેવું મૂલ્ય અને સ્થાયી પરિવર્તન પ્રદાન કરીએ છીએ. સાથેમળી, 30+ દેશોમાં 30,000 થી વધુ કર્મચારીઓ સાથે, અમે અમર્યાદ અસર માટે નિર્માણ કરીએ છીએ – જે પ્રક્રિયામાં અબજો જીવનને સ્પર્શે છે. અમારી www.UST.com મુલાકાત લો.
મિડીયા સંપર્ક, UST:
ટીનુ ચેરિયન અબ્રાહમ
+1 - (949) 415-9857
+91-7899045194
નેહા મિસરી
+91-9284726602
મેરિક લારેવેઆ
+1 (949) 416-6212
[email protected]
મિડીયા સંપર્ક, U.S.:
S&C PR
+1-646.941.9139
[email protected]
માકોવ્સ્કી
[email protected]
મિડીયા સંપર્ક, ઓસ્ટ્રલિયા:
ટીમ લેવિસ
[email protected]
મિડીયા સંપર્ક, U.K.:
FTI Consulting.
[email protected]
Share this article