સુધારા - Khushi Advertising Ideas Pvt. Ltd.: Carnival Cinemas દ્વારા એડવર્ટાઇઝિંગ રેવન્યુમાં વધારા માટે, Khushi Advertising સાથે કરાર કરે છે
મુંબઈ, May 28, 2019 /PRNewswire/ --
Carnival Cinemas દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે તેમણે તમામ મીડિયા એઓઆર એજન્સીઓ, ભારતની અન્ય એડવર્ટાઈઝિંગ એજન્સીઓમાંથી તેમના એડવર્ટાઈઝિંગ રેવન્યુ જનરેશનને વધારવા માટે અને નવી પ્રમુખ બ્રાન્ડ્સ અને પ્રાદેશિક કલાયંટ્સમાં ઉમેરો કરવા માટે Khushi Advertising Ideas Pvt. Ltd. સાથે ત્રણ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
(Logo: https://mma.prnewswire.com/media/890550/Khushi_Advertising_Ideas_Logo.jpg )
શ્રીકાંત ભાસીની આગેવાની હેઠળ, ભારતભરમાં તેમના ઝડપી વિસ્તરણ સાથે, Carnival Cinemas ભારતની સૌથી ઝડપથી વિકસિત મલ્ટિપ્લેક્સ ચેઇન બની રહી છે અને ભારતભરમાં 100 થી વધુ શહેરોમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર નોંધપાત્ર સીમાચિહ્ન ધરાવનાર સૌપ્રથમ સિનેમા ગ્રુપ બનવાનું વિશિષ્ટ સન્માન પણ હવે તેઓ મેળવે છે. Carnival Cinemas વર્તમાનમાં 20 રાજ્યોમાં વિસ્તારિત છે જે 150 થી વધુ સંપત્તિઓ અને દેશભરમાં 450 થી વધુ સિનેમા સ્ક્રીનો સંચાલિત કરે છે જે ભવ્ય આંતરિક બાંધકામ, વૈભવી બેઠકોની ગોઠવણો, એફ એન્ડ બીની વિશાળ પસંદગી અને પરવડી શકે તેવી કિંમતો પર વર્ગની શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરે છે. Carnival Cinemas વાર્ષિક ધોરણે 50 મિલિયનથી વધુ પ્રેક્ષકોનું મનોરંજન કરે છે અને તેમની કુલ બેઠક ક્ષમતા 125000 છે. Carnival Group ભારતમાં 2020 સુધીમાં 1000 સ્ક્રીનો ધરાવવાની યોજનાને પાર પાડવા સજ્જ છે, જે દરેક એક અદ્યતન (સ્ટેટ-ઓફ-ધ-આર્ટ) મૂવી અનુભવ અને પ્રીમિયમ સેવા માનકો પ્રદાન કરે.
આ જાહેરાત પ્રસંગે બોલતાં, Carnival Cinemas ના સીઇઓ Mr. Mohan Umrotkar એ જણાવ્યું હતું કે, "Carnival Cinemas એ મેટ્રોના ટીયર I શહેરો અને ઉદ્દભવતા ભારત એટલે કે II અને III ટીયર શહેરોના મૂવી દર્શકોનું સૌથી વધુ પસંદગીનું સ્થાન છે. Khushi સાથેની અમારી ભાગીદારીથી આ વિસ્તારોમાં થતા વિશાળ વિકાસ અને ડિજિટાઇઝેશનને વેગ આપવામાં અમને લાભ થશે. અત્યંત વિશાળ નિકાલજોગ આવક ધરાવનાર વર્ગ શ્રેષ્ઠ સિનેમા ચેઇન્સમાં મૂવીઝ જોવાનું પસંદ કરે છે. તે આ તલ્લિન પ્રેક્ષકો છે જેમને ટૅપ કરી શકાય છે અને જાહેરાતકારો દ્વારા લક્ષિત કરી શકાય છે. અમે લગભગ 5 વર્ષથી Khushi સાથે સંકળાયેલા છીએ અને આ ભાગીદારી દ્વારા અમારા એડવર્ટાઈઝિંગ રેવન્યુમાં વધારો કરવા અંગે અમે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. 33 શહેરોમાં તેમની હાજરી સાથે, Khushi અમારા થિયેટરોમાં જાહેરાત કરવા માટે આ શહેરોમાંથી મોટી અને નાની બ્રાન્ડ્સ લાવીને અત્યંત સારી કામગીરી બજાવી રહી છે. આ ભાગીદારી સાથે, અમે અમારા એઓઆર અને અન્ય એજન્સીઓ દ્વારા લાવવામાં આવતી આવકના હિસ્સામાં વધારો કરવા, નવી બ્રાન્ડ્સ ઉમેરવા અને અમારા એડ-રેવન્યુમાં વધતી જતી વૃદ્ધિ જોવાની સુનિશ્ચિતતા અમે ધરાવીએ છીએ."
Mr. Vishnu Telang - સીઇઓ, Khushi Advertising દ્વારા આ પ્રસંગે બોલતા જણાવાયું હતું કે, "Carnival માટે એડ રેવન્યુ વધારવા માટે સિનેમા જાહેરાત ઉદ્યોગમાં 13 વર્ષના અનુભવ બળનો ઉપયોગ Khushi કરશે. અમે ઑનસ્ક્રીન એડવર્ટાઈઝિંગ, બ્રાંડિંગ અને એક્ટિવેશનથી ભારે આવક મેળવવા અંગે અત્યંત આશાવાદી છીએ. ભારતમાં કલાયંટ્સ અને એજન્સીઓને મલ્ટિપ્લેક્સ ચેઇન્સની એડવર્ટાઈઝિંગ ઇન્વેન્ટરી પ્રસ્તુત કરવામાં khushi નિર્વિવાદિતપણે અગ્રણી છે. 350 થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ અને 1500 થી વધુ પ્રાદેશિક કલાયંટ્સ દ્વારા અમને ભારતમાં સિનેમામાં એડવર્ટાઈઝિંગ માટે સાઇન કરવામાં આવ્યા છે. નિષ્ણાતોની અમારી સમર્પિત ટીમ દેશના 33 શહેરોમાં ફેલાયેલી છે જે સુનિશ્ચિત કરશે કે અત્યાર સુધી વણખેડાયેલા શહેરો જે વિશાળ સંભવિતતા ધરાવે છે તેમાંથી Carnival વ્યવસાય મેળવે છે."
આ ઉપલબ્ધિથી આનંદિત, Mr. Pranay Shah - ડિરેક્ટર, Khushi Advertising દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે, "ભારતની ટોચની મલ્ટિપ્લેક્સ ચેઇન્સના એડ-રેવન્યુમાં Khushi સૌથી મોટી યોગદાનકર્તા છે. Carnival ના અધિકારો સાથે, અમે અમારા કલાયંટ્સ માટે વધુ સારા પેકેજ અને ઉકેલો લાવવા માટે સક્ષમ બનીશું. સિનેમા માલિકો તેમજ જાહેરાતકારો, બંને પક્ષો માટે આ એક જીતની સ્થિતિ બનશે. ઇચ્છિત પરિણામો પ્રદાન કરી શકવા માટેની અમારી સક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ અમે Carnival ના મેનેજમેન્ટના આભારી છીએ. અંદાજિત આંકડાઓને પાર કરી જવા અને કાર્નિવલ સિનેમા સાથે સશક્ત અને લાંબા ગાળાનો સહયોગ નિર્માણ કરવા અંગે અમે સકારાત્મક છીએ."
Khushi વિશે
Khushi Advertising Ideas Pvt. Ltd. એ ભારતમાં એક અગ્રણી એમ્બિઅન્ટ મીડિયા એજન્સી છે. એક દાયકા અગાઉ અમદાવાદથી તેની કામગીરી શરૂ કરનાર, Khushi આજે 33 શહેરોમાં પોતાની ઉપસ્થિતિ ધરાવે છે અને ભારતભરમાં 250 થી વધુ વ્યાવસાયિકોની સશક્ત ટીમ સાથે Khushi એ ઝડપી વિકાસ સાધ્યો છે. ભાગીદારીની સંખ્યા વધીને 2000 થી વધુ મલ્ટિપ્લેક્સ સ્ક્રીનો, 350 થી વધુ મોલ્સ, 30 થી વધુ એરપોર્ટ, 1000 થી વધુ કોફી શોપ્સ, 100 થી વધુ ક્યુએસઆર અને અન્ય ઘણાં ક્ષેત્રે આગળ વધી છે. દેશભરમાં તેની ઉપસ્થિતિ, નવીન તકનીકો અને અમલીકરણ ક્ષમતાએ Khushi ને ભારતની સૌથી ઝડપથી વિકસતી એમ્બિઅન્ટ મીડિયા એજન્સી બનાવી દીધી છે.
Carnival વિશે
Carnival Cinemas ની સ્થાપના 2012 માં થઈ હતી અને ત્યારથી તેઓ સશક્તપણે વૃદ્ધિના માર્ગ પર આગળ વધ્યા છે. 2014 માં તેમણે બ્રોડવે સિનેમાઝનો હવાલો સંભાળ્યો અને તેમના હાલના સ્ક્રીન્સમાં 34 નો ઉમેરો કર્યો. તે પછીના એક વર્ષની અંદર, તેમણે Big Cinemas and Glitz Cinemas નો હવાલો પણ સંભાળ્યો અને તેમની ઇન્વેન્ટરીમાં 278 સ્ક્રીનનો ઉમેરો કર્યો; જે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટું સંપાદન છે. 2016 માં કાર્નિવલ વૈશ્વિક બન્યું જયારે સિંગાપુરમાં તેનું પ્રથમ સિનેમા ખોલવામાં આવ્યું. આજની તારીખ સુધીમાં, Carnival એ 450 થી વધુ સ્ક્રીન અને સિંગાપુર માં ૩ પ્રોપર્ટી સાથે ભારતભરમાં 100 થી વધુ શહેરોમાં તેમની ઉપસ્થિતિ સ્થાપિત કરી છે. આજે, Carnival Cinemas ભારતની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેઇન્સમાંની એક છે અને તે દેશની સૌથી ઝડપથી વિકસિત થઇ ટહેલી મલ્ટિપ્લેક્સ ચેઇન હોવાનું ટાઇટલ ધરાવે છે. Carnival માટે ભવિષ્ય ખરેખર તેજસ્વી લાગે છે કારણ કે તેઓ વર્ષ 2020 સુધીમાં વૈશ્વિક ધોરણે 1000 સ્ક્રીનો સુધી વિસ્તારિત થવાની યોજના ધરાવે છે.
મીડિયા સંપર્ક:
Vikas Lokhande
[email protected]
+91-9320348884
સિનિયર જીએમ - સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ
Khushi Advertising Ideas Private Limited
Share this article