RenewX 2019 આજે દક્ષિણ ભારતના રિન્યુએબલ એનર્જી માર્કેટના વિકાસને વેગ આપવા માટે સજ્જ છે
હૈદરાબાદ, ભારત, April 30, 2019 /PRNewswire/ --
હૈદરાબાદના એક્સ્પોમાં 100 થી વધુ પ્રદર્શકો, વૈચારિક અગ્રણીઓ, અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો એકત્રિત થાય છે
- રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો (આરઈઆઇ ઇન્ડિયા) ના આયોજકો તરફથી
UBM India, પ્રદર્શનોના અગ્રણી B2B આયોજક દ્વારા આજે હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે 2-દિવસના રિન્યુએબલ એનર્જી ટ્રેડ એક્સ્પો, RenewX ની ચોથી આવૃત્તિની શરૂઆત કરવામાં આવી. Sri Ajay Mishra, આઇએએસ, તેલંગણા સરકારના વિશિષ્ટ મુખ્ય સચિવ; Sri G. Raghuma Reddy, CMD, TSSPDCL; Mr. Shantanu Jaiswal, હેડ ઇન્ડિયા રિસર્ચ, બ્લૂમબર્ગ એનઇએફ; Mr. Jean-Francois Aernouts, ટ્રેડ કમિશનર, બેલ્જિયમના કૉન્સ્યુલેટ જનરલ; UBM India Pvt Ltd ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, અને UBM India Pvt Ltd ના ગ્રુપ ડિરેક્ટર Mr. Rajneesh Khattar એ દક્ષિણ ભારતીય રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના પ્રતિષ્ઠિતો અને ઉદ્યોગ નિષ્ણાતોની હાજરીમાં એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/873264/RenewX_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/877990/RenewX_2019_Chief_Guests.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/877991/RenewX_2019_Inauguration.jpg )
તેના ફ્લેગશિપ શૉ ના વારસાથી વધુ વિસ્તૃત, રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો (આરઈઆઈ ઇન્ડિયા), RenewX 2019 એ રિન્યુએબલ એનર્જી વ્યાવસાયિકોને એક છત હેઠળ એક સાથે લાવ્યા છે, જે તેમને અગ્રણી નિષ્ણાતો, વૈચારિક અગ્રણીઓ સાથે નેટવર્ક કરવા અને ક્ષેત્રમાં તેમની નવીનતાઓનું પ્રદર્શન કરવા માટે એક આકર્ષક તક આપે છે. એક્સ્પો એ, સંગઠનો માટે ઝડપથી વધી રહેલા દક્ષિણ ભારતીય રિન્યુએબલ એનર્જી બજારમાં મૂડીકરણ અને પ્રવેશ માટે એક આદર્શ પ્લેટફૉર્મ છે.
RenewX2019 ની ચોથી આવૃત્તિમાં દક્ષિણ ભારતના રિન્યુએબલ એનર્જી ડોમેનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવા માટે Jinko Solar, Waaree Energies, Goldi Solar, Polycab, Canadian Solar, Premier Solar, Havells, Bergen Associates, Exide industry, Sri Savitr Solar, Longi Solar, Radite Energy, Solis Inverter, Consulate General of Belgium, SolarEdge Technologies અને Enerparc Energy સહિતના 100 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. બેલ્જિયમ પેવેલિયન અને 'સૌર કૌશલ્ય સ્પર્ધા' સાથે સ્ટેટ નોડલ એજન્સી તરફથી પ્રતિનિધિત્વ RenewX 2019 ની આવૃત્તિની કેટલીક અપેક્ષિત હાઇલાઇટ્સમાંની છે.
RenewX ની ચોથી આવૃત્તિના ઉદ્દઘાટન પ્રસંગે, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારતીય રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર વિશ્વમાં સૌથી આકર્ષક રિન્યુએબલ એનર્જી બજારોમાંનું એક છે અને ભારત સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં પાંચમું સ્થાન ધરાવે છે. દેશ સ્વચ્છ એનર્જી સ્પેસમાં એક નોંધપાત્ર ક્ષણ પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યો છે તેમ, દેશની રિન્યુએબલ એનર્જી શક્તિને ઉત્પન્ન કરીને દક્ષિણ ભારત વિકાસ એન્જિન બની ગયું છે."
"RenewX એ દક્ષિણ ભારતના ક્ષેત્રમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના વિકાસને વેગ આપવા અને દેશના સ્થાયી આર્થિક વિકાસમાં ફાળો આપવા માંગે છે. RenewX 2019 નાં કેટલાક મહત્ત્વનાં મુખ્ય પ્રકાશનોમાં સમાવેશ થાય છે - જર્મન નિર્મિત પીવી પોર્ટ અને સ્ટોર-ઑન-ડિસ્પ્લે જેવા નવીનતમ આકર્ષણો, બેલ્જિયમના કૉન્સ્યુલેટ સાથે ટેક્નોલૉજી અને જ્ઞાન વહેંચણી અંગેના સેમિનારો માટે એક અનન્ય જોડાણ અને વેપાર લાભ, સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ અને 'સ્કિલ્સ ઓન વ્હિલ્સ' સાથેના જોડાણ માટે 'સૌર કૌશલ્ય સ્પર્ધા' ગ્રામીણ યુવાઓને સશક્ત બનાવવા માટેની મોબાઇલ વાન જે Steinbeis Academy of Germany અને તેલંગણા સરકાર દ્વારા આ ક્ષેત્રમાં યોગ્ય ખંત અને ગુણવત્તા લાવવા અંગેની પહેલ છે, "તેમણે આગળ ઉમેર્યું.
મુખ્ય હાઇલાઇટ્સ:
હિતધારકોના નેટવર્કીંગ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા અને વિકાસના એજન્ડાને વેગ આપવા માટે આકર્ષક દક્ષિણ ભારતીય બજારમાંથી લાભ મેળવવા RenewX 2019 માં સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ સાથે જોડાણમાં, સૌર કૌશલ્ય સ્પર્ધા (Solar Skills Competition) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા વર્કમેનશિપ, સચોટતા અને સ્થાપન પ્રક્રિયાઓ અને તકનીકી બ્રીફિંગના આરોગ્ય અને સલામતી અંગેના પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇવેન્ટ 'સ્કિલ ઇન્ડિયા' મિશન, ભારત સરકારની પહેલ પ્રત્યેની ક્ષેત્રીય પ્રતિબદ્ધતાને પણ પ્રદર્શિત કરે છે.
તેમાં Steinbeis Academy of Germany અને તેલંગણા એકેડેમી દ્વારા સ્કિલ એન્ડ નોલેજ (TASK) ના સત્ર દ્વારા એક અદ્યતન તકનીકી તાલીમ અને ઉદ્યોગ સાહસિકતા પણ સામેલ છે. Steinbeis Academy of Germany, સાથે તેલંગણા સરકારે ''સ્કિલ્સ ઓન વ્હિલ્સ' એક મોબાઇલ સોલાર વેન (લેબોરેટરી) પણ લૉન્ચ કરી જે ગ્રામીણ યુવાઓને સશક્ત બનાવવા માટે આ પ્રકારનો પ્રથમ પ્રકાર છે. એક્સ્પોએ પીવી પોર્ટ એન્ડ સ્ટોર લૉન્ચનું આયોજન પણ કર્યું હતું, જે પ્રમાણભૂત, પોર્ટેબલ, સામૂહિક ઉત્પાદિત 2 kWp પીવી સિસ્ટમ છે, જે નિવાસી એપ્લિકેશન્સ માટે ઇલેક્ટ્રિકલ સ્ટોરેજ ધરાવે છે.
'દક્ષિણ ભારતનો સુવર્ણયુગ, ગ્રાહકો સાથે જોડાણનું નિર્માણ કરવું' અંગે બે દિવસની સમર્પિત કોન્ફરન્સ, વ્યવસાયમાં રિન્યુએબલ્સ સંકલિત કરવા અંગેના સફળ આચરણો વિશે વાત કરશે અને દક્ષિણ ભારતીય આરઇ માર્કેટ માટે શ્રેષ્ઠ કાર્યરત મોડેલ્સ અને આચરણો શોધવા જે વધેલી કાર્યક્ષમતા તરફ દોરી જઇ શકે જ્યારે સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલાના વિવિધ પાંસાઓને આવરી લેતા છત વિભાગમાં ખર્ચને અનુકૂલિત કરી શકાય.
RenewX 2019 ના મુખ્ય સત્રોમાં નીચેનાનો સમાવેશ છે:
- ભારતમાં સૌર છતના વિકાસને વેગ આપવા માટે ગ્રીડ એકીકરણમાં નવીનીકરણ
- એનર્જી પ્રભાવ: ખરીદનારની ધારણા અને નિર્ણયો
- નવીનીકરણ જે ભવિષ્યને વધુ તેજસ્વી બનાવે! અવરોધોને પર કરવા
- ઇન્ડો-બેલ્જિયમ તકો અંગે સંવાદ
- એનર્જી અગ્રણીઓ સાથે સંવાદ - બજાર સંબંધિત ટ્રેન્ડ્સ
- વીયુસીએ વિશ્વમાં વધતા મૂડી પ્રવાહ સાથે એનર્જી સંક્રમણ
- ઊર્જા અને આહાર માટે સૂર્યનો ઉપયોગ કરવો
- ભારતના વર્તમાન અને ભાવિ માટેના રિન્યુએબલ એનર્જી મિશ્રણમાં બાયોએનર્જીનું મહત્વ - વેડફાઈ ન જાય ત્યાં સુધી કચરો એ કચરો નથી!
અન્યો વચ્ચે કોન્ફરન્સમાંના કેટલાક મુખ્ય સ્પીકર્સમાં શામેલ છે -
Sri Ajay Mishra, આઇએએસ, તેલંગણા સરકારના વિશિષ્ટ મુખ્ય સચિવ; Sri G. Raghuma Reddy, સીએમડી, તેલંગણા રાજ્ય સધર્ન પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ; Sri N Janaiah, વીસી અને એમડી Telangana State Renewable Energy Development & Corporation; ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી, નાયબ સચિવ Sri Aujinder Singh; Ashish Khanna પ્રેસિડેન્ટ -તાતા પાવર; Farzana Rahman, યુનિટ હેડ (ઇન્વેસ્ટમેન્ટ), રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (IDCOL) બાંગ્લાદેશ; Jean-Francois Aernouts, ટ્રેડ કમિશનર, Consulate General of Belgium;, Srey Bairiganjan, વર્લ્ડ બેન્ક માંથી રિન્યુએબલ એનર્જી નિષ્ણાત; Joerg Gaebler, પ્રમુખ સલાહકાર, GIZ;, Tobias Winter, ડિરેક્ટર, Indo-German Energy Forum Support Office; Stefan Schaefer, CEO Expectus GmbH; Dr Christoph Mueller, સીઈઓ Simply Solar; Manash Mitra, હેડ ફાઈનાન્સીયલ -એડવાઇઝરી, Tata Cleantech Capital Ltd; Radhika Choudary, સહ-સંસ્થાપક એન્ડ ડિરેક્ટર Freyr Energy; Shashidhara BV, હેડ SolarEdge, India; M.R. Narayanan, ચેરમેન, Southern Floating Solar; Kelly Mermuys, કન્ટ્રી મેનેજર 3E India & Sales Director Bazefield; Daniel Liu, મેનેજીંગ ડિરેક્ટર, South Asia, Jinko Solar; Dinesh Salem-Natarajan, સહ-સંસ્થાપક SootLess Energy Private Limited; Thorben Glaser, પ્રોજેક્ટ મેનેજર, KfW; and Uday Kiran, ડિરેક્ટર, Infrastructure, Government & Healthcare, KPMG.
RenewX 2019 Telangana State Renewable Energy Development Corporation Ltd., (TSREDCO), Indian Biogas Association (IBA), ELIAP, TELMA, KRESMA, Bloomberg NEF અને IGEF જેવા મહત્વપૂર્ણ સંગઠનો દ્વારા સમર્થન પ્રાપ્ત છે. એક્સપો એ આરઈ સેક્ટર, ઉત્પાદકો, ઔદ્યોગિક ગ્રાહકો, સુવિધા સંચાલકો, એનર્જી અને નાણાંકીય સલાહકારો, આઇપીપી, ઇપીસી, વિતરકો /ડીલર્સ, સિસ્ટમ સ્થાપકો અને સંકલનકારો, મંત્રાલયના અધિકારીઓ, નિયમનકારી સંસ્થાઓ, નગર પાલિકાઓ, ઉપયોગિતાઓ અને પ્રોજેક્ટ ડેવલપર્સ અને આયોજનકારો, રોકાણકારો, ફંડ મેનેજર્સ, બેન્કર્સ, પ્રોજેક્ટ ડેવલપર્સ અને આર એન્ડ ડી અધિકારીઓના નિર્ણય કર્તાઓની સહભાગીતાને જોઈ છે.
તેલંગણામાં રિન્યુએબલ એનર્જી
તેલંગણા રાષ્ટ્રીય સરેરાશ પરિપ્રેક્ષ્યની 1010 એકમોની સામે 1505 એકમથી વધુની વીજળી વપરાશ સાથે ભારતના ઉચ્ચ પાવર સઘન રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આગામી લિફ્ટ સિંચાઇ યોજનાઓ, મિશન ભગિરથ અને આગામી ઔદ્યોગિક ક્લસ્ટરો તરફ વૃદ્ધિને કારણે માંગ વધુ વધશે. રાજ્યમાં વધુ 300 સૂર્ય પ્રકાશિત દિવસો માટે આશરે 5.5 kWh/m2 ની સરેરાશ સોલર ઇન્સ્ટોલેશનની વિશાળ સૌર સંભવિતતા છે. તેલંગણા સરકાર તેલંગાણા રાજ્યમાં સૌર શક્તિનો નોંધપાત્ર ઉપયોગ માટે સોલાર માર્કેટમાં હકારાત્મક વાતાવરણ અને ભારત સરકાર દ્વારા આપવામાં પ્રયત્નનો ઉપયોગ કરવા માંગે છે.
તેલંગણાએ લોડ બિંદુએ નિર્માણ કરેલ વિકેન્દ્રિત વિતરણ થયેલ સૌર પ્લાન્ટને અનુકૂળ કર્યું છે જેના દ્વારા તે ટ્રાન્સમિશન દ્વારા થતાં નુકસાનને બચાવે છે અને તે ગ્રીડ સ્થિરતા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તેલંગણા સરકાર ખાલી છતની જગ્યાને ટેપ કરવા અને સોલર પાવરના નિર્માણને પ્રોત્સાહન આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરોક્ત સાથે, તે તેલંગણાને રિન્યુએબલ એનર્જીના કેન્દ્ર તરીકે અને અન્ય રાજ્યો માટે એક રોલ મોડલ બનાવે છે.
RenewX વિશે:
RenewX નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ વિશ્વના અગ્રણી B2B માહિતી સેવા જૂથ અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે June 2018 માં Informa PLC સાથે જોડાણ કર્યું. CJGF વિશે વધુ માહિતી માટે https://www.renewx.in/ અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India:
Share this article