RE ઉદ્યોગ સ્ટાલવર્ટ્સએ UBM Indiaની Renewable Energy Growth Forumની 2જી આવૃત્તિમાં કોલમ્બોમાં તેમની હાજરી ચિન્હિત કરી છે
કોલમ્બો અને મુંબઈ, February 7, 2019 /PRNewswire/ --
Renewable Energy India Expo ના સંચાલકો તરફથી
UBM India, અગ્રણી B2B પ્રદર્શન સંચાલકે Ceylon Chamber of Commerce અને તાજ સમુદ્ર, કોલમ્બો, શ્રીલંકા ખાતેના ઉદ્યોગો દ્વારા ટેકો મેળવેલ Renewable Energy Growth Forumની 2જી આવૃત્તિ (6ઠ્ઠી - 7મી ફેબ્રુઆરી 2019)નું આયોજન કરેલ છે. ફોરમમાં સંભવિત Renewable Energy (RE) ઉદ્યોગ, પોલિસી અને વલણો, વૈશ્વિક બજારનું વિહંગાવલોકન, શ્રીલંકામાં નવીનીકરણ ઉર્જાની સંભાવનાઓ, પ્રોજેક્ટનું ફિનાન્સિંસ અને બીજી બધી બાબતોની ચર્ચા થઈ હતી. શ્રેષ્ટ UBM દ્વારા ટેકો મળેલ The Renewable Energy Growth Forum સૌથી વ્યાપક અને જાણીતા પ્લેટફોર્મ્સમાંનું એક Renewable Energy India Expo - એશિયાનું સૌથી વિશાળ અને સૌથી પ્રભાવશાળી પ્રદર્શન અને સાઉદી અરેબિયા, દુબઈ, વિયેટનામ અને થાઇલેન્ડ અને અન્ય સાથે બંધારણમાં છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/818538/UBM_Sri_Lanka_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/818537/UBM_Forum.jpg )
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્ય મહાનુભવો, Mr. Sulakshana Jayawardena, ડિરેક્ટર (વિકાસ), ઊર્જા અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય, શ્રીલંકા સરકાર; Mr. Damitha Kumarasinghe, ડિરેક્ટર જનરલ, શ્રીલંકાનું જાહેર ઉપયોગિતા કમિશન; Mr. Vinay Rustagi, મેનેજીંગ ડિરેક્ટર, India Energy Private Limited માટે પુલ, અને Mr. Rajneesh Khattar, ગ્રુપ ડિરેક્ટર, UBM India Pvt. Ltd. દ્વારા કરવામાં આવ્યુ હતું.
શ્રીલંકામાં વર્તમાન બિન-નવીનીકરણીય ઊર્જા સ્રોતો મોંઘા હોવાથી અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ફાળો આપતા હોવાથી દેશમાં સંસ્થાનો અને ઉદ્યોગો દેશમાં નાના અને મધ્યમ નવીનીકરણીય ઉર્જા સાહસના વિસ્તરણમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, પરિણામે વિકાસ શ્રીલંકાની બહાર અને સીમા બહાર થયો છે.
ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Damitha Kumarasinghe, ડિરેક્ટર જનરલ, શ્રીલંકાનું જાહેર ઉપયોગિતા કમિશનએ હાઇલાઈટ કર્યુ કે:
- 2030 સુધીમાં નવીનીકરણ યોગ્ય ઉર્જા સ્રોતનો ઉપયોગ કરીને દેશની વીજળીની જરૂરિયાતના 50% સુધી પહોંચી વળવાની સરકારની નીતિ છે
- આ નવીનીકરણીય ઊર્જા સ્રોતોની ક્ષમતા 2018માં 656MW પરથી 2030 સુધીમાં 4800MW સુધી અનુવાદિત કરે છે
- તેના માટે આશરે 4.8 અમેરિકન બિલિયન ડોલરના રોકાણની જરૂર છે
Renewable Energy Growth Forumની 2જી આવૃત્તિ પર ટિપ્પણી કરતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ, "છેલ્લાં ચાર દાયકામાં શ્રીલંકાની અર્થવ્યવસ્થા ગ્રામીણ કૃષિ માળખાથી શહેરીકૃત સેવા-લક્ષી માળખામાં સંક્રમિત થઈ ગઈ છે. વધતી જતી આર્થિક વૃદ્ધિને પરિણામે દેશમાં ઊર્જાની માંગમાં સમાન વધારો થયો છે, દેશની વર્તમાન સેવા અને મેન્યુફેકચરિંગ-ઓરિએન્ટેશન અર્થતંત્રમાં વધારો કરવાની માંગ છે. આ માંગની માલિકી અને વર્ષ 2050 સુધીમાં ફક્ત નવીનીકરણીય ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરવાના વચને, શ્રીલંકા ખર્ચાળ આયાત કરેલા જીવાશ્મિ ઇંધણ પર નિર્ભરતા અને Green House Gases (GHG)ના ઉત્સર્જન ઘટાડવા માટે રસ્તા પર છે"
તેમણે આગળ ઉમેર્યુ કે, "દેશ ટકાઉ અને વૈકલ્પિક ઉકેલ કે જે નવીનીકરણીય ઉર્જા સંસાધનો દ્વારા તેની સીમાઓની અંદર ઉપલબ્ધ છે તેની તરફ આગળ વધી રહ્યો છે. વિશ્વમાં 39મી સૌથી હરિયાળા દેશની સ્થિતિને જાળવી રાખીને સોલાર અને હાઇડ્રોપાવરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રોમાંથી તેને સહયોગ અને સહકાર જરૂરી છે. Renewable Energy Growth Forum દ્વારા અમારૂ ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય હાજરી આપનારને નેટવર્ક બનાવવા, જ્ઞાનનું લેન્ડસ્કેપ વિકસાવવા, આધુનિક વલણોથી માહિતગાર રહેવા, શ્રેષ્ઠ પ્રેક્ટિસ, નવીન ઉકેલો, સંતુલન તકનીકમાં સંલગ્ન રહી ભળવા અને આગળના માર્ગની ચર્ચા કરવા એક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે."
2 દિવસના સમયગાળા દરમિયાન, સૌર અને પવન ઉત્પાદનોમાં કામ કરતી કંપનીઓ, સ્થાપકો, ઉદ્યોગો, બેંકો, રોકાણકારો, ઉપયોગિતાઓ, પાવર ઉત્પાદકો, છત અને ગ્રાઉન્ડ માઉન્ટિંગ સોલ્યુશન પ્રોવાઇડર્સ, સિસ્ટમ સંકલનકારો, આયાતકારો અને નિકાસકારો, અને ભાડા આગળ ધપાવનાર, અન્ય પૂરવઠા ગ્રેઉપ અને સરકારી અધિકારીઓ સાથે વીજળી અને ભવિષ્યવાદી તકનીકોની માંગને પહોંચી વળવા માટે હાથ મિલાવશે.
કોન્ફરન્સમાં બે દિવસ પાવર-પેક્ડ સત્રોનો સમાવેશ થાય છે. દિવસ 1 પર વિષયો જેમકે 'હરિયાળા યુગમાં પથ માટે માર્ગદર્શિકા - વૈશ્વિક સીઈઓની દૂરદ્રષ્ટિ'; 'શ્રીલંકાનો ઉદય - તકો અને મૂલ્યોનો ટાપુ'; 'પડકારોનો સામનો કરવો વિ. ઉત્કૃષ્ટતા માટે બ્રેકથ્રુ' અને 'ટકાઉ ઉકેલો અને વિશ્વસનીયતા પર સત્ર' પર ચર્ચા થઈ અને ત્યારબાદ કેસ સ્ટડી અને નેટવર્કીંગ ટી બેઠક થઈ હતી. દિવસ 2 પર 'નવીનતાઓ જે ભવિષ્યને તેજસ્વી બનાવે છે!'; 'વીજળી ઉપરાંત, ઉત્સર્જન-મુક્ત હીટિંગ અને કૂલિંગ તકો' અને 'ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન: CXO ડાયલોગ' પર સત્રો હશે.
આંતરરાષ્ટ્રીય ફોરમમાં વકતાઓ જેમકે B.M.S Batagoda, ઊર્જા અને નવીકરણ યોગ્ય ઊર્જા મંત્રાલયના અધ્યક્ષ, શ્રીલંકા સરકારશ; Damitha Kumarasinghe, ડિરેક્ટર જનરલ, જાહેર ઉપયોગિતા કમિશન, શ્રીલંકા; Athula Jayathunga - ડિરેક્ટર (નવીકરણ યોગ્ય ઊર્જા), શ્રીલંકા સસ્ટેનેબલ એનર્જી ઓથોરિટી; Dr. P.S.N. De Silva, એન્જિનિયરિંગ હેડ, Lanka Electricity Company (Private) Limited; R.Chellappan, મેનેજીંગ ડિરેક્ટર, Swelect Energy Systems Limited; Santosh Khatelsal, મેનેજીંગ ડિરેક્ટર, Enerparc Energy; P. Vinay Kumar, CEO, Varp Power Pvt Limited; Siddharth Malik, મેનેજીંગ ડિરેક્ટર, Megawatt Solutions Pvt Ltd; Ishani Palliyaguru, સહાયક ઉપાધ્યક્ષ - Project Finance, National Development Bank PLC; Rohit Kumar, ભારતીય ઉપખંડના વડા, Renewable Energy Corporation (India) Private Limited; M.R. Narayanan, ડિરેક્ટર, Southern Floating Solar Pvt. Ltd; Shehan Talagala, સેલ્સ મેનેજર, Sri Lanka, Jinko Solar; Gagandeep Kaur, સેલ્સ વડા, Future Hi Tech Batteries Limited; અને Sampath Kariyawasam, જનરલ મેનેજર - સેવા, Siemens Gamesa Renewable Energy Lanka Private Limitedએ અન્યોની સાથે ભાગ લીધો હતો.
Export.Gov, દ્વારા એક લેખ મૂજબ શ્રીલંકા 2025 સુધીમાં પાવર ઉત્પાદન ક્ષમતાને 6,900 MW સુધી નવીનીકરણીય ઊર્જામાંથી મહત્તમ ફાળો મેળવી વધારવા માંગે છે. જ્યારે શ્રીલંકા પહેલેથી જ ગ્રીડ કનેક્ટિવિટીના 98 ટકા સુધી પહોચ્યું છે, તેના માત્ર 40 ટકા નવીનીકરણીય ઊર્જા સંસાધનોમાંથી આવે છે. વૈશ્વિક ભાગીદારો તરફથી નિપુણતા અને રોકાણથી શ્રીલંકા તેના 2050 લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે તેની હાઇડ્રોપાવર સંભવિતતાને વધારી શકે છે.
The Renewable Energy Growth Forum 2019 વિશે:
Renewable Energy Growth Forum 2019ની 2જી આવૃત્તિનું સંચાલન UBM દ્વારા કરવામાં આવ્યુ છે, કે જે Informa PLC સાથે જૂન 2018માં અગ્રણી B2B માહિતી સેવા જૂથ સાથે જોડાયુ છે અને વિશ્વમાં સૌથી મોટા B2B કાર્યક્રમ આયોજક બન્યા છે.
કૃપા કરી http://www.ubm.com/global-reach/ubm-asia ની એશિયામાં અમારી હાજરી વિશે માહિતી મેળવવા મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia હાલમાં Informa PLCનો ભાગ બન્યુ છે, જે વિશ્વમાં અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ અને સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે.
કૃપયા એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી મેળવા માટે http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપયા સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
મિડીયા સંપર્ક:
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article