પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન Panchshil Foundationને COVID-19 દર્દીઓ માટે ક્રિટીકલ મેડિકલ ઇન્ફ્રા બનાવી PMCને તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરે છે
પૂણે, ભારત, Dec. 15, 2020 /PRNewswire/ -- Mr. Vikram Kumar, આદરણીય મ્યુનિસિપલ કમિશનર, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)એ આજે પૂણે શહેરમાં COVID-19 કેસોને પહોંચી વળવા માટે PMCના જરૂરી પ્રયત્નોને ટેકો આપવા માટેના સહયોગ માટેના યોગદાન બદલ Panchshil Foundation - Panchshil Realtyની CSR શાખાને સન્માનિત કરી છે.
પ્રશંસાની ટ્રોફી Atul Chordia, ચેરમેન-Panchshil Realtyને Ms. Rubal Agarwal, એડિશનલ કમિશનર-PMC અને Mr. Prashant Waghmare, સીટી એન્જીનિયર-PMC સહિતના ઉચ્ચ નાગરિક અધિકારીઓની હાજરીમાં એનાયત કરવામાં આવી હતી.
Atul Chordia, ચેરમેન, Panchshil Realty, એ કહ્યુ, "અમે ફક્ત એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકેની અમારી ફરજ બજાવી છે અને વધુ જીવ બચાવવામાં સમર્થ હોવાથી મોટું કારણ બીજું કોઇ હોઇ શકે નહીં. હું PMC તરફથી આ પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કૃતજ્ઞ છું અને Mr. Kumar અને તેમની ટીમનો આભાર માનું છું."
પ્રશંસા પ્રત્રમાં PMCના મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ કે, "એ સમયે, પુણેમાં સતત COVID-19 દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો હતો. ખાનગી અને સરકારી હોસ્પિટલના બેડની મર્યાદિત ક્ષમતા એક પડકાર હતો અને ઓક્સિજન ક્સિજન અને ICU / વેન્ટિલેટર પથારી જેવી તબીબી સહાયની જરૂર હોય તેવા COVID-19ના દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. PMCની સહાયથી Panchshil Foundationએ એર કંડિશનિંગ સિસ્ટમ સ્થાપિત કરી, હોસ્પિટલના બેડ પૂરા પાડવા, સંપૂર્ણ તબીબી ઓક્સિજન પાઇપિંગ સિસ્ટમ અને આ કેન્દ્ર માટે જરૂરી અન્ય સાથી કામો કર્યા હતા. Panchshil Foundationના યોગદાન અને સહાયને આભારી, અમે આ તબીબી સુવિધાને રેકોર્ડ 21 દિવસમાં બનાવી અને ચલાવવામાં સક્ષમ છે. આ હોસ્પિટલ માટે તમારા આર્થિક અને એકંદર સમર્થન બદલ આભાર."
Panchshil Realtyએ પહેલાં PMC સાથે ભાગીદારીમાં પૂણેમાં બાનેર ખાતે સમર્પિત COVID સંભાળ કેન્દ્ર સેટ કર્યુ. આ સુવિધામાં 270 ઓક્સિજન બેડ અને 44 વેન્ટિલેટર / ICU બેડ છે. Panchshil Realty દ્વારા C2 રિઝર્વેશનના વિકાસના ભાગ રૂપે લગભગ 48,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 6 માળના સુપરસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યુ અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યું હતું.
Panchshil Foundationએ PMCની માર્ગદર્શિકા મુજબ સમગ્ર બિલ્ડિંગના આંતરિક ભાગને ફરીથી હેતુપૂર્વક અને તમામ જરૂરી તબીબી માળખાકીય સુવિધાઓ અને સાધનો સહિત બનાવ્યો:
- ઓક્સિજન સંગ્રહ સહિતના સાથી આવશ્યક ઉપકરણો સાથે સંપૂર્ણ સુવિધા માટે 2 કિલોમીટરની ઓક્સિજન પાઇપિંગ.
- પાર્ટીશનો અને નર્સિંગ સ્ટેશન જેવા જરૂરી ઉપકરણો સાથે 270 ઓક્સિજન બેડ.
- સંપૂર્ણ ICU વિભાગ માટે એર કન્ડીશનીંગ સહિત જરૂરી તબીબી ઉપકરણોવાળા 44 ICU બેડ.
- સરકારની માર્ગદર્શિકા મુજબ અન્ય આંતરિક કામગીરી.
COVID-19ના રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી Panchshil Foundation દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ પહેલમાં PMC સાથેની ભાગિદારી નવીનત્તમ છે. અત્યારસુધીમાં, Panchshil Foundationએ આમ કર્યુ છે:
- નોવલ કોરોનાવાયરસના ફેલાવાના પરિણામે તમામ આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ ત્યારે દૈનિક વેતન મેળવનારાઓને ચોખા, દાળ, રસોઈ તેલ અને ઇંડા જેવા મૂળભૂત આવશ્યક રાશન ધરાવતા 40,000થી વધુ ફૂડ હેમ્પર પૂરા પાડવામાં આવ્યા છે.
- COVID-19 સમુદાય સ્તરે નબળા લોકો દ્વારા લેવાતી સાવચેતી અંગે જાગૃતિ લાવવા માટે ચુનંદા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF) ની પૂણે સ્થિત 5 મી બટાલિયનની ભાગીદારીમાં પસંદગીના સ્થાનિક સમુદાયોમાં સમુદાય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
- પૂણેની હોસ્પિટલોમાં COVID-19ના કેસ સંભાળનારા તબીબી કર્મચારીઓ અને PMCને પીડિત લોકોના મૃતદેહોના નિકાલ માટે 15,000 થી વધુ પર્સનલ પ્રોટેકશન ઇક્વિપમેન્ટ (PPE) કીટ વિતરણ કરવામાં આવી હતી.
નોંધનીય રીતે, Panchshil Realty બ્રિટિશ સેફ્ટી કાઉન્સી દ્વારા ઘડવામાં આવેલા કડક વૈશ્વિક સલામતી ધોરણોની વિરુદ્ધ, કચેરીના ઉદ્યાનોમાં તેના COVID-19 સંબંધિત નિયંત્રણ પગલાઓને બેંચમાર્ક અને સ્વતંત્ર રીતે માન્યતા આપનાર અને ભારતના અને સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પ્રથમ અને એકમાત્ર રિયલ એસ્ટ્ટ જૂથ બન્યુ છે.
Panchshil Realtyના ઓફિસ પોર્ટફોલિયોમાં લેન્ડમાર્ક પ્રોજેક્ટ જેવાંકે ઇઓન ફ્રી ઝોન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બિઝનેસ બે અને ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે અને તેના કેમ્પસ અગ્રણી વૈશ્વિક કોર્પોરેશનોનું ઘર છે જેમકે Allianz, Citibank, Cognizant, Concentrix, Credit Suisse, Deutsche Bank, HSBC, MasterCard, Michelin, T-Systems, UBS, VMWare અને Vodafone સાથે ઘણા બધાં.
Panchshilનો બિઝનેસ – મુખ્ય હાઇલાઇટસ
- Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
- Panchshil Realtyની ત્રણ મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, હોસ્પિટાલિટી અને રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ છે.
- Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત થયેલ, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. વધુ માહિતી માટે, મહેરબાની કરી www.panchshil.com ની મુલાકાત લો.
ફોટો 1: https://mma.prnewswire.com/media/1373080/Mr_Vikram_Kumar_Mr_Atul_Chordia.jpg
ફોટો 2: https://mma.prnewswire.com/media/1373081/Trophy_of_Appreciation.jpg
પીડીએફ: https://mma.prnewswire.com/media/1373079/Appreciation_letter_from_PMC.pdf
લોગો: https://mma.prnewswire.com/media/1169295/Panchshil_Foundation_Logo.jpg
Share this article