Panchshil Realty મહારાષ્ટ્ર સરકારના સંપત્તિ વ્યહવાર પર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાના સાહસિક કદમને આવકાર આપે છે
પૂણે, ભારત, Aug. 28, 2020 /PRNewswire/ -- Panchshil Realty આજે મહારાષ્ટ્ર સરકારના શહેરી વિસ્તારમાં 40% અને ગ્રામીણ વિસ્તારમાં 75% સંપત્તિના વ્યહવાર પર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાના સાહસિક કદમને આવકારે છે.
પોલિસીના નિર્ણયના કદમને સાહસિક અને વિકાસશીલ તરીકે વર્ણવતા, Atul Chordia, ચેરમેન, Panchshil Realty એ કહ્યુ કે, "મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ એક ખૂબ જ આવકાર્ય પગલું છે. આ માત્રસ્થાવર મિલકતના ક્ષેત્રને જ ગતિ આપશે એવું નથી, પરંતુ એકંદર આર્થિક પ્રવૃત્તિને પણ વેગ આપશે, કારણ કે ઘણા સાથી ઉદ્યોગો રીઅલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા છે."
" સંભવિત ખરીદદારો જેઓ અત્યાર સુધી અટકી રહ્યા છીએ તેઓ હવે કુદીને સ્થાવર મિલ્કતમાં સીધી નાણાકીય બચત કે જે હવે તેમને મળશે તેને આભારી રોકાણ કરવા પ્રેરાશે. વધુમાં, અટકેલા પ્રોજેક્ટમાં હવે કામ ફરી શરૂ કરી શકાશે છે. આશા છે કે, અન્ય રાજ્ય સરકારો પણ મહારાષ્ટ્રના નિર્ણયને લીધે બહાર આવી હિંમતભેર પગલાઓ લેશે." એમ તેમણે ઉમેર્યુ.
રાજ્ય સરકારે આપેલી આ રાહત આવનારી ઉત્સવની સીઝન પહેલા જ અને સ્થિર રિયલ્ટીના વેચાણને ચોક્કસપણે ફ્લિપ આપનારી હોવાથી સમયસરની છે. વ્યાજના દર ઐતિહાસિક નીચા સ્તરે છે અને અમેરિકન ડોલર ભારતીય રૂપિયામાં ઉચ્ચ સ્તરે છે, બિનનિવાસી ભારતીઓ પણ ભારતમાં હવે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ખૂબ આકર્ષક અનુભવે છે.
Panchshilનો બિઝનેસ – મુખ્ય હાઇલાઇટસ
- Panchshilની ત્રણ મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, આતિથ્ય અને રહેણાંક રિયલ એસ્ટેટ છે.
- Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
- Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત થયેલ , Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. વધુ માહિતી માટે, મહેરબાની કરી મુલાકાત લો www.panchshil.com.
લોગો: https://mma.prnewswire.com/media/1042836/Panchshil_Realty_Logo.jpg
Share this article