Panchshil Foundation અને Force Motorsએ COVID-19ના દર્દીઓને સંભાળતી પૂણેની હોસ્પિટલોને PPE કીટ પ્રદાન કરવા માટે ભાગિદારી કરી છે
PUNE, India, April 23, 2020 /PRNewswire/ -- Panchshil Foundationએ આજે જાહેરાત કરી કે તેમણે Force Motors Ltd. સાથે પૂણેમાં COVID-19 દર્દીઓની સંભાળ રાખતી હોસ્પિટલોને મહત્વપૂર્ણ Personal Protective Equipment (PPE) કીટ પ્રદાન કરવા ભાગિદારી કરી છે.
આજથી શરૂ કરી, 15,000 PPE કિટ આગામી સાત દિવસો દરમિયાન Puneની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં, કોવિડ -19 દર્દીઓની સારવાર કરનાર અને ઓટોરીનોલેરીંગોલોજિસ્ટ (ENT ડોકટરો) ને પણ પૂરા પાડવામાં આવશે.
યોગ્ય રક્ષણાત્મક ગિઅરોની ગેરહાજરીને કારણે ભયાનક વાયરસનો ભોગ બનેલા પીડિતોના પરિવારો દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓ અંગે હ્રદય દ્રાવક અહેવાલો આવ્યા છે. પીડિતોનાં પરિવારો યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવા સક્ષમ બને અને મૃતકને વિદાય આપવા, પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ પીડિતોના શરીરના સલામત, યોગ્ય અને ગૌરવપૂર્ણ નિકાલ કરવા પણ PPE કિટ્સ આપવામાં આવશે.
આ પહેલ પર વાતચીત કરતાં, Atul Chordia, ચેરમેન, Panchshil Realtyએ કહ્યુ, " ડોક્ટરો, નર્સો અને આરોગ્ય સંભાળ સહાયકો વાસ્તવિક હીરો છે જે આગળ આવી નવીન કોરોના વાયરસ સામે લડત આપે છે. આમ કરવામાં, તેઓ બહાદુરીથી અને સ્વેચ્છાએ આરોગ્યસંભાળ સેટિંગ્સમાં હોવા સાથે સંકળાયેલા જોખમોનો સામનો કરે છે. જેમ આપણે આ મહામારી સામે લડવા માટે એકઠા થઈએ છીએ, આપણા આરોગ્યસંભાળ વ્યવસાયિકોની સલામતી અને સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે."
"આ પહેલનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણા આરોગ્ય સંભાળ નાયકો જરૂરી વિશિષ્ટ સલામતી ઉપકરણોથી યોગ્ય રીતે સજ્જ છે કે જે તેમના કાર્યસ્થળમાં ચેપી રોગના સંસર્ગથી બચાવવા અને PPEના યોગ્ય ઉપયોગ દ્વારા તેમની વ્યક્તિગત સલામતીમાં સુધારો કરી શકે છે. હું આ પ્રયાસોમાં અમારી સાથે હાથ મિલાવવા Force Motorsનો આભાર માનું છું." એમ તેમણે ઉમેર્યુ.
Panchshil Foundationએ COVID-19ના પ્રભાવને ઘટાડવામાં મદદ કરવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે.
અત્યાર સુધી, ફાઉન્ડેશને 30,000થી વધુ ચોખા, દાળ, રાંધણ તેલ અને ઇંડા જેવા મૂળભૂત આવશ્યક રાશન ધરાવતા ફુડ હેમ્પરો, જેમને આવકનો કોઈ સ્રોત નથી તેવા લોકોને પૂરા પાડયા છે.
ફાઉન્ડેશન સાથે ભાગિદારીમાં, Pune આધારિત એલિટ એલિટ 5th Battalion of the elite National Disaster Response Force (NDRF) એ COVID-19 અને સમુદાય સ્તરે નબળા લોકો દ્વારા લેવાયેલી સાવચેતી અંગે જાગૃતિ લાવવા માટે અનેક શૈક્ષણિક કાર્યક્રમો યોજ્યા છે.
Panchshil Foundationનો હેતુ સમુદાય, સંબંધ અને માલિકીની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે. મહત્વની માન્યતા છે કે જયારે લોકો વધુ સારૂ જીવન જીવે છે ત્યારે એક વધુ સારો સમુદાય બનાવે છે. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, કલા અને સંસ્કૃતિ, રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી અને સુરક્ષા અને સંલગ્ન સામાજિક પહેલનો સમાવેશ થાય છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત થયેલ, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
Panchshilનો મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, આતિથ્ય અને રહેણાંક રિયલ એસ્ટેટ છે. Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
Panchshil વિશે વધુ માહિતી માટે, મહેરબાની કરી www.panchshil.comની મુલાકાત લો.
લોગો - https://mma.prnewswire.com/media/1157878/Panchshil_Foundation_Force_Motors_Logo.jpg
ફોટો - https://mma.prnewswire.com/media/1157879/Panchshil_Force_Motors_Kit.jpg
Share this article