Panchshil Foundation અને Dr. Cyrus Poonawalla પુણેમાં COVID-19 દર્દીઓની સંભાળ રાખતા તબીબી સ્ટાફને હોટલની સગવડ પૂરી પાડે છે
પૂણે, ભારત, May 20, 2020 /PRNewswire/ -- Panchshil Foundationએ આજે જાહેરાત કરી છે કે તેમણે પુણેની Sassoon Hospital અને Naidu Hospital માં COVID -19 દર્દીઓની સારવાર કરનારા ડોકટરો અને નર્સો માટે હોટલની સગવડ આપવા માટે Dr. Cyrus Poonawalla સાથે ભાગીદારી કરી છે.
આ ડોક્ટરો અને નર્સોને પૂણે રેલ્વે સ્ટેશન નજીક સ્થિત હોટેલ Lemon Tree Premier ખાતે રાખવામાં આવશે.
આ પહેલ પર ટિપ્પણી કરતાં, Atul Chordia, ચેરમેન, Panchshil Realtyએ કહ્યુ, "આપણા બહાદુર કોરોના વોરિયર્સ અથાક મહેનત કરીને નિઃસ્વાર્થ સેવા આપતા રહે છે અને આ જીવલેણ રોગચાળા સામે આપણી લડતમાં મોખરે છે. અમારી પ્રશંસા અને ઊંડી કૃતજ્ઞતાની નિશાની તરીકે, Panchshil Foundation અને Dr. Cyrus Poonawallaએ Sassoon Hospital અને Naidu Hospitalના ડોકટરો અને નર્સો માટે Lemon Tree Premier હોટેલમાં વધુ સારી આરામ અને પોષણ મેળવવાની વ્યવસ્થા કરી છે. અમે આ સમર્પિત સૈનિકોના પ્રયત્નોને સલામ કરીએ છીએ."
Panchshil Foundationએ COVID-19ના પ્રભાવને ઘટાડવા માટે મદદ માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે.
ફાઉન્ડેશને છેલ્લાં કેટલાંક અઠવડિયામાં Force Motors Ltd. સાથે ભાગિદારીમાં હોસ્પિટલમાં, પૂણે શહેર પોલિસ અને પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 15,000થી વધુ PPE કિટ આપી છ.
અત્યાર સુધીમાં, ફાઉન્ડેશને 35,000થી વધુ ખોરાકના હેમ્પર્સ કે જે મૂળ આવશ્યક રાશન જેમકે ચોખા, દાળ, રાંધવા માટેનું તેલ અને ઈંડા સમાવે છે તે દૈનિક વેતન મેળવનારાઓને કે જેની આવકનો કોઈ સ્રોત નથી તેમને આપ્યા છે.
ફાઉન્ડેશન સાથે ભાગિદારીમાં, પૂણે સ્થિત એલાઇટ National Disaster Response Force (NDRF)ની 5મી બટાલિયને COVID-19 અને સમુદાય સ્તરે નબળા લોકો દ્વારા લેવાયેલી સાવચેતી અંગે જાગૃતિ લાવવા માટે અનેક શૈક્ષણિક કાર્યક્રમો કર્યા છે.
Panchshil Foundationનો હેતુ સમુદાય, સંબંધ અને માલિકીની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે. મહત્વની માન્યતા છે કે જયારે લોકો વધુ સારૂ જીવન જીવે છે ત્યારે એક વધુ સારો સમુદાય બનાવે છે. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, કલા અને સંસ્કૃતિ, રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી અને સુરક્ષા અને સંલગ્ન સામાજિક પહેલનો સમાવેશ થાય છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત થયેલ , Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
Panchshil નો મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, આતિથ્ય અને રહેણાંક રિયલ એસ્ટેટ છે. Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
Panchshil વિશે વધુ માહિતી માટે, મહેરબાની કરી www.panchshil.comની મુલાકાત લો.
લોગો: https://mma.prnewswire.com/media/1169295/Panchshil_Foundation_Logo.jpg
Share this article