Informa Markets in Indiaએ સુપર સપ્ટેમ્બર- વર્ચ્યુઅલ B2B ઉજવણીના લોન્ચની જાહેરાત કરી છે
- ડિજીટલ ઓફરિંગ્સનો એક તહેવાર કે છે 6 અગત્યના ક્ષેત્રો, 6 પ્રખ્યાત બ્રાન્ડ્સ અને 6 વિવિધ સમુદાયોને એક પાવર બુસ્ટર મહિનામાં
સમાવે છે.
મુંબઈ, ભારત, Sept. 2, 2020 /PRNewswire/ -- Informa Markets in India, ભારતના અગ્રણી B2B કાર્યક્રમ આયોજકે, સુપર સપ્ટેમ્બર – વર્ચ્યુઅલ B2B ઉજવણી, 6 ક્ષેત્રોમાં 6 ડિજીટલ એસ્પોના શક્તિશાળી એરે સપ્ટેમ્બર 2020 મહિના માટે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મહિનામાં જ કોન્ફરન્સિસ. તાલીમ, વેબિનાર અને એવોર્ડનું આયોજન પણ કરવામાં આવશે.
વર્ચ્યુઅલ ટ્રેડ શો, તારીખો અને તેમની સેવાના ક્ષેત્રોમાં સમાવિષ્ટ છે :
- Renewable Energy India E-Expo: 2-3 સપ્ટેમ્બર (હરિયાળી ઉર્જા)
- InnoPack Pharma Confex: 3-4 સપ્ટેમ્બર (પેકેજીંગ)
- OSH India Virtual Expo: 17-18 સપ્ટેમ્બર (વ્યવસાયિક સલામતી અને આરોગ્ય)
- IFSEC Indian Virtual Expo: 17-18 સપ્ટેમ્બર (સુરક્ષા અને દેખરેખ)
- SATTE GenX: 23 સપ્ટેમ્બર (પ્રવાસ અને પર્યટન)
- PharmaLytica Virtual Expo Connect: 30 સપ્ટેમ્બર -2 ઓક્ટોબર (ફાર્મા).
આ મહિનામાં નીચેની કોન્ફરન્સિસ આયોજીત કરવામાં આવી છે:
- ભાવિ પેકેટ ટ્રાન્સપોર્ટ નેટવર્ક : 18 સપ્ટેમ્બર
- ફાર્મા સપ્લાય ચેઇન: 17-18 સપ્ટેમ્બર
- બાયોફર્મા કોન્ક્લેવ: 24-25 સપ્ટેમ્બર
- સફાઇ માન્યતા: 29-30 સપ્ટેમ્બર
જયારે અર્થતંત્ર પોતે પાટા પર આવવા તૈયાર છે ત્યારે વર્ચ્યુઅલ B2B ઉજવણી સંબંધિત સમુદાયો અને વ્યવસાયોને લોકડાઉનની મર્યાદાઓને દૂર કરવામાં, વ્યવસાયિક ધ્યેયો પ્રાપ્ત કરવામાં અને શક્તિશાળી ધાર પૂરો પાડવામાં મદદ કરશે.
જયારે Informa Markets in India સલામતી દિશાનિર્દેશો અને પ્રોટોકોલોનું કડક પાલન કરીને વર્ષના અંતમાં બ્લોકબસ્ટર ભૌતિક શોનું આયોજન કરવા માટે સુનિશ્ચિત છે, સપ્ટેમ્બરમાં ડિજિટલ વ્યવસાયિક ઉજવણી વિવિધ ઉદ્યોગોને તેમના મહત્વપૂર્ણ વ્યવસાયિક વાર્તાલાપ, માહિતી વહેંચણી અને તાલીમ આપવાનું ચાલુ રાખશે. સરકારના 'ડિજિટલ ઇન્ડિયા' અભિયાનની 5મી વર્ષગાંઠ સાથે સંકલિત, 'સુપર સપ્ટેમ્બર' MSME, ટકાઉપણું, વીજળી વહેંચણી, આરોગ્ય અને ગ્રામીણ રોજગારની પ્રાધાન્યતા દ્વારા કોવિડ-19ના 'આત્મનિર્ભર ભારત અભિયાન'ની પહેલને સમર્થન આપે છે.
શા માટે સુપર સપ્ટ્મ્બર – વર્ચ્યુલ B2B ઉજવણી દ્રષ્ટિ અગત્યની છે:
- વૈશ્વિક જીડીપીમાં અનુમાનિત ઘટાડો 7.6% છે. (2008-9નો વૈશ્વિક મેલ્ટડાઉન 1.79 % આની સરખામણીમાં હળવો હતો).
- ભારતમાં INC, જુલાઈ-સપ્ટેમ્બર 2020 નો આશાવાદ સૂચકાંક વેચાણના જથ્થા, ચોખ્ખા નફા, વેચાણના ભાવ, નવા ઓર્ડર, ઇન્વેન્ટરીઝ અને રોજગારના તમામ 6 સૂચકાંકો સાથે આશરે 35% ની નીચી વિક્રમી સપાટીએ હતો.
- ઉદ્યોગનો અંદાજ છે કે વ્યવસાયિક મોડેલોમાં કોઈ સુધારો કર્યા વગર, ભારતની અગ્રણી બ્રાન્ડ તેમની બ્રાન્ડ વેલ્યુમાં 15 % ઘટાડો નોંધશે.
- પ્રદર્શન ઉદ્યોગને, તેના ભૌતિક બંધારણને મુલતવી રાખવાની ફરજ પડી, જેનાથી 3 લાખ કરોડ રૂપિયાના ધંધાને અસર થઈ છે, જેમાંથી માર્ચ 2020 સુધીના પ્રદર્શનો નહીં યોજવાને કારણે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- 15 લાખ લોકોની આજીવિકા ગુમાવાઈ છે.
અર્થતંત્રના ઉત્પ્રેરક તરીકે અને તેના હોદ્દેદારોની ભલામણ મુજબ, પ્રદર્શન ઉદ્યોગ આ ઘણા બધા પડકારોનો સામનો કરીને આ નવી સામાન્ય સ્થિતિને અનુકૂળ બની રહ્યો છે. કોવિડ-19એ વિશ્વભર અને ભારતમાં બનાવેલ અંતરાલ સાથે, Informa Markets in Indiaનો હેતુ તેની નેતૃત્વ દ્રષ્ટિ ચલાવી અને તેની પરિવર્તનશીલ ડિજિટલ સેવાઓનો ઉપયોગ ઉદ્યોગની સેવા કરવા અને અર્થતંત્રને ફરીથી બનાવવા માટે
કરવાનો છે.
વર્ચ્યુઅલ સ્પેશના અનુસંધાનમાં : તે શું સૂચવે છે
તેની મૂળ સંસ્થા, Informa Plc ના નોંધપાત્ર રોકાણો દ્વારા સશક્ત, વૈશ્વિક સ્તરે ડિજિટલ અવકાશમાં, Informa Markets in India, 25 માર્ચે રાષ્ટ્રીય લોકડાઉન પછી તરત જ તેના ડિજિટલ મિશનને વિસ્તૃત કર્યું છે. સમય ક્ષિતિજના નોંધપાત્ર સંકોચન સાથે, તેણે જૂનમાં IFSEC Virtual Expo સાથે તેના પ્રથમ Virtual Expoનું આયોજન કર્યુ જેના પછી વ્યવસાયિક આરોગ્ય અને સલામતી, નવીનીકરણીય ઉર્જા, સૌન્દર્ય અને પ્રસાધનો અને રત્નો અને જ્વેલરી ઉદ્યોગો માટે વર્ચ્યુઅલ એસ્પોનું આયોજન કર્યુ છે. ઓનલાઇન કોન્ફરન્સના આકર્ષક એરે એ પણ તેના ડિજિટલ કાર્યક્રમની પ્રભાવશાળી કાલગીમાં ઉમેરો કર્યો છે.
- વૈશ્વિક, COVID-19 ત્રાટક્યું ત્યારથી, Informa Markets એ 25 ક્ષેત્રોમાં વર્ચ્યુઅલી સફળતાપૂર્વક સેવા આપી છે.
- Informa Markets ગ્રાહક સર્વેક્ષણે જાહેર કર્યુ છે કે APAC દેશોમાં, 60% ગ્રાહકો ડિજિટિલી સક્ષમ પ્લેટફોર્મ માત્ર પરંપરાગતની જગ્યાએ કરેછે.
- પરંપરાગત પ્લેટફોર્મનું મૂલ્ય વૃદ્ધિ : હાઇબ્રીડ પ્લેટફોર્મ, બજાર દ્વારા સમજાયેલ 1: 1.5 છે.
- એશિયન દેશોમાં, ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે જીવંત અથવા ઓનસાઇટ ક્રિયાપ્રતિક્રિયાના પસંદગીમાં ભારત આગળ છે.
- જૂનથી, પ્રદર્શકો, ઉદ્યોગ નેતાઓ, મંડળના વડાઓ, ઉદ્યમીઓ અને વ્યાવસાયિકો સહિત લગભગ 15,000 ઉપસ્થિત લોકોનું પ્રતિષ્ઠિત ઇ-મંડળને Informa Markets in India દ્વારા વર્ચ્યુઅલી ટ્રેડ શો દ્વારા આજ સુધી સેવા અપાઇ છે.
સુપર સપ્ટેમ્બર – વર્ચ્યુઅલ B2B ઉજવણી છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્લેટફોર્મમાં નોંધપાત્ર શિક્ષણ સાથે અને તેની ગુણવત્તા, સમસ્યા હલ કરવાની ક્ષમતા, એકીકૃત ગ્રાહક અનુભવ, સુરક્ષા, ગતિ અને નવીનતા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને આયોજન કરવામાં આવી રહ્યું છે.
સુપર સપ્ટેમ્બર વર્ચ્યુઅલ B2B ઉજવણીની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "અમને આ પ્રકારનો વર્ચ્યુઅલ B2B ઉજવણીની રજૂઆત કરવામાં ગર્વ અનુભવાય છે. એક સંસ્થા તરીકે, અમે 2011 માં, અમારા પ્રથમ ઇ-એક્સપો InterOpનું આયોજન કરીને વર્ચુઅલ એક્સ્પો સ્પેસમાં પહેલ કરી હતી. આ ક્ષેત્રમાં અમારી વિશ્વસનીયતા અને વારસા સાથે, વર્ચ્યુઅલ B2B સેલિબ્રેશન અવકાશ, સંભવિત અને પ્રયત્નોની દ્રષ્ટિએ અમે બનાવેલા ક્રેસ્સેન્ડોનું પરિણામ છે, જે સપ્ટેમ્બરની શરૂઆતથી અનલોક 4.0ની સાથે સમાપ્ત થશે. આ ઉજવણીમાં કોઈ શંકા નથી,કે તે અર્થતંત્રના પૈડાં ફેરવવામાં ઘણું આગળ વધશે. રાષ્ટ્ર માટે આ ટિપિંગ પોઇન્ટ પર 'આત્મનિર્ભારતા' ને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે અને અમે આ મહત્વના તબક્કે ક્ષેત્રના પ્રચારકો, બ્રાન્ડ્સ, સાહસો, સરકારી અધિકારીઓ અને વ્યાવસાયિકો સાથે સંકળાય જ્ઞાનની વહેંચણી સક્ષમ કરીને અને મલ્ટિડ ઉદ્યોગોને સક્ષમ કરીને આમ કરી રહ્યા છીએ. જ્યારે એવા સંકેત મળી રહ્યા છે કે પ્રદર્શન દ્વારા ભારતનું વળવું ધીમું યુ-આકારનું અથવા ડબ્લ્યુ આકારનું હોઈ શકે, અમે આશા રાખીએ છીએ કે શ્રેષ્ઠ વી-આકારની આર્થિક પુન:ઉદ્દભવ તરફ કામ કરીને વ્યવસાયના મનોબળને વેગ આપવાની આશા છે જ્યાં જાહેર આરોગ્યમાં પણ આલેખ વધે છે."
તેમણે ઉમેર્યુ, "સપ્ટેમ્બર ભારતમાં શુભ તહેવારોના આગમનનું સાક્ષી બને છે - સદ્ભાવના, શાંતિ અને સમૃદ્ધિનો સમય. આ સિઝનમાં nforma Markets in Indiaના દરેક વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં તેના બ્લોકબસ્ટર શોની ઝાકઝમાળ પણ સમાયેલ હોય છે. આ વર્ષ પછી, શોના હાઇબ્રીડ સંસ્કરણને લાગુ કરવાની અમારી વ્યૂહરચના સાથે, કોઇ શંકા નથી કે સપ્ટેમ્બરમાં ડિજીટલ ઉજવણી અમારા ભૌતિક શોને પૂરક બની પ્રોત્સાહન આપશે."
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી https://www.informamarkets.com/en/regions/asia/India.html ની મુલાકાત લો.
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે મહેરબાની કરી સંપર્ક કરો :
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
ફોટો: https://mma.prnewswire.com/media/1245301/Super_September.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article