- India Health Exhibition14-16 એપ્રિલ 2020માં, નવી દિલ્હીમાં થશે, જેની રજૂઆત Arab Health organisers, Informa Markets દ્વારા કરવામાં આવશે
- ભારતનું હેલ્થકેર ક્ષેત્ર 2022 સુધીમાં ત્રણ ગણો વધીને 372 બિલિયન યુએસ ડોલર જેટલુ થવા તૈયાર છે
- દેશની આરોગ્યસંભાળ વ્યૂહરચના અને વિકાસ લક્ષી કોન્ફરન્સની રજૂઆત
નવી દિલ્હી, Nov. 29, 2019 /PRNewswire/ -- Informa Markets, સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોના આયોજક, એપ્રિલ 14-16, 2020થી India Health Exhibition શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંના એકમાં વેપાર વિકસાવવા માટેની વૈશ્વિક ઉદ્યોગની ઇચ્છાના પ્રતિસાદરૂપે છે. આ શો વિવિધ પ્રકારની શૈક્ષણિક કોન્ફરન્સ કે જે અગ્રણી સ્થાનિક સંગઠનો સાથે ભાગીદારીમાં ચલાવવામાં આવે છે તેની સાથે સંપૂર્ણ પાયે પ્રદર્શનનું એક અનોખા સંયોજનનું આયોજન કરશે.
Arab Health Exhibition and Congress, મધ્ય પૂર્વમાંનું સૌથી મોટું હેલ્થકેર એક્ઝિબિશનના આયોજનના 44 વર્ષના અનુભવ સાથે, માર્કેટ અગ્રણી શો જેમકે Africa Health and Florida International Medical Expo (FIME) સાથે, Informaનો કાર્યક્રમો તબીબી અવકાશમાં વિશ્વના અદ્યતન નવીનતાઓનું બનેલું એક વ્યાપક પ્રદર્શન સાથે પ્રસંગોચિત, સસ્તું અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની અજમાયશી અને પરીક્ષણ પદ્ધતિ પર કામ કરે છે. Informa Group દ્વારા UBMનું સંપાદન વધુમાં તેને વાર્ષિક CPhI India કાર્યક્રમની તાકાતનો લાભ લેવા દે છે જે ભારતના ફાર્મા ક્ષેત્રના પ્રમુખ ખેલાડીઓને સાથે લાવે છે.
શોની શરૂઆત પર ટિપ્પણી કરતાં, Mr. Wouter Molman, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હેલ્થકેર, Informa Markets, એ કહ્યુ: "આ શો IndiaHealthને વૈશ્વિક હેલ્થકેર એક્ઝિબિશન બ્રાન્ડના પરિવારમાં મજબૂતપણે લાવે છે, જેમાં વિશ્વસનીયArab Health ExhibitionandCongressનો સમાવેશ થાય છે.તાજેતરના અહેવાલોએ પ્રકાશિત કર્યું છે કે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની વધતી માંગ અને મેળખાતી વિતરણ પદ્ધતિની ગેરહાજરી એ ભારતમાં મોટો પડકાર છે. આ પ્રસ્તુતિ કાર્યક્રમ અમને વિકસતા ભારતીય હેલ્થકેર માર્કેટમાં વ્યપારી સંપર્કોને સુવિધાજનક બનાવવા અને વિકાસતા ડ્રાઇવરોને સ્પ્રિંગબોર્ડ પુરૂ પાડવાની મંજૂરી આપે છે."
તેણે વધુમાં ઉમેર્યુ કે, "ભારતમાં યોગ્ય હેલ્થકેર સંસ્થાઓ, અધિકારીઓ અને સંગઠનો સાથે જોડાણ અને સંબંધોનો અભાવ એ કંપનીઓ ઘણીવાર ભારતીય હેલ્થકેર માર્કેટમાં સામનો કરે તેવો એક અન્ય સામાન્ય પડકાર છે. IndiaHealth આ જગ્યા સાથે પુલ બનાવવા મદદ કરશે."
ત્રણ-દિવસીય કાર્યક્રમ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં થશે અને 300થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારો વિવિધ ક્ષેત્રો જેમકે નિકાલજોગ અને ઉપભોજ્ય વસ્તુઓથી લઈને હાઇટેક ઇમેજિંગ અને નૈદાનિક સાધનો સુધીનાનું આયોજન કરશે. આ શો 4,000થી વધુ નિર્ણયકર્તાઓ અને ભાગિદારો જેવાંકે હોસ્પિટલના ડિરેક્ટર, ડોકટરો, તબીબી વ્યવસાયિકો, સરકારી નીતિ નિર્માતાઓ, તબીબી પ્રયોગશાળા તકનીકી, વિતરકો અને વેપારીઓનું સ્વાગત કરશે.
કાર્યક્રમની ત્રણ CME માન્ય કોન્ફરન્સ જે પડકારોનો સામનો કરવો પડે છે અને તેને દૂર કરવા માટે નવીનતાની શોધખોળ કરવા માટે દેશની હેલ્થકેર વ્યુહરચનાની આસપાસ યોજવામાં આવી છે. Association of Healthcare Providers (India), Healthcare Federation of India અને બીજા ઘણા સહિતના નોંધપાત્ર સંગઠનો સાથે મળીને યોજવામાં આવશે.
અબજ ડોલરના બજાર દ્વારા બનાવેલી તકોનું અન્વેષણ
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા ક્રમના દેશ તરીકે ભારત આવક અને રોજગાર બંને દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા હેલ્થકેર બજારોમાંથી એક બની ગયુ છે.
દેશનું હેલ્થકેર બજાર 2022 સુધીમાં ત્રણ ગણુ વધૂને 372 બિલિયન યુએસ ડોલર બનવા તૈયાર છે.
વધતી વૃદ્ધિના સંદર્ભમાં ભારત ટોચના ત્રણ હેલ્થકેર બજારોમાં સ્થાન મેળવવાની અપેક્ષા છે.
દેશ 2020 સુધીમાં 40 મિલિયન નોકરીઓ પેદા કરશે.
અનુમાનો એવા છે કે 2024 સુધીમાં તબીબી માળખાકીય સુવિધા પાછળ 200 બિલિયન યુએસ ડોલર ખર્ચ કરવામાં આવશે.
તબીબી ઉપકરણોનું બજાર 2022 સુધીમાં 11 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાનું અપેક્ષિત છે.
તબીબી સંશોધનનાં પ્રમાણમાં ઓછા ખર્ચને લીધે ભારત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે સંશોધન અને વિકાસ (R&D) પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે.
ભારત તેના 80 ટકા તબીબી ઉપકરણોને આયાત કરે છે.
ભારતમાં શસ્ત્રક્રિયાનો ખર્ચ યુ.એસ. કરતાં દશમા ભાગનો છે. આનાથી તબીબી પ્રવાસીઓને આકર્ષવામાં મદદ મળી છે અને 2020 સુધીમાં ભારતના તબીબી પર્યટન ઉદ્યોગનું મૂલ્ય 9 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.
India Health આ તમામ વિકાસ પર ધ્યાન દોરશે અને વાતચીતને સરળ બનાવશે જે આ વ્યૂહરચનાને જીવંત બનાવશે. આ શો આંતરરાષ્ટ્રીય ભાગીદારીને આકર્ષિત કરશે અને જે લોકો હજી સુધી આ બજાર સુધી પ્રવેશ નથી કરી શક્યા તેમને અહીં પહોંચ આપશે.
Mr. Yogesh Mudras,મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets માટે, તેમણે પ્રકાશિત કર્યુ કે: "ભારતના હેલ્થકેર ક્ષેત્ર હાલમાં ઘણા કારણોસર 15.8 ટકા Compound Annual Growth Rate(CAGR) પર વિકાસ કરી રહ્યુ છે. India Health ભારતીય હેલ્થકેર ક્ષેત્રે મળવા અને વેપાર કરવા અને આ વૃદ્ધિને મેળવવા માટે વૈશ્વિક બજારમાં મુખ્ય ખેલાડીઓને સાથે લાવશે."
"તબીબી ઉપકરણોના ખરીદદારોની નોંધપાત્ર ટકાવારી ખાનગી તબીબી સંસ્થાઓ અને હોસ્પિટલોની છે. ટાયર I શહેરોમાં વધેલી સ્પર્ધાને કારણે, ખાનગી ઉદ્યોગોએ ટાયર II અને ટાયર III શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે, એવું બજાર કે જે હજી સુધી ભારતમાં અડકાયા વગરનું છે. જેમ જેમ ખાનગી ઉદ્યોગ ઓછા સંશોધિત બજારોમાં વિસ્તારિત થાય છે, તબીબી ઉપકરણોની માંગ પ્રમાણસર વધશે, અને India Health ઉદ્યોગને તે સંભવિતતાને ટચ કરવામાં મદદ કરશે," એવુ તેમણે વધુમાં ઉમેર્યુ.
R&D માટેના સ્ટોર, તબીબી પર્યટન અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં રોકાણ માટેની ઉત્તેજક તકો, વિશ્વના સૌથી મોટા હેલ્થકેર બજારોમાંથી એકને સમજવા અને ચલાવવા માટે India Healthની હાજરી આવશ્યક છે.
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ.
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉUBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે.
Share this article