ઇન્ડસ્ટ્રીના પ્રેક્ષકોનું ધ્યાનાકર્ષિત કરવા 8મી વાર્ષિક InnoPack Pharma Confex સજ્જ
મુંબઈ, May 22, 2019 /PRNewswire/ --
21 મી - 22 મી મે 2019, મુંબઇ
CPhI Conferences, UBM India નો એક વિભાગ, જે હેઠળ સંખ્યાબંધ સફળ ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સનું આયોજન કરે છે, તેમણે 21-22 મે, 2019 ના રોજ સહારા સ્ટાર, મુંબઇ ખાતે 8 મી વાર્ષિક InnoPack Pharma Confex ની જાહેરાત કરી છે. ફાર્મા પેકેજિંગ ઉદ્યોગના વ્યાવસાયિકો માટે એકત્રિત થવા, નેટવર્કનું નિર્માણ કરવા, વિચારો અને જ્ઞાનનું વિનિમય કરવા, સહયોગીઓ સાથે જોડાણ કરવા આ તમામ હેતુઓને આકાર આપવા માટેનું એક છત હેઠળનું સૌથી મોટું પ્લેટફોર્મ હોવાનું વચન Confex આપે છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/889625/InnoPack_Logo.jpg )
ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ઝડપી ગતિએ થઇ રહેલા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. સંશોધન અને માર્કેટના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય જિનેરિક માર્કેટમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી રહી છે જે કંપનીઓ માટે અઢળક તકો ઉભી કરે છે. આ બાબતને આગળ વધારવાનું મુખ્ય કારણ તે છે કે વાસ્તવમાં આવનારા થોડા વર્ષોમાં 40 બિલિયનથી વધુની કિંમતની જિનેરિક દવાઓની પેટન્ટ બંધ થઈ રહી છે, જે યુએસના કુલ પ્રિસ્ક્રિપ્શન માર્કેટનો 15% ની નજીક જેટલો ભાગ છે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વાર્ષિક ધોરણે 11% ની વૃદ્ધિ કરી રહ્યું છે, અને જથ્થાના સંદર્ભમાં ચોથા ક્રમે અને મૂલ્યના સંદર્ભમાં તે વૈશ્વિક ધોરણે તેરમા ક્રમે છે. 2017 માં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ઇક્વિપમેન્ટ માર્કેટ 5.98 અબજ ડૉલરનું હતું અને 2026 સુધીમાં તે 8.3% ના સીએજીઆર પર વૃદ્ધિ પામીને 12.25 અબજ ડૉલર સુધી પહોંચે તેવું અપેક્ષિત છે. ફાર્માસ્યુટિકલ પેકેજિંગ બજાર ઉત્પાદ નિર્માણ સંબંધિત મહત્વની માહિતીનું વહન કરીને, ઉત્પાદનોની ટ્રેસેબિલિટીને સુનિશ્ચિત કરીને અને વિવિધ ચાલક બળોને કારણે આધુનિકરણથી જીવંત ઇન્ડસ્ટ્રી એકંદર દર્દી સુરક્ષામાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સંપૂર્ણ એકમ સ્તરના ટ્રેક અને ટ્રેસ, નવીનતાઓ, દર્દીની સલામતી અને ગ્રાહક પસંદગીઓ એક રોજિંદી વાસ્તવિકતા બનવાની સાથે આ દિશામાં નિયમનકારી ઝોક વૃદ્ધિ પામી રહ્યો છે.
Confex વિવિધ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ષકો, સ્પીકર્સ અને પ્રદર્શકોની સતત સંલગ્નતાને સુનિશ્ચિત કરશે અને ફાર્માસ્યુટિકલ પેકેજીંગમાં સતત વિકાસશીલ પડકારો અને ઉકેલો જેમ કે પેકેજિંગ દ્વારા દર્દી સલામતી, તકનીકી સંશોધન, ફાર્માસ્યુટિકલ પેકેજિંગ માટે સફળ અને સુસંગત અમલીકરણની અંતર્ગત સમજ વિશે ચર્ચા કરશે. ગયા વર્ષે 7 મી આવૃત્તિએ બે વ્યસ્ત દિવસો દરમિયાન દેશભરના 700 થી વધુ પ્રતિનિધિઓને આકર્ષ્યા હતા.
આ વર્ષે, Ravi Udaya Bhaskar - ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PHARMEXCIL) ના ડિરેક્ટર જનરલ Confexનું ઉદ્ઘાટન કરશે અને ભારતીય ફાર્મા ઉદ્યોગની ઉત્ક્રાંતિ અંગે તેમના વિચારો શેર કરશે. બે દિવસની કોન્ફરન્સમાં Richard HUA, ઇન્ટરનેશનલ અફેર્સ - ડિરેક્ટર, ચાઇના ફાર્માસ્યુટિકલ પેકેજિંગ એસોસિએશન Crystal Edwards, પેકેજિંગ ડેવલપમેન્ટ મેનેજર, Aspen Pharmacar e; Milagro Lopez - ડિરેક્ટર, સેગમેન્ટ માર્કેટિંગ, જેનરિક, વેસ્ટ ફાર્મા ઇન્ક; Bill Welch, ચીફ ટેકનોલોજી ઑફિસર, Phillips-Medisize; Shaunak J. Dave, સીઇઓ (ASIA), ઑપ્ટેલ ગ્રૂપ; ચક્રવર્તી AVPS, ગ્લોબલ એમ્બેસેડર, વર્લ્ડ પેકેજિંગ ઓર્ગેનાઇઝેશન; Ashok Kumar Bhattacharya, ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રા. લિ.અને ઘણા વધુ દ્વારા સત્રો આયોજિત કરવામાં આવશે.
InnoPack Pharma એ ફાર્મા પેકેજિંગ નવીનતાઓ માટે પ્રિમીયર પ્લેટફોર્મ તરીકે પહેલેથી જ પોતાને સ્થાપિત કરી દીધી છે. આ કોન્ફરન્સ બાદ India Packaging Awards (21 મી મે) ની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ એવોર્ડ્સ પેકેજીંગ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા અને નવીનતાને ઓળખશે અને વિચારકો અને સર્જકોને સન્માનિત કરશે જેઓ એ પેકેજીંગમાં નવા આયામ સર કર્યા છે.
આ સાંજ પ્રેરણાદાયક માસ્ટરમાઈન્ડ્સને ખુશ કરવા ઉદ્યોગના મહારથીઓને એક અનન્ય છત્ર હેઠળ લાવશે અને અવોર્ડ્સ અને સન્માન સમારંભ સહિત, પ્રસ્તુતિઓ, વિશિષ્ટ પ્રોડક્ટ લોંચ, મનોરંજન કૃત્યો સમાવિષ્ટ કરશે.
8 મી ફાર્મા InnoPack Conference ની જાહેરાત પર બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ઉદ્યોગના અહેવાલો મુજબ, 2017 માં આશરે રૂ.147.8 બિલિયનના મૂલ્યનું ભારતીય ફાર્માસ્યુટિકલ પેકેજિંગ માર્કેટ, હવે 2023 ના અંત સુધીમાં રૂ. 245.5 બિલિયનના મૂલ્યાંકન સુધી પહોંચી જવા સજ્જ છે. આ ઉપરાંત, સ્માર્ટ પદ્ધતિઓ દ્વારા પેકેજિંગના ડિજિટલાઇઝેશન સાથે રિસાયક્લિંગ અને સ્થાયીપણા પરનું ધ્યાન પણ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. એમાં કોઈ શંકા નથી કે આ પાસાઓ ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ઉદ્યોગમાં પરિવર્તન લાવે છે અને ગ્રાહક સાથેના વાર્તાલાપમાં સુધારો કરે છે."
"આમ 2 દિવસની InnoPack Pharma Confex સમાન રૂપે સુસંગત અને સમયસર છે. ગંભીર વિકાસને ટકાવી રાખવા માટે, ફાર્મા પેકેજિંગ કંપનીઓએ પેકેજિંગના સંદર્ભમાં અપસ્કેલ, ગુણવત્તા આધારિત અને સર્જનાત્મક ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છેગ્રાહકને અપીલ કરતી વખતે, તેને નવીનતમ તકનીકી અને સ્થાયીપણાને ગણતરીમાં લેવું જરૂરી છે, જેથી ઉત્પાદનનો ઉપયોગ તાપમાન અને ઉપયોગિતાના શ્રેષ્ઠ સંજોગોમાં થાય. InnoPack ગુણવત્તા અને ડિઝાઇનના સંદર્ભમાં ફાર્મા પેકેજિંગ ઉકેલોના શ્રેષ્ઠ પ્રદર્શનનો વારસો ધરાવે છે. તે સમગ્ર વિશ્વમાં નવીનતમ નવીનતાઓમાં તેને અપડેટ કરતી વખતે, ક્ષેત્રના મુખ્ય વલણો અને મુદ્દાઓ પર પલ્સ સાથે અગ્રણી નિષ્ણાંતો દ્વારા જીવંત પેનલ ચર્ચાઓની સાક્ષી પૂરવા પણ તૈયાર છે.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article