IMAએ ભારતમાં વિદ્યાર્થી લિડરશીપ કોન્ફરન્સ લોન્ચ કરી છે
બેંગ્લોર, January 31, 2019 /PRNewswire/ --
IMA® (મેનેજમેન્ટ એકાઉન્ટસની ઇન્સ્ટિટ્યુટ), વ્યવસાયમાં એકાઉન્ટન્ટ્સ અને નાણાકીય વ્યાવસાયિકોનું સંગઠન, તેમની Student Leadership Conference (SLC)નું બેંગ્લોર, ભારતમાં ફેબ્રુઆરી, 2, 2019માં લોન્ચ કરી રહ્યા છે.
(Logo: https://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
"ઓટોમેશન અને એઆઈના વિસ્તરણ યુગમાં, ઘણી અસ્તિત્વમાં હોય તેવી શરૂઆતી સ્તરની એકાઉન્ટીંગ નોકરીઓ માટે કારકિર્દીની શક્યતા બદલાઈ રહી છે," એવું Hanadi Khalife, IMA ખાતે MEA & India Operationsના ડિરેક્ટરએ કહ્યુ. SLC વિદ્યાર્થીઓ માટે નેટવર્ક બનાવવા, જોડાણ કરવા અને એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં પ્રગતિશીલ કારકિર્દી, આગળ આવનારા તકનિકી પડકારો અને બદલાતા ફાઇનાન્સ ફંક્શન માટે તૈયાર થવામાં મદદ મેળવવા માટે ઉપલબ્ધ સાધનો અને સંસાધનો વિશે જાણકારી મેળવવા માટેનું એક અદભૂત પ્લેટફોર્મ છે."
કોન્ફરન્સમાં જોડાવવા માટે, ભારતમાં IMAની ભાગીદાર સંસ્થાઓમાંના પ્રોફેસરો વાણિજ્ય, એકાઉન્ટન્સી, ફાઇનાન્સ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રોમાં અભ્યાસ કરતા પાંચ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે નામાંકન કરશે.
"અમે બધા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને સંપૂર્ણ વ્યાપકપણે અન્વેષણ કરવા અને તેમની યુનિવર્સીટીમાં પાછા ફરી સારી રીતે આવરી લેવાયેલ એકાઉન્ટિંગ શિક્ષણ અનુસરવા પ્રેરિત અને ઉત્તેજિત કરી છીએ અને જે સરળતાથી સ્વયંસંચાલિત નથી તેવી વ્યુહરચના, નિર્ણય સમર્થન અને નિર્ણાયક વિચારસરણીની "માનવ કુશળતા" વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરીએ છીએ," એવું Khalifeએ ઉમેર્યુ.
કોન્ફરન્સમાં Mihir Koltharkar, 24 Karat Training ખાતે સીઈઓ અને ફાઉન્ડર; Sumit Saxena, Shiv Nadar University ખાતે માર્કેટિંગ મેનેજર; Paul Juras, Babson College ખાતે CMA, CPA, Ph.D., પ્રોફેસર, U.S. અને Chair, ICMA Board of Regents; IMA Bangalore Chapter ખાતે Guruprasad Varadarajan, CMA, ACMA, CA, વાઈસ પ્રેસિડેન્ટ; Balaji Rangaswamy, Ernst & Young ખાતે Finance Global Initiatives, એશોસિયેટ ડિરેક્ટર; Gopinath Mallipatna, SatSure AG ખાતે CMA, CFO અને ડિરેક્ટર; Narendranath Nair, Wipro ખાતે ફિનાન્સ જનરલ મેનેજર; અને Subhasis Mishra,એમેઝોન ખાતે ટેલેન્ટ એક્વિઝિશન લીડર સહિતના અમુક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વકતાઓનો સમાવેશ કરે છે. બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આતુર છે કારણ કે તેઓ કર્મચારી ક્ષેત્રમાં દાખલ થવા માટે તૈયાર છે.
આ આમંત્રણ વડે વિશિષ્ટ ઇવેન્ટ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત અને વ્યાવસાયિક નેટવર્ક બનાવવા માટે, જાણીતી કંપનીઓના એકાઉન્ટિંગ અને એચઆર વ્યાવસાયિકો સાથે જોડાવવા, અને CMA® (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ), IMAનું વ્યવસાયમાં એકાઉન્ટન્ટ્સ અને નાણાકીય વ્યાવસાયિકો માટેનું પ્રમાણપત્ર મેળવવાના લાભો સમજવા ભારતની વિવિધ યુનિવર્સિટીઓના 200 વિદ્યાર્થીઓનું જ સ્વાગત કરશે. વિદ્યાર્થીઓ મફત વ્યવસાયિક ફોટો વડે તેમની LinkedIn પ્રોફાઈલ પણ વધારવામાં સમર્થ બનશે. કોન્ફરન્સ વિશે વધુ જાણકારી મેળવવા, કૃપયા http://bit.ly/2DHeGPHની મુલાકાત લો.
IMA® (મેનેજમેન્ટ એકાઉન્ટસની ઈન્સ્ટિટ્યુટ)
IMA®, ને The Accountant/International Accounting Bulletin દ્વારા વર્ષ 2017 અને 2018 માટે વર્ષની શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાનું બિરૂદ આપવામાં આવ્યુ છે, જે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરનારી સૌથી મોટી અને સૌથી આદરણીય સંસ્થાઓમાંથી એક છે. વૈશ્વિક, IMA સંશોધન, CMA® (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) કાર્યક્રમ, ચાલુ પ્રશિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયત દ્વારા વ્યવસાયને ટેકો આપે છે. IMAનું 140 દેશોમાં 100,000થી વધુ સભ્યો સાથે વૈશ્વિક નેટવર્ક છે અને મોન્ટવાલે, એનજે, યુએસએમાં 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી અધ્યક્ષો સાથેના મુખ્ય મથક છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રદેશો દ્વારા સ્થાનિક સેવાઓ પ્રદાન કરે છે: અમેરિકા, એશિયા / પેસિફિક, યુરોપ, અને મધ્ય પૂર્વ / ભારત. IMA વિશે વધુ માહિતી મેળવવા માટે, કૃપયા http://www.imamiddleeast.org ની મુલાકાત લો.
Share this article