IMA® ભારતમાં વિમેન્સ એકાઉન્ટિંગ લીડરશીપ સિરીઝનું આયોજન કરે છે
બેંગ્લોર, April 23, 2019 /PRNewswire/ --
એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ લીડરશીપ ભૂમિકાઓમાં સામનો કરવા પડતા પડકારો હાઈલાઈટ કરે છે
IMA® (મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા મિડલ ઈસ્ટ અને ભારતના એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ વ્યાવસાયિકો માટે તેમની વિમેન્સ એકાઉન્ટિંગ લીડરશીપ સિરીઝની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 એપ્રિલ, 2019 ના રોજ બેંગ્લોરમાં યોજાયેલી આ કોન્ફરન્સને Amazon અને The University of Manchester દ્વારા સમર્થન પ્રાપ્ત થયું હતું. આ શ્રેણીનો હેતુ વ્યવસાયિક નેતૃત્વમાં મહિલા વ્યાવસાયિકોને પ્રોત્સાહિત કરવાનો અને વ્યવસાયી નેતૃત્વમાં 'અસ્વીકૃત અવરોધો' પાર કરવાનો હતો, અને તેનું પુનઃઉચ્ચારણ કરવામાં આવ્યું હતું કે વ્યવસાયો અને નિર્ણયકર્તાની ભૂમિકા માટે મહિલાઓ સ્પર્ધાત્મક આગેવાન હોય છે.
(Logo: https://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/873913/IMA_Ginger_White.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/873912/Hanadi_Khalife.jpg )
તેમની સંસ્થાઓમાં નિર્ણય લેવાની ભૂમિકા સુધી પહોંચવા માટે તેમની કારકિર્દીમાં આવનારા પડકારો અને મુદ્દાઓની ચર્ચા કરવા માટે આ સીરીઝ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગમાંની મહિલા વ્યાવસાયિકોને એકસાથે લાવી હતી. એકાઉન્ટિંગ નેતૃત્વ સંબંધિત તેમના અનુભવ અને આંતરદૃષ્ટિને શેર કરવા માટે બિઝનેસ અને ફાઇનાન્સ ક્ષેત્રની ટોચની ભારતીય મહિલાઓએ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો.
આ ઇવેન્ટમાં Ginger White, CMA, CSCA અને IMA ના અધ્યક્ષ, 2018-2019 અને આઇએમએની સૌથી વરિષ્ઠ સ્વયંસેવક ભૂમિકા ધરાવનાર પાંચમી મહિલા; Sangeeta Shankaran Sumesh, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓ, Dun & Bradstreet Technologies & Data Services; Shalini Puchalapalli, Amazon India ના કેટેગરી ડિરેક્ટર; Sandhya Sriram, વી.પી. ફાઇનાન્સ, Wipro; Saraswathy Srikanth, કંટ્રોલર, Mphasis; Niranjana, હેડ ફાઇનાન્સ, L&T; Shalini Koshy, સિનિયર ડાઇવર્સિટી પ્રોગ્રામ લીડર, Amazon અને Latha Sharma, એસોસિયેટ ડિરેક્ટર ફાઇનાન્સ, Accenture દ્વારા તેમના સંબંધિત ક્ષેત્રોની મહિલા અગ્રણીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.
એક દિવસ ચાલેલી આ ઇવેન્ટની શરૂઆત Finishing Touches Image Consulting ના ફાઉન્ડર અને ડિરેક્ટર Urmila Mitra ની વેલકમ નોટ અને પ્રસ્તાવના સાથે થઇ હતી, ત્યાર બાદ Ginger White દ્વારા બિઝનેસમાં 'સર્વન્ટ લીડરશીપ' ના મહત્વ અંગે વાત કરવામાં આવી હતી. VUCA (વીયુસીએ - વૉલેટાઇલ, અનસર્ટેઇન, કોમ્પ્લેક્સ અને ઍમ્બિગ્યુઅસ/અસ્થિર, અનિશ્ચિત, જટિલ અને અસ્પષ્ટ) વિશ્વમાં ગુણવત્તાસભર કામગીરી પૂરી પાડવા અંગે પોતાના વિચારો Sangeeta Shankaran Sumesh શેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 'ધ પાવર ઑફ સેયિંગ નો' વિશે Shalini Puchalapalli એ વાત કરી હતી. ત્યાર બાદ સત્રમાં 'જર્ની ટુ ધ સી-સ્યુટ' અંગે પૅનલ ચર્ચાનું આયોજન થયું હતું જેમાં Sandhya Sriram, Saraswathy Srikanth, Niranjana, Shalini Koshy, Latha Sharma અને Ginger White દ્વારા તેમની 'સી-સ્યુટ' સુધીની યાત્રા અંગે વાત કરવામાં આવી હતી.
"જ્યારે ભારતમાં મહિલા શ્રમિક દળની સહભાગિતા ઘટી રહી છે, ત્યારે કંપનીઓને બોર્ડરરૂમમાં જાતિ વિવિધતાના મૂલ્યને સમજવામાં મદદ કરવા માટે લિસ્ટેડ કંપનીઓને બોર્ડ પર ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર રાખવી ફરજિયાત બનાવનાર, ભારત પ્રથમ વિકસિત દેશોમાં એક બન્યો છે." તેવું IMA ખાતેના એમઇએ અને ઇન્ડિયા ઓપરેશન્સના ડિરેક્ટર, Hanadi Khalife દ્વારા જણાવવામાં આવ્યું હતું. "વૈશ્વિક ધોરણે, મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્ત્વની ભૂમિકા ભજવી શકે છે પરંતુ સંખ્યાબંધ ક્ષેત્રોમાં પડકારો અકબંધ છે."
"મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ વ્યૂહરચના, નાણાંકીય આયોજન અને વિશ્લેષણમાં સંકળાયેલા હોય છે જે તમામ વ્યવસાય કામગીરીના ચાલક બળો છે. સંશોધન, વ્યવહાર વિકાસ, શિક્ષણ, જ્ઞાન વહેંચણી અને વકીલાત માટે એક મંચ પ્રદાન કરીને અમે અમારા મહિલા સભ્યોને તેમની સંપૂર્ણ સંભવિતતા સુધી પહોંચવામાં મદદ કરવા માંગીએ છીએ," તેવું Ginger White દ્વારા જણાવાયું હતું.
"શિક્ષણ સુધીની પહોંચમાં સુધારો, બદલાતા સામાજીક ધોરણો અને તકનીકી નવીનીકરણ સાથે, અગ્રણી વ્યવસાયોમાં કારકિર્દી ધરાવીને અને મેનેજમેન્ટ સ્તરો સુધી પહોંચીને મહિલાઓએ તેમના કૌશલ્યોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ખાનગી ક્ષેત્રની નોકરીઓ માટે મહિલાઓ મહત્વકાંક્ષીપણે સ્પર્ધા કરે છે પરંતુ તેમની પોતાની કંપનીઓ પણ શરૂ કરે છે અને પોતે વ્યવસાયની માલિક બની રહી છે, "તેવું Khalife દ્વારા ઉમેરવામાં આવ્યું હતું.
હાલના સમયમાં ભારતમાં બોર્ડ પરની મહિલાઓની સંખ્યા વધીને 12.4 ટકા થઈ છે, જે 140 ડિરેક્ટર્સની સમકક્ષ છે. આ ભારતને વૈશ્વિક સરેરાશની વધુ નજીક લાવે છે, જે આશરે 15 ટકાની આસપાસ છે. બોર્ડરૂમ રિપોર્ટમાં Deloitte ની મહિલાઓ અનુસાર, ભારતમાં 2016 માં 3.2 ટકા બોર્ડ ચેર પર મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે મહિલા સીઈઓ 6.6 ટકા હિસ્સો ધરાવે છે.
IMA® (Institute of Management Accountants)
વિશે The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે, જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, એનજે, યુએસએમાં મુખ્ય મથક ધરાવે છે, આઇએમએ તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
Share this article