IFSEC India અને OSH India વર્ચ્યુઅલ એક્સ્પો સુરક્ષા, દેખરેખ અને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી ઉદ્યોગને એક નવી ઉંચાઈ પર લાવે છે
5075 ખરીદદારોની ભાગીદારી અને 38 દેશોની સાક્ષી પૂરે છે
મુંબઈ, ભારત,, Oct. 14, 2020 /PRNewswire/ -- Informa Markets in India (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી B2B એક્ઝિબિશનના આયોજકોએ IFSEC India વર્ચ્યુઅલ એક્સ્પો Expo અને OSH India વર્ચ્યુઅલ એક્સ્પોની બીજી આવૃત્તિનું સફળતાની નોંધ સાથે સમાપન કર્યુ છે. વર્ચ્યુઅલ શો 5075 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખરીદદારોને 38 દેશોમાંથી જેમકે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, હોંગકોંગ, સિંગાપોર, શ્રીલંકા, બાંગ્લાદેશ અને એક પ્લેટફોર્મ હેઠળ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બ્રાન્ડ્સ, મુખ્ય સરકારી અધિકારીઓ, સલાહકારો અને વ્યવસાય નિષ્ણાંતોને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરવા અને સુરક્ષા, સર્વેલન્સ અને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી ક્ષેત્રમાંના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પડકારોનો ઉકેલ લાવવા માટે સાથે લાવ્યુ છે.
આ ડિજીટલ કાર્યક્રમ Informa Markets in Indiaના સુપર સપ્ટેમ્બર- વર્ચ્યુઅલ B2B ઉજવણીનો એક ભાગ છે, જે 2020ના સપ્ટેમ્બર મહિનામાં 6 મહત્વના ક્ષેત્રોમાં 6 ડિજિટલ એક્સપોનો શક્તિશાળી એરે છે. વર્ચ્યુઅલ B2B ઉજવણીની પહેલ સંબંધિત સમુદાયોને મદદ કરશે, અને જેમ અર્થવ્યવસ્થા પાટા પર પાછા આવવા માટે પોતાને તૈયાર કરે છે ત્યારે વ્યવસાયો લોકડાઉનની મર્યાદાઓને દૂર કરી, વ્યવસાયિક ધ્યેયો પ્રાપ્ત કરે છે અને શક્તિશાળી ધાર પૂરી પાડે છે.
IFSEC વર્ચ્યુઅલ એક્સ્પોનું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન: Mr. Satyajeet Rajan, આઈએએસ, Addl Chief Secy, Labour, Skills & Excise, Govt. of Kerala; આદરણીય મહેમાન: Mr. Rajan Medhekar, આઈપીએસ (નિવૃત્ત), પૂર્વ ડાયરેક્ટર જનરલ, National Security Guards; ખાસ મહેમાન: Mr. Mike Hurst, CPP, ડિરેક્ટર, International Foundation for Protection Officers, UKની હાજરીમાં કરવામાં આવ્યુ હતું; જયારે OSH India વર્ચ્યુઅલ એક્સ્પોનું ઉદ્દઘાટન આદરણીય મહેમાન: Dr. C. Lakshmi Prasad, ફાયર સર્વિસીસના અધિક નિયામક, તેલાંગણા; Dr. S. K. Raut, રાષ્ટ્રીય પ્રમુખ, Indian Association for Occupational Health; Mr. Hemant Sapra, પ્રમુખ, Safety Appliances Manufacturers Associationની સાથે Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર – સિક્યોરીટી, સેફ્ટી અને ફેસિલીટીઝ પોર્ટફોલિયો, Informa Markets in India અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India; OSH India દ્વારા કરવામાં આવ્યુ હતું.
IFSCE India અને OSH Indiaના વર્ચ્યુઅલ એક્સ્પોના સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "સ્માર્ટ ટેકનોલોજી અને બજેટ અવરોધના યુગમાં, ડિજિટલ પરિવર્તન, સુરક્ષા વ્યૂહરચનાને નવીકરણ અને વ્યવસાયિક આરોગ્ય અને સલામતીમાં સુધારો લાવવાનાં પગલાં વિશેની ચર્ચાએ વ્યાવસાયિક સંસ્થાઓમાં સમયની આવશ્યકતા રહી છે. વધુમાં, તેઓ દૂરસ્થ કાર્યબળને સક્ષમ કરવા સાથે સંકળાયેલ અડચણોનો સામનો કરવાનું ચાલુ રાખે છે, જેમાંથી નોંધપાત્ર નોંધપાત્ર ટકાવારીએ તાણનો સામનો કરી, સપ્લાય ચેઇન વિક્ષેપને પહોંચી વળ્યા છે અથવા નવા ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યા છે. સુરક્ષા બજારમાં 2025 સુધીમાં વૈશ્વિક સ્તરે 4.3% CAGR વૃદ્ધિ થવાની સંભાવના છે કે જેને ઓદ્યોગિક સંકુલ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક સંકુલ, વગેરે જેવા વધારાના માળખાગત નિર્માણ દ્વારા અને સરકારી પહેલ જેમકે 'Smart Cities' અને 'Make in India' દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી એક વિશાળ તક દ્વારા બળ આપવામાં આવશે. વધુમાં, કામ કરતી મહિલાઓ, ઉંચાઈ પર કામ કરતા લોકો અથવા જોખમી પદાર્થો સાથે કામ કરતા લોકો, કાર્યસ્થળ અર્ગનોમિક્સ જેવાં મહત્વના મુદ્દાઓ પર જાણકારી ફેલાવી અગત્યની છે અને ખાસ કરીને જયારે ચાલુ રોગચાળામાં જયારે મનોબળ નીચું હોય ત્યારે કર્મચારીઓની સુખાકારી માટે."
"IFSEC India અને OSH Indiaને ઓફલાઇન અથવા વર્ચ્યુઅલ વિશ્વમાં સલામતી અને સુરક્ષા જગ્યાના વ્યાવસાયિકો માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. અમારી બીજી બે-દિવસીય વર્ચ્યુઅલ આવૃત્તિએ xxથી વધુ દેશોમાંથી xxથી વધુ સંબંધિત ખરીદદારો અને મુલાકાતીઓને એક્સ્પો અને કોન્ફરન્સિસમાં હાજરી આપવા માટે આકર્ષિત કર્યા હતાં. વર્ચ્યુઅલ B2B સેલિબ્રેશન પહેલ - સુપર સપ્ટેમ્બરમાં પણ આ શોમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે જેણે વિવિધ ઉદ્યોગો અને લક્ષ્ય ખરીદનાર સમુદાયોને વ્યવસાયિક તકોમાં વધારો કરવા માટે મદદ કરી છે." એમ તેમણે આગળ ઉમેર્યુ.
IFSEC India વર્ચ્યુઅલ એક્સ્પો એક નજરમાં
અગત્યના એશોસિયેશન જેમકે ASIS દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદ્રાબાદ વિભાગ, OSAC દિલ્હી અને મુંબઈ વિભાગ, IISSM અને GACSદ્વારા સમર્થિત IFSEC India વર્ચ્યુઅલ એક્સ્પોની 2જી આવૃત્તિ, International Fire & Security Exhibition and Conference (IFSEC) India એક્સ્પો - દક્ષિણ એશિયાનો સૌથી મોટો સુરક્ષા, નાગરિક સુરક્ષા અને અગ્નિ સલામતી શો -ના આયોજકો એક સામાન્ય વર્ચુઅલ પ્લેટફોર્મ હેઠળ સલામતી અને સુરક્ષાને લગતી પ્રખ્યાત બ્રાન્ડ્સ, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવે છે. તેમાં સર્વેલન્સ, આઈડેન્ટિટી મેનેજમેન્ટ, ઇન્ટ્રુઝન કંટ્રોલ, આઈપી વિડિઓ સર્વેલન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર, સ્ટોરેજ સોલ્યુશન્સ, યુનિફાઇડ કમ્યુનિકેશન્સ, ડિજિટલ સંકેતો, એક્સેસ કંટ્રોલ, પાર્કિંગ ઓટોમેશન, પરિમિતિ સંરક્ષણ, આઇઓટી, હોમ સિક્યુરિટી અને અંતિમ વપરાશકારો, ચેનલ ભાગીદારો અને સોલ્યુશન પ્રોવાઇડર્સ માટે સલામત શહેરો માટે સંકલિત ઉકેલોથી સંબંધિત ઘણા ઉત્પાદનો અને તકનીકીઓ શામેલ છે. વર્ચ્યુઅલ એકસ્પો બ્રાન્ડ જેવીકે Prama Hikvision, HID, Western Digital, Milestone systems સાથે પ્લેટિનમ પાર્ટનર, Genetec & Globus Infocom સાથે ગોલ્ડ પાર્ટનર તરીકે, eSSL & Matrix Comsec સાથે એક્ઝિબિટ પાર્ટનર તરીકે ચિન્હિત છે.
IFSEC વર્ચ્યુઅલ એક્સ્પો બે-દિવસીય જ્ઞાન ફોરમનો સમાવેશ કરે છે જે નીચેના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી છે જેમકે – 'એક્સેસ કંટ્રોલ ઉદ્યોગમાં સુરક્ષિત સંચારના વલણો'; 'ટેક્નોલોજી દ્વારા ભજવવામાં આવેલી સલામતીમાં નવું સામાન્ય અને નિર્ણાયક ભૂમિકા'; 'સુરક્ષા સિસ્ટમ્સમાં ઉભરતી તકનીકીઓ'; 'કોર્પોરેટ સિક્યુરિટી, સલામતી અને નુકસાન અટકાવવાની વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવું'; 'આજનાં કાર્યસ્થળોમાં આવતીકાલની સામાન્ય તૈયારી'; સાથે અન્યો
કોન્ફરન્સિસમાં પ્રખ્યાત ઉદ્યોગના નિષ્ણાંતો જેમકે Mr. Shiv Khera, પ્રશિક્ષક, વ્યવસાય સલાહકાર, લેખક; Mr. Rajan Medhekar, IPS (નિવૃત્ત), પૂર્વ ડાયરેક્ટર જનરલ, National Security Guards; Ms. Cleo Paskal, ઇન્ડો-પેસિફિક માટે બિન-નિવાસી વરિષ્ઠ ફેલો, Foundation for Defense of Democracies; Mr. Harendra Bana, સહયોગી નિયામક - વૈશ્વિક સુરક્ષા, PepsiCo India; Mr Vivek Prakash, વીપી - કોર્પોરેટ સુરક્ષા, Goldman Sachs અને ચેરમેન ASIS Bangalore Chapteની હાજરીની નોંધ લેવામાં આવી હતી.
OSH India વર્ચ્યુઅલ Expo એક નજરે
Occupational Safety and Health (OSH) India એક્સ્પો વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગને સેવા આપતો દક્ષિણ એશિયાનો સૌથી મોટો શો અને OSH South Indiaના આયોજકો તરફથી International Power Access Federation (IPAF) દ્વારા સમર્થિત OSH વર્ચ્યુઅલ એક્સ્પો દ્વારા સમર્થિત, પ્રખ્યાત બ્રાન્ડસ એકસાથે લાવ્યા છે જેમકે Ansell India Protective Products Private Limited અને ID Overseas Private Limited ગોલ્ડ પાર્ટનર તરીકે ; DuPont, Hindsiam Protective Equipment LLP, JLG, Tara Lohia Pvt. Ltd, Venus Safety & Health Pvt Ltd સિલ્વર પાર્ટનર તરીકે; Ketty Apparels, Magnum Health & Safety Pvt. Ltd, NIST Institute Pvt Ltd, Reflectosafe, Teijin India Pvt. Ltd, Torpedo Shoes India Pvt. Ltd એક્ઝિબીટ પાર્ટનર તરીકે. એક્સ્પોના ઉત્પાદનોમાં સખત હેટ, ગોગલ્સ, ગ્લોવ્સ, માસ્ક, સલામતી પગરખાં, અગ્નિ અને ગેસ તપાસ / સુરક્ષા, સલામતી સંકેત, શ્વસન સંરક્ષણ, પતન નિવારણ એક્સેસરીઝ અને ઉંચાઈ સલામતી ઉત્પાદનો, સલામતી એક્સેસરીઝ અને કામ પરના વસ્ત્રોનો સમાવેશ થાય છે.
અનલોક 4.0 પછી ઓફિસના કર્મચારીઓ તેમના કાર્યસ્થળ પર પરત ફરી રહ્યા હોવા સાથે, ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય સતત મુશ્કેલ કાર્ય છે. OSH India વર્ચ્યુઅલ એક્સ્પોએ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વક્તાઓ, અને પ્રોડક્ટ શોકેસ અને અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા વર્કશોપ્સ દ્વારા તેની પાવર પેક્ડ કોન્ફરન્સિસ દ્વારા સંબંધિત આંતરદૃષ્ટિને ડિક્રિપ્ટ કરી છે. કોન્ફરન્સિસ ખાતે ધ્યાનમાં લેવામાં આવનાર વિષયો હતા: 'ગ્લોબલ વર્કફોર્સની સલામતી પર કોવિડ-19 રોગચાળાની અસર'; 'પાલન અને પ્રમાણિત થવા વચ્ચેનો તફાવત'; 'લોકડાઉનથી પાઠ - કટોકટીના સમયમાં સ્થિતિસ્થાપક કેવી રીતે રહેવું'; અને 'જોખમની ઓળખ અને જોખમનું નિયંત્રણ: સફળ અકસ્માત નિવારણની વ્યૂહરચના'; સાથે અન્ય.
કોન્ફરન્સિસમાં સમાવિષ્ટ અમુક અગત્યના વકતાઓમાં Dr. S. K. Raut, રાષ્ટ્રીય અધ્યક્ષ, વ્યવસાયિક આરોગ્ય માટે ભારતીય એસોસિયેશન; Dr. Sean Young, સરહદો વિના કાર્યસ્થળનું આરોગ્ય -યુકે; Mr. Birendra Verma, સંયુક્ત પ્રમુખ અને ગ્રુપ હેડ સલામતી, Adani Group અને Dr. Aniruddha Agnihotri, પર્યાવરણીય સ્થિરતા, સ્વાસ્થ્ય અને સલામતી, Tata Consultancy Servicesનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ IFSEC India અને OSH India વર્ચ્યુઅલ એકસ્પો ખાતે બોલે છે:
· Anand Thirunagari, કન્ટ્રી મેનેજર, ઇન્ડિયા, Genetec Inc.
"આ વર્ષે પ્રથમ વખત અમે IFSEC – Indiaમાં ભાગ લીધો હતો. તે ભૌતિક સુરક્ષાના ક્ષેત્રોમાં પેનલ અને પ્રખ્યાત વક્તાઓના મિશ્રણ સાથે એક પ્રભાવશાળી અને સારી રીતે સંતુલિત વર્ચ્યુઅલ ટ્રેડ શો હતો. તેણે અમને અમારી તકનીકીઓને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ આપ્યું અને અમને અમારા ગ્રાહકો સાથે સંકળાયેલા રહેવા અને નવી ભાગીદારી વધારવા માટે સક્ષમ પણ બનાવ્યું છે".
- S M Kumar, સહ-સ્થાપક અને એમડી, MitKat Advisory
"જોખમોનું વાતાવરણ વૈવિધ્યસભર, વિખરાયેલું, તીવ્ર અને જટિલ બની રહ્યું છે. કોર્પોરેટ સલામતીનું ભાવિ માનવ આધારિત ઓછું હશે; અને વધુ વ્યવસાય-કેન્દ્રિત, ટેક-સક્ષમ, ઇન્ટેલ-આગેવાની, પ્રક્રિયાલક્ષી અને ખર્ચ પ્રત્યે સભાન હશે. બુદ્ધિશાળી, આગાહી કરનાર અને સંપર્ક વિનાની તકનીકીઓને જગ્યાઓ મળશે."
- Vivek Prakash, વીપી - કોર્પોરેટ સુરક્ષા, Goldman Sachs અને ચેરમેન ASIS Bangalore વિભાગ
"સુરક્ષા ઉદ્યોગ માટે અત્યારે મોટી સંભાવનાઓ છે. એવા ઘણા ક્ષેત્રો સાથે જ્યાં સુરક્ષા તકનીકી આ નવા વાતાવરણમાં વ્યવસાયને સક્ષમ કરી શકે છે, તે ખૂબ જ ઝડપી ગતિએ વિકસિત થવાનું નિશ્ચિત છે અને અને તે અમારા માટે સલામતી વ્યાવસાયિકોની ખાતરી કરે છે કે આપણે બદલાતાં સમય સાથે કદમ મિલાવી શકીએ!"
· Suvek Salankar, હેડ-ફાયર અને સેફટી, Rustomjee Constructions
"રોગચાળો અને મહામારી માનવજાત માટે વારંવાર ખતરો ઉભો કએ છે પરંતુ સાથે સાથે આપણે લડત માટેના અને આવા અણધાર્યા પડકારોનું સંચાલન કરવા નવા માર્ગો શીખી રહ્યા છીએ. આપણી પાસે ટેકનોલોજી છે અને આ એ જ સમય છે જયારે આપણને તેની સૌથી વધુ જરૂર છે. હું HSE પર જાગૃતિ ફેલાવવા ડિજિટલ ટેકનોલોજીના આવા મજબૂત પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ OSH Indiaનો આભારી છું અને અભિનંદન આપું છું."
· Mr. Rehan Ajmal, ડિરેક્ટર, Torpedo Shoes Pvt Ltd
"Torpedo shoes ચામડા અને ઓlદ્યોગિક સલામતી ફૂટવેરના અગ્રણી ઉત્પાદકો અને નિકાસકારોમાંથી એક છે. અમે OSH India વર્ચ્યુઅલ એક્સ્પોને નવા વલણ અને અમારા મૂલ્યવાન ગ્રાહકો સુધી પહોંચવાની ઉત્તમ તક તરીકે માનીએ છીએ. તે અમારા નવીનતમ લોંચનું પ્રદર્શન કરવા તેમજ બજારની જરૂરિયાત અને આવશ્યકતાને સમજવા માટે એક શ્રેષ્ઠ કનેક્ટિંગ પ્લેટફોર્મ હતું."
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - www.informa.com ની મુલાકાત લો
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે મહેરબાની કરી અહીં સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો : https://mma.prnewswire.com/media/1310901/IFSEC_Virtual__Logo.jpg
લોગો : https://mma.prnewswire.com/media/1310900/OSH_virtual_expo_Logo.jpg
લોગો : https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો : https://mma.prnewswire.com/media/1245301/Super_September.jpg
Share this article