Hyderabad Jewellery Pearl and Gem Fair (HJF) ની 12 મી આવૃત્તિમાં 450 થી વધુ બ્રાન્ડ્સ શોકેસ કરવામાં આવશે
હૈદરાબાદ, ભારત, June 7, 2019 /PRNewswire/ --
પર્લ્સના શહેરમાં ભારતના અગ્રણી જ્વેલરો માટે ત્રણ દિવસનો ચમકદાર ટ્રેડ એક્સ્ટ્રાવેગેન્ઝા
Hyderabad Jewellery, Pearl and Gem Fair (HJF 2019), દક્ષિણ ભારતનો એક પ્રીમિયમ જ્વેલરી ટ્રેડ શો, પર્લ્સના શહેરમાં ટોચના જ્વેલરો, ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ વેપારીઓ અને ઇન્ડસ્ટ્રી સંગઠનોને એક સાથે લાવીને સર્વશ્રેષ્ઠ જ્વેલરો અને કારીગરોના વિશિષ્ટ કલેક્શનને શોકેસ કરવા માટે સજ્જ છે. UBM India જે ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે તેમના દ્વારા Hitech City Jewellery Manufacturers Association (HJMA) અને Telangana Bullion Gems & Jewellery Federation અને સાથોસાથ આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના 200 થી વધુ જિલ્લા સંગઠનો સાથે જોડાણમાં આ સિગ્નેચર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. HJF ની 12મી એનિવર્સરી 14મી થી- 16મી જૂન, 2019 સુધી ત્રણ દિવસીય ફેર તરીકે HICC, નોવોટેલ, હાઇટેક સિટી ખાતે અને આયોજિત થશે અને એક પ્રભાવશાળી ભવ્ય પ્લેટફોર્મ પર ભારતની શ્રેષ્ઠ કારીગરી પ્રદર્શિત કરશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/898194/HJF_2019_Logo.jpg )
જ્વેલરી બ્રાન્ડ્સ, ફાઇન ફિનિશ્ડ જ્વેલરી ઉત્પાદકો, હોલસેલર્સ, રિટેલર્સ, ઈમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સ, જ્વેલરી ઉત્પાદકો, મશીનરી ઉત્પાદકો, ડાયમંડ, જેમસ્ટોન અને પર્લ્સ ઉત્પાદકો, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટ કરતા વેપારીઓ, પેકેજીંગ અને પ્રદર્શન, હોલમાર્કર્સ, પરીક્ષકો અને વેપારીઓ અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથોસાથ 200 થી વધુ પ્રદર્શકો આ વર્ષે સહભાગી થશે.
આ વર્ષના શોની મુખ્ય હાઈલાઈટ્સમાંની એક હશે ઇન્ડોનેશિયાની ટોચની ચાર બ્રાન્ડ્સ જેઓ આ વર્ષે શોમાં તેમનું પદાર્પણ કરશે, આ બ્રાન્ડ્સના નામ છે, Nahdi Jewellery, Mira, Ellyhan Jewellery, Indah Mutiara Lambok. ફેરની અન્ય મુખ્ય હાઈલાઈટ્સમાં ડિઝાઇનર પેવેલિયનનો જે ભારતની અગ્રણી જ્વેલરી માસ્ટરપીસનું પ્રદર્શન કરશે; અને ભારતીય અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના ફેર દરમિયાન B2B મીટિંગ્સ અને નવી ડિઝાઇન્સ અને લૉન્ચના શણગાર માટેના સૌપ્રથમ રેગાલિયા પેવેલિયનનો સમાવેશ થાય છે.
આ ફેર ભારતીય જ્વેલરી માર્કેટ માટે એક પ્રવેશદ્વાર છે, જે દક્ષિણ ભારતની ડિઝાઇનર જ્વેલરીની શ્રેણી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખરીદદારો અને વિક્રેતાઓને કનેક્ટ કરવા, નેટવર્ક કરવા, વિચારોનું વિનિમય કરવા, આગામી વલણો શોધવા અને વ્યવસાયની તકો ઉત્પન્ન કરવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એક્સ્પોએ યુનાઈટેડ કિંગડમ (યુકે), યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુ.એસ.એ.), દુબઇ, સિંગાપુર અને ભારતના જાણીતા સ્થાનિક અને વિદેશી ખરીદદારો અને ઘણા બધાને આકર્ષિત કરવાનું ચાલુ રાખ્યું છે, જેને આ ઇન્ડસ્ટ્રી માટે પ્રમાણિત અને વિશ્વસનીય સોર્સિંગ હબ તરીકે એક્સ્પોની સ્થિતિને સમગ્ર વિશ્વમાં ઇન્ડસ્ટ્રી માટે વધુ મજબૂત બનાવી છે.
Hyderabad Jewellery, Pearl and Gem Fair 2019 ની ઘોષણા અંગે બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારત જેને ગ્લોબલ જ્વેલરી માર્કેટનું કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે, તે ડાયમંડ માટેનું વિશ્વનું સૌથી મોટું કટીંગ અને પોલિશિંગ સેન્ટર છે અને વિશ્વમાં સોનાના દાગીનાના સૌથી મોટા નિકાસકારો પૈકીનું એક છે. સરકાર દ્વારા સારી રીતે સમર્થિત, જેમ અને જ્વેલરી સેક્ટરની માર્કેટ સાઈઝ 2025 સુધીમાં 100 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. પાશ્ચાત્ય જીવનશૈલી અપનાવવાને લીધે આ સેક્ટરમાં ગ્રાહકની પસંદગીઓમાં પણ ફેરફારો જોવામાં આવ્યા છે. ગ્રાહકો નવી ડિઝાઇન, વર્સેટિલિટી અને જ્વેલરીમાં વિવિધતાઓની માંગ કરી રહ્યા છે, અને બ્રાન્ડેડ જ્વેલર્સ સ્થાનિક અસંગઠિત ખેલાડીઓ કરતાં તેમની બદલાતી માંગને વધુ સારી રીતે પૂરી કરી શકે છે. આ ઉપરાંત, માથાદીઠ આવકમાં વધારો થવાથી જ્વેલરીના વેચાણમાં વધારો થયો છે, કારણ કે ભારતમાં જ્વેલરી એ સ્ટેટસનું પ્રતીક છે. આ લેન્ડસ્કેપ સામે, અમે દક્ષિણ ભારતને અમારા પ્રતિષ્ઠિત Hyderabad Jewellery Pearl and Gem Fair ની 12 મી આવૃત્તિમાં લાવીએ છીએ, જે આંતરરાષ્ટ્રીય ભાગીદારી સાથે આ વર્ષે સમગ્ર -ઇન્ડિયા સ્કેલ પર ગુણવત્તાયુક્ત વ્યવસાયિક સંબંધો બનાવે છે."
HJF પર બોલતા Mr. Mahender Tayal, HJMA ના પ્રેસિડન્ટ, પ્રાદેશિક અધ્યક્ષ દક્ષિણ GJEPC એ જણાવ્યું હતું કે "Hyderabad Jewellery, Pearl and Gem Fair ની 12 મી આવૃત્તિ પર UBM India ને મારા હાર્દિક અભિનંદન. આ ફળદાયી પ્લેટફોર્મ દક્ષિણી પ્રદેશમાં અનન્ય છે અને તેણે ફક્ત વેપારીઓને રિટેલ સમુદાય સાથે જોડ્યું નથી, પણ તેમની વચ્ચે લાંબા ગાળાનો સંબંધ સ્થાપિત કર્યો છે. નોંધપાત્ર રીતે, HJF એ હંમેશાં બદલાતા આર્થિક દૃષ્ટિકોણમાં, બુદ્ધિમત્તાની ખૂબ જરૂરી વહેંચણી અને વ્યવસાયનું સંચાલન કરવાનું પ્રોત્સાહન આપ્યું છે. HJF 2019 ના મુલાકાતીઓ પર્લ, રુબી, એમેરલ્ડ અને ડાયમંડથી ભરેલી પ્રીમિયમ જ્વેલરીના શણગારની અપેક્ષા રાખી શકે છે અને સીઝનના નવીનતમ trends થી પરિચિત થઈ શકે છે."
આ વર્ષે, B2B ફેરમાં Anmol Jewellers, Swaroop Jewellers, Chintamani Gold, Sri Shubam Jewellers, Gupta Gold, Vinati Jewellers, JKS Jewels Pvt Ltd, KK Ornaments, Jewel Park, Shree Kalpataru Jewellers Pvt Ltd, Mukti Gold, Anmol Swarn, Nahar Diamonds, SK Jewels, Hreenkar Jewellers, South India Jewellers, SK Seth, Dantara Jewellery, Rajendra Jewellers, Bhindi Jewellers જેવા વગેરે મુખ્ય નામનો સમાવેશ કરતા દર્શકોની ભાગીદારી જોવા મળશે. HJF અનેક શહેરો અને ટિઅર II શહેરો જેવા કે વિજયવાડા, ગુંટુર, વાઈઝેગ, નેલ્લોર અને વારંગલમાંથી જ્વેલરીમાં આગામી સર્જનાત્મકતા અને નવીનતા લાવે છે.
HJF ચાર શહેરના જ્વેલરી શો (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હી) પૈકીનું એક છે જે સમગ્ર વર્ષ દરમિયાન UBM India દ્વારા યોજવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, UBM plc વિશ્વની સૌથી મોટી જ્વેલરી ટ્રેડ ઇવેન્ટ - The Hong Kong Jewellery & Gem Fair નું આયોજન કરે છે.
HJF વિશે:
HJF નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ આયોજક બનવા માટે જૂન 2018 માં Informa PLC સાથે જોડાણ સાધ્યું છે. HJF વિશે વધુ માહિતી માટે https://hyderabad.jewelleryfair.in/ અને એશિયામાં અમારી હાજરી માટે કૃપા કરીને http://www.ubm.com/global-reach/ubm-asia / https://www.informamarkets.com/en/home.html ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ આયોજક છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia / https://www.informamarkets.com/en/home.html ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-6172-7117
UBM India
Share this article