પુણે, ભારત, October 17, 2018 /PRNewswire/ --
Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH), વૈશ્વિક ડેટા નેટવર્ક સૉલ્યુશન્સ કંપનીએ, આજે જાહેરાત કરી હતી કે તેમને ભારતીય નૌસેનાના ડિજિટલ નેટવર્કની સંરચના, નિર્માણ અને સંચાલન કરવાનો પુષ્ટિપાત્ર ખરીદ આદેશ આપવામાં આવ્યો છે.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
રૂ. 3,500-કરોડને આ પરિયોજના બહુવિધ-વર્ષનો કરાર છે, જેમાં નૌસેનાના ડિજિટલ નેટવર્કની સંરચના, અમલીકરણ, કામગીરીઓ અને જાળવણીનો સમાવેશ થાય છે. કંપનીએ આ પરિયોજના માટે ફેબ્રુઆરી 2018માં અગ્રિમ પર્ચેઝ ઑર્ડર (APO) આપવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.
આ નેટવર્ક વિશ્વમાં શ્રેષ્ઠ નૌસેના બળોની સામે ભારતીય નૌસેનાને ડિજિટલ રક્ષા સર્વોચ્ચતા આપશે. આ પરિયોજનામાં સ્વતંત્ર ઉચ્ચ-ક્ષમતા ઍન્ડ-ટુ-ઍન્ડ કમ્યુનિકેશન્સ નેટવર્ક, બહુવિધ ભારતીય નૌસેના સાઇટ્સ અને ભારત દ્વારા સંચાલિત દ્વિપોને જોડવાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ઉચ્ચપણે સુરક્ષિત ડેટા કેન્દ્રો અને બિગ ડેટા વિષયવસ્તુ વિતરણ નેટવર્ક્સ કે જે સોફ્ટવેર વ્યાખ્યાયિત છે તેનો સમાવેશ કરવામાં આવશે.
આ પ્રથમ વખત છે કે આટલાં મોટા પ્રમાણનું એક સંકલિત ઍન્ડ-ટુ-ઍન્ડ ડિજિટલ નેટવર્ક ભારતમાં નિર્માણ પામી રહ્યું છે, જે ભારતીય નૌસેનાને આપણી સીમાઓને ભારતની છેક દૂરની પોસ્ટ્સને સુરક્ષિત રાખવા સશક્ત બનાવે છે," Sterlite Techના Group CEO, Dr. Anand Agarwalએ જણાવ્યું હતું. "આપણી તકનીકીઓ ભારતીય નૌસેનાને રીઅલ-ટાઇમ પારિસ્થિતિક જાગૃત્તિ અને જે નિર્ણયો લેવાની સાથે સાથે અદ્યતન સુરક્ષા ઉકેલો સહિત નવા-યુગના અનુપ્રયોગો પર સવાર થવા માટે સક્ષમ બનાવશે. તે આપણી નૌસેનાને ભવિષ્ય માટે તૈયાર રહેવા, નેટવર્ક વર્ચ્યુલાઇઝેશન, બિગ ડેટા ઍનાલિટિક્સ અને કસ્ટમાઇઝ્ડ ઍન્ટરપ્પ્રાઇઝ અનુપ્રયોગો માટે પણ સ્થાનબદ્ધ કરશે.
આપણું અદ્યતન કેન્દ્રાભિસૃત નેટવર્ક ભારતીય નૌસેનાને તમામ ડિજિટલ જોખમોને નેટવર્ક પર શોધવા અને ઉકેલ લાવવા સક્ષમ બનાવશે. આની સાથે, રક્ષા અને વહીવટીય કામગીરીઓ માટે ભારતીય નૌસેના એક સુરક્ષિત અને વિશ્વાસપાત્ર માહિતી ધોરીમાર્ગ ધરાવતી થશે," Sterlite Techના CEO - Telecom Services Business, KS Raoએ જણાવ્યું હતું. "અમે છેલ્લાં થોડાં મહિનાઓથી અમારા ભાગીદાર પારિસ્થિતિતંત્ર અને ભરતીનું કાર્ય કરી રહ્યાં હતા, અને હવે કાર્ય શરૂ કરવા માટે તૈયાર છીએ," તેમણે ઉમેર્યું હતું.
Sterlite Tech ભારતીય સેના માટે ઘુસણખોરી-પ્રૂફ સ્માર્ટર નેટવર્ક્સના નિર્માણમાં સાબિત થયેલી કુશળતા અને અનુભવ ધરાવે છે, અને ભારતના સૌથી અદ્યતન કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ટેક્નોલૉજી સાથે આગળ રહ્યું છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH) વૈશ્વિક ટેક્નોલૉજી અગ્રેસર છે જે સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં, ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રસ્તાવો સાથે ગ્રાહકોની સાથે રોકાયેલું છે. કંપની ભારત, ઇટાલી, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની નિર્માણ સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડીલિવરી કેન્દ્રો ધરાવે છે. Sterlite Tech બ્રૉડબેન્ડ સંશોધન અને નેક્સ્ટ જનરેશન નેટવર્ક અનુપ્રયોગો માટે સ્માર્ટર નેટવર્ક્સ માટેના કેન્દ્ર માટેનું ભારતનું એકમાત્ર સર્વોત્કૃષ્ટતા માટેનું કેન્દ્ર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓમાં ઇંટ્રુઝન-પ્રુફ સ્માર્ટર ડેટા નેટવર્ક ફોર ધ આર્મ્ડ ફોર્સિસ, સિટિઝન નેટવર્ક્સ ફોર ભારતનેટ (ગ્રામ્ય બ્રોડબેન્ડ), સ્માર્ટ સિટીનો વિકાસ, અને ઉચ્ચ-ગતિ ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. વ્ધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
અગ્રેષિત અને સાવચેતીભર્યાં નિવેદનો: આ રીલીઝમાં Sterlite Technologies Limited અને તેની ભાવિ શક્યતાઓથી સંબંધિત ચોક્કસ શબ્દો અને નિવેદનો, અને Sterlite Technologies'ની નાણાકીય સ્થિતિ, બિઝનેસ વ્યૂહરચના, Sterlite Technologiesની કામગીરીઓના ભાવિ વિકાસ અને ભારતમાં સામાન્ય અર્થતંત્રથી સંબંધિત અન્ય નિવેદનો અગ્રેષિત નિવેદનો છે. આવાં નિવેદનો જ્ઞાત અને અજ્ઞાત જોખમો, અચોક્કસતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ કરે છે, જે વાસ્તવિક પરિણામો, Sterlite Technologies Limited ના કાર્યદેખાવો અથવા સિદ્ધિઓ, અથવા ઉદ્યોગના પરિણામોના કારક બને તેમ બની શકે છે, જે ભૌતિક રીતે જે વ્યક્ત કરવામાં આવ્યાં છે અથવા આવાં અગ્રેષિત નિવેદનો દ્વારા અમલી બનાવવામાં આવ્યાં છે તેનાંથી ભિન્ન હોય શકે છે. આવાં અગ્રેષિત નિવેદનો Sterlite Technologies' ની વર્તમાન, ભાવિ કારોબારી વ્યૂહરચનાઓ અને એ વાતાવરણ કે જેમાં Sterlite Technologies Limited ભવિષ્યમાં કાર્ય કરશે તેવી સંખ્યાબંધ ધારણાઓ પર આધારિત છે. મહત્વના પરિબળો કે જે આવાં અગ્રેષિત નિવેદનોથી વાસ્તવિક પરિણામોમાં, અન્યની સાથે સરકારી નીતિઓમાં અથવા ભારતના વિનિયમોમાં ફેરફાર, અને ખાસ કરીને, Sterlite Technologies' industryના વહીવટથી સંબંધિત ફેરફારો, અને સામાન્ય અર્થતંત્ર, બિઝનેસ અને ભારતની ક્રેડિટ પરિસ્થિતિઓમાં ફેરફારોનો સમાવેશ થાય છે. અતિરિક્ત પરિબળો જે વાસ્તવિક પરિણામો, કાર્યદેખાવ અથવા સિદ્ધિઓને ભૌતિક રીતે જુદી પાડવા માટેના કારક બની શકે છે, જેમાંના ઘણાં Sterlite Technologiesના નિયંત્રણમાં નથી, તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાં સુધી મર્યાદિત નથી, તેવાં જોખમી પરિબળોની ચર્ચા નેશનલ સ્ટૉક ઍક્ષ્ચેન્જ, ભારત અને બૉમ્બે સ્ટૉક ઍક્ષ્ચેન્જ, ભારત સાથેના Sterlite Technologiesના વિવિધ ફાઇલિન્ગ્સમાં કરવામાં આવી છે. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com માં ઉપલબ્ધ છે.
મીડિયા રિલેશન્સ
LK Pathak
ફોન: +91-9925012059
મેલ: [email protected]
ઇન્વેસ્ટર રિલેશન્સ
Vishal Aggarwal
ફોન: +91-20-30514000
મેલ: [email protected]
કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ
Sumedha Mahorey
ફોન: +91-22-30450404
મેલ: [email protected]
Share this article