પૂણે, ભારત, September 17, 2018 /PRNewswire/ --
વિસ્તરણ કંપનીને વૈશ્વિક સ્તરે ટોચની સંકલિત ઓપ્ટિકલ ફાઇબર અને કેબલિંગ કંપનીઓમાં મૂકશે
Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH), વધુ સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સમાં એક એન્ડ-ટૂ-એન્ડ વૈશ્વિક ટેક્નોલોજી અગ્રણી, દ્વારા આજે તેમની ઓપ્ટિકલ ફાઇબર કેબલિંગ ક્ષમતામાં 15 મિલિAયન ફાઈબર કિમીનો ઉમેરો કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી તે 33 મિલિયન ફાઇબર કિ.મી. થઈને બે ગણી થઇ હતી. આ વિસ્તરણ કંપનીને વૈશ્વિક સ્તરે ટોચના સંકલિત ઓપ્ટિકલ ફાઈબર અને કેબલિંગ ટેકનોલોજી પ્રદાતાઓ વચ્ચે સ્થાન અપાવશે.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
આ વિસ્તરણ માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રૂ. 320 કરોડ (44 મિલિયન ડોલર) નો મૂડી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જે આંતરિક ઉપાર્જનો અને દેવાના સંયોજન દ્વારા નાણાં પૂરા પાડવામાં આવશે. ઉન્નત ક્ષમતા જૂન 2020 સુધીમાં તબક્કાવાર રીતે ઑનલાઇન થવાની ધારણા છે.
અગ્રણી વૈશ્વિક બજારો જેમ જેમ 5G, FTTx અને ડેટા સેન્ટર કનેક્ટિવિટી જેવી હાયપર-સ્કેલ નેટવર્ક એપ્લિકેશંસ માટે ઊંડા ફાઇબરાઇઝેશનમાં રોકાણ કરે છે, આ વિસ્તરણ ફાઇબર અને સૉફ્ટવેર-આધારિત સ્માર્ટ નેટવર્કિંગ સોલ્યુશન્સના અગ્રણી પ્રદાતા તરીકે Sterlite Tech ના સ્થાનને વધુ મજબૂત બનાવશે.
"ડેટાની ઘાતાંકીય વૃદ્ધિને ધ્યાનમાં લેતાં, વૈશ્વિક સ્તરે ટેલિફોન કંપનીઓ, ઇન્ટરનેટ કંપનીઓ અને સરકારો હાયપર-સ્કેલ કનેક્ટિવિટી માટે નવીનતમ નેટવર્ક સોલ્યુશન્સ શોધી રહ્યા છે. અમારા ગ્રાહકો અમને અનન્ય ડિઝાઈન-બિલ્ડ-મેનેજ ભાગીદાર તરીકે જુએ છે જે આગળ ફાઈબર અને કેબલથી નેટવર્ક ડિઝાઇન અને સોફ્ટવેર સોલ્યુશન્સ સાથે સંકલિત છે." તેવું Sterlite Tech ના CEO Dr Anand Agarwal દ્વારા જણાવવામાં આવ્યું હતું. "જેમ જેમ અમે નેટવર્ક બિલ્ડઆઉટ્સ માટે તેમની સાથે ભાગીદારી કરશું, આ ક્ષમતા રોકાણ અમારા ગ્રાહક જોડાણને વધુ ગહન કરશે."
કંપની તેના સોલ્યુશન પોર્ટફોલિયોને ખૂબ ઝડપથી વિસ્તારી રહી છે. તાજેતરમાં જ, Italy માં કેબલ વિસ્તરણ માટે Metallurgica Bresciana ના 100% સંપાદનની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે અગાઉ તેમણે Greenfield ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તેમની ઓપ્ટિકલ ફાઇબર ક્ષમતાના વિસ્તરણની જાહેરાત કરી હતી. વર્ચ્યુઅલાઇઝ થયેલ વાતવરણોમાં સૉફ્ટવેર-નિર્ધારિત નેટવર્ક્સ પર પણ Sterlite Tech સક્રિયપણે કાર્ય કરે છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક તકનીકી અગ્રણી છે, જે સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરે છે. ઉત્પાદનો, સેવાઓ અને સૉફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રદાન કરનાર, Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ગ્રાહકો સાથે સંલગ્ન છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની ઉત્પાદન સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડિલિવરી સેન્ટર ધરાવે છે. Sterlite Tech આગામી પેઢી માટેની નેટવર્ક એપ્લિકેશન્સ માટે બ્રોડબેન્ડ રિસર્ચ અને સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સ માટે ભારતના એકમાત્ર શ્રેષ્ઠતાના કેન્દ્રનું આશ્રયસ્થાન છે. કંપની દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રુફ સ્માર્ટ ડેટા નેટવર્ક, BharatNet માટે ગ્રામ્ય બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ અને હાઈ-સ્પીડ Fibre-to-the-Home (FTTH) નેટવર્ક્સ સ્થાપવા માટેનો સમાવેશ
થાય છે.
વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
ભવિષ્ય અને ચેતવણી સંબંધિત નિવેદનો: Sterlite Technologies Limited અને તેના ભાવિ સાથે સંબંધિત આ રિલીઝમાં સમાવિષ્ટ કેટલાક શબ્દો અને નિવેદનો અને Sterlite Technologies ની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, વ્યાપારી વ્યૂહરચના, Sterlite Technologies ના ભાવિ સંચાલનો અને ભારતના સામાન્ય અર્થતંત્ર સંબંધિત અન્ય નિવેદનો ભવિષ્ય સાથે સંકળાયેલા (ફોરવર્ડ લુકિંગ) છે. આવા નિવેદનોમાં જાણીતા અને અજાણ્યા જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે, જે Sterlite Technologies Limited ની ઉપ્લબ્ધિઓ અથવા ઉદ્યોગના પરિણામોને આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત સામગ્રીને વાસ્તવિક પરિણામોથી અલગ પાડવાનું કારણ બની શકે છે. આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો Sterlite Technologies ની વર્તમાન અને ભાવિ વ્યાપારી વ્યૂહરચનાઓ અને ભવિષ્યમાં Sterlite Technologies Limited જેવા વાતાવરણમાં કાર્ય કરશે તે અંગેની અસંખ્ય ધારણાઓ પર આધારિત છે. તેવા મહત્વપૂર્ણ પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે તેમાં અન્યો સાથોસાથ ભારત સરકારની નીતિઓ અથવા નિયમોના ફેરફારો અને ખાસ કરીને, Sterlite Technologies ઉદ્યોગ ના વહીવટીતંત્ર સંબંધિત ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની સ્થિતિઓમાં પરિવર્તનોનો સમાવેશ થાય છે. તેવા વધારાના પરિબળો છે જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે, જેમાંથી ઘણાં Sterlite Technologies ના નિયંત્રણમાં નથી, તેમાં સમાવિષ્ટ થાય છે National Stock Exchange, India અને Bombay Stock Exchange, India ને પ્રદાન કરાયેલી Sterlite Technologies ની વિવિધ ફાઇલિંગ્સમાં ચર્ચા કરાયેલા જોખમ પરિબળો, પરંતુ માત્ર તેમના પૂરતા માર્યાદિત નથી. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
મીડિયા સંપર્ક:
Sumedha Mahorey
[email protected]
+91-22-30450404
Manager Corporate Communications
Sterlite Technologies Ltd.
રોકાણકાર સંબંધો
Vishal Aggarwal
ફોન: +91-20-30514000
ઇમેઇલ: [email protected]
Share this article